બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા અગત્યના

Updated: Apr 20, 2019, 14:58 IST | Sheetal Patel
 • સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેને CJI ગોગોઈએ ફગાવ્યા છે. મામલાની સુનાવણી કરતા કોર્ટે તેને ન્યાયતંત્રની સામેનું ષડયંત્ર બતાવ્યું છે.

  સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જેને CJI ગોગોઈએ ફગાવ્યા છે. મામલાની સુનાવણી કરતા કોર્ટે તેને ન્યાયતંત્રની સામેનું ષડયંત્ર બતાવ્યું છે.

  1/10
 • કાનપુર પાસે આવેલા રૂમા ગામમાં મોટો રેલ અકસ્માત થયો છે. હાવડાથી દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. હાવડા- નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસના શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના બની ત્યારે મોટા ભાગના લોકો સુતા હતા. જો કે મોટી રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. 50 થી 60 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ યાત્રિકો માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી. જે 900 યાત્રિકોને લઈને કાનપુરથી રવાના થઈ છે. અકસ્માતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

  કાનપુર પાસે આવેલા રૂમા ગામમાં મોટો રેલ અકસ્માત થયો છે. હાવડાથી દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. હાવડા- નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસના શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના બની ત્યારે મોટા ભાગના લોકો સુતા હતા. જો કે મોટી રાહતની વાત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. 50 થી 60 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ યાત્રિકો માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી. જે 900 યાત્રિકોને લઈને કાનપુરથી રવાના થઈ છે. અકસ્માતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું.

  2/10
 • અબૂ ધાબીમાં પહેલા હિન્દૂ મંદિર શિલાયન્સ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ છે. સાથે જ એમાં મંદિરનું નિર્માણ કરનારા ધાર્મિક અને સામાજિક સંગઠન પણ સામેલ છે.

  અબૂ ધાબીમાં પહેલા હિન્દૂ મંદિર શિલાયન્સ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિ છે. સાથે જ એમાં મંદિરનું નિર્માણ કરનારા ધાર્મિક અને સામાજિક સંગઠન પણ સામેલ છે.

  3/10
 • અમેરિકામાં રૉબર્ટ મૂલરનો રિપોર્ટ આવ્યા બાદ અમેરિકી રાજકીય ગરમા ગરમી આવી છે. વિપક્ષી ડેમોક્રેટ્સ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરૂદ્ધ હુમલાવાર થઈ ગયો  છે. જોકે આ રિપોર્ટ હાલ સાર્વજનિક નથી. પરંતુ અમેરિકી રાજકારણમાં કોહરામ મચી ગયો છે. ખાસ વાત એ છે કે આ રિપોર્ટ હાઉસ બ્યૂડિશિયરી કમેટીને એવી જ રીતે સોંપવામાં આવી છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માથા પર છે. પક્ષ અને વિપક્ષ બન્ને ચૂંટણીની તૈયારીમાં એકત્રિત થયા છે. એવામાં આ રિપોર્ટ ઘણો મહત્વનો રહેશે. 

  અમેરિકામાં રૉબર્ટ મૂલરનો રિપોર્ટ આવ્યા બાદ અમેરિકી રાજકીય ગરમા ગરમી આવી છે. વિપક્ષી ડેમોક્રેટ્સ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરૂદ્ધ હુમલાવાર થઈ ગયો  છે. જોકે આ રિપોર્ટ હાલ સાર્વજનિક નથી. પરંતુ અમેરિકી રાજકારણમાં કોહરામ મચી ગયો છે. ખાસ વાત એ છે કે આ રિપોર્ટ હાઉસ બ્યૂડિશિયરી કમેટીને એવી જ રીતે સોંપવામાં આવી છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માથા પર છે. પક્ષ અને વિપક્ષ બન્ને ચૂંટણીની તૈયારીમાં એકત્રિત થયા છે. એવામાં આ રિપોર્ટ ઘણો મહત્વનો રહેશે. 

  4/10
 • અમદાવાદના વટવામાં ટ્રેનની અડફેટે આવી જતા અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલનું મોત થયું છે. લખધીરસિંહ ગોહિલ નામના પોલીસ કર્મીને અકસ્માત થયો છે. વટવામાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની ટક્કરે અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલનું મોત થયું છે. આ જ દિવસે વધુ એક વ્યક્તિનું મણિનગર રેલવે ક્રોસિંગ પાસે મોત થયું. જ્યાં અવ્યવસ્થિત ટ્રાફિક અને વધુ રેલવે ટ્રાફિકના કારણે વારંવાર અકસ્માત થતા રહી છે.

  અમદાવાદના વટવામાં ટ્રેનની અડફેટે આવી જતા અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલનું મોત થયું છે. લખધીરસિંહ ગોહિલ નામના પોલીસ કર્મીને અકસ્માત થયો છે. વટવામાં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની ટક્કરે અમદાવાદ પોલીસના કોન્સ્ટેબલનું મોત થયું છે. આ જ દિવસે વધુ એક વ્યક્તિનું મણિનગર રેલવે ક્રોસિંગ પાસે મોત થયું. જ્યાં અવ્યવસ્થિત ટ્રાફિક અને વધુ રેલવે ટ્રાફિકના કારણે વારંવાર અકસ્માત થતા રહી છે.

  5/10
 • ગુજરાતની 26 સીટો પર 23 એપ્રિલે મતદાન થશે. આ પહેલા દરેક પક્ષ પોતાનો દમ દેખાડી રહ્યો છે. 21 એપ્રિલ સાંજથી આચારસહિતા લાગુ થશે ત્યારે ચૂંટણી પ્રચારનો પણ અંત આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મતદાન બાબતે પ્રેફ કોન્ફરન્સ યોજી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી રવિવાર સવારથી ગુજરાતની મુલાકાત કરશે. સવારે પાટણમાં નરેન્દ્ર મોદી સભાને સંબોધશે.

  ગુજરાતની 26 સીટો પર 23 એપ્રિલે મતદાન થશે. આ પહેલા દરેક પક્ષ પોતાનો દમ દેખાડી રહ્યો છે. 21 એપ્રિલ સાંજથી આચારસહિતા લાગુ થશે ત્યારે ચૂંટણી પ્રચારનો પણ અંત આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મતદાન બાબતે પ્રેફ કોન્ફરન્સ યોજી છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી રવિવાર સવારથી ગુજરાતની મુલાકાત કરશે. સવારે પાટણમાં નરેન્દ્ર મોદી સભાને સંબોધશે.

  6/10
 • રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સરકારને વધતા જતા વિમાની ભાડાને કાબૂમાં લેવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને આ વાત કહી છે. જેટ એરવેઝ બંધ થયા બાદ વિમાની ભાડા અચાનક આસમાને પહોંચી ગયા છે. તમામ વિમાની કંપનીઓ બે થી ત્રણ ગણા ભાડા લઈ રહી છે. આવો જ અનુભવ પરિમલ નથવાણીને પણ થયો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે એક સમયે અમદાવાદથી દિલ્હીની જે ફ્લાઈટની ટિકિટ 5 થી 6 હજાર હતી તે હવે 21 હજાર છે.

  રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સરકારને વધતા જતા વિમાની ભાડાને કાબૂમાં લેવા અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને આ વાત કહી છે. જેટ એરવેઝ બંધ થયા બાદ વિમાની ભાડા અચાનક આસમાને પહોંચી ગયા છે. તમામ વિમાની કંપનીઓ બે થી ત્રણ ગણા ભાડા લઈ રહી છે. આવો જ અનુભવ પરિમલ નથવાણીને પણ થયો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે એક સમયે અમદાવાદથી દિલ્હીની જે ફ્લાઈટની ટિકિટ 5 થી 6 હજાર હતી તે હવે 21 હજાર છે.

  7/10
 • બોલીવુડ અભિનેતા વિકી કૌશલ એક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ગુજરાતમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેના ચહેરા પર ગંભીર ઇજા થઇ છે. વિકી કૌશલ એક એક્શન સીક્વન્સની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજા થઇ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ બાબતની માહિતી પોતાના વેરિફાઇડ ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને આપી હતી. તરણે જણાવ્યું કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનતી ફિલ્મની શૂટિંગ દરમિયાન વિકીના ચહેરા પર ઇજા થઇ છે અને તેને 13 ટાંકા લેવા પડ્યા.

  બોલીવુડ અભિનેતા વિકી કૌશલ એક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ગુજરાતમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેના ચહેરા પર ગંભીર ઇજા થઇ છે. વિકી કૌશલ એક એક્શન સીક્વન્સની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજા થઇ. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ બાબતની માહિતી પોતાના વેરિફાઇડ ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને આપી હતી. તરણે જણાવ્યું કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનતી ફિલ્મની શૂટિંગ દરમિયાન વિકીના ચહેરા પર ઇજા થઇ છે અને તેને 13 ટાંકા લેવા પડ્યા.

  8/10
 • કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલે આ સમયે ક્રિકેટરોને કહ્યું કે તેઓ ડ્યૂટીમાં પોતાનો જીવ ગુમાવનારા દસ અર્ધલશ્કરી દળોના પરિવારોને 1-1 લાખ રૂપિયા આપે. એનો મતલબ છે કે એમણે દસ લાખ રૂપિયા આપવાના રહેશે.

  કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કરણ જોહરના શૉમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના લોકપાલે આ સમયે ક્રિકેટરોને કહ્યું કે તેઓ ડ્યૂટીમાં પોતાનો જીવ ગુમાવનારા દસ અર્ધલશ્કરી દળોના પરિવારોને 1-1 લાખ રૂપિયા આપે. એનો મતલબ છે કે એમણે દસ લાખ રૂપિયા આપવાના રહેશે.

  9/10
 • આઇપીએલ-12માં આજે શનિવારે 2 મેચ યોજાશે. સાંજે 4 વાગ્યાથી જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચ યોજાશે. રાત્રે 8 વાગ્યાથી દિલ્હીના ફિરોજશાહ કોટલા પર દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ યોજાશે.

  આઇપીએલ-12માં આજે શનિવારે 2 મેચ યોજાશે. સાંજે 4 વાગ્યાથી જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચ યોજાશે. રાત્રે 8 વાગ્યાથી દિલ્હીના ફિરોજશાહ કોટલા પર દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ યોજાશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK