વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 06, 2019, 14:59 IST | Sheetal Patel
 • લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન સંપન્ન થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 સંપન્ન થતા જ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી હિસાબ માંગવાની શરૂઆત કરી છે. અનેક ઉમેદવારો પર ચૂંટણી માટે પાર્ટીએ ફંડમાંથી આપેલા પૈસા બચાવવાનો પણ આરોપ છે.

  લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન સંપન્ન થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 સંપન્ન થતા જ કોંગ્રેસ ઉમેદવારો પાસેથી હિસાબ માંગવાની શરૂઆત કરી છે. અનેક ઉમેદવારો પર ચૂંટણી માટે પાર્ટીએ ફંડમાંથી આપેલા પૈસા બચાવવાનો પણ આરોપ છે.

  1/10
 • કેરીના રસિયાઓ માટે સારા સમાચાર છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. પરંતુ આ વખતે કેસરનો સ્વાદ તમને મોંઘો પડી શકે તેમ છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. 15 હજાર બોક્સ કેરી યાર્ડમાં આવી છે. જો કે આ વર્ષે કેસર કેરીનો સ્વાદ માણવા માટે તમારે વધારે કિંમત ચુકવવી પડી શકે તેમ છે.

  કેરીના રસિયાઓ માટે સારા સમાચાર છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. પરંતુ આ વખતે કેસરનો સ્વાદ તમને મોંઘો પડી શકે તેમ છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. 15 હજાર બોક્સ કેરી યાર્ડમાં આવી છે. જો કે આ વર્ષે કેસર કેરીનો સ્વાદ માણવા માટે તમારે વધારે કિંમત ચુકવવી પડી શકે તેમ છે.

  2/10
 • અમદાવાદ અને અસલામત અમદાવાદ બનતું જાય છે. જ્યાં પોલીસ સ્ટેશનની નજીક જ બાળકીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નવરંગપુરા ગામમાં DCP ઝોન-1ની ઑફિસ અને નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે બાળકીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

  અમદાવાદ અને અસલામત અમદાવાદ બનતું જાય છે. જ્યાં પોલીસ સ્ટેશનની નજીક જ બાળકીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નવરંગપુરા ગામમાં DCP ઝોન-1ની ઑફિસ અને નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે બાળકીની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

  3/10
 • પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં ૨૦૦ કિમીની ઝડપે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. હાલ વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર થઇ રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હવામાન પલટાયું અને કમોસમી વરસાદ થયો હતો. અસહ્ય ગરમીમાં પવન સાથે વરસાદ આવતા ગરમીનો પારો નીચે આવ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હિટવેવ શરૂ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું નિયત સમયે જ આવશે. 

  પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં ૨૦૦ કિમીની ઝડપે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. હાલ વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર થઇ રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હવામાન પલટાયું અને કમોસમી વરસાદ થયો હતો. અસહ્ય ગરમીમાં પવન સાથે વરસાદ આવતા ગરમીનો પારો નીચે આવ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હિટવેવ શરૂ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું નિયત સમયે જ આવશે. 

  4/10
 • ગુજરાત ATSની ચાર મહિલા ઓફિસરોએ જંગલમાં અડધી રાતે દોઢ કિલોમીટર પીછો કરી એવા આરોપીની ધરપકડ કરી છે જેની પર 15 હત્યાનો આરોપ છે. આરોપી જુસબ અલ્લા રખા સાંઘની રીત છે કે તે કોઈ પણ ગુનો કરીને જંગલમાં છૂપાઈ જાય છે. આ આરોપી સાથે ફોન રાખતો નથી જેના કારણે તેને શોધી કાઢવો પણ એટલો જ મુશ્કેલ હતો. જુસબ અલ્લા રખા જંગલમાં કોઈ સાધનનો ઉપયોગ પણ નથી કરતો એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે તે ઘોડીનો ઉપયોગ કરે છે.

  ગુજરાત ATSની ચાર મહિલા ઓફિસરોએ જંગલમાં અડધી રાતે દોઢ કિલોમીટર પીછો કરી એવા આરોપીની ધરપકડ કરી છે જેની પર 15 હત્યાનો આરોપ છે. આરોપી જુસબ અલ્લા રખા સાંઘની રીત છે કે તે કોઈ પણ ગુનો કરીને જંગલમાં છૂપાઈ જાય છે. આ આરોપી સાથે ફોન રાખતો નથી જેના કારણે તેને શોધી કાઢવો પણ એટલો જ મુશ્કેલ હતો. જુસબ અલ્લા રખા જંગલમાં કોઈ સાધનનો ઉપયોગ પણ નથી કરતો એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે તે ઘોડીનો ઉપયોગ કરે છે.

  5/10
 • અમદાવાદ કોર્પોરેશન અત્યારથી વરસાદ પહેલાની પુર્વ તેયારીના ભાગ રૂપે પોતાના એક્શન પ્લાનમાં લાગી ગયું છે. અમદાવાદના વાસણા બેરેજમાં પાણીનું લેવલ ઓછુ કરવામાં આવી રહ્યું છે. વરસાદ પહેલા પૂર્વ તૈયારીઓના ભાગ રુપે જાળવણી કરવા માટે પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા લેવાયેલા પગલામાં ફતેહવાડી કેનાલમાં રિવરફ્રન્ટનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. 

  અમદાવાદ કોર્પોરેશન અત્યારથી વરસાદ પહેલાની પુર્વ તેયારીના ભાગ રૂપે પોતાના એક્શન પ્લાનમાં લાગી ગયું છે. અમદાવાદના વાસણા બેરેજમાં પાણીનું લેવલ ઓછુ કરવામાં આવી રહ્યું છે. વરસાદ પહેલા પૂર્વ તૈયારીઓના ભાગ રુપે જાળવણી કરવા માટે પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા લેવાયેલા પગલામાં ફતેહવાડી કેનાલમાં રિવરફ્રન્ટનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. 

  6/10
 • પીએમ મોદી સોમવારે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પ્રમુખ અથવા મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે દીદીએ ચક્રવાતી તૂફાન ફની પર પણ રાજકારણ રમવાની કોશિશ કરી છે. મેં મમતા દીદીથી સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ એમનો અહંકાર એવો છે કે એમણે મારી સાથે વાત કરવાથી ઈન્કારો કર્યો, મેં ફરીથી કોશિશ કરી પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. 

  પીએમ મોદી સોમવારે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પ્રમુખ અથવા મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે દીદીએ ચક્રવાતી તૂફાન ફની પર પણ રાજકારણ રમવાની કોશિશ કરી છે. મેં મમતા દીદીથી સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ એમનો અહંકાર એવો છે કે એમણે મારી સાથે વાત કરવાથી ઈન્કારો કર્યો, મેં ફરીથી કોશિશ કરી પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. 

  7/10
 • સેક્રેડ ગેમ્સ સિઝન 2નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ સિઝનમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે. નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું ટીઝર આવી ગયું છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના આધિકારીક ટ્વિટ્ટર હેંડલ પર તેને રીલિઝ કરવામાં આવ્યું છે. જો કે વેબ સીરિઝ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી નથી આપવામાં આવી. જો કે આ ટીઝરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

  સેક્રેડ ગેમ્સ સિઝન 2નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ સિઝનમાં કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે. નેટફ્લિક્સની સૌથી લોકપ્રિય વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું ટીઝર આવી ગયું છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના આધિકારીક ટ્વિટ્ટર હેંડલ પર તેને રીલિઝ કરવામાં આવ્યું છે. જો કે વેબ સીરિઝ ક્યારે રિલીઝ થશે તેની જાણકારી નથી આપવામાં આવી. જો કે આ ટીઝરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

  8/10
 • માર્વેલની એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરના બોક્સ ઓફિસ કલેક્શનમાં તોફાન મચાવી રહ્યું છે. એક પછી એક રેકોર્ડ ફિલ્મ પોતાના નામે કરી રહી છે. એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં 2 બિલિયન ડોલરની કમાણી પાર કરી ગઈ છે. એવેન્જર્સ એન્ડગેમ અત્યાર સુધીના સૌથી સફળ ફિલ્મ 'અવતાર'નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. એવેન્જર્સ એન્ડગેમ13,835 કરોડની કમાણી પોતાના નામે કરી છે.

  માર્વેલની એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરના બોક્સ ઓફિસ કલેક્શનમાં તોફાન મચાવી રહ્યું છે. એક પછી એક રેકોર્ડ ફિલ્મ પોતાના નામે કરી રહી છે. એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં 2 બિલિયન ડોલરની કમાણી પાર કરી ગઈ છે. એવેન્જર્સ એન્ડગેમ અત્યાર સુધીના સૌથી સફળ ફિલ્મ 'અવતાર'નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. એવેન્જર્સ એન્ડગેમ13,835 કરોડની કમાણી પોતાના નામે કરી છે.

  9/10
 • 'બેન્ડ ઑફ બૉય્ઝ'ના સિંગર અને 'જસ્સી જૈસી કોઈ નહીં'ના પ્રખ્યાત ટીવી એક્ટર કરણ ઑબરૉય પર એક મહિલા જ્યોતિષે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સમાચારની માનીએ તો મહિલાનો આરોપ છે કે લગ્નની લાલચ આપીને એક્ટરે એનું શોષણ કર્યું છે. મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ પહેલા એણે મહિલાને લગ્ન માટે લાલચ આપી અને બાદ કરણે એનું શોષણ કરી વીડિયો બનાવી બ્લેકમેલ કર્યું અને પોલીસે તેમની ધરપકડ કરી છે.

  'બેન્ડ ઑફ બૉય્ઝ'ના સિંગર અને 'જસ્સી જૈસી કોઈ નહીં'ના પ્રખ્યાત ટીવી એક્ટર કરણ ઑબરૉય પર એક મહિલા જ્યોતિષે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સમાચારની માનીએ તો મહિલાનો આરોપ છે કે લગ્નની લાલચ આપીને એક્ટરે એનું શોષણ કર્યું છે. મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ પહેલા એણે મહિલાને લગ્ન માટે લાલચ આપી અને બાદ કરણે એનું શોષણ કરી વીડિયો બનાવી બ્લેકમેલ કર્યું અને પોલીસે તેમની ધરપકડ કરી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK