વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: Apr 10, 2019, 15:08 IST | Sheetal Patel
 • તેલંગાણાનામાં દીવાલ ધસી પડતા 10 લોકોના મોત નીપજ્યા છે. ઘટના નારયન પેટ શહેરના મણિકલ ગામની છે. જ્યાં દીવાલ પડવાથી 10 લોકોના મોત નીપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મોટા ભાગના લોકો મજૂરી કામ કરતા લોકો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત નાજુક દર્શાવાઈ રહી છે. 

  તેલંગાણાનામાં દીવાલ ધસી પડતા 10 લોકોના મોત નીપજ્યા છે. ઘટના નારયન પેટ શહેરના મણિકલ ગામની છે. જ્યાં દીવાલ પડવાથી 10 લોકોના મોત નીપજ્યા છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મોટા ભાગના લોકો મજૂરી કામ કરતા લોકો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત નાજુક દર્શાવાઈ રહી છે. 

  1/11
 • વડાપ્રધાન મોદી આજે વતનમાં પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કેમ છે કહીને ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી. સાથે જ કહ્યું કે હું મારા શાસનનો હિસાબ આપવા આવ્યો છું. વડાપ્રધાન મોદીએ જૂનાગઢના ગિરનાર પર્વત, સિંહ, કેસર કેરી અને સોમનાથને યાદ કરી સંબોધન શરૂ કર્યું. જૂનાગઢમાં ગિરનારનો યાદગીરી સ્વરૂપે મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત થયું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જૂનાગઢથી લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, રાજકોટથી લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર છે.

  વડાપ્રધાન મોદી આજે વતનમાં પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કેમ છે કહીને ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી. સાથે જ કહ્યું કે હું મારા શાસનનો હિસાબ આપવા આવ્યો છું. વડાપ્રધાન મોદીએ જૂનાગઢના ગિરનાર પર્વત, સિંહ, કેસર કેરી અને સોમનાથને યાદ કરી સંબોધન શરૂ કર્યું. જૂનાગઢમાં ગિરનારનો યાદગીરી સ્વરૂપે મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત થયું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, જૂનાગઢથી લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, રાજકોટથી લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર છે.

  2/11
 • રાફેલ ડીલ પર સુનાવણી કરતા બુધવારે કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારની તમામ દલીલનો ફગાવી છે. સાથે જ કોર્ટે પુનર્વિચારની અરજીઓ પર સુનાવણી કરતા રાફેલ ડીલ સાથે સંબંધતિ ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજી પર વધુ સુનાવણી કરશે.

  રાફેલ ડીલ પર સુનાવણી કરતા બુધવારે કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારની તમામ દલીલનો ફગાવી છે. સાથે જ કોર્ટે પુનર્વિચારની અરજીઓ પર સુનાવણી કરતા રાફેલ ડીલ સાથે સંબંધતિ ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજી પર વધુ સુનાવણી કરશે.

  3/11
 • પાંચમાં ચરણની નામંકન પ્રકિયા શરૂ થવા પહેલા આજે બુધવારે કૉંગ્રેસ અધ્યક્ષ અથવા અમેઠી રાષ્ટ્રીય સીટથી પ્રત્યાશી રાહુલ ગાંધીઓ પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યો છે. તે દરમિયાન એમની માતા યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, બહેન કૉંગ્રેસની મહાસચિવ અથવા ભૂતપૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા વાડ્રા પણ હાજરી રહ્યા.

  પાંચમાં ચરણની નામંકન પ્રકિયા શરૂ થવા પહેલા આજે બુધવારે કૉંગ્રેસ અધ્યક્ષ અથવા અમેઠી રાષ્ટ્રીય સીટથી પ્રત્યાશી રાહુલ ગાંધીઓ પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યો છે. તે દરમિયાન એમની માતા યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, બહેન કૉંગ્રેસની મહાસચિવ અથવા ભૂતપૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા વાડ્રા પણ હાજરી રહ્યા.

  4/11
 • ઈમરાન ખાન, પાકિસ્તાનના PM ઈચ્છે છે કે ભારતમાં થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભારતીય જનતા પાર્ટી જીતે. જો ભાજપ જીતશે તો બંને દેશોને શાંતિવાર્તા માટે સારો મોકો મળશે. તેમણે કહ્યું જો ભારતમાં આાગામી સરકાર કોંગ્રેસની બને તો તેઓ પાકિસ્તાન સાથે બેધકડ સમજૂતી કરવામાં ભયભીત થઈ શકે છે. તેમણે આ વાત વિદેશી મીડિયા સામે કહી છે. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં તમામ આતંકી સંગઠનોને સમાપ્ત કરવા માટે દ્રઢ છે.

  ઈમરાન ખાન, પાકિસ્તાનના PM ઈચ્છે છે કે ભારતમાં થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભારતીય જનતા પાર્ટી જીતે. જો ભાજપ જીતશે તો બંને દેશોને શાંતિવાર્તા માટે સારો મોકો મળશે. તેમણે કહ્યું જો ભારતમાં આાગામી સરકાર કોંગ્રેસની બને તો તેઓ પાકિસ્તાન સાથે બેધકડ સમજૂતી કરવામાં ભયભીત થઈ શકે છે. તેમણે આ વાત વિદેશી મીડિયા સામે કહી છે. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં તમામ આતંકી સંગઠનોને સમાપ્ત કરવા માટે દ્રઢ છે.

  5/11
 • બનાસકાંઠા જિલ્લાના ચંદિસારમાં એક તેલ મિલમાં આગ લાગી. જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. બનાસકાંઠામાં ઓઈલ મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. આગની સૂચના મળતા જ આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ, લોકોએ તરત ફાયર વિભાગને સૂચના આપો. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે આગના કારણે કરોડોનું નુકસાન થયું છે. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણકારી નથી મળી

  બનાસકાંઠા જિલ્લાના ચંદિસારમાં એક તેલ મિલમાં આગ લાગી. જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. બનાસકાંઠામાં ઓઈલ મિલમાં ભીષણ આગ લાગી છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે. આગની સૂચના મળતા જ આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ, લોકોએ તરત ફાયર વિભાગને સૂચના આપો. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે આગના કારણે કરોડોનું નુકસાન થયું છે. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણકારી નથી મળી

  6/11
 • બુધવારની સવાર સુરતના એક મહિલા મંડળ માટે કાળ બનીને ત્રાટકી છે. નવસારી પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. અક્સમાતમાં પાંચ મહિલા અને એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા મંડળના શ્રદ્ધાળુઓ દહાણું ખાતેના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નવસારી પાસે શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર ઉભી હતી. ત્યારે જ પાછળથી ધસમસતી આવેલી ટ્રકે ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારી દીધી.

  બુધવારની સવાર સુરતના એક મહિલા મંડળ માટે કાળ બનીને ત્રાટકી છે. નવસારી પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. અક્સમાતમાં પાંચ મહિલા અને એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા મંડળના શ્રદ્ધાળુઓ દહાણું ખાતેના મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નવસારી પાસે શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર ઉભી હતી. ત્યારે જ પાછળથી ધસમસતી આવેલી ટ્રકે ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારી દીધી.

  7/11
 • વિવેક ઑબેરૉયની પીએમ મોદીની બાયોપિક પર રોક લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વડાપ્રધાન મોદીની બાયોપિક પર રોક લગાવી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ પર રોક લગાવવાની અરજી મંગળવારે ફગાવી દીધી હતી.

  વિવેક ઑબેરૉયની પીએમ મોદીની બાયોપિક પર રોક લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વડાપ્રધાન મોદીની બાયોપિક પર રોક લગાવી દીધી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ પર રોક લગાવવાની અરજી મંગળવારે ફગાવી દીધી હતી.

  8/11
 • ટ્વિન્કલ ખન્નાના કઝિન ભાઈ કરણ કાપડિયા માટે અક્ષયકુમારે ‘બ્લૅન્ક’નું ગીત શૂટ કર્યું છે. કરણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર બેહઝાદ ખંભાતા છે. ફિલ્મની સ્ટોરી એક સુસાઇડ-બૉમ્બરની છે. અક્ષયકુમારનું કહેવું છે કે આ ગીતમાં કામ કરીને તેણે કરણને શુભેચ્છા આપી છે. ત્રીજી મેએ રિલીઝ થનારી આ ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળશે.

  ટ્વિન્કલ ખન્નાના કઝિન ભાઈ કરણ કાપડિયા માટે અક્ષયકુમારે ‘બ્લૅન્ક’નું ગીત શૂટ કર્યું છે. કરણ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર બેહઝાદ ખંભાતા છે. ફિલ્મની સ્ટોરી એક સુસાઇડ-બૉમ્બરની છે. અક્ષયકુમારનું કહેવું છે કે આ ગીતમાં કામ કરીને તેણે કરણને શુભેચ્છા આપી છે. ત્રીજી મેએ રિલીઝ થનારી આ ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળશે.

  9/11
 • વિરાટ કોહલી ભલે હાલ પોતાની ટીમ રોયલ ચેલન્જર્સ બેન્ગલોર સતત મેચ હારી રહી હોય. પરંતુ વિરાટ કોહલીને ફરી એકવાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યર માટે પસંદ કરાયા છે. આ ત્રીજી વખત વિરાટ કોહલીને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે. આ પહેલા કોહલીને 2016, 2017 અને 2018માં કેપ્ટ તરીકે અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. 

  વિરાટ કોહલી ભલે હાલ પોતાની ટીમ રોયલ ચેલન્જર્સ બેન્ગલોર સતત મેચ હારી રહી હોય. પરંતુ વિરાટ કોહલીને ફરી એકવાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યર માટે પસંદ કરાયા છે. આ ત્રીજી વખત વિરાટ કોહલીને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે. આ પહેલા કોહલીને 2016, 2017 અને 2018માં કેપ્ટ તરીકે અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે. 

  10/11
 • IPL 2019-12ની મેચ આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જોરદાર મુકાબલો થશે. પંજાબે સિઝનની પહેલી મેચમાં મુંબઈને આઠ વિકેટે હરાવ્યું હતું. મેચમાં લોકેશ રાહુલે જોરદાર 71 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે 43 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી. એવામાં મુંબઈની ટીમ આ મેચ જીતીને પંજાબનો હિસાબ બરાબર કરવા ઉતરશે.

  IPL 2019-12ની મેચ આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જોરદાર મુકાબલો થશે. પંજાબે સિઝનની પહેલી મેચમાં મુંબઈને આઠ વિકેટે હરાવ્યું હતું. મેચમાં લોકેશ રાહુલે જોરદાર 71 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે 43 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી. એવામાં મુંબઈની ટીમ આ મેચ જીતીને પંજાબનો હિસાબ બરાબર કરવા ઉતરશે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK