બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 19, 2019, 14:52 IST | Vikas Kalal
 • કોંગ્રેસના નેશનલ સ્પોક્સ પર્સન પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ છોડતાની સાથે તે શિવસેનામાં સામેલ થયા હતા. પ્રિયંકા ચતુર્વેદીએ ગુરુવાર રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યુ હતું અને શુક્રવાર સવારે તેમના ટ્વિટર હેન્ડલ પરથી પ્રવક્તા હટાવ્યું હતું.

  કોંગ્રેસના નેશનલ સ્પોક્સ પર્સન પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ છોડતાની સાથે તે શિવસેનામાં સામેલ થયા હતા. પ્રિયંકા ચતુર્વેદીએ ગુરુવાર રાત્રે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યુ હતું અને શુક્રવાર સવારે તેમના ટ્વિટર હેન્ડલ પરથી પ્રવક્તા હટાવ્યું હતું.

  1/10
 • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદન પર પાકિસ્તાને પલટવાર કર્યો છે. પાકિસ્તાની આર્મીએ કહ્યું હતું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી. સાથે એવું પણ કહ્યું કે, નવી દિલ્હીએ તે દાવો પણ પરત લઈ લેવો જોઈએ કે તેમને ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું.

  વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદન પર પાકિસ્તાને પલટવાર કર્યો છે. પાકિસ્તાની આર્મીએ કહ્યું હતું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી. સાથે એવું પણ કહ્યું કે, નવી દિલ્હીએ તે દાવો પણ પરત લઈ લેવો જોઈએ કે તેમને ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું.

  2/10
 • ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે RSSના કાર્યાલયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.સૂત્રોની માહિતી પ્રમાણે ભાગવત અને ટાટાએ 2 કલાક સુધી બેઠક કરી હતી. સંઘના કાર્યકર્તાઓએ રતન ટાટા અને મોહન ભાગવતની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

  ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે RSSના કાર્યાલયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.સૂત્રોની માહિતી પ્રમાણે ભાગવત અને ટાટાએ 2 કલાક સુધી બેઠક કરી હતી. સંઘના કાર્યકર્તાઓએ રતન ટાટા અને મોહન ભાગવતની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

  3/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામમાં ગતિ પકડાઇ છે. જેના ભાગ રૂપે કરજણથી વાપી સુધી 237 કિ.મી. બુલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા એન.એચ.આર.સી.એલ. દ્વારા કન્સ્ટ્રકશન કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે 20 હજાર કરોડનું આ ટેન્ડર સિવિલ વર્ક માટે દેશનું સૌથી મોટું ટેન્ડર હોવાનું મનાઇ રહ્યું છે. અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડર બહાર પડાયું છે. કુલ 508 કિ.મી.ના રૂટ પૈકી 47 ટકા રૂટનું આ ટેન્ડર છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામમાં ગતિ પકડાઇ છે. જેના ભાગ રૂપે કરજણથી વાપી સુધી 237 કિ.મી. બુલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા એન.એચ.આર.સી.એલ. દ્વારા કન્સ્ટ્રકશન કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે 20 હજાર કરોડનું આ ટેન્ડર સિવિલ વર્ક માટે દેશનું સૌથી મોટું ટેન્ડર હોવાનું મનાઇ રહ્યું છે. અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડર બહાર પડાયું છે. કુલ 508 કિ.મી.ના રૂટ પૈકી 47 ટકા રૂટનું આ ટેન્ડર છે.

  4/10
 • સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હાર્દિક પટેલ વઢવાણમાં પ્રચાર દરમિયાન જનસભા કરી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ સ્ટેજ પર ચડીને તેન લાફો મારી દીધો. જે બાદ હાર્દિકની સભામાં મારામારી પણ થઈ. હાર્દિક પટેલનો આરોપ છે કે આ હુમલો ભાજપે કરાવ્યો છે.

  સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હાર્દિક પટેલ વઢવાણમાં પ્રચાર દરમિયાન જનસભા કરી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ સ્ટેજ પર ચડીને તેન લાફો મારી દીધો. જે બાદ હાર્દિકની સભામાં મારામારી પણ થઈ. હાર્દિક પટેલનો આરોપ છે કે આ હુમલો ભાજપે કરાવ્યો છે.

  5/10
 • 6 પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વંથલીમાં રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો ત્યારબાદ હાર્દિક પટેલને એક શખ્સે સવારમાં જ લાફો માર્યો હતો . લોકસભા ચૂંટણીને હવે વધુ દિવસો બાકી નથી ત્યારે માણાવદર વિધાનસભા બેઠક એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો. ગુરુવાર સાંજે જુનાગઢનાં વંથલીમાં હુમલો કરાયો હતો. રેશ્મા પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

  6 પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વંથલીમાં રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો ત્યારબાદ હાર્દિક પટેલને એક શખ્સે સવારમાં જ લાફો માર્યો હતો . લોકસભા ચૂંટણીને હવે વધુ દિવસો બાકી નથી ત્યારે માણાવદર વિધાનસભા બેઠક એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો. ગુરુવાર સાંજે જુનાગઢનાં વંથલીમાં હુમલો કરાયો હતો. રેશ્મા પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

  6/10
 • રાહુલ ગાંધી આજે ગુજરાતના બારડોલીમાં રેલીનું આયોજન હતું. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને રાફેલ કરતા બારડોલીના ખેડૂતોના રુપિયાની ચોરી કરી છે. રાહુલ ગાંધીએ પોતાને ખેડૂતોના ચોકીદાર ગણાવ્યા છે.

  રાહુલ ગાંધી આજે ગુજરાતના બારડોલીમાં રેલીનું આયોજન હતું. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને રાફેલ કરતા બારડોલીના ખેડૂતોના રુપિયાની ચોરી કરી છે. રાહુલ ગાંધીએ પોતાને ખેડૂતોના ચોકીદાર ગણાવ્યા છે.

  7/10
 • મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017માં ડિવોર્સ લઇ લીધો હતો. લગ્નના 18 વર્ષ પછી બન્નેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જો કે મલાઇકા સાથે સંબંધ તોડવા પર અરબાઝ ખાને હંમેશા મૌન જ સાધ્યો હતો. પણ તાજેતરમાં જ એક ચેટ શૉ દરમિયાન અરબાઝ ખાને મલાઇકા સાથે ડિવોર્સ વિશે વાત કરતા પહેલી વાર પોતાની વાત સામે રાખી. એરબાઝે જણાવ્યું કે તે બન્ને વચ્ચે બધું બરાબર ચાલતું હતું પણ, એકાએક બન્નેનો સંબંધ તૂટ્યો.

  મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017માં ડિવોર્સ લઇ લીધો હતો. લગ્નના 18 વર્ષ પછી બન્નેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જો કે મલાઇકા સાથે સંબંધ તોડવા પર અરબાઝ ખાને હંમેશા મૌન જ સાધ્યો હતો. પણ તાજેતરમાં જ એક ચેટ શૉ દરમિયાન અરબાઝ ખાને મલાઇકા સાથે ડિવોર્સ વિશે વાત કરતા પહેલી વાર પોતાની વાત સામે રાખી. એરબાઝે જણાવ્યું કે તે બન્ને વચ્ચે બધું બરાબર ચાલતું હતું પણ, એકાએક બન્નેનો સંબંધ તૂટ્યો.

  8/10
 • પુલવામાં અટેકમાં શહીદ થયેલા જવાનો માટે બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર સિંહે 'તુ દેશ મેરા' સોન્ગ રેકોર્ડ કર્યુ હતું. પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે આ ગીત બનાવવામાં આવ્યું છે.

  પુલવામાં અટેકમાં શહીદ થયેલા જવાનો માટે બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર સિંહે 'તુ દેશ મેરા' સોન્ગ રેકોર્ડ કર્યુ હતું. પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે આ ગીત બનાવવામાં આવ્યું છે.

  9/10
 • પ્લે-ઑફમાં પહોંચવા માટે છઠ્ઠા નંબરની કલકત્તાએ આજે હોમ-ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં વિરાટ કોહલીની બૅન્ગલોરની ટીમને હરાવીને ટૉપ-૪માં કમબૅક કરવું જરૂરી છે. બૅન્ગલોરનો કલકત્તા સામે છેલ્લી ૭માંથી ૬ મૅચમાં પરાજય થયો હતો. આ સીઝનમાં પણ કલકત્તાએ બૅન્ગલોરનો ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. જોકે છેલ્લી બે મૅચમાં કલકત્તાનો પોતાના હોમ-ગ્રાઉન્ડમાં દિલ્હી અને ચેન્નઈ સામે પરાજય થયો હતો

  પ્લે-ઑફમાં પહોંચવા માટે છઠ્ઠા નંબરની કલકત્તાએ આજે હોમ-ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં વિરાટ કોહલીની બૅન્ગલોરની ટીમને હરાવીને ટૉપ-૪માં કમબૅક કરવું જરૂરી છે. બૅન્ગલોરનો કલકત્તા સામે છેલ્લી ૭માંથી ૬ મૅચમાં પરાજય થયો હતો. આ સીઝનમાં પણ કલકત્તાએ બૅન્ગલોરનો ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. જોકે છેલ્લી બે મૅચમાં કલકત્તાનો પોતાના હોમ-ગ્રાઉન્ડમાં દિલ્હી અને ચેન્નઈ સામે પરાજય થયો હતો

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યારસુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK