વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 7th April, 2019 15:03 IST | Sheetal Patel
 • PM મોદી લોકસભા 2019 માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. આ મોકા પર તેમણે કહ્યું કે દીદી અને તેમના ગુલામોએ જે ડ્રામા શરૂ કર્યો છે તે બરાબર નથી, તેમણે આ બરાબર નથી કર્યું. જનતાનો ઉત્સાહ જોઈને હું અભિભૂત થયો છે. તમે જેટલું મોદી-મોદી કરો છો એટલી જ દીદીની નિંદર ઉડી જાય છે. દીદી બોખલાઈ ગયા છે. જે સ્પીડબ્રેકર છે. બંગાળે હવે નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન કરી દેવું છે. કારણ કે જે પહેલા મુશ્કેલ હતું તે હવે સંભવ છે.

  PM મોદી લોકસભા 2019 માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. આ મોકા પર તેમણે કહ્યું કે દીદી અને તેમના ગુલામોએ જે ડ્રામા શરૂ કર્યો છે તે બરાબર નથી, તેમણે આ બરાબર નથી કર્યું. જનતાનો ઉત્સાહ જોઈને હું અભિભૂત થયો છે. તમે જેટલું મોદી-મોદી કરો છો એટલી જ દીદીની નિંદર ઉડી જાય છે. દીદી બોખલાઈ ગયા છે. જે સ્પીડબ્રેકર છે. બંગાળે હવે નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન કરી દેવું છે. કારણ કે જે પહેલા મુશ્કેલ હતું તે હવે સંભવ છે.

  1/10
 • પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની જાહેરાત બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે મોદી સરકારની આલોચના કરતા કહ્યું હતું કે, દેશની આ ક્ષમતાને છુપાવીને રાખવી જોઈએ પરંતુ મોદી સરકારે તેને જાહેર કરી તેમણે આવું ન કરવુ જોઈએ. આ સિવાય પણ મિશન શક્તિની સફળતાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે DRDOએ મિશન શક્તિના પ્રેઝન્ટેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મિશન શક્તિને લઈને બધી માહિતી આપવામાં આવી છે.

  પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની જાહેરાત બાદ વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. કોંગ્રેસ નેતા પી ચિદંબરમે મોદી સરકારની આલોચના કરતા કહ્યું હતું કે, દેશની આ ક્ષમતાને છુપાવીને રાખવી જોઈએ પરંતુ મોદી સરકારે તેને જાહેર કરી તેમણે આવું ન કરવુ જોઈએ. આ સિવાય પણ મિશન શક્તિની સફળતાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે DRDOએ મિશન શક્તિના પ્રેઝન્ટેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં મિશન શક્તિને લઈને બધી માહિતી આપવામાં આવી છે.

  2/10
 • આજે પહેલી વખત સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજીત સિંહ એક સાથે એક મંચ પર જોવા મળશે. દેવબંધમાં પહેલી વખત બસપા-સપા-આરએલડીની સંયુક્ત રેલી હશે. અહીંની આઠ સીટ પર લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 11 એપ્રિલે વોટ નાંખશે.  માયાવતીએ કહ્યું કે ગઠબંધનથી ડરીને મોદી પાગલ થઈ જશે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 સીટ પર પહેલી વખત બસપા-સપા અને આરએલડી વચ્ચે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહ્યાં છે  

  આજે પહેલી વખત સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડી પ્રમુખ ચૌધરી અજીત સિંહ એક સાથે એક મંચ પર જોવા મળશે. દેવબંધમાં પહેલી વખત બસપા-સપા-આરએલડીની સંયુક્ત રેલી હશે. અહીંની આઠ સીટ પર લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 11 એપ્રિલે વોટ નાંખશે.  માયાવતીએ કહ્યું કે ગઠબંધનથી ડરીને મોદી પાગલ થઈ જશે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 સીટ પર પહેલી વખત બસપા-સપા અને આરએલડી વચ્ચે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહ્યાં છે  

  3/10
 • MPના મુખ્યમંત્રીના ભાણેજ રાતુલ પુરી અને તેમના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સૌથી પહેલા મોડી રાત્રે 3 વાગ્યા કમલનાથના OSD પ્રવીણ ક્કકડના ઘરે દરોડા પાડવામાં આવ્યા. તે સાથે જ તેમના સલાહકાર રાજેંદ્ર મિગલાનીના દિલ્હીમાં આવેલા ગ્રીન પાર્ક આવાસ પર પણ દરોડા ચાલુ જ છે.

  MPના મુખ્યમંત્રીના ભાણેજ રાતુલ પુરી અને તેમના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સૌથી પહેલા મોડી રાત્રે 3 વાગ્યા કમલનાથના OSD પ્રવીણ ક્કકડના ઘરે દરોડા પાડવામાં આવ્યા. તે સાથે જ તેમના સલાહકાર રાજેંદ્ર મિગલાનીના દિલ્હીમાં આવેલા ગ્રીન પાર્ક આવાસ પર પણ દરોડા ચાલુ જ છે.

  4/10
 • ધર્મા પ્રોડક્શનના પોસ્ટર હેઠળ પર્વતારોહી અરૂણિમા સિંહાની બાયોપિક બનવા જઈ રહી છે. ચર્ચાઓ પ્રમાણે આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આલિયાએ પણ આ વાતની હાલમાં પુષ્ટિ કરી દીધી છે. ફિલ્મને ડિરેક્ટ નિતેશ તિવારી નહિ પરંતુ 'મસાન' ફિલ્મના ડિરેક્ટર નીરજ ધૅવન કરશે.  

  ધર્મા પ્રોડક્શનના પોસ્ટર હેઠળ પર્વતારોહી અરૂણિમા સિંહાની બાયોપિક બનવા જઈ રહી છે. ચર્ચાઓ પ્રમાણે આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આલિયાએ પણ આ વાતની હાલમાં પુષ્ટિ કરી દીધી છે. ફિલ્મને ડિરેક્ટ નિતેશ તિવારી નહિ પરંતુ 'મસાન' ફિલ્મના ડિરેક્ટર નીરજ ધૅવન કરશે.  

  5/10
 • ‘દબંગ ૩’ના સ્પેશ્યલ સૉન્ગ માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. જોકે બન્નેમાંથી કોઈનું નામ ફાઇનલ નથી કરવામાં આવ્યું. આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં ચાલી રહ્યું છે. ‘દબંગ’ની વાત કરીએ તો એમાં મલાઇકા અરોરાએ ‘મુન્ની બદનામ’માં કામ કર્યું હતું. ‘દબંગ ૨’માં ‘ફેવિકૉલ સે’માં કરીના કપૂર ખાને ડાન્સ કર્યો હતો. હવે ‘દબંગ ૩’માં પણ સ્પેશ્યલ સૉન્ગની ચર્ચા ચાલી રહી છે. આ ગીતમાં કોણ ડાન્સ કરશે એના માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ ચર્ચામાં છે. અરબાઝ ખાન અને ડિરેક્ટર પ્રભુ દેવાની ઇચ્છા છે કે સની લીઓની આ સ્પેશ્યલ સૉન્ગ કરે.

  ‘દબંગ ૩’ના સ્પેશ્યલ સૉન્ગ માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. જોકે બન્નેમાંથી કોઈનું નામ ફાઇનલ નથી કરવામાં આવ્યું. આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં ચાલી રહ્યું છે. ‘દબંગ’ની વાત કરીએ તો એમાં મલાઇકા અરોરાએ ‘મુન્ની બદનામ’માં કામ કર્યું હતું. ‘દબંગ ૨’માં ‘ફેવિકૉલ સે’માં કરીના કપૂર ખાને ડાન્સ કર્યો હતો. હવે ‘દબંગ ૩’માં પણ સ્પેશ્યલ સૉન્ગની ચર્ચા ચાલી રહી છે. આ ગીતમાં કોણ ડાન્સ કરશે એના માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ ચર્ચામાં છે. અરબાઝ ખાન અને ડિરેક્ટર પ્રભુ દેવાની ઇચ્છા છે કે સની લીઓની આ સ્પેશ્યલ સૉન્ગ કરે.

  6/10
 • બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એ લોકો પર નિશાન સાધ્યું છે જેમણે હાલમાં જ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીને બોલીવુડનો રંગ પણ ચડવા લાગ્યો છે. હાલમાં જ નસીરૂદ્દીન શાહ સહિત આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. જેના પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે.

  બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એ લોકો પર નિશાન સાધ્યું છે જેમણે હાલમાં જ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીને બોલીવુડનો રંગ પણ ચડવા લાગ્યો છે. હાલમાં જ નસીરૂદ્દીન શાહ સહિત આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. જેના પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે.

  7/10
 • લાગલગાટ પાંચ પરાજયથી નિરાશ બનેલી વિરાટ કોહલીની કૅપ્ટન્સીવાળી બૅન્ગલોરની ટીમ આજે પોતાના હોમ-ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ સામે જીત મેળવવા સંપૂર્ણ તાકાત લગાવશે. શુક્રવારે કલકત્તાના ઍન્દ્રે રસેલે ૧૩ બૉલમાં ૭ ગગનચુંબી સિક્સરોથી નૉટઆઉટ ૪૮ રન ઝૂડી કાઢીને ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. આ વખતે કોહલીના બોલરોએ દિલ્હીની દસેય વિકેટ જલદી લેવાનો ટાર્ગેટ રાખવો પડશે. બૅન્ગલોરની બૅટિંગ લાઇન-અપ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓથી ભરેલી છે; જેમાં એબી ડિવિલિયર્સ, કૅપ્ટન વિરાટ, પાર્થિવ પટેલ, શિમરન હેટમાયર સામેલ છે. તેમનો યુઝવેન્દ્ર ચહલ અત્યારે હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર છે.

  લાગલગાટ પાંચ પરાજયથી નિરાશ બનેલી વિરાટ કોહલીની કૅપ્ટન્સીવાળી બૅન્ગલોરની ટીમ આજે પોતાના હોમ-ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ સામે જીત મેળવવા સંપૂર્ણ તાકાત લગાવશે. શુક્રવારે કલકત્તાના ઍન્દ્રે રસેલે ૧૩ બૉલમાં ૭ ગગનચુંબી સિક્સરોથી નૉટઆઉટ ૪૮ રન ઝૂડી કાઢીને ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. આ વખતે કોહલીના બોલરોએ દિલ્હીની દસેય વિકેટ જલદી લેવાનો ટાર્ગેટ રાખવો પડશે. બૅન્ગલોરની બૅટિંગ લાઇન-અપ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓથી ભરેલી છે; જેમાં એબી ડિવિલિયર્સ, કૅપ્ટન વિરાટ, પાર્થિવ પટેલ, શિમરન હેટમાયર સામેલ છે. તેમનો યુઝવેન્દ્ર ચહલ અત્યારે હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર છે.

  8/10
 • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આજે રાતના ૮ વાગ્યાથી અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીવાળી રાજસ્થાન અને દિનેશ કાર્તિકની લીડરશિપવાળી કલકત્તાની ટીમ વચ્ચે રોમાચંક મૅચ રમાવાની આશા છે. બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગમાં સંતુલિત છે. બન્ને ટીમોએ છેલ્લી મૅચ એકેય મૅચ જીતી ન શકનારી બૅન્ગલોર સામે રમી હતી અને વિજય મેળવ્યો હતો. આ સીઝનમાં રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી, ૩ પરાજય પછી એણે બૅન્ગલોરને હરાવવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના યંગ બોલર શ્રેયસ ગોપાલે બૅન્ગલોર સામે ૪ ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને ૩ વિકેટ મેળવી હતી. 

  જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આજે રાતના ૮ વાગ્યાથી અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીવાળી રાજસ્થાન અને દિનેશ કાર્તિકની લીડરશિપવાળી કલકત્તાની ટીમ વચ્ચે રોમાચંક મૅચ રમાવાની આશા છે. બન્ને ટીમ બૅટિંગ અને બોલિંગમાં સંતુલિત છે. બન્ને ટીમોએ છેલ્લી મૅચ એકેય મૅચ જીતી ન શકનારી બૅન્ગલોર સામે રમી હતી અને વિજય મેળવ્યો હતો. આ સીઝનમાં રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી, ૩ પરાજય પછી એણે બૅન્ગલોરને હરાવવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના યંગ બોલર શ્રેયસ ગોપાલે બૅન્ગલોર સામે ૪ ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને ૩ વિકેટ મેળવી હતી. 

  9/10
 • ગૂગલ તરફથી એવા સમાચાર આવી રહ્યા છે કે Google Plus અને Inbox by Gmail બંધ કર્યા પછી, ગૂગલે અન્ય એક સેવાને શટડાઉન કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે Google Play Artist Hub 30મી એપ્રિલે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ગૂગલને ગૂગલ પ્લે આર્ટિસ્ટ્સ હબને 2012માં લોન્ચ કર્યુ હતું. આમા ભારતીય કલાકારોને તેમનુ સંગીત અપલોડ કરવા અને Google Play Store અને Google Play Music દ્વારા તેને વેચી શકે છે. 

  ગૂગલ તરફથી એવા સમાચાર આવી રહ્યા છે કે Google Plus અને Inbox by Gmail બંધ કર્યા પછી, ગૂગલે અન્ય એક સેવાને શટડાઉન કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે Google Play Artist Hub 30મી એપ્રિલે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ગૂગલને ગૂગલ પ્લે આર્ટિસ્ટ્સ હબને 2012માં લોન્ચ કર્યુ હતું. આમા ભારતીય કલાકારોને તેમનુ સંગીત અપલોડ કરવા અને Google Play Store અને Google Play Music દ્વારા તેને વેચી શકે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 7th April, 2019 14:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK