આ છે આજના દિવસના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: May 22, 2019, 19:44 IST | Bhavin
 • આવતીકાલે લોકસભાની 2019ની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. જ્યાં જ્યાં ઈવીએમ રખાયા છે, ત્યાં ત્યાં જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. લોકો હવે બસ મતગણતરીની રાહ જોઈ રહ્યા છે. 

  આવતીકાલે લોકસભાની 2019ની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. જ્યાં જ્યાં ઈવીએમ રખાયા છે, ત્યાં ત્યાં જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. લોકો હવે બસ મતગણતરીની રાહ જોઈ રહ્યા છે. 

  1/10
 • રાજ્યની 26 લોકસભા બેઠકનું પણ પરિણામ 23 મે એટલે કે ગુરુવારના રોજ જાહેર થશે. લોકસભાની આ બેઠકોની સાથે ગુજરાતમાં વધુ એક ચૂંટણીના પરિણામ જાહેર થશે. લોકસભાની 26 બેઠકોની સાથે સાથે રાજ્યની 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની પણ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થશે. આ મતગણતરી માટે રાજ્યમાં 27 મતગણતરી કેન્દ્રો બનાવાયા છે.

  રાજ્યની 26 લોકસભા બેઠકનું પણ પરિણામ 23 મે એટલે કે ગુરુવારના રોજ જાહેર થશે. લોકસભાની આ બેઠકોની સાથે ગુજરાતમાં વધુ એક ચૂંટણીના પરિણામ જાહેર થશે. લોકસભાની 26 બેઠકોની સાથે સાથે રાજ્યની 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની પણ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થશે. આ મતગણતરી માટે રાજ્યમાં 27 મતગણતરી કેન્દ્રો બનાવાયા છે.

  2/10
 • આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત મળ્યા બાદ ઉજવણી કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે મીઠાઈથી લઈ ફૂલ અને હાર સહિત ફટાકડાના ઓર્ડર આપી દીધા છે. જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ તૈયારીઓ નથી દેખાઈ રહી. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી શરૂ કરીને જિલ્લા, તાલુકાના ભાજપની ઓફિસો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપે સૂચના આપી દીધી છે. ભાજપના ધારાસભ્ય અને આગેવાનોને પણ દરેક બેઠક પર ઉજવણી માટે હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.

  આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત મળ્યા બાદ ઉજવણી કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે મીઠાઈથી લઈ ફૂલ અને હાર સહિત ફટાકડાના ઓર્ડર આપી દીધા છે. જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ તૈયારીઓ નથી દેખાઈ રહી. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી શરૂ કરીને જિલ્લા, તાલુકાના ભાજપની ઓફિસો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપે સૂચના આપી દીધી છે. ભાજપના ધારાસભ્ય અને આગેવાનોને પણ દરેક બેઠક પર ઉજવણી માટે હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.

  3/10
 • કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષના જ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ધવલસિંહ ઝાલાએ કહ્યું,'અલ્પેશ ઠાકોર સમાજના આગેવાન છે અને અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલા માટે તેમને સસ્પેન્ડ કરવાની કોશિશ કરાઈ છે.' કોંગ્રેસ પર આક્ષેપ કરતા ધવલસિંહ ઝાલાએ કહ્યું “કોંગ્રેસે મને લોકસભાની ચૂંટણીના પ્રચારથી દૂર રાખ્યો હતો. અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલે તેમને સસ્પેન્ડ કરાવવાની કોશિશ થઈ રહી છે. આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના સાબરકાંઠાના ધારાસભ્ય હારે તો નવાઈ નહીં. રાજેન્દ્રસિંહ ઠાકોર મારા મોટ ભાઈ જેવા છે છતાં હારે તો નવાઈ નહીં”

  કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષના જ નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં ધવલસિંહ ઝાલાએ કહ્યું,'અલ્પેશ ઠાકોર સમાજના આગેવાન છે અને અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલા માટે તેમને સસ્પેન્ડ કરવાની કોશિશ કરાઈ છે.' કોંગ્રેસ પર આક્ષેપ કરતા ધવલસિંહ ઝાલાએ કહ્યું “કોંગ્રેસે મને લોકસભાની ચૂંટણીના પ્રચારથી દૂર રાખ્યો હતો. અલ્પેશ ભાઈનું કદ વધ્યું એટલે તેમને સસ્પેન્ડ કરાવવાની કોશિશ થઈ રહી છે. આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસના સાબરકાંઠાના ધારાસભ્ય હારે તો નવાઈ નહીં. રાજેન્દ્રસિંહ ઠાકોર મારા મોટ ભાઈ જેવા છે છતાં હારે તો નવાઈ નહીં”

  4/10
 • વડાપ્રધાન મોદીને જીતનો વિશ્વાસ છે. સૂત્રો પ્રમાણે બુધવારે સાંજે NDAના નેતાઓ સાથે ડીનર પહેલા ભાજપના મુખ્યાલયમાં મંત્રી સાથે બેઠક કરી. જેમાં વડાપ્રધાન મોદી વિશ્વાસથી ભરપૂર જણાયા. તેમણે કહ્યું કે લોકોના અપાર સમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઈ છે. અહેવાલો એવા પણ છે કે રાત્રે સરકારે મોટા અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં PM મોદીએ અધિકારીઓ પાસેથી દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિની જાણકારી મેળવી. સાથે જ વડાપ્રધાને પહેલા જ મંત્રાલયો અને વિભાગો પાસેથી 100 દિવસના એજન્ડાની માંગણી કરી છે.  

  વડાપ્રધાન મોદીને જીતનો વિશ્વાસ છે. સૂત્રો પ્રમાણે બુધવારે સાંજે NDAના નેતાઓ સાથે ડીનર પહેલા ભાજપના મુખ્યાલયમાં મંત્રી સાથે બેઠક કરી. જેમાં વડાપ્રધાન મોદી વિશ્વાસથી ભરપૂર જણાયા. તેમણે કહ્યું કે લોકોના અપાર સમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઈ છે. અહેવાલો એવા પણ છે કે રાત્રે સરકારે મોટા અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં PM મોદીએ અધિકારીઓ પાસેથી દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિની જાણકારી મેળવી. સાથે જ વડાપ્રધાને પહેલા જ મંત્રાલયો અને વિભાગો પાસેથી 100 દિવસના એજન્ડાની માંગણી કરી છે.

   

  5/10
 • મતગણતરી પહેલા ગૃહ મંત્રાલયે રાજ્યોને અલર્ટ કર્યા છે. મતગણતરીના સમયે રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટેના પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને અલર્ટ કર્યા છે. 23મેના દિવસે રાજ્યમાં અશાંતિ ફેલાવાની આશંકા છે. જેને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

  મતગણતરી પહેલા ગૃહ મંત્રાલયે રાજ્યોને અલર્ટ કર્યા છે. મતગણતરીના સમયે રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટેના પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને DGPને અલર્ટ કર્યા છે. 23મેના દિવસે રાજ્યમાં અશાંતિ ફેલાવાની આશંકા છે. જેને જોતા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

  6/10
 • કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ચાર જજના નામ નક્કી કરી લીધા છે. આ જજની નિમણૂક સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારિત સંખ્યા 33 પુરી થઈ જશે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં 27 જજ છે.સૂત્રોની મળતી માહિતી પ્રમાણે જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતના નામ નક્કી કરાયા છે.

  કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ચાર જજના નામ નક્કી કરી લીધા છે. આ જજની નિમણૂક સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની નિર્ધારિત સંખ્યા 33 પુરી થઈ જશે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં 27 જજ છે.સૂત્રોની મળતી માહિતી પ્રમાણે જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતના નામ નક્કી કરાયા છે.

  7/10
 • દેશની રાજધાની દિલ્હીમાં સંબંધોની લોહિયાળ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક યુવકે સંપત્તિ માટે પોતાના પિતાની હત્યા કરી નાખી. અને મૃતદેહના 50 ટુકડા કરી નાખ્યા. જો કે આ યુવક મૃતદેહના ટુકડાઓને ઠેકાણે પાડે તે પહેલા જ પોલીસે તેને ઘરની બહારથી ઝડપી પાડ્યો.

  દેશની રાજધાની દિલ્હીમાં સંબંધોની લોહિયાળ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક યુવકે સંપત્તિ માટે પોતાના પિતાની હત્યા કરી નાખી. અને મૃતદેહના 50 ટુકડા કરી નાખ્યા. જો કે આ યુવક મૃતદેહના ટુકડાઓને ઠેકાણે પાડે તે પહેલા જ પોલીસે તેને ઘરની બહારથી ઝડપી પાડ્યો.

  8/10
 • પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ વરુણ ધવન અને નતાશા દલાલ કપલ ડિસેમ્બર 2019માં લગ્ન કરી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે બંનેના ફેમિલિ સગાસબંધીઓ અને નજીના મિત્રોની હાજરીમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. એક અંદાજ એવો પણ છે કે વરુણ ધવન અને નતાશા દલાલ ગોવાના બીચ પર લગ્નના બંઘનમાં બંધાઈ શકે છે.


  પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ વરુણ ધવન અને નતાશા દલાલ કપલ ડિસેમ્બર 2019માં લગ્ન કરી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે બંનેના ફેમિલિ સગાસબંધીઓ અને નજીના મિત્રોની હાજરીમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. એક અંદાજ એવો પણ છે કે વરુણ ધવન અને નતાશા દલાલ ગોવાના બીચ પર લગ્નના બંઘનમાં બંધાઈ શકે છે.

  9/10
 • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. તમામ લોકોને વિરાટ એન્ડ કંપની પાસેથી ઈતિહાસ રચવાની આશા છે. અત્યાર સુધી ભારત 1983 અને 2011 એમ બે વખત વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ત્યારે દેશના લોકો પણ ટીમ ઈન્ડિયાની જીત માટે આશા રાખી રહ્યા છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ 9 ટીમો સામે લડવાનું છે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા ઈન્ડિયન આર્મી માટે વર્લ્ડ કપ જીતવા ઈચ્છે છે.

  ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે. તમામ લોકોને વિરાટ એન્ડ કંપની પાસેથી ઈતિહાસ રચવાની આશા છે. અત્યાર સુધી ભારત 1983 અને 2011 એમ બે વખત વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ત્યારે દેશના લોકો પણ ટીમ ઈન્ડિયાની જીત માટે આશા રાખી રહ્યા છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ 9 ટીમો સામે લડવાનું છે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા ઈન્ડિયન આર્મી માટે વર્લ્ડ કપ જીતવા ઈચ્છે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસના સમાચાર ચૂકાઈ ગયા છે ? તો અહીં ક્લિક કરો અને આજના તમામ સમાચાર એક સાથે વાંચો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK