વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 08, 2019, 15:02 IST | Sheetal Patel
 • પશ્ચિમ બંગાળમાં ફૅની વાવાઝોડના કારણે જે તબાહી થઈ તેની અસર સુરતના વેપારીઓ પર પણ પડી છે. સુરતના ટેક્સટાઈલ એસોસિયેશનના અંદાજ પ્રમાણે કેટલાક વેપારીઓને 20 ટકા જેટલું નુકસાન થયું છે. વેપારીઓ ઈદ પર સારા બિઝનેસની આશા રાખી રહ્યા છે. પરંતુ તેમની આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

  પશ્ચિમ બંગાળમાં ફૅની વાવાઝોડના કારણે જે તબાહી થઈ તેની અસર સુરતના વેપારીઓ પર પણ પડી છે. સુરતના ટેક્સટાઈલ એસોસિયેશનના અંદાજ પ્રમાણે કેટલાક વેપારીઓને 20 ટકા જેટલું નુકસાન થયું છે. વેપારીઓ ઈદ પર સારા બિઝનેસની આશા રાખી રહ્યા છે. પરંતુ તેમની આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

  1/12
 • અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે અમદાવાદ મનપા તમામ પ્રયાસો કરી રહી છે. શહેરના નોર્થ ઝોનમાં મંગળવારે મનપાની ટીમે ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ દરમિયાન વેપારીઓને ત્યાંથી 100 કિલો જેટલું સિંગલ યુઝ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.

  અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે અમદાવાદ મનપા તમામ પ્રયાસો કરી રહી છે. શહેરના નોર્થ ઝોનમાં મંગળવારે મનપાની ટીમે ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ દરમિયાન વેપારીઓને ત્યાંથી 100 કિલો જેટલું સિંગલ યુઝ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું.

  2/12
 • OBC નેતા અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુ પૂજનમાં ભાજપના નેતાઓની હાજરી જોવા મળી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા આ પ્રસંગે હાજર રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ખુલીને ભાજપ સાથે ઉભા રહેતા નજર આવી રહ્યા છે. અમદાવાદમાં તેમના ઘરના વાસ્તુ પૂજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને એક મંત્રીની હાજરી તેમની ભવિષ્યની રાજનીતિ તરફ ઈશારો કરે છે.

  OBC નેતા અલ્પેશ ઠાકોરના ઘરે વાસ્તુ પૂજનમાં ભાજપના નેતાઓની હાજરી જોવા મળી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા આ પ્રસંગે હાજર રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ખુલીને ભાજપ સાથે ઉભા રહેતા નજર આવી રહ્યા છે. અમદાવાદમાં તેમના ઘરના વાસ્તુ પૂજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને એક મંત્રીની હાજરી તેમની ભવિષ્યની રાજનીતિ તરફ ઈશારો કરે છે.

  3/12
 • રાજકોટમાં જાહેરમાર્ગ પર નડચા શેરડીના રસના ચિચોડાને દૂર કરવાનો મનપાએ નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં આજે કોંગ્રેસની આગેવાનીમાં શેરડીનો રસનો ચિચોડો ધરાવતા વેપારીઓ મનપા કચેરીએ પહોંચ્યા. જે સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

  રાજકોટમાં જાહેરમાર્ગ પર નડચા શેરડીના રસના ચિચોડાને દૂર કરવાનો મનપાએ નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં આજે કોંગ્રેસની આગેવાનીમાં શેરડીનો રસનો ચિચોડો ધરાવતા વેપારીઓ મનપા કચેરીએ પહોંચ્યા. જે સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું

  4/12
 • સ્ટીફન હૉકિંગને પોતાનો આદર્શ માનનારા વિનાયક શ્રીધરે મૃત્યુ પહેલા CBSEની 10માં ધોરણના 3 વિષયોની પરીક્ષા આપી હતી જેમાં તેને 100 ટકા માર્ક્સ મળ્યા છે. વિનાયક શ્રીધર સીબીએસસીની માત્ર 3 જ પરીક્ષા આપી શક્યો હતો અને 2 પરીક્ષા બાકી હતી ત્યારે માર્ચમાં તેનું મૃત્યુ થયું હતું. શ્રીધરને અંગ્રેજીમાં 100, વિજ્ઞાનમાં 96 અને સંસ્કૃતમાં 97 માર્ક્સ મળ્યા હતા જ્યારે કોમ્યુટર સાયન્સ અને સોશિયલ સાયન્સની પરીક્ષા આપી શક્યો હતો નહી

  સ્ટીફન હૉકિંગને પોતાનો આદર્શ માનનારા વિનાયક શ્રીધરે મૃત્યુ પહેલા CBSEની 10માં ધોરણના 3 વિષયોની પરીક્ષા આપી હતી જેમાં તેને 100 ટકા માર્ક્સ મળ્યા છે. વિનાયક શ્રીધર સીબીએસસીની માત્ર 3 જ પરીક્ષા આપી શક્યો હતો અને 2 પરીક્ષા બાકી હતી ત્યારે માર્ચમાં તેનું મૃત્યુ થયું હતું. શ્રીધરને અંગ્રેજીમાં 100, વિજ્ઞાનમાં 96 અને સંસ્કૃતમાં 97 માર્ક્સ મળ્યા હતા જ્યારે કોમ્યુટર સાયન્સ અને સોશિયલ સાયન્સની પરીક્ષા આપી શક્યો હતો નહી

  5/12
 • અમેરિકાના કોલોરાડોમાં ફરી એકવાર ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના ડેનવરની એક સ્કૂલમાં ગોળીબારીમાં 7 થી 8 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર આ મામલે પોલીસ દ્વારા બે સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. આ સંદિગ્ધોમાં એક સગીર પણ સામેલ હતો.

  અમેરિકાના કોલોરાડોમાં ફરી એકવાર ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના ડેનવરની એક સ્કૂલમાં ગોળીબારીમાં 7 થી 8 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર આ મામલે પોલીસ દ્વારા બે સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. આ સંદિગ્ધોમાં એક સગીર પણ સામેલ હતો.

  6/12
 • પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ 34 ભારતીય માછીમારોની ધરપકજ કરી છે. એજન્સીના પ્રવક્તાના અનુસાર મંગળવારે માછીમારોની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન છ હોડીઓ પણ જપ્ત કરવામાં આવી. આ માછીમારોને સ્થાનિક પ્રવક્તાઓને સોંપી દેવામાં આવ્યા છે. આ માછીમારોને જલ્દી જ ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે જાન્યુઆરી બાદ પહેલી વાર સમુદ્રી સુરક્ષા એજન્સીએ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે.

  પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ 34 ભારતીય માછીમારોની ધરપકજ કરી છે. એજન્સીના પ્રવક્તાના અનુસાર મંગળવારે માછીમારોની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન છ હોડીઓ પણ જપ્ત કરવામાં આવી. આ માછીમારોને સ્થાનિક પ્રવક્તાઓને સોંપી દેવામાં આવ્યા છે. આ માછીમારોને જલ્દી જ ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે જાન્યુઆરી બાદ પહેલી વાર સમુદ્રી સુરક્ષા એજન્સીએ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે.

  7/12
 • પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ થયો છે. જેમાં 3 પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. લાહોરમાં દાતા દરબાર સુફી દરગાહની બાજુમાં વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધવાની સંભાવના છે.

  પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ થયો છે. જેમાં 3 પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. લાહોરમાં દાતા દરબાર સુફી દરગાહની બાજુમાં વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધવાની સંભાવના છે.

  8/12
 • શાહીદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શૅર કરીને ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર જુદા જુદા 5 અવતારમાં દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 21 જૂને રિલીઝ થઈ રહી છે.

  શાહીદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર 13 મેના રોજ રિલીઝ થશે. શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શૅર કરીને ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર જુદા જુદા 5 અવતારમાં દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 21 જૂને રિલીઝ થઈ રહી છે.

  9/12
 • માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ સાથે ફેમિના મિસ ઈન્ડિયા 2017નો ખિતાબ પણ જીતી ચૂકી છે. મિસ વર્લ્ડ ખિતાબ જીતનારી માનુષી છિલ્લર હવે બોલીવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. માનુષી બોલીવુડમાં એક્શન કિંગ અક્ષય કુમાર સાથે પોતાનું બોલીવુડ ડેબ્યું કરશે.

  માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ સાથે ફેમિના મિસ ઈન્ડિયા 2017નો ખિતાબ પણ જીતી ચૂકી છે. મિસ વર્લ્ડ ખિતાબ જીતનારી માનુષી છિલ્લર હવે બોલીવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. માનુષી બોલીવુડમાં એક્શન કિંગ અક્ષય કુમાર સાથે પોતાનું બોલીવુડ ડેબ્યું કરશે.

  10/12
 • આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મૅચ રમાશે. પૃથ્વી, પંત, શિખર જેવા યુવા બૅટ્સમેનોથી ઊભરતી શ્રેયસ અય્યરની ટીમે પહેલી વખત ફાઇનલમાં પહોંચવા સૌથી પહેલાં કેન વિલિયમસનની ટીમને હરાવવી પડશે. આજે જે જીતશે એનો મુકાબલો પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ સામે શુક્રવારે થશે અને જે હારશે એ પ્લે-ઑફમાંથી આઉટ થશે.

  આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મૅચ રમાશે. પૃથ્વી, પંત, શિખર જેવા યુવા બૅટ્સમેનોથી ઊભરતી શ્રેયસ અય્યરની ટીમે પહેલી વખત ફાઇનલમાં પહોંચવા સૌથી પહેલાં કેન વિલિયમસનની ટીમને હરાવવી પડશે. આજે જે જીતશે એનો મુકાબલો પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ સામે શુક્રવારે થશે અને જે હારશે એ પ્લે-ઑફમાંથી આઉટ થશે.

  11/12
 • રિલાયન્સ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલના 95 ટકા શેર ગિરવી રાખવામાં આવ્યા છે. અનિલ અંબાણી મુશ્કેલીમાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મ કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

  રિલાયન્સ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલના 95 ટકા શેર ગિરવી રાખવામાં આવ્યા છે. અનિલ અંબાણી મુશ્કેલીમાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મ કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK