વાંચો 8 વાગ્યા સુધીના તમામ સમાચારો એક ક્લિક પર

Published: Mar 14, 2019, 19:58 IST | Bhavin
 • રાફેલ ડીલ માટે કેગના રિપોર્ટના 3 પાના સુપ્રીમ કોર્ટમાં રજૂ ન થઈ હોવાની વાત ખુદ સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે CAGનો જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક દસ્તાવેજ નહોતા. વેણુગોપાલના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા રિપોર્ટમાં 3 પાના ખૂટતા હતા. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કહ્યું કે આ માટે સરકાર તરફથી યોગ્ય તર્ક આપવો જરૂરી છે.


  રાફેલ ડીલ માટે કેગના રિપોર્ટના 3 પાના સુપ્રીમ કોર્ટમાં રજૂ ન થઈ હોવાની વાત ખુદ સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે CAGનો જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં કેટલાક દસ્તાવેજ નહોતા. વેણુગોપાલના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા રિપોર્ટમાં 3 પાના ખૂટતા હતા. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કહ્યું કે આ માટે સરકાર તરફથી યોગ્ય તર્ક આપવો જરૂરી છે.

  1/10
 • પાકિસ્તાન સાથેને સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ભારતે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેક મિસાઈલનો ઉપયોગ બોર્ડર પર તૈનાત જવાનો પણ કરી શકે છે. DRDOએ મોડી રાત્રે રાજસ્થાનના રણ વિસ્તારમાં આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. MP-ATG મિસાઈલની રેન્જ 2-3 કિલોમીટરની છે. તેની ખાસિયત એ છે કે તેને કોઈ પણ સ્થળેથી ફાયર કરી શકાય છે.

  પાકિસ્તાન સાથેને સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ભારતે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેક મિસાઈલનો ઉપયોગ બોર્ડર પર તૈનાત જવાનો પણ કરી શકે છે. DRDOએ મોડી રાત્રે રાજસ્થાનના રણ વિસ્તારમાં આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. MP-ATG મિસાઈલની રેન્જ 2-3 કિલોમીટરની છે. તેની ખાસિયત એ છે કે તેને કોઈ પણ સ્થળેથી ફાયર કરી શકાય છે.

  2/10
 • લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે જુદી જુદી બેઠકો પર કોને ટિકિટ મળશે તેની ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલના બદલે અભિનેતા મનોજ જોષી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા અને અમદાવાદ પૂર્વના હાલના સાંસદ પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે, ત્યારે મનોજ જોષીને ટિકિટ મળે તેવી શક્યતા પ્રબળ છે.

  લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે જુદી જુદી બેઠકો પર કોને ટિકિટ મળશે તેની ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલના બદલે અભિનેતા મનોજ જોષી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા અને અમદાવાદ પૂર્વના હાલના સાંસદ પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે, ત્યારે મનોજ જોષીને ટિકિટ મળે તેવી શક્યતા પ્રબળ છે.

  3/10
 • બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ કોકડુ ગૂંચવાયું છે. 4 ઉમેદવારોની જાહેરાત બાદ 22 ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીની મુલાકાતે છે. બંને નેતાઓ બે દિવસ સુધી સ્ક્રિનિંગ કમિટની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન જ બાકીની 22 બેઠકો પરના ઉમેદવારોના નામ નક્કી થશે. જો કે 3 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરવા ગૂંચવાઈ છે. પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. જેને પગલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મૂંઝાયા છે.

  બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઈ કોકડુ ગૂંચવાયું છે. 4 ઉમેદવારોની જાહેરાત બાદ 22 ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીની મુલાકાતે છે. બંને નેતાઓ બે દિવસ સુધી સ્ક્રિનિંગ કમિટની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક દરમિયાન જ બાકીની 22 બેઠકો પરના ઉમેદવારોના નામ નક્કી થશે. જો કે 3 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરવા ગૂંચવાઈ છે. પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. જેને પગલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મૂંઝાયા છે.

  4/10
 • રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે ઈચ્છા વ્યક્ત કરી છે કે કોઈ સમલૈંગિક વ્યક્તિ પણ પ્રતિનિધિ બનીને સંસદ સુધી પહોંચે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન માનવેન્દ્રસિંહે આ ઈચ્છા વ્યક્ત કરી. તમામ પક્ષો ઉમેદવાર પસંદ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. ત્યારે રાજપીપળાના સમલૈંગિક પ્રિન્સ માનવેન્દ્રસિંહના આ નિવેદનને સૂચક મનાઈ રહ્યું છે. માનવેન્દ્રસિંહે કોઈ સમલૈંગિક વ્યક્તિને સાંસદ ઉમેદવાર બનાવી સંસદ સુધી પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે ઈચ્છા વ્યક્ત કરી છે કે કોઈ સમલૈંગિક વ્યક્તિ પણ પ્રતિનિધિ બનીને સંસદ સુધી પહોંચે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન માનવેન્દ્રસિંહે આ ઈચ્છા વ્યક્ત કરી. તમામ પક્ષો ઉમેદવાર પસંદ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. ત્યારે રાજપીપળાના સમલૈંગિક પ્રિન્સ માનવેન્દ્રસિંહના આ નિવેદનને સૂચક મનાઈ રહ્યું છે. માનવેન્દ્રસિંહે કોઈ સમલૈંગિક વ્યક્તિને સાંસદ ઉમેદવાર બનાવી સંસદ સુધી પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  5/10
 • વડાપ્રધાન મોદી વારાણસીના બદલે રાજકોટથી લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલતી હતી. જો કે ગુજરાત ભાજપના નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ આ વાતને ફગાવી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા માટે પહોંચેલા નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ મીડિયા સાથે વાત કરતા નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને પાયાવિહોણી ગણાવી દીધી. નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડે તે વાત સાચી નથી. અહીંથી બીજા કેટલાક કાર્યકર્તાઓ જે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે, તેમની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવી ચર્ચા શરૂ થઈ હતી.

  વડાપ્રધાન મોદી વારાણસીના બદલે રાજકોટથી લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલતી હતી. જો કે ગુજરાત ભાજપના નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ આ વાતને ફગાવી દીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવા માટે પહોંચેલા નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ મીડિયા સાથે વાત કરતા નરેન્દ્ર મોદીની રાજકોટથી ચૂંટણી લડવાની વાતને પાયાવિહોણી ગણાવી દીધી. નીરિક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડે તે વાત સાચી નથી. અહીંથી બીજા કેટલાક કાર્યકર્તાઓ જે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે, તેમની પસંદગી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવી ચર્ચા શરૂ થઈ હતી.

  6/10
 • અમદાવાદમાં છેલ્લા 15 મહિનામાં સ્વાઈન ફ્લૂને કારણે 52 મોત થયા હોવાનું સામે આવ્યું છે. 2018માં કુલ 29 અને 2019ના પહેલા ત્રણ મહિનામાં 23 મોત એમ કુલ 52 મોત નોંધાયા છે. મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોને ગંભીર બીમારી ઉપરાંત સ્વાઈન ફલૂ પણ હતો. બે વ્યક્તિ દારૂની ટેવવાળા હોવાના કારણે મૃત્યુ થયા છે.સ્વાઈન ફ્લૂ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જીવલેણ સાબિત થયો છે. મૃત્યુનું કારણ માત્ર સ્વાઈન ફલૂ જ છે કે કેમ તે માટે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા ચાર નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટ કરાવવામાં આવ્યું હતું.

  અમદાવાદમાં છેલ્લા 15 મહિનામાં સ્વાઈન ફ્લૂને કારણે 52 મોત થયા હોવાનું સામે આવ્યું છે. 2018માં કુલ 29 અને 2019ના પહેલા ત્રણ મહિનામાં 23 મોત એમ કુલ 52 મોત નોંધાયા છે. મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોને ગંભીર બીમારી ઉપરાંત સ્વાઈન ફલૂ પણ હતો. બે વ્યક્તિ દારૂની ટેવવાળા હોવાના કારણે મૃત્યુ થયા છે.સ્વાઈન ફ્લૂ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જીવલેણ સાબિત થયો છે. મૃત્યુનું કારણ માત્ર સ્વાઈન ફલૂ જ છે કે કેમ તે માટે મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા ચાર નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા ડેથ ઓડિટ કરાવવામાં આવ્યું હતું.

  7/10
 • ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ અટકી નથી રહી. મોહમ્મદ શમી વિરુદ્ધ હવે દહેજ ઉત્પીડન અને યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. શમી સામે IPCની કૉલમ 498 એ અંતર્ગત દહેજ માટે સતામણી અને કલમ 354 A અંતર્ગત યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. કોલકાતા પોલીસે શમીની પત્ની હસીન જહાંની ફરિયાદ પર તપાસ કર્યાના એક વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ગત વર્ષે જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસેથી પાછી ફરી હતી ત્યારે હસીન જહાંએ શમી પર જુદી જુદી મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

  ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ અટકી નથી રહી. મોહમ્મદ શમી વિરુદ્ધ હવે દહેજ ઉત્પીડન અને યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. શમી સામે IPCની કૉલમ 498 એ અંતર્ગત દહેજ માટે સતામણી અને કલમ 354 A અંતર્ગત યૌન શોષણ મામલે ચાર્જશીટ ફાઈલ થઈ છે. કોલકાતા પોલીસે શમીની પત્ની હસીન જહાંની ફરિયાદ પર તપાસ કર્યાના એક વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ગત વર્ષે જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસેથી પાછી ફરી હતી ત્યારે હસીન જહાંએ શમી પર જુદી જુદી મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

  8/10
 • વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ જાહેરાત કરી છે કે તે પોતાના શેરહોલ્ડિંગના વધારાના 34 ટકા હિસ્સાને દાન કરશે. આ 34 ટકા હિસ્સાની વાત કરીએ તો તેની કિંમત હાલ 52,750 કરોડ રૂપિયા થાય છે. અઝીમ પ્રેમજી દેશની ત્રીજા સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ચેરમેન છે. તેમના ફાઉન્ડેશને અત્યાર સુધીમાં કુલ 1.45 લાખ કરોડ રૂપિયાનું દાન આપી ચુક્યા છે. આપી ચૂક્યા છે.

  વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીએ જાહેરાત કરી છે કે તે પોતાના શેરહોલ્ડિંગના વધારાના 34 ટકા હિસ્સાને દાન કરશે. આ 34 ટકા હિસ્સાની વાત કરીએ તો તેની કિંમત હાલ 52,750 કરોડ રૂપિયા થાય છે. અઝીમ પ્રેમજી દેશની ત્રીજા સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ચેરમેન છે. તેમના ફાઉન્ડેશને અત્યાર સુધીમાં કુલ 1.45 લાખ કરોડ રૂપિયાનું દાન આપી ચુક્યા છે. આપી ચૂક્યા છે.

  9/10
 • ઈથોપિયાની વિમાન દુર્ઘટના બાદ હવે અમેરિકાએ પણ બોઈંગ 737 પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બોઇંગ 737 મેક્સ-8,9ની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે, જે વિમાન હવામાં છે, તે પોતાના ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ ફરીથી ઉડાન નહીં ભરે. આ પહેલા ભારતે પણ બોઇંગ 737 મેક્સ વિમાનોની ઉડાન બુધવાર રાતથી અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ સ્પાઇસ જેટને 14 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી.

  ઈથોપિયાની વિમાન દુર્ઘટના બાદ હવે અમેરિકાએ પણ બોઈંગ 737 પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બોઇંગ 737 મેક્સ-8,9ની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે, જે વિમાન હવામાં છે, તે પોતાના ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ ફરીથી ઉડાન નહીં ભરે. આ પહેલા ભારતે પણ બોઇંગ 737 મેક્સ વિમાનોની ઉડાન બુધવાર રાતથી અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ સ્પાઇસ જેટને 14 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો રાજકારણમાં શું છે અપડેટ, સ્પોર્ટ્સમાં શું ચાલી રહ્યું છે, શું કહી રહ્યા છે બોલીવુડના સિતારા. દિવસભરના તમામ મહત્વના સમાચારો માત્ર એક ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK