બપોરે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Feb 08, 2019, 14:33 IST | Falguni Lakhani
 • ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં સાત વિકેટ જીત મેળવી છે. ત્રણ મેચની સીરિઝની ભારતે જીત સાથે 1-1થી બરાબર કરી છે. ત્રીજી અને નિર્ણાયક મેચ પરમદિવસે રમાશે.

  ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં સાત વિકેટ જીત મેળવી છે. ત્રણ મેચની સીરિઝની ભારતે જીત સાથે 1-1થી બરાબર કરી છે. ત્રીજી અને નિર્ણાયક મેચ પરમદિવસે રમાશે.

  1/10
 • ધ હિન્દુના અહેવાલ બાદ દેશમાં ફરી રાફેલ ડીલનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સરકાર તરફથી સ્પષ્ટતા કરતા ધ હિન્દુના અહેવાલને ખોટો ગણાવ્યો છે. નિર્મલા સીતારમને લોકસભામાં કહ્યું,'જો ખરેખર હિન્દુ સત્ય સામે લાવવા ઈચ્છતું હોય તો હાલના સંરક્ષણ પ્રધાનની વાતને પણ તેમાં લખવી જોઈતી હતી. અખબાર દ્વારા તમામ સત્ય લખવામાં નથી આવ્યું.મેં મારા જવાબમાં તમામ મુદ્દા કહ્યા છે. NACમાં સોનિયા ગાંધીની દખલ કેવી હતી તે આખો દેશ જાણે છે. વિપક્ષ તેને શું કહેશે. એક અખબારના કટિંગ દ્વારા તમે શું સાબિત કરવા માગો છો. રાફેલ પર દરેક સવાલ સામે અમે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ, અને આ મુદ્દો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. કોંગ્રેસ વિદેશી તાકાતના દબાણમાં આવીને આ મુદ્દો ઉઠાવી રહી છે.'

  ધ હિન્દુના અહેવાલ બાદ દેશમાં ફરી રાફેલ ડીલનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને સરકાર તરફથી સ્પષ્ટતા કરતા ધ હિન્દુના અહેવાલને ખોટો ગણાવ્યો છે. નિર્મલા સીતારમને લોકસભામાં કહ્યું,'જો ખરેખર હિન્દુ સત્ય સામે લાવવા ઈચ્છતું હોય તો હાલના સંરક્ષણ પ્રધાનની વાતને પણ તેમાં લખવી જોઈતી હતી. અખબાર દ્વારા તમામ સત્ય લખવામાં નથી આવ્યું.મેં મારા જવાબમાં તમામ મુદ્દા કહ્યા છે. NACમાં સોનિયા ગાંધીની દખલ કેવી હતી તે આખો દેશ જાણે છે. વિપક્ષ તેને શું કહેશે. એક અખબારના કટિંગ દ્વારા તમે શું સાબિત કરવા માગો છો. રાફેલ પર દરેક સવાલ સામે અમે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ, અને આ મુદ્દો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. કોંગ્રેસ વિદેશી તાકાતના દબાણમાં આવીને આ મુદ્દો ઉઠાવી રહી છે.'

  2/10
 • રાફેલ ડીલનો વિવાદ અટકી નથી રહ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ ડીલને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રાફેલ ડીલમાં પીએમ મોદની સીધી સંડોવણી છે.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતા કહ્યું કે,'હું એક વર્ષથી પીએમ મોદીની સંડોવણી હોવાનું કહી રહ્યો છું, આજે હિન્દુમાં આ વાત છપાઈ છે. પીએમ મોદીએ એરફોર્સના 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા. સંરક્ષણ મંત્રાલયમાંથી સ્પષ્ટતા થઈ છે કે મોદીજીએ કહ્યું હતું, HALને ના પાડીને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાનો છે.'

  રાફેલ ડીલનો વિવાદ અટકી નથી રહ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર રાફેલ ડીલને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રાફેલ ડીલમાં પીએમ મોદની સીધી સંડોવણી છે.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતા કહ્યું કે,'હું એક વર્ષથી પીએમ મોદીની સંડોવણી હોવાનું કહી રહ્યો છું, આજે હિન્દુમાં આ વાત છપાઈ છે. પીએમ મોદીએ એરફોર્સના 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા. સંરક્ષણ મંત્રાલયમાંથી સ્પષ્ટતા થઈ છે કે મોદીજીએ કહ્યું હતું, HALને ના પાડીને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાનો છે.'

  3/10
 • રાફેલ મામલે મનોહર પર્રિકર અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,'પર્રિકરજી સાથેની મુલાકાત દરમિયાન રાફેલ ડીલ પર કોઈ ચર્ચા નહોતી થઈ. બાદમાં મેં તેમને પત્ર પણ લખ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે તેમણે રાફેલને લઈને કોઈ વાત નથી કરી' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મહિને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કર્યા બાદ એવી વાતોને વેગ મળ્યું હતું કે રાહુલે રાફેલ ડીલ મુદ્દે મનોહર પર્રિકર સાથે ચર્ચા કરી છે. જેને લઇને મનોહર પર્રિકરે આ અંગે પાછળી સ્પષ્ટતા આપવી પડી હતી.

  રાફેલ મામલે મનોહર પર્રિકર અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,'પર્રિકરજી સાથેની મુલાકાત દરમિયાન રાફેલ ડીલ પર કોઈ ચર્ચા નહોતી થઈ. બાદમાં મેં તેમને પત્ર પણ લખ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરાઈ હતી કે તેમણે રાફેલને લઈને કોઈ વાત નથી કરી' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત મહિને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કર્યા બાદ એવી વાતોને વેગ મળ્યું હતું કે રાહુલે રાફેલ ડીલ મુદ્દે મનોહર પર્રિકર સાથે ચર્ચા કરી છે. જેને લઇને મનોહર પર્રિકરે આ અંગે પાછળી સ્પષ્ટતા આપવી પડી હતી.

  4/10
 • વડાપ્રધાન મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. છત્તીસગઢમાં રાયગઢના કોંડાતરાઈમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે જે જનાદેશ આપ્યો છે, અને સ્વીકાર્યો છે. હું છત્તીસગઢના લોકોને વિશ્વાસ અપાવું છું કે વિકાસના કાર્યોમાં અમે ઝડપ લાવીશું અને સારી રીતે કરીશું.

  વડાપ્રધાન મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. છત્તીસગઢમાં રાયગઢના કોંડાતરાઈમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે જે જનાદેશ આપ્યો છે, અને સ્વીકાર્યો છે. હું છત્તીસગઢના લોકોને વિશ્વાસ અપાવું છું કે વિકાસના કાર્યોમાં અમે ઝડપ લાવીશું અને સારી રીતે કરીશું.

  5/10
 • સુપ્રીમ કોર્ટથી બસપાના પ્રમુખ માયાવતીને તગડો ઝટકો મળતો નજર આવી રહ્યો છે. માયાવતીએ ઉત્તર પ્રદેશમાં લગાવેલી હાથીઓની પ્રતિમાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે માયાવતીએ હાથીની મૂર્તિ પર કરેલા ખર્ચના પૈસા પાછા આપવા પડશે. જો કે આ અંતિમ નિર્ણય નથી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કહી. આ મામલે આગામી સુનાવણી 2 એપ્રિલે થશે.

  સુપ્રીમ કોર્ટથી બસપાના પ્રમુખ માયાવતીને તગડો ઝટકો મળતો નજર આવી રહ્યો છે. માયાવતીએ ઉત્તર પ્રદેશમાં લગાવેલી હાથીઓની પ્રતિમાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે માયાવતીએ હાથીની મૂર્તિ પર કરેલા ખર્ચના પૈસા પાછા આપવા પડશે. જો કે આ અંતિમ નિર્ણય નથી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કહી. આ મામલે આગામી સુનાવણી 2 એપ્રિલે થશે.

  6/10
 • બિહારના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને વિધાનસભાના નેતા વિપક્ષ તેજસ્વી યાદવને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તેજસ્વીની અરજીને ફગાવતા કોર્ટે તેના પર 50 હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેજસ્વી યાદવે આવી અરજી કરીને કોર્ટનો સમય બગાડી રહ્યા છે. તેજસ્વીએ હવે પોતાનો બંગલો ખાલી કરવો જ પડશે.

  બિહારના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને વિધાનસભાના નેતા વિપક્ષ તેજસ્વી યાદવને આજે સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. તેજસ્વીની અરજીને ફગાવતા કોર્ટે તેના પર 50 હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેજસ્વી યાદવે આવી અરજી કરીને કોર્ટનો સમય બગાડી રહ્યા છે. તેજસ્વીએ હવે પોતાનો બંગલો ખાલી કરવો જ પડશે.

  7/10
 • INX મીડિયા સાથે જોડાયેસા કેસમાં પી. ચિદંબરમની ઈડીમાં પૂછપરછ થઈ રહી છે. ચિદંબરમ પર આરોપ છે કે નાણામંત્રીના પદ પર રહેતા તેમણે INX મીડિયા ગ્રુપને વિદેશમાંથી રકમ મેળવવા માટે જે મંજૂરી આપી હતી તેમાં ગરબડ થઈ છે. સાથે જ ચિદંબરમના દીકરા કાર્તિ પર પણ આ મામલામાં લાંચ લેવાનો આરોપ છે. આ પહેલા ગુરુવારે આ મામલામાં કાર્તિની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

  INX મીડિયા સાથે જોડાયેસા કેસમાં પી. ચિદંબરમની ઈડીમાં પૂછપરછ થઈ રહી છે. ચિદંબરમ પર આરોપ છે કે નાણામંત્રીના પદ પર રહેતા તેમણે INX મીડિયા ગ્રુપને વિદેશમાંથી રકમ મેળવવા માટે જે મંજૂરી આપી હતી તેમાં ગરબડ થઈ છે. સાથે જ ચિદંબરમના દીકરા કાર્તિ પર પણ આ મામલામાં લાંચ લેવાનો આરોપ છે. આ પહેલા ગુરુવારે આ મામલામાં કાર્તિની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

  8/10
 • અમદાવાદમાં શાળા-કોલેજો બાદ હવે સુરતમાં પણ PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. બાળકોના માનસ પર ગેમને કારણે થતી અસરને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનરે શહેરની હદમાં PUBG રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરનું આ જાહેરનામું 15 માર્ચ સુધી અમલમાં રહેશે.

  અમદાવાદમાં શાળા-કોલેજો બાદ હવે સુરતમાં પણ PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. બાળકોના માનસ પર ગેમને કારણે થતી અસરને ધ્યાનમાં રાખી સુરત પોલીસ કમિશનરે શહેરની હદમાં PUBG રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ કમિશનરનું આ જાહેરનામું 15 માર્ચ સુધી અમલમાં રહેશે.

  9/10
 • ગુજરાતમાં બુધવારે મોડી રાતથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ગુરૂવારે ઠંડીમાં વધારો થયો હતો અને સૂસવાટા મારતા પવનોથી લોકો ઠુઠવાયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ ઠંડી પડી શકે છે.ઉત્તરાયણ ગયા બાદ પણ રાજ્યમાં ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. ઠંડીમાં વચ્ચે એકાદ-બે દિવસ રાહત રહ્યા બાદ ફરી ગુરુવારથી રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. હિમાચલ, પંજાબ, દિલ્હી અને હરિયાણામાં કરા સાથે વરસાદ પડ્યા બાદ રાજ્યમાં પણ ઠંડી ચમકારો બતાવી રહી છે.

  ગુજરાતમાં બુધવારે મોડી રાતથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ગુરૂવારે ઠંડીમાં વધારો થયો હતો અને સૂસવાટા મારતા પવનોથી લોકો ઠુઠવાયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ ઠંડી પડી શકે છે.ઉત્તરાયણ ગયા બાદ પણ રાજ્યમાં ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. ઠંડીમાં વચ્ચે એકાદ-બે દિવસ રાહત રહ્યા બાદ ફરી ગુરુવારથી રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. હિમાચલ, પંજાબ, દિલ્હી અને હરિયાણામાં કરા સાથે વરસાદ પડ્યા બાદ રાજ્યમાં પણ ઠંડી ચમકારો બતાવી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK