વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 13, 2019, 14:35 IST | Bhavin
 • સંસદમાં રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ રજૂ થવા દરમિયાન કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી સરકારને જબરદસ્ત રીતે ઘેરી. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો પીએમ મોદીને 'બ્લફમાસ્ટર' સુદ્ધાં કહી દીધું. સોનિયા ગાંધીએ બેરોજગારી, રાફેલ ડીલ, નોટબંધી અને કૃષિ જેવા તમામ સળગતા મુદ્દાઓ પર મોદી સરકારને નિશાના પર લીધી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સતત બંધારણના મૂલ્યો સિદ્ધાંતો અને જોગવાઈઓ પર હુમલા કરી રહી છે.

  સંસદમાં રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ રજૂ થવા દરમિયાન કોંગ્રેસ સંસદીય સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મોદી સરકારને જબરદસ્ત રીતે ઘેરી. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તો પીએમ મોદીને 'બ્લફમાસ્ટર' સુદ્ધાં કહી દીધું. સોનિયા ગાંધીએ બેરોજગારી, રાફેલ ડીલ, નોટબંધી અને કૃષિ જેવા તમામ સળગતા મુદ્દાઓ પર મોદી સરકારને નિશાના પર લીધી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સતત બંધારણના મૂલ્યો સિદ્ધાંતો અને જોગવાઈઓ પર હુમલા કરી રહી છે.

  1/9
 • આખરે સંસદમાં CAGનો અહેવાલ રજૂ થઈ ગયો છે. રાફેલ ડીલ મામલે CAGનો અહેવાલ બજેટ સત્રના છેલ્લા દિવસે રજૂ થયો. જેમાં કહેવામાં આવ્યું હતુંકે રાફેલ ડીલ 9 ટકા સસ્તી છે. તો આ રિપોર્ટમાં કહેવાયું છે કે ફ્લાઈ અવે પ્રાઈસ(તૈયાર વિમાન)નો ભાવ UPAની ડીલ જેટલો જ છે. જો કે CAGના રિપોર્ટમાં રાફેલ વિમાનના ભાવ નથી જણાવવામાં આવ્યો.

  આખરે સંસદમાં CAGનો અહેવાલ રજૂ થઈ ગયો છે. રાફેલ ડીલ મામલે CAGનો અહેવાલ બજેટ સત્રના છેલ્લા દિવસે રજૂ થયો. જેમાં કહેવામાં આવ્યું હતુંકે રાફેલ ડીલ 9 ટકા સસ્તી છે. તો આ રિપોર્ટમાં કહેવાયું છે કે ફ્લાઈ અવે પ્રાઈસ(તૈયાર વિમાન)નો ભાવ UPAની ડીલ જેટલો જ છે. જો કે CAGના રિપોર્ટમાં રાફેલ વિમાનના ભાવ નથી જણાવવામાં આવ્યો.

  2/9
 • રાફેલ ડીલને લઇને બુધવારે લોકસભામાં જબરદસ્ત હોબાળો થયો. વિપક્ષે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા. તેના પર સ્પીકરે ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ત્યારબાદ વિપક્ષના સાંસદો બહાર આવ્યા અને સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. સંસદ પરિસરમાં તૃણમૂલ કોંગ્રેસ અને ટીડીપી સાંસદોએ પણ પ્રદર્શન કર્યું. તૃણમૂલ સાંસદોએ પોસ્ટરમાં લખ્યું હતું- મોદી સરકારની એક્સપાયરી ડેટ ખતમ થઈ ચૂકી છે. ટીડીપી સાંસદો આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા. રાફેલ મુદ્દે આજે રાજ્યસભામાં CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 126ની સરખામણીએ 36 વિમાનોનો સોદો કરવા પર સરકાર 17.08% રકમ બચાવવામાં સફળ રહી.

  રાફેલ ડીલને લઇને બુધવારે લોકસભામાં જબરદસ્ત હોબાળો થયો. વિપક્ષે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા. તેના પર સ્પીકરે ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ત્યારબાદ વિપક્ષના સાંસદો બહાર આવ્યા અને સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. સંસદ પરિસરમાં તૃણમૂલ કોંગ્રેસ અને ટીડીપી સાંસદોએ પણ પ્રદર્શન કર્યું. તૃણમૂલ સાંસદોએ પોસ્ટરમાં લખ્યું હતું- મોદી સરકારની એક્સપાયરી ડેટ ખતમ થઈ ચૂકી છે. ટીડીપી સાંસદો આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા. રાફેલ મુદ્દે આજે રાજ્યસભામાં CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 126ની સરખામણીએ 36 વિમાનોનો સોદો કરવા પર સરકાર 17.08% રકમ બચાવવામાં સફળ રહી.

  3/9
 • રાજકોટમાં યુવા નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર એક સાથે જોવા મળ્યા. રાજકોટમાં બંધારણ બચાવો, દેશ બચાવો રેલી પહેલા કન્હૈયા કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. કન્હૈયા કુમારે પીએમ મોદી પર ભ્રષ્ટાચાર કરવાનો અને અનિલ અંબાણીને લાભ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભાની ચૂંટણી લડવાની વાતને અફવા ગણાવી છે.

  રાજકોટમાં યુવા નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને JNUના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર એક સાથે જોવા મળ્યા. રાજકોટમાં બંધારણ બચાવો, દેશ બચાવો રેલી પહેલા કન્હૈયા કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. કન્હૈયા કુમારે પીએમ મોદી પર ભ્રષ્ટાચાર કરવાનો અને અનિલ અંબાણીને લાભ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભાની ચૂંટણી લડવાની વાતને અફવા ગણાવી છે.

  4/9
 • એચ. કે. કોલેજ વિવાદમાં પહેલીવાર ટ્રસ્ટીઓએ મૌન તોડ્યું છે. કોલેજના ટ્ર્સ્ટીઓ દ્વારા પ્રિન્સિપાલ હેમંત શાહને તેમના રાજીનામાં અંગે ફરી એકવાર વિચારવા માટે સૂચન કર્યું છે. એચ.કે. કોલેજના ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ માટે હોલ ન આપતા હેમંત શાહે રાજીનામું આપ્યું હતું. સામે ભાજપના વિદ્યાર્થી નેતાઓએ હેમંત કુમારને પ્રિન્સિપાલ પદેથી રાજીનામા સાથે અધ્યાપક પદ છોડવા માગ કરી હતી.

  એચ. કે. કોલેજ વિવાદમાં પહેલીવાર ટ્રસ્ટીઓએ મૌન તોડ્યું છે. કોલેજના ટ્ર્સ્ટીઓ દ્વારા પ્રિન્સિપાલ હેમંત શાહને તેમના રાજીનામાં અંગે ફરી એકવાર વિચારવા માટે સૂચન કર્યું છે. એચ.કે. કોલેજના ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ માટે હોલ ન આપતા હેમંત શાહે રાજીનામું આપ્યું હતું. સામે ભાજપના વિદ્યાર્થી નેતાઓએ હેમંત કુમારને પ્રિન્સિપાલ પદેથી રાજીનામા સાથે અધ્યાપક પદ છોડવા માગ કરી હતી.

  5/9
 • કપડવંજ તાલુકાના લાલમાંડવા ગામની સીમમાંથી માનવકંકાલ મળી આવતા ચકચાર મચી. માહિતી મળ્યા બાદ તરત જ કપડવંજ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક ઝાડ પરથી શર્ટ અને માનવ ખોપરી પણ મળી આવી છે. તો માનવ શરીરના હાડકાઓ છૂટા છવાયા પડેલા તેમજ ચંપલ પણ મળી આવ્યા છે. પોલીસે આ માનવ કંકાલના અવશેષોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલની સ્થિતિમાં કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું તે નક્કી કરવું મુશ્કેલ છે.હાડપિંજરની હાલત પરથી માનવશરીરને શ્વાનોએ ફાડી ખાધું હોવાની પણ શક્યતા છે.

  કપડવંજ તાલુકાના લાલમાંડવા ગામની સીમમાંથી માનવકંકાલ મળી આવતા ચકચાર મચી. માહિતી મળ્યા બાદ તરત જ કપડવંજ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક ઝાડ પરથી શર્ટ અને માનવ ખોપરી પણ મળી આવી છે. તો માનવ શરીરના હાડકાઓ છૂટા છવાયા પડેલા તેમજ ચંપલ પણ મળી આવ્યા છે. પોલીસે આ માનવ કંકાલના અવશેષોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલની સ્થિતિમાં કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું તે નક્કી કરવું મુશ્કેલ છે.હાડપિંજરની હાલત પરથી માનવશરીરને શ્વાનોએ ફાડી ખાધું હોવાની પણ શક્યતા છે.

  6/9
 • જામનગરમાં આવેલી કંપની રિલાયન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો પરપ્રાંતીય યુવાન પોતાને આર્મીનો મેજર ગણાવીને, મેજર જેવો ડ્રેસ પહેરી લગ્ન માટે યુવતીઓને ફસાવતો હોવાની ઘટના સામે આવી છે. તેના કારણે ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઇને એસઓજી દ્વારા આ નકલી મેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે લગ્ન માટે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરનાર લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે.

  જામનગરમાં આવેલી કંપની રિલાયન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો પરપ્રાંતીય યુવાન પોતાને આર્મીનો મેજર ગણાવીને, મેજર જેવો ડ્રેસ પહેરી લગ્ન માટે યુવતીઓને ફસાવતો હોવાની ઘટના સામે આવી છે. તેના કારણે ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને લઇને એસઓજી દ્વારા આ નકલી મેજરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે લગ્ન માટે કોઈપણ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરનાર લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે.

  7/9
 • વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. મંગળવારે મોડી રાત્રે આગ લાગી. ઘટનાનાની જાણ થતા ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી હતી. મહેનતના અંતે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. જો કે રાહતની વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ.

  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. મંગળવારે મોડી રાત્રે આગ લાગી. ઘટનાનાની જાણ થતા ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવામાં લાગી હતી. મહેનતના અંતે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. જો કે રાહતની વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ.

  8/9
 • બોલીવૂડના પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે. આ વાતનો ખુલાસો તેમના રુટિન ચેકઅપ દરમિયાન થયો. રિપોર્ટ પ્રમાણે શબાના શરદી થયા પછી પોતાના ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ હોવાની જાણ થઈ હતી. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં એડમિટ થવાને લઇને શબાના આઝમીએ કહ્યું, "મને ઘણી મુશ્કેલીથી સમય મળતો હોય છે. હોસ્પિટલમાં એડમિટ થવું મારા માટે બ્રેક લેવા જેવું છે. હું હોસ્પિટલમાં એડમિટ છું અને મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે." ઉલ્લેખનીય છે કે શબાના આઝમી પ્રખ્યાત શાયર કૈફી આઝમીના દીકરી છે. તેમના પતિ જાવેદ અખ્તર પણ ખૂબ જાણીતા શાયર છે.

  બોલીવૂડના પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે. આ વાતનો ખુલાસો તેમના રુટિન ચેકઅપ દરમિયાન થયો. રિપોર્ટ પ્રમાણે શબાના શરદી થયા પછી પોતાના ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ હોવાની જાણ થઈ હતી. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં એડમિટ થવાને લઇને શબાના આઝમીએ કહ્યું, "મને ઘણી મુશ્કેલીથી સમય મળતો હોય છે. હોસ્પિટલમાં એડમિટ થવું મારા માટે બ્રેક લેવા જેવું છે. હું હોસ્પિટલમાં એડમિટ છું અને મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે." ઉલ્લેખનીય છે કે શબાના આઝમી પ્રખ્યાત શાયર કૈફી આઝમીના દીકરી છે. તેમના પતિ જાવેદ અખ્તર પણ ખૂબ જાણીતા શાયર છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK