વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 25, 2019, 14:58 IST | Bhavin
 • સીએમ વિજય રૂપાણીના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અને એક જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક આ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અંબાજીથી પાછી ફરી રહી હતી. સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબહેન સાથે વહેલી સવારે અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા.


  સીએમ વિજય રૂપાણીના કાફલાની કારને અકસ્માત નડ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અને એક જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અંબાજી નજીક આ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીના કાફલાની પાઈલટ કાર અંબાજીથી પાછી ફરી રહી હતી. સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબહેન સાથે વહેલી સવારે અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા.

  1/10
 • રાજકોટમાં કારખાનેદારે પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા રાજેશ પટેલે પત્ની અને પુત્રની છરી મારીને હત્યા કરી. બાદમાં ઝેરી દવા પીને પોતે આપઘાત કરી લીધો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ કારખાનેદાર આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

  રાજકોટમાં કારખાનેદારે પત્ની અને પુત્રની હત્યા કરી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા રાજેશ પટેલે પત્ની અને પુત્રની છરી મારીને હત્યા કરી. બાદમાં ઝેરી દવા પીને પોતે આપઘાત કરી લીધો. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ કારખાનેદાર આર્થિક ભીંસના કારણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

  2/10
 • વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

  વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

  3/10
 • રાજ્યમાં આકરી ગરમી વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરની સપાટીમાં ભર ઊનાળે ફરી એક વાર વધારો થયો છે. ડેમમાં નવા પાણીની આવક થતા હાલમાં ડેમની સપાટી 119.21 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ઊનાળામાં મોટા પાયે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય

  રાજ્યમાં આકરી ગરમી વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરની સપાટીમાં ભર ઊનાળે ફરી એક વાર વધારો થયો છે. ડેમમાં નવા પાણીની આવક થતા હાલમાં ડેમની સપાટી 119.21 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ઊનાળામાં મોટા પાયે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય

  4/10
 • ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે.

  ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગનાં શહેરનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે.

  5/10
 • કોંગ્રેસે વારાણસીથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાય ચૂંટણી ન લડશે. આ સાથે જ પ્રિયંકા વાડ્રા વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડે તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે 2014માં પણ વડાપ્રધાન મોદી સામે અજય રાય ચૂંટણી લડ્યા હતા.

  કોંગ્રેસે વારાણસીથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાય ચૂંટણી ન લડશે. આ સાથે જ પ્રિયંકા વાડ્રા વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડે તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે 2014માં પણ વડાપ્રધાન મોદી સામે અજય રાય ચૂંટણી લડ્યા હતા.

  6/10
 • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરૂદ્ધ યૌન શોષણના આરોપ લગાવીને કોર્ટમાં ફિક્સિંગનું ષડયંત્ર કરનાર વિરૂદ્ધ સ્પેશિયલ બેંચ આજે આદેશ જાહેર કરી શકે છે. બેંચ ફ્કિસિંગનો દાવો કરનારા વકીલ ઉત્સવ બૈંસે બીજી એફિડેવિટ કોર્ટને સોંપી છે. જે જોયાં બાદ કોર્ટે કહ્યું કે ગત 3-4 વર્ષથી જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તેનાથી આ સંસ્થા ખતમ થઈ જશે. બેંચે કહ્યું કે હંમેશા સાંભળીએ છીએ કે કોર્ટમાં બેંચ ફિક્સ થાય છે, જે કોઈ પણ કાળે બંધ થવું જોઈએ. ધનીક અને શક્તિશાળી લોકો વિચારે છે કે રિમોટ કંટ્રોલથી કોર્ટ ચલાવીશું. તેઓ આગથી રમત રમી રહ્યાં છે.

  ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરૂદ્ધ યૌન શોષણના આરોપ લગાવીને કોર્ટમાં ફિક્સિંગનું ષડયંત્ર કરનાર વિરૂદ્ધ સ્પેશિયલ બેંચ આજે આદેશ જાહેર કરી શકે છે. બેંચ ફ્કિસિંગનો દાવો કરનારા વકીલ ઉત્સવ બૈંસે બીજી એફિડેવિટ કોર્ટને સોંપી છે. જે જોયાં બાદ કોર્ટે કહ્યું કે ગત 3-4 વર્ષથી જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તેનાથી આ સંસ્થા ખતમ થઈ જશે. બેંચે કહ્યું કે હંમેશા સાંભળીએ છીએ કે કોર્ટમાં બેંચ ફિક્સ થાય છે, જે કોઈ પણ કાળે બંધ થવું જોઈએ. ધનીક અને શક્તિશાળી લોકો વિચારે છે કે રિમોટ કંટ્રોલથી કોર્ટ ચલાવીશું. તેઓ આગથી રમત રમી રહ્યાં છે.

  7/10
 • હિન્દી મીડિયમની રિમેકમાં કરીના કપૂર ખાનને કાસ્ટ કરાઈ છે. હવે અંગ્રેજી મીડિયમમાં ઈરફાન ખાન સાથે કરીના કપૂર ખાન દેખાશે. તાજેતરમાં જ રાધિકા મદને સેટ પરથી એક તસવીર ટ્વિટ કરી છે, જેમાં તેમણે કરીના કપૂર ખાનને ટ્વિટ કરી છે. જેના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં દેખાશે.

  હિન્દી મીડિયમની રિમેકમાં કરીના કપૂર ખાનને કાસ્ટ કરાઈ છે. હવે અંગ્રેજી મીડિયમમાં ઈરફાન ખાન સાથે કરીના કપૂર ખાન દેખાશે. તાજેતરમાં જ રાધિકા મદને સેટ પરથી એક તસવીર ટ્વિટ કરી છે, જેમાં તેમણે કરીના કપૂર ખાનને ટ્વિટ કરી છે. જેના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં દેખાશે.

  8/10
 • શ્રીલંકામાં વધુ એક બ્લાસ્ટ થયો છે. રાજધાની કોલંબોથી 40 કિલોમીટર પૂર્વમાં પુગોડા શહેરમાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળની ખાલી જમીન પર ગુરુવારે બ્લાસ્ટ થયો છે. પોલીસ અને સ્થાનિકોએ આ બ્લાસ્ટની માહિતી આપી છે પોલીસે કહ્યું કે તે વિસ્ફોટની તપાસ કરશે. આ પહેલા રવિવારે ઇસ્ટરના અવસરે પણ ત્રણ ચર્ચ અને ત્રણ હોટેલમાં આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 359 લોકોની મોત થઇ ચૂકી છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં 10 ભારતીયો સહિત 34 વિદેશીઓ છે. પોલીસ અત્યાર સુધી શંકાસ્પદ 60 લોકોની ધરપકડ કરી લીધી છે.

  શ્રીલંકામાં વધુ એક બ્લાસ્ટ થયો છે. રાજધાની કોલંબોથી 40 કિલોમીટર પૂર્વમાં પુગોડા શહેરમાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળની ખાલી જમીન પર ગુરુવારે બ્લાસ્ટ થયો છે. પોલીસ અને સ્થાનિકોએ આ બ્લાસ્ટની માહિતી આપી છે પોલીસે કહ્યું કે તે વિસ્ફોટની તપાસ કરશે. આ પહેલા રવિવારે ઇસ્ટરના અવસરે પણ ત્રણ ચર્ચ અને ત્રણ હોટેલમાં આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 359 લોકોની મોત થઇ ચૂકી છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ છે. મૃતકોમાં 10 ભારતીયો સહિત 34 વિદેશીઓ છે. પોલીસ અત્યાર સુધી શંકાસ્પદ 60 લોકોની ધરપકડ કરી લીધી છે.

  9/10
 • આઇપીએલ 2019માં આજે ઇડન ગાર્ડન મેદાન પર કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આજની મેચ બંને ટીમ માટે મહત્વની મેચ ગણાશે. કોલકત્તા હાલ 10 મેચમાંથી 4 મેચમાં જીત અને 6 મેચમાં હાર સાથે 8 પોઇન્ટે છઠ્ઠા ક્રમે છે જ્યારે રાજસ્થાનની ટીમ 10 મેચમાં 3 જીત અને 7 મેચમાં હાર સાથે 6 પોઇન્ટે આઠમાં ક્રમે છે. જો આજે રાજસ્થાનની ટીમ હારશે તો પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ જશે. તો બીજી તરફ કોલકત્તા છેલ્લા પાંચ મેચમાં સતત હારનો સામનો કરી રહી છે. કોલકત્તાએ આ ટુર્નામેન્ટમાં છેલ્લે રાજસ્થાન સામે જીત્યું હતું. ત્યાર બાદ એક પણ મેચ જીતી શકી નથી. જ્યારે રાજસ્થાન મુંબઇ જેવી મજબુત ટીમને હરાવ્યા બાદ દિલ્હી સામે હાર્યું હતું. તો આજની મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે.

  આઇપીએલ 2019માં આજે ઇડન ગાર્ડન મેદાન પર કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આજની મેચ બંને ટીમ માટે મહત્વની મેચ ગણાશે. કોલકત્તા હાલ 10 મેચમાંથી 4 મેચમાં જીત અને 6 મેચમાં હાર સાથે 8 પોઇન્ટે છઠ્ઠા ક્રમે છે જ્યારે રાજસ્થાનની ટીમ 10 મેચમાં 3 જીત અને 7 મેચમાં હાર સાથે 6 પોઇન્ટે આઠમાં ક્રમે છે. જો આજે રાજસ્થાનની ટીમ હારશે તો પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ જશે. તો બીજી તરફ કોલકત્તા છેલ્લા પાંચ મેચમાં સતત હારનો સામનો કરી રહી છે. કોલકત્તાએ આ ટુર્નામેન્ટમાં છેલ્લે રાજસ્થાન સામે જીત્યું હતું. ત્યાર બાદ એક પણ મેચ જીતી શકી નથી. જ્યારે રાજસ્થાન મુંબઇ જેવી મજબુત ટીમને હરાવ્યા બાદ દિલ્હી સામે હાર્યું હતું. તો આજની મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

સીએમ રૂપાણીના કાફલાને અકસ્માત, નર્મદા ડેમમાં વધ્યા નીર, શ્રીલંકામાં વધુ એક બ્લાસ્ટ, પીએમ મોદી સામે કોણ લડી રહ્યું છે ચૂંટણી વાંચો તમામ અપડેટ્સ  એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK