વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Apr 03, 2019, 14:55 IST
 • ઠાણેની એક કોર્ટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીતારામ યેચુરીને સમન મોકલી છે. કોર્ટે આ બન્ને નેતાઓને માનહાનિના આ મામલામાં 30 એપ્રિલે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસ સંઘ કાર્યકર્તા વિવેક ચંપોનેરકરે દાખલ કર્યો છે. મામલામાં આરોપ છે કે બન્ને નેતાઓએ ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરએસએસનો હાથ છે એવી વાત કહી હતી.

  ઠાણેની એક કોર્ટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીતારામ યેચુરીને સમન મોકલી છે. કોર્ટે આ બન્ને નેતાઓને માનહાનિના આ મામલામાં 30 એપ્રિલે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસ સંઘ કાર્યકર્તા વિવેક ચંપોનેરકરે દાખલ કર્યો છે. મામલામાં આરોપ છે કે બન્ને નેતાઓએ ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરએસએસનો હાથ છે એવી વાત કહી હતી.

  1/13
 • લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. સાથે જ રાજ્યના લોકોનો આભાર માનતા કહ્યું કે અરૂણાચલ પ્રદેશના લોકોના સમર્થનના કારણે અમે રસ્તા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવેને વિકસિત કરવા અને દેશનો બાકી હિસ્સાની સાથે રાજ્યના હવાઈ સંપર્કને સારૂં કર્યું. આ બધુ તમારા મજબૂત વિશ્વાસનું પરિણામ છે. આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. એમણે કૉંગ્રેસના ઘોષણાપત્રને ઢકોસલા પત્ર જણાવ્યું.

  લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. સાથે જ રાજ્યના લોકોનો આભાર માનતા કહ્યું કે અરૂણાચલ પ્રદેશના લોકોના સમર્થનના કારણે અમે રસ્તા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવેને વિકસિત કરવા અને દેશનો બાકી હિસ્સાની સાથે રાજ્યના હવાઈ સંપર્કને સારૂં કર્યું. આ બધુ તમારા મજબૂત વિશ્વાસનું પરિણામ છે. આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. એમણે કૉંગ્રેસના ઘોષણાપત્રને ઢકોસલા પત્ર જણાવ્યું.

  2/13
 • પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 20 દિવસથી બધા જ કામ છોડીને ચુપચાપ બેસી ગયા છે. તેમની સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તેઓએ કોઈ કોંગ્રેસી નેતાનો પણ સંપર્ક નથી કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને હવે કોંગ્રેસથી નારાજ થવાનું વધુ એક કારણ મળી ગયું છે. અને તે એ છે કે, તેમની પત્ની નવજોત કૌરને તેમની પસંદગીની સીટ ચંદીગઢથી ટિકિટ આપવાની કોંગ્રેસે મનાઈ ફરમાવી દીધી છે. આ સીટ પરથી કોંગ્રેસના સીનિયર નેતા પવન બંસલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા 20 દિવસથી બધા જ કામ છોડીને ચુપચાપ બેસી ગયા છે. તેમની સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તેઓએ કોઈ કોંગ્રેસી નેતાનો પણ સંપર્ક નથી કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને હવે કોંગ્રેસથી નારાજ થવાનું વધુ એક કારણ મળી ગયું છે. અને તે એ છે કે, તેમની પત્ની નવજોત કૌરને તેમની પસંદગીની સીટ ચંદીગઢથી ટિકિટ આપવાની કોંગ્રેસે મનાઈ ફરમાવી દીધી છે. આ સીટ પરથી કોંગ્રેસના સીનિયર નેતા પવન બંસલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  3/13
 • મળતી માહિતી પ્રમાણે અમરેલી બેઠક પર કોંગ્રેસને કોઈ સક્ષમ ઉમેદવાર મળી રહ્યો ન હોવાથી અંતે પક્ષે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો મુકાબલો ભાજપના ઉમેદવાર નારાણ કાછડિયા સાથે થશે. નારાણ કાછડિયા હાલ અમરેલી બેઠક પરથી સાંસદ છે. ભાજપે તેમને રિપિટ કર્યા છે. પરેશ ધાનાણીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ અમરેલી બેઠક પરથી લોકોસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

  મળતી માહિતી પ્રમાણે અમરેલી બેઠક પર કોંગ્રેસને કોઈ સક્ષમ ઉમેદવાર મળી રહ્યો ન હોવાથી અંતે પક્ષે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનો મુકાબલો ભાજપના ઉમેદવાર નારાણ કાછડિયા સાથે થશે. નારાણ કાછડિયા હાલ અમરેલી બેઠક પરથી સાંસદ છે. ભાજપે તેમને રિપિટ કર્યા છે. પરેશ ધાનાણીએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ અમરેલી બેઠક પરથી લોકોસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

  4/13
 • વાનરો શું કરી શકે તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું. એરપોર્ટ પર વાનરો એવી રીતે અડ્ડો જમાવીને બેસી ગયા કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ ફ્લાઈટ ન લઈ શક્યા અને તેમણે પોતાના ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ રવાના થવું પડ્યું. આ વાનરોના કારણે બે ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી અને અન્ય 16 ફ્લાઈટનું ટાઈમટેબલ છિન્ન-ભિન્ન થઈ ગયા. ચાર ફ્લાઈટ તો એક કલાક સુધી ત્યાં જ ઉડતી રહી, ત્યાં જ બે ફ્લાઈટ ડાઈવર્ટ થતા અનેક યાત્રિકો પરેશાન થયા.

  વાનરો શું કરી શકે તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું. એરપોર્ટ પર વાનરો એવી રીતે અડ્ડો જમાવીને બેસી ગયા કે ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ ફ્લાઈટ ન લઈ શક્યા અને તેમણે પોતાના ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ રવાના થવું પડ્યું. આ વાનરોના કારણે બે ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી અને અન્ય 16 ફ્લાઈટનું ટાઈમટેબલ છિન્ન-ભિન્ન થઈ ગયા. ચાર ફ્લાઈટ તો એક કલાક સુધી ત્યાં જ ઉડતી રહી, ત્યાં જ બે ફ્લાઈટ ડાઈવર્ટ થતા અનેક યાત્રિકો પરેશાન થયા.

  5/13
 • ઉનાળાના પ્રારંભે જ પારો 42ને પાર પહોંચી ગયો છે તેવામાં એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ઉનાળો લંબાઈ શકે છે અને ચોમાસુ નબળુ રહે તેવી શક્યતા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ 'અલનીનો' સમયસર અને પૂરતો વરસાદ થવાની વચ્ચે વિઘ્ન નાંખે તેવી આગાહી છે. પ્રતિવર્ષ ખેતીથી લઈને રોજગારને માઠી અસર પહોંચાડી શકે છે.

  ઉનાળાના પ્રારંભે જ પારો 42ને પાર પહોંચી ગયો છે તેવામાં એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે ઉનાળો લંબાઈ શકે છે અને ચોમાસુ નબળુ રહે તેવી શક્યતા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ 'અલનીનો' સમયસર અને પૂરતો વરસાદ થવાની વચ્ચે વિઘ્ન નાંખે તેવી આગાહી છે. પ્રતિવર્ષ ખેતીથી લઈને રોજગારને માઠી અસર પહોંચાડી શકે છે.

  6/13
 • દિયા મિર્ઝાએ વેબ-સિરીઝ ‘કાફિર’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શો તેના માટે સ્પેશ્યલ હોવાનું પણ તેણે જણાવ્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘સંજુ’ હતી. આ વેબ- સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ ZEE5 પર જોવા મળશે. આ શોને ૨૦૧૩માં આવેલી ‘ગિપ્પી’ની ડિરેક્ટર સોનમ નાયર ડિરેક્ટ કરશે. વેબ-સિરીઝની તૈયારીઓના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિયા મિર્ઝાએ કૅપ્શન આપી હતી કે ‘આજથી નવી જર્નીની શરૂઆત થઈ છે. એક એવી સ્ટોરી, જે અમારા દિલની ખૂબ નજીક છે. આ એક એવી સ્ટોરી છે જે કહેવી પણ જરૂરી છે. ભવાની ઐયર, આવી અદ્ભુત સ્ટોરી લખવા માટે થૅન્ક યુ.

  દિયા મિર્ઝાએ વેબ-સિરીઝ ‘કાફિર’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શો તેના માટે સ્પેશ્યલ હોવાનું પણ તેણે જણાવ્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘સંજુ’ હતી. આ વેબ- સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ ZEE5 પર જોવા મળશે. આ શોને ૨૦૧૩માં આવેલી ‘ગિપ્પી’ની ડિરેક્ટર સોનમ નાયર ડિરેક્ટ કરશે. વેબ-સિરીઝની તૈયારીઓના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિયા મિર્ઝાએ કૅપ્શન આપી હતી કે ‘આજથી નવી જર્નીની શરૂઆત થઈ છે. એક એવી સ્ટોરી, જે અમારા દિલની ખૂબ નજીક છે. આ એક એવી સ્ટોરી છે જે કહેવી પણ જરૂરી છે. ભવાની ઐયર, આવી અદ્ભુત સ્ટોરી લખવા માટે થૅન્ક યુ.

  7/13
 • કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈવાળા આધ્યાયને ફરી એકવાર કપિલ શર્માએ સ્પષ્ટ કરી છે. કપિલે પહેલી વાર કોઈ શૉમાં એના પર વાતચીત કરી છે. યાદ હોય તો ઑસ્ટ્રેલિયાથી પાછા ફરતા સમયે કપિલ અને સુનીલે ફ્લાઈટમાં જોરદાર ઝગડો કર્યો હતો અને બાદ સુનીલ અને કપિલની વચ્ચે અંતર આવી ગયો. કપિલ અરબાઝ ખાનના શૉ પિન્ચનો હિસ્સો બન્યો અને એ દરમિયાન એણે આ ફ્લાઈટવાળી વાત વિશે ચર્ચા કરી. આજકાલ તેઓ બર્થ-ડે વિશ પણ ટ્વિટર પર કરે છે. કપિલે કહ્યું કે તે બહુ જ દારૂ પીવા લાગ્યો હતો.

  કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈવાળા આધ્યાયને ફરી એકવાર કપિલ શર્માએ સ્પષ્ટ કરી છે. કપિલે પહેલી વાર કોઈ શૉમાં એના પર વાતચીત કરી છે. યાદ હોય તો ઑસ્ટ્રેલિયાથી પાછા ફરતા સમયે કપિલ અને સુનીલે ફ્લાઈટમાં જોરદાર ઝગડો કર્યો હતો અને બાદ સુનીલ અને કપિલની વચ્ચે અંતર આવી ગયો. કપિલ અરબાઝ ખાનના શૉ પિન્ચનો હિસ્સો બન્યો અને એ દરમિયાન એણે આ ફ્લાઈટવાળી વાત વિશે ચર્ચા કરી. આજકાલ તેઓ બર્થ-ડે વિશ પણ ટ્વિટર પર કરે છે. કપિલે કહ્યું કે તે બહુ જ દારૂ પીવા લાગ્યો હતો.

  8/13
 • ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેને કથિત અને આઈપીએલ મેચમાં સટ્ટાબાજી સાથે જોડાયેલા મામલામાં સોમવારે ગિરફ્તાર કરવામાં આવ્યા છે. મંગળવારે પોલીસે તેમને જામીન આપી દીધી કારણ કે તેમને જામીનપાત્ર ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

  ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેને કથિત અને આઈપીએલ મેચમાં સટ્ટાબાજી સાથે જોડાયેલા મામલામાં સોમવારે ગિરફ્તાર કરવામાં આવ્યા છે. મંગળવારે પોલીસે તેમને જામીન આપી દીધી કારણ કે તેમને જામીનપાત્ર ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

  9/13
 • વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ પાસે એક લૅન્ડમાર્ક હાંસલ કરવાનો ગોલ્ડન ચાન્સ છે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી ૧૭૪ મૅચમાંથી સૌથી વધુ ૯૯ મૅચ જીતી છે અને જીતની સેન્ચુરી ફટકારનાર પહેલી ટીમ બનવાથી હવે તેઓ માત્ર એક જ ડગલું દૂર છે. જો આજે રોહિત સેના ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દેશે તો ઘરઆંગણે જ ઐતિહાસિક લૅન્ડમાર્ક હાંસલ કરવા ઉપરાંત છેલ્લી મૅચમાં પંજાબ સામેની હાર બાદ ફરી ટીમમાં નવું જોશ આવી જશે.

  વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ પાસે એક લૅન્ડમાર્ક હાંસલ કરવાનો ગોલ્ડન ચાન્સ છે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધી ૧૭૪ મૅચમાંથી સૌથી વધુ ૯૯ મૅચ જીતી છે અને જીતની સેન્ચુરી ફટકારનાર પહેલી ટીમ બનવાથી હવે તેઓ માત્ર એક જ ડગલું દૂર છે. જો આજે રોહિત સેના ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી દેશે તો ઘરઆંગણે જ ઐતિહાસિક લૅન્ડમાર્ક હાંસલ કરવા ઉપરાંત છેલ્લી મૅચમાં પંજાબ સામેની હાર બાદ ફરી ટીમમાં નવું જોશ આવી જશે.

  10/13
 • લોકસભા 2019 માટે વડાપ્રધાન મોદી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી અરુણાચલના પાસીઘાટમાં સભાને સંબોધન કરી રહ્યા હતા. સભામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેમને ત્યાંની પરંપરાગત ટોપી, અને મફલર પણ આપવામાં આવ્યું.

  લોકસભા 2019 માટે વડાપ્રધાન મોદી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી અરુણાચલના પાસીઘાટમાં સભાને સંબોધન કરી રહ્યા હતા. સભામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેમને ત્યાંની પરંપરાગત ટોપી, અને મફલર પણ આપવામાં આવ્યું.

  11/13
 • ગુરૂનાનક જયંતિના પર્વ પર આયોજિત થયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી ત્યારે તેઓ કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા. બાળકો સાથે વાત કરવામાં તેઓ જાણે તલ્લીન થઈ ગયા હતા.

  ગુરૂનાનક જયંતિના પર્વ પર આયોજિત થયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી ત્યારે તેઓ કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા. બાળકો સાથે વાત કરવામાં તેઓ જાણે તલ્લીન થઈ ગયા હતા.

  12/13
 • વડાપ્રધાન મોદી 30 માર્ચે પૂર્વાંચલના પ્રવાસે હતા. જ્યાં તેમણે એલોમાં જનસભાને સંબોધન કરતી વખતે ત્યાંની પરંપરાગત ટોપી પહેલી હતી.

  વડાપ્રધાન મોદી 30 માર્ચે પૂર્વાંચલના પ્રવાસે હતા. જ્યાં તેમણે એલોમાં જનસભાને સંબોધન કરતી વખતે ત્યાંની પરંપરાગત ટોપી પહેલી હતી.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK