આ છે આજના દિવસના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 23, 2019, 19:58 IST | Bhavin
 • આઈપીએલ 2019ની પહેલી મેચ શરૂ થઈ ચૂકી છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ટોસ જીતને ફિલ્ડિંગ પસંદ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. બંને ટીમો જીત સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવા ઈચ્છશે. જો કે રેકોર્ડ જોતા ચેન્નાઈનું પલડું ભારે લાગી રહ્યું છે. 

  આઈપીએલ 2019ની પહેલી મેચ શરૂ થઈ ચૂકી છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ટોસ જીતને ફિલ્ડિંગ પસંદ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. બંને ટીમો જીત સાથે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવા ઈચ્છશે. જો કે રેકોર્ડ જોતા ચેન્નાઈનું પલડું ભારે લાગી રહ્યું છે. 

  1/10
 • ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળથી મુસ્લિમ મહિલાને ઉમેદવાર બનાવ્યા છે. પશ્ચિમ બંગાળના જાંગીપુરથી ભાજપે મફૂજા ખાતૂનને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી ચૂંટણી લડતા હતા. હાલ કોંગ્રેસે તેમના પુત્ર અભિજીત મુખર્જીને ટિકિટ આપી છે.

  ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળથી મુસ્લિમ મહિલાને ઉમેદવાર બનાવ્યા છે. પશ્ચિમ બંગાળના જાંગીપુરથી ભાજપે મફૂજા ખાતૂનને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી ચૂંટણી લડતા હતા. હાલ કોંગ્રેસે તેમના પુત્ર અભિજીત મુખર્જીને ટિકિટ આપી છે.

  2/10
 • નેવીના ચીફ એડમિરલ સુનીલ લાંબા નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ કરમબીર સિંહની નવા નેવી ચીફ તરીકે પસંદગી કરી છે. કરમબીર સિંહ 1980માં નૌસેનામાં ભરતી થયા હતા. તેઓ 1982માં હેલિકોપ્ટર પાઈલટ બન્યા. કરમબીર સિંહ HAL ચેતક અને કામોવ 25 હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ ધરાવે છે. વાઈસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નેવીના પૂર્વી નૌસમાન કમાન્ડના વર્તમાન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે. તેમણે 31 ઓક્ટોબર 2017ના રોજ પદભાર સંભાળ્યો હતો. નેવીમાં 39 વર્ષના કરિયર દરમિયાન તેમને અતિવિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાયા છે.

  નેવીના ચીફ એડમિરલ સુનીલ લાંબા નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ કરમબીર સિંહની નવા નેવી ચીફ તરીકે પસંદગી કરી છે. કરમબીર સિંહ 1980માં નૌસેનામાં ભરતી થયા હતા. તેઓ 1982માં હેલિકોપ્ટર પાઈલટ બન્યા. કરમબીર સિંહ HAL ચેતક અને કામોવ 25 હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ ધરાવે છે. વાઈસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નેવીના પૂર્વી નૌસમાન કમાન્ડના વર્તમાન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે. તેમણે 31 ઓક્ટોબર 2017ના રોજ પદભાર સંભાળ્યો હતો. નેવીમાં 39 વર્ષના કરિયર દરમિયાન તેમને અતિવિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાયા છે.

  3/10
 • લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. હરીફ પક્ષથી પોતાના પક્ષને વધુ સારા અને સાચા સાબિત કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે. ગુજરાતમાં મતદારોને આકર્ષવા ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ સંપર્ક અભિયાનમાં ભાજપ કોંગ્રેસ સાથેની સરખામણી દર્શાવીને પ્રચાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસના પરિવાર વાદને મુદ્દો બનાવીને પ્રચાર કરાઈ રહ્યો છે.

  લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. હરીફ પક્ષથી પોતાના પક્ષને વધુ સારા અને સાચા સાબિત કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે. ગુજરાતમાં મતદારોને આકર્ષવા ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ સંપર્ક અભિયાનમાં ભાજપ કોંગ્રેસ સાથેની સરખામણી દર્શાવીને પ્રચાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસના પરિવાર વાદને મુદ્દો બનાવીને પ્રચાર કરાઈ રહ્યો છે.

  4/10
 • કોંગ્રેસ પાર્ટીથી અલગ થવાના 21 વર્ષ બાદ પશ્ચિમ બંગાળીના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી ચિન્હમાંથી કોંગ્રેસ શબ્દ હટાવ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ નવા લોગોમાં લીલા રંગથી ત્રિણમૂલ લખ્યું છે અને બે ફૂલોની પાંખડીઓ દર્શાવવામાં આવી છે જેનું બેકગ્રાઉન્ડમાં વાદળી કલર છે. પાર્ટીના નેતા છેલ્લા એક અઠવાડિયાથી આ લોગોનો ઉપયોગ કરી રહ્યા છે.

  કોંગ્રેસ પાર્ટીથી અલગ થવાના 21 વર્ષ બાદ પશ્ચિમ બંગાળીના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી ચિન્હમાંથી કોંગ્રેસ શબ્દ હટાવ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ નવા લોગોમાં લીલા રંગથી ત્રિણમૂલ લખ્યું છે અને બે ફૂલોની પાંખડીઓ દર્શાવવામાં આવી છે જેનું બેકગ્રાઉન્ડમાં વાદળી કલર છે. પાર્ટીના નેતા છેલ્લા એક અઠવાડિયાથી આ લોગોનો ઉપયોગ કરી રહ્યા છે.

  5/10
 • કોંગ્રેસના પૂર્વ નેતા અને વડોદરાની સાવલી બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકેલા ખુમાણસિંહે ફરી કોંગ્રેસનો હાથ થામ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખુમાણસિંહ કોંગ્રેસ થોડી એનસીપીમાં જોડાયા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા.

  કોંગ્રેસના પૂર્વ નેતા અને વડોદરાની સાવલી બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકેલા ખુમાણસિંહે ફરી કોંગ્રેસનો હાથ થામ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખુમાણસિંહ કોંગ્રેસ થોડી એનસીપીમાં જોડાયા હતા. આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા.

  6/10
 • GTU એટલે કે ગુજરાતી ટેકનિકલ યુનિવર્સિટીએ વાર્ષિક પરીક્ષા મે-જૂનમાં લેવાની જાહેરાત કરી છે. થિયરીની આ પરીક્ષાઓ 2જી મેથી શરૂ થઈને 18 જૂન સુધી ચાલશે. રાજ્યમાંથી લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજ્યના 140થી વધુ સેન્ટર પર પરીક્ષા લેવાશે. તો પ્રેક્ટિકલ પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થશે અને 20 જૂન સુધી ચાલશે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. પરિણામે જીટીયુએ થિયરિકલ એક્ઝામ 10 દિવસ મોદી કરી છે. જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેષે શુક્રવારે એન્જિનયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર શાખાની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું.

  GTU એટલે કે ગુજરાતી ટેકનિકલ યુનિવર્સિટીએ વાર્ષિક પરીક્ષા મે-જૂનમાં લેવાની જાહેરાત કરી છે. થિયરીની આ પરીક્ષાઓ 2જી મેથી શરૂ થઈને 18 જૂન સુધી ચાલશે. રાજ્યમાંથી લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજ્યના 140થી વધુ સેન્ટર પર પરીક્ષા લેવાશે. તો પ્રેક્ટિકલ પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થશે અને 20 જૂન સુધી ચાલશે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. પરિણામે જીટીયુએ થિયરિકલ એક્ઝામ 10 દિવસ મોદી કરી છે. જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેષે શુક્રવારે એન્જિનયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર શાખાની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું.

  7/10
 • આજે કંગના રનૌટનો જન્મદિવસ છે. અને આ અવસર પર એને મોટી ભેટ મળી છે. કંગના વધુ એક બાયોપિકમાં કામ કરવા જઈ રહી છે અને જે પ્રખ્યાત રાજકીય નેતા જયલલિતાના જીવન પર બનશે. આ ફિલ્મનું નામ થલાઈવી હશે, જેમાં કંગના અમ્મા જે. જયલલિતાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ તામિલ અને હિન્દીમાં બનશે અને હિન્દીમાં એનું નામ જયા રહેશે. આ બાયોપિકને બાહુબલી અને મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીના લેખક કે વી વિજયેન્દ્ર પ્રસાદ લખશે. વિષ્ણુ વર્ધન ઈન્દુરી અને શૈલેશ આર સિંહ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે.

  આજે કંગના રનૌટનો જન્મદિવસ છે. અને આ અવસર પર એને મોટી ભેટ મળી છે. કંગના વધુ એક બાયોપિકમાં કામ કરવા જઈ રહી છે અને જે પ્રખ્યાત રાજકીય નેતા જયલલિતાના જીવન પર બનશે. આ ફિલ્મનું નામ થલાઈવી હશે, જેમાં કંગના અમ્મા જે. જયલલિતાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ તામિલ અને હિન્દીમાં બનશે અને હિન્દીમાં એનું નામ જયા રહેશે. આ બાયોપિકને બાહુબલી અને મણિકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીના લેખક કે વી વિજયેન્દ્ર પ્રસાદ લખશે. વિષ્ણુ વર્ધન ઈન્દુરી અને શૈલેશ આર સિંહ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે.

  8/10
 • આઈપીએલની ઓપનિંગ સેરેમનીનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા છે. જેને કમિટી દ્વારા સૈન્યના જવાનો માટે ડોનેટ કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ આર્મીના જવાનોને 11 કરોડ, CRPFને 7 કરોડ, નેવી-એરફોર્સને 1-1 કરોડની સહાય કરવામાં આવશે. BCCIના CoAએ ઓપનિંગ સેરેમની રદ કરીને તેમાં ખર્ચ થનારી રકમને સૈન્યના જવાનો માટેના ફંડમાં ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.


  આઈપીએલની ઓપનિંગ સેરેમનીનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા છે. જેને કમિટી દ્વારા સૈન્યના જવાનો માટે ડોનેટ કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ આર્મીના જવાનોને 11 કરોડ, CRPFને 7 કરોડ, નેવી-એરફોર્સને 1-1 કરોડની સહાય કરવામાં આવશે. BCCIના CoAએ ઓપનિંગ સેરેમની રદ કરીને તેમાં ખર્ચ થનારી રકમને સૈન્યના જવાનો માટેના ફંડમાં ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.

  9/10
 • હોળી બાદ ઉનાળાએ તેનું આકરું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ખરા ઉનાળાની અનુભૂતિ થઇ હતી. 38 ડિગ્રી સાથે રાજકોટ અને ડીસા રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતા. તો અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહ્યો હતો.

  હોળી બાદ ઉનાળાએ તેનું આકરું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ખરા ઉનાળાની અનુભૂતિ થઇ હતી. 38 ડિગ્રી સાથે રાજકોટ અને ડીસા રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતા. તો અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રી રહ્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK