વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 6th April, 2019 14:58 IST | Sheetal Patel
 • ઓરિસ્સામાં રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજેડી બંનેને હરાવી દેશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે અમે કોંગ્રેસની જેમ પરિવાર અને પૈસા આધારિત પાર્ટી નથી.

  ઓરિસ્સામાં રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજેડી બંનેને હરાવી દેશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે અમે કોંગ્રેસની જેમ પરિવાર અને પૈસા આધારિત પાર્ટી નથી.

  1/10
 • આજે રાજૌરી સીમા પર તૈનાત અધિકારીઓએ જણાવ્યું તે જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાનમાં થયેલી ગોળીબારમાં દંપત્તિ ઘાયલ થઈ ગયા છે. આ પણ મળેલી જાણકારી મુજબ નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં લગભગ 2.30 વાગ્યે પાકિસ્તાન સેનાએ કારણ વગર એના ઘર પર ગોળીબાર શરૂ કર્યો જેમાં સંજીવ કુમાર(32) અને એમની પત્ની રીતા કુમારી(28) ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

  આજે રાજૌરી સીમા પર તૈનાત અધિકારીઓએ જણાવ્યું તે જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાનમાં થયેલી ગોળીબારમાં દંપત્તિ ઘાયલ થઈ ગયા છે. આ પણ મળેલી જાણકારી મુજબ નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં લગભગ 2.30 વાગ્યે પાકિસ્તાન સેનાએ કારણ વગર એના ઘર પર ગોળીબાર શરૂ કર્યો જેમાં સંજીવ કુમાર(32) અને એમની પત્ની રીતા કુમારી(28) ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

  2/10
 • ભાજપના સ્થાપના દિવસે જ શોટગન શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ સિન્હાએ કહ્યું કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી છે. લાંબા સમયથી ભાજપની નારાજ ચાલી રહેલા શત્રુઘ્ન સિન્હા આખરે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સિન્હાએ કોંગ્રેસના હાથ પકડ્યો. આ દરમિયાન કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા.

  ભાજપના સ્થાપના દિવસે જ શોટગન શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ સિન્હાએ કહ્યું કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી છે. લાંબા સમયથી ભાજપની નારાજ ચાલી રહેલા શત્રુઘ્ન સિન્હા આખરે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સિન્હાએ કોંગ્રેસના હાથ પકડ્યો. આ દરમિયાન કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ પણ હાજર રહ્યા.

  3/10
 • અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાં રોડ શોથી કરી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ભાજપનો સ્થાપના દિવસ પણ છે, જેને જોતા અમિત શાહનો આ રોડ શો મહત્વનો છે. આજે ભાજપના કેન્દ્રીય કક્ષાના મંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે વેજલપુર વિધાનસભાથી પોતાના લોકસંપર્કની શરૂઆત કરી.

  અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાં રોડ શોથી કરી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ભાજપનો સ્થાપના દિવસ પણ છે, જેને જોતા અમિત શાહનો આ રોડ શો મહત્વનો છે. આજે ભાજપના કેન્દ્રીય કક્ષાના મંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે વેજલપુર વિધાનસભાથી પોતાના લોકસંપર્કની શરૂઆત કરી.

  4/10
 • મોબાઈલ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી રાજકોટ પોલીસે 10 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ઈસમો ઈકો, ટવેરા અને વાન જેવી ગાડી સસ્તા ભાવે ખરીદતા હતા. તેને ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા હતા. રાજકોટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરતા આખી ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં પોકેટ કોપ એપ્લિકેશનમાં જે ગાડી એમ્બ્યુલન્સ હતી અને ઈકો મોડેલની દેખાતી હતી તે ખરેખર વર્ષા મોડેલની હોવાનો ખુલાસો થયો છે અને આ આખા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હતો.

  મોબાઈલ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી રાજકોટ પોલીસે 10 લાખ 50 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ઈસમો ઈકો, ટવેરા અને વાન જેવી ગાડી સસ્તા ભાવે ખરીદતા હતા. તેને ચેસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા હતા. રાજકોટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરતા આખી ઘટના સામે આવી હતી. પોલીસ તપાસમાં પોકેટ કોપ એપ્લિકેશનમાં જે ગાડી એમ્બ્યુલન્સ હતી અને ઈકો મોડેલની દેખાતી હતી તે ખરેખર વર્ષા મોડેલની હોવાનો ખુલાસો થયો છે અને આ આખા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો હતો.

  5/10
 • ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક રૉ ઑફિસર પર બનેલી ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર એટલે કે રૉએ પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કરી સારી શરૂઆત કરી છે. જૉન અબ્રાહમની રૉ એની છેલ્લા ફિલ્મ સત્યમેવ જયતેના 19 કરોડ 50 લાખ રૂપિયાના પહેલા દિવસનુ કલેક્શનની તો આસપાસ સુધી નથી પહોંચી પણ એની ફિલ્મ પરમાણુ-ધ સ્ટોરી ઑફ પોખરણના 4 કરોડ 82 લાખ રૂપિયાના ઓપનિંગ કલેક્શનથી આગળ નીકળી ગઈ છે.

  ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક રૉ ઑફિસર પર બનેલી ફિલ્મ રોમિયો અકબર વૉલ્ટર એટલે કે રૉએ પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કરી સારી શરૂઆત કરી છે. જૉન અબ્રાહમની રૉ એની છેલ્લા ફિલ્મ સત્યમેવ જયતેના 19 કરોડ 50 લાખ રૂપિયાના પહેલા દિવસનુ કલેક્શનની તો આસપાસ સુધી નથી પહોંચી પણ એની ફિલ્મ પરમાણુ-ધ સ્ટોરી ઑફ પોખરણના 4 કરોડ 82 લાખ રૂપિયાના ઓપનિંગ કલેક્શનથી આગળ નીકળી ગઈ છે.

  6/10
 • સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ શરૂ થયું છે ત્યાં તો કન્ટ્રોવર્સી પણ શરૂ થઈ ગઈ છે. સલમાન હાલમાં મધ્ય પ્રદેશના મહેશ્વરમાં શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમ્યાન શિવલિંગને લાકડાથી ઢાંક્યું હોવાથી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે. આ ફિલ્મનું ગીત ‘હુડ હુડ દબંગ’ માટે નર્મદા નદીને કિનારે શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ દરમ્યાનના ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાઇરલ થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

  સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ શરૂ થયું છે ત્યાં તો કન્ટ્રોવર્સી પણ શરૂ થઈ ગઈ છે. સલમાન હાલમાં મધ્ય પ્રદેશના મહેશ્વરમાં શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમ્યાન શિવલિંગને લાકડાથી ઢાંક્યું હોવાથી કન્ટ્રોવર્સી ઊભી થઈ છે. આ ફિલ્મનું ગીત ‘હુડ હુડ દબંગ’ માટે નર્મદા નદીને કિનારે શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ શૂટિંગ દરમ્યાનના ફોટોગ્રાફ ઇન્ટરનેટ પર વાઇરલ થતાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.

  7/10
 • કૉમેડીના કિંગ કપિલ શર્મા વિશ્વભરને હંસાવે છે અને હાલમાં ટીવીની TRP રેટિંગ્સ એમને રડાવી રહી છે. આ સમયે એવુ કઈક થયું છે કે એના ફૅન્સને વિશ્વાસ નહીં આવે. આ સમયે રેટિંગ્સમાં કપિલ શર્માનો શૉ આઠમાં ક્રમાંકે પહોંચી ગયો છે. જે સાતમાં ક્રમાંકથી ઉછળીને ચોથા સ્થાન પર પહોંચી હતી.

  કૉમેડીના કિંગ કપિલ શર્મા વિશ્વભરને હંસાવે છે અને હાલમાં ટીવીની TRP રેટિંગ્સ એમને રડાવી રહી છે. આ સમયે એવુ કઈક થયું છે કે એના ફૅન્સને વિશ્વાસ નહીં આવે. આ સમયે રેટિંગ્સમાં કપિલ શર્માનો શૉ આઠમાં ક્રમાંકે પહોંચી ગયો છે. જે સાતમાં ક્રમાંકથી ઉછળીને ચોથા સ્થાન પર પહોંચી હતી.

  8/10
 • ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આજે ઘરઆંગણે પંજાબ ટીમ સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ જીતતી આવતી ચેન્નાઈ ટીમનો જીતનો રથ ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોક્ડયો હતો. હવે તેઓ ઘરઆંગણે પંજાબ સામે ઉતરશે ત્યારે ફરી જીતની રાહ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈની જેમ અશ્વિનની આગેવાની હેઠળની કિગ્સ ઈલેવનની ટીમને પણ ચારમાંથી ત્રણ મેચમાં વિજય મળ્યો છે. જ્યારે એકમાત્ર મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ધોનીની ટીમ ફરી આગવા લયમાં રમતા જીત હાંસલ કરવા માટે ઉત્સુક છે. ચેન્નાઈને ઓલરાઉન્ડર વોટસન તેમજ રાયડુ, જાધવના ફોર્મની આશા છે. જ્યારે પંજાબનો મદાર ગેલ તેમજ મીલર, લોકેશ રાહુલ તેમજ અગ્રવાલ જેવા બેટસમેનો પર રહેશે.

  ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આજે ઘરઆંગણે પંજાબ ટીમ સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ જીતતી આવતી ચેન્નાઈ ટીમનો જીતનો રથ ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોક્ડયો હતો. હવે તેઓ ઘરઆંગણે પંજાબ સામે ઉતરશે ત્યારે ફરી જીતની રાહ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈની જેમ અશ્વિનની આગેવાની હેઠળની કિગ્સ ઈલેવનની ટીમને પણ ચારમાંથી ત્રણ મેચમાં વિજય મળ્યો છે. જ્યારે એકમાત્ર મેચમાં હારનો સામનો કરવો પડયો છે. ધોનીની ટીમ ફરી આગવા લયમાં રમતા જીત હાંસલ કરવા માટે ઉત્સુક છે. ચેન્નાઈને ઓલરાઉન્ડર વોટસન તેમજ રાયડુ, જાધવના ફોર્મની આશા છે. જ્યારે પંજાબનો મદાર ગેલ તેમજ મીલર, લોકેશ રાહુલ તેમજ અગ્રવાલ જેવા બેટસમેનો પર રહેશે.

  9/10
 • આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે. એવામાં હૈદરાબાદ ટીમ રેકોર્ડને યથાવત રાખવા માંગશે. હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો જોરદાર ફોર્મમાં છે. બંને સતત ચાર મેચમાં 50થી વધુ રનની ભાગીદારી કરી છે. તો બોલિંગમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી, સંદીપ શર્મા સારા ફોર્મમાં છે. મુંબઇ છેલ્લી મેચમાં ચેન્નાઇને હરાવી શાનદાર ફોર્મમાં પરત ફર્યું છે. સુર્યકુમાર યાદવ અને કૃણાલ પંડયાએ ટીમને મેચમાં પરત ફેરવ્યા હતા. છેલ્લી ઓવરમાં હાર્દિકે સારી બેટિંગ કરી હતી. બોલર બુમરાહ અને મલિંગા પર આધાર રહેશે. આ મેચ રાત્રે 8 વાગ્યે યોજાશે. બીજી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે 4 વાગ્યાથી યોજાશે.

  આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે. એવામાં હૈદરાબાદ ટીમ રેકોર્ડને યથાવત રાખવા માંગશે. હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો જોરદાર ફોર્મમાં છે. બંને સતત ચાર મેચમાં 50થી વધુ રનની ભાગીદારી કરી છે. તો બોલિંગમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી, સંદીપ શર્મા સારા ફોર્મમાં છે. મુંબઇ છેલ્લી મેચમાં ચેન્નાઇને હરાવી શાનદાર ફોર્મમાં પરત ફર્યું છે. સુર્યકુમાર યાદવ અને કૃણાલ પંડયાએ ટીમને મેચમાં પરત ફેરવ્યા હતા. છેલ્લી ઓવરમાં હાર્દિકે સારી બેટિંગ કરી હતી. બોલર બુમરાહ અને મલિંગા પર આધાર રહેશે. આ મેચ રાત્રે 8 વાગ્યે યોજાશે. બીજી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે 4 વાગ્યાથી યોજાશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 6th April, 2019 14:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK