એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 23, 2019, 14:58 IST | Sheetal Patel
 • T20 ક્રિકેટનો મહાકુંભ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ આજથી શરૂ થવા જઈ રહી છે. આજે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી IPL શરૂ થશે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. ચેન્નાઈ ગત સિઝનની સાથે ત્રણ આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો ધોનીની ચેન્નઈ સામે બેંગાલુરુની ટીમ યુવાન છે.

  T20 ક્રિકેટનો મહાકુંભ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ આજથી શરૂ થવા જઈ રહી છે. આજે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી IPL શરૂ થશે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. ચેન્નાઈ ગત સિઝનની સાથે ત્રણ આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો ધોનીની ચેન્નઈ સામે બેંગાલુરુની ટીમ યુવાન છે.

  1/10
 • લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. હરીફ પક્ષથી પોતાના પક્ષને વધુ સારા અને સાચા સાબિત કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે. ગુજરાતમાં મતદારોને આકર્ષવા ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ સંપર્ક અભિયાનમાં ભાજપ કોંગ્રેસ સાથેની સરખામણી દર્શાવીને પ્રચાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસના પરિવાર વાદને મુદ્દો બનાવીને પ્રચાર કરાઈ રહ્યો છે.

  લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ-કોંગ્રેસે કમર કસી લીધી છે. હરીફ પક્ષથી પોતાના પક્ષને વધુ સારા અને સાચા સાબિત કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીને સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે. ગુજરાતમાં મતદારોને આકર્ષવા ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ સંપર્ક અભિયાનમાં ભાજપ કોંગ્રેસ સાથેની સરખામણી દર્શાવીને પ્રચાર કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસના પરિવાર વાદને મુદ્દો બનાવીને પ્રચાર કરાઈ રહ્યો છે.

  2/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. જો કે સામે વર્ષો જુની પરંપરાને તોડતા સરકારે પાકિસ્તાન દિવસ સમારોહમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે, તે મહાદ્વીપના  લોકો લોકતાંત્રિક, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ક્ષેત્રમાં મળીને કામ કરે. માહોલ એવા બને જેમા આતંકવાદ અને હિંસાને કોઈ સ્થાન ન હોય.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. જો કે સામે વર્ષો જુની પરંપરાને તોડતા સરકારે પાકિસ્તાન દિવસ સમારોહમાં સામેલ થવાનો બહિષ્કાર કર્યો છે. ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે, તે મહાદ્વીપના  લોકો લોકતાંત્રિક, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમૃદ્ધ ક્ષેત્રમાં મળીને કામ કરે. માહોલ એવા બને જેમા આતંકવાદ અને હિંસાને કોઈ સ્થાન ન હોય.

  3/10
 • ભાજપે પોતાના બિહારના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ અપાઈ છે. 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ ધીરે ધીરે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. ભાજપ આજે 50 ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આ અટકળો વચ્ચે ભાજપે પોતાના બિહારના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ અપાઈ છે. પટના સાહિબથી હાલ શત્રુઘ્ન સિંહા ભાજપના સાંસદ છે. શત્રુઘ્ન સિંહાને સતત વડાપ્રધાન મોદી અને પક્ષના હાઈકમાન્ડ વિરુદ્ધ બોલવાનું ફળ મળ્યું છે. 

  ભાજપે પોતાના બિહારના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ અપાઈ છે. 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ ધીરે ધીરે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. ભાજપ આજે 50 ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આ અટકળો વચ્ચે ભાજપે પોતાના બિહારના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ અપાઈ છે. પટના સાહિબથી હાલ શત્રુઘ્ન સિંહા ભાજપના સાંસદ છે. શત્રુઘ્ન સિંહાને સતત વડાપ્રધાન મોદી અને પક્ષના હાઈકમાન્ડ વિરુદ્ધ બોલવાનું ફળ મળ્યું છે. 

  4/10
 • બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે ઈન્ડિયન ઓવરસીઝ અધ્યક્ષ સૅમ પિત્રોડાના નિવેદનોને લઈને  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલો પૂછ્યા હતા. અમિત શાહે પૂછ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ દેશને જણાવે કે શુ તમે પુલવામા આતંકી હુમલાનો સામાન્ય ઘટના ગણાવો છો?

  બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે ઈન્ડિયન ઓવરસીઝ અધ્યક્ષ સૅમ પિત્રોડાના નિવેદનોને લઈને  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલો પૂછ્યા હતા. અમિત શાહે પૂછ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ દેશને જણાવે કે શુ તમે પુલવામા આતંકી હુમલાનો સામાન્ય ઘટના ગણાવો છો?

  5/10
 • માયાવતીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા BJPના અન્ય નેતાઓની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશની મજાક ઉડાવવા સાથે સરકાર પર ચૂંટણી પહેલાં બેકારી અને ગરીબીના આંકડા તથા દલિતોની સ્થિતિની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો હતો. માયાવતીએ જણાવ્યું હતું કે ‘રાફેલ સોદાની ફાઇલ સરકારી ઑફિસમાંથી ગુમ થાય તો વડા પ્રધાનને વાંધો નથી. ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાની વાસ્તવિક સ્થિતિની તેમને ચિંતા નથી. દેશ સામે આટલી મોટી સમસ્યાઓ હોય ત્યારે ‘મૈં ભી ચૌકીદાર’ જેવી ઝુંબેશો દેશ માટે જરૂરી છે?’

  માયાવતીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા BJPના અન્ય નેતાઓની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશની મજાક ઉડાવવા સાથે સરકાર પર ચૂંટણી પહેલાં બેકારી અને ગરીબીના આંકડા તથા દલિતોની સ્થિતિની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો હતો. માયાવતીએ જણાવ્યું હતું કે ‘રાફેલ સોદાની ફાઇલ સરકારી ઑફિસમાંથી ગુમ થાય તો વડા પ્રધાનને વાંધો નથી. ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાની વાસ્તવિક સ્થિતિની તેમને ચિંતા નથી. દેશ સામે આટલી મોટી સમસ્યાઓ હોય ત્યારે ‘મૈં ભી ચૌકીદાર’ જેવી ઝુંબેશો દેશ માટે જરૂરી છે?’

  6/10
 • ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મીટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

  ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે કાગવડ બાદ સુરતમાં પણ ખોડલધામનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિર સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવશે. મંદિરના નિર્માણને લઈને સુરતમાં બારડોલી, વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલી મીટિંગો યોજી હતી ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

  7/10
 • હોળીના દિવસે અક્ષય કુમારની રિલીઝ થયેલી કેસરીએ પહેલા દિવસે તો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે અને બીજા દિવસે જોરદાર કમાણી કરતા 37 કરોડ રૂપિયા પાર કરી લીધા છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે ઘરેલૂ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના બીજા દિવસે એટલે કે શુક્રવારે 16 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી હતી અને બે દિવસમાં 37 કરોડ 76 લાખ રૂપિયા થઈ ગયા છે.

  હોળીના દિવસે અક્ષય કુમારની રિલીઝ થયેલી કેસરીએ પહેલા દિવસે તો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે અને બીજા દિવસે જોરદાર કમાણી કરતા 37 કરોડ રૂપિયા પાર કરી લીધા છે. બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે ઘરેલૂ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના બીજા દિવસે એટલે કે શુક્રવારે 16 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી હતી અને બે દિવસમાં 37 કરોડ 76 લાખ રૂપિયા થઈ ગયા છે.

  8/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. સૌગંધ મુજે ઈસ મિટ્ટીકી સોંગને ટી સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયના જુદા જુદા નવ લૂક, ટ્રેલર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત સામે આવ્યું છે. ફિલ્મના ગીતના શબ્દો ગીતકાર પ્રસૂન જોશીએ લખ્યા છે. સૌગંધ મુજે મિટ્ટી કી ગીત સુખવિંદર સિંહ અને શશિ સુમને ગાયું છે. ફિલ્મનું મ્યુઝિક શશિ અને ખુશીએ આપ્યું છે. આ ગીત વડાપ્રધાન મોદીની તાજેતરના જ કેટલાક ભાષણો પર આધારિત છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. સૌગંધ મુજે ઈસ મિટ્ટીકી સોંગને ટી સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયના જુદા જુદા નવ લૂક, ટ્રેલર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત સામે આવ્યું છે. ફિલ્મના ગીતના શબ્દો ગીતકાર પ્રસૂન જોશીએ લખ્યા છે. સૌગંધ મુજે મિટ્ટી કી ગીત સુખવિંદર સિંહ અને શશિ સુમને ગાયું છે. ફિલ્મનું મ્યુઝિક શશિ અને ખુશીએ આપ્યું છે. આ ગીત વડાપ્રધાન મોદીની તાજેતરના જ કેટલાક ભાષણો પર આધારિત છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય.

  9/10
 • ભારતમાં સફળ સ્ટાર્ટ અપ ગણાતી ઓલા ટેક્સીને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કર્ણાટક સરકારે ઓલા ટેક્સીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે છ મહિના માટે કર્ણાટક રાજ્યમાં ઓલા ટેક્સી પર બેન જાહેર કર્યો છે. ઓલા ટેક્સીનું લાઇસન્સ રદ્દ કરતા કર્ણાટક સરકારે કહ્યું છે કે આદેશ આપ્યના ત્રણ દિવસનાં કંપની પોતાનું લાઇસન્સ સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જમા કરાવે. જેને પગલે ઓલાએ શુક્રવારથી રાજ્યભરમાં પોતાની સેવા બંધ કરી દીધી છે. એપ્લીકેશન દ્રારા ટેક્સી બુક કરવાની સેવા આપવાર ઓલા દેશની ટોચની કંપની છે.

  ભારતમાં સફળ સ્ટાર્ટ અપ ગણાતી ઓલા ટેક્સીને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કર્ણાટક સરકારે ઓલા ટેક્સીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે છ મહિના માટે કર્ણાટક રાજ્યમાં ઓલા ટેક્સી પર બેન જાહેર કર્યો છે. ઓલા ટેક્સીનું લાઇસન્સ રદ્દ કરતા કર્ણાટક સરકારે કહ્યું છે કે આદેશ આપ્યના ત્રણ દિવસનાં કંપની પોતાનું લાઇસન્સ સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં જમા કરાવે. જેને પગલે ઓલાએ શુક્રવારથી રાજ્યભરમાં પોતાની સેવા બંધ કરી દીધી છે. એપ્લીકેશન દ્રારા ટેક્સી બુક કરવાની સેવા આપવાર ઓલા દેશની ટોચની કંપની છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK