વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

Updated: 20th March, 2019 15:04 IST | Sheetal Patel
 • 2002માં થયેલા ગોધરા કાંડ મામલે સ્પેશિયલ SIT કોર્ટે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષના યાકુબ પાતળિયાને કોચ સળગાવવા મામલે દોષી ઠેરવાયા હતા. પોલીસની એક ટીમે યાકુબની ગોધરામાંથી ધરપકડ કરી હતી. ઘટના બાદ નાસતા ફરતા યાકુબ અબ્દુલ ગની પાતળિયાને પોલીસે ગોધરાના ઓઢા વિસ્તારમાંથી ઝઢપી પાડ્યો હતો. કોર્ટે યાકુબને હત્યા અને ષડયંત્ર કરવાના ગુનામાં સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ 31 આરોપીઓને આજીવન કેદ આપી ચૂકી છે.

  2002માં થયેલા ગોધરા કાંડ મામલે સ્પેશિયલ SIT કોર્ટે યાકુબ પાતળિયાને આજીવન કેદની સજા ફટકારી છે. 62 વર્ષના યાકુબ પાતળિયાને કોચ સળગાવવા મામલે દોષી ઠેરવાયા હતા. પોલીસની એક ટીમે યાકુબની ગોધરામાંથી ધરપકડ કરી હતી. ઘટના બાદ નાસતા ફરતા યાકુબ અબ્દુલ ગની પાતળિયાને પોલીસે ગોધરાના ઓઢા વિસ્તારમાંથી ઝઢપી પાડ્યો હતો. કોર્ટે યાકુબને હત્યા અને ષડયંત્ર કરવાના ગુનામાં સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટ 31 આરોપીઓને આજીવન કેદ આપી ચૂકી છે.

  1/10
 • હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ આ વર્ષ 2019માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી ચોમાસું સારૂં નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ અસ્થિર રહેવાથી જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું જ નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદના અછતની ગંભીર અસર ખેતી પર પણ જોવા મળશે અને પાકને નુકસાન પહોંચી શકે છે.

  હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ આ વર્ષ 2019માં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેશે. સ્કાઇમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ-છ વર્ષથી ચોમાસું સારૂં નથી રહ્યું. પ્રશાંત મહાસાગરની સ્થિતિ અસ્થિર રહેવાથી જૂન અને જુલાઇમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા રજુ કરવામાં આવી છે. એટલું જ નહીં ચોમાસા પર અલનીનોનો ખતરો રહેલો છે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું 91 ટકા રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી દેશમાં ચોમાસું 97 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે પડતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ ચોસામા દરમિયાન પડે છે. વરસાદના અછતની ગંભીર અસર ખેતી પર પણ જોવા મળશે અને પાકને નુકસાન પહોંચી શકે છે.

  2/10
 • મનોહર પાર્રિકરના નિધન બાદ ગોવાના સીએમ તરીકે ભાજપે પ્રમોદ સાવંતની પસંદગી કરી. પ્રમોદ સાવંતે ગોવા વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે. પ્રમોદ સાવંતને 20 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. હાલ ગોવાની 40 બેઠકો ધરાવતી વિધાનસભામાં 36 ધારાસભ્યો છે, જેમાંથી 20 ધારાસભ્યોએ પ્રમોદ સાવંતને સમર્થન આપ્યું છે.

  મનોહર પાર્રિકરના નિધન બાદ ગોવાના સીએમ તરીકે ભાજપે પ્રમોદ સાવંતની પસંદગી કરી. પ્રમોદ સાવંતે ગોવા વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે. પ્રમોદ સાવંતને 20 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. હાલ ગોવાની 40 બેઠકો ધરાવતી વિધાનસભામાં 36 ધારાસભ્યો છે, જેમાંથી 20 ધારાસભ્યોએ પ્રમોદ સાવંતને સમર્થન આપ્યું છે.

  3/10
 • બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી લોકસભાની ચૂંટણી નહીં લડે. માયાવતીએ સત્તાવાર રીતે જાહેરાત કરીને ચૂંટણી લડવાથી ઈનકાર કર્યો છે. જો કે તેમણે દેશભરમાં પ્રચાર કરવાની ખાતરી આપી છે. જો કે, માયાવતીએ એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ કદાચ સ્થિતિ બદલાય તો તે પોટાની પાર્ટીના સાંસદની સીટ ખાલી કરવાની પેટા ચૂંટણી લડી શકે છે. 

  બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી લોકસભાની ચૂંટણી નહીં લડે. માયાવતીએ સત્તાવાર રીતે જાહેરાત કરીને ચૂંટણી લડવાથી ઈનકાર કર્યો છે. જો કે તેમણે દેશભરમાં પ્રચાર કરવાની ખાતરી આપી છે. જો કે, માયાવતીએ એમ પણ કહ્યું કે ચૂંટણી બાદ કદાચ સ્થિતિ બદલાય તો તે પોટાની પાર્ટીના સાંસદની સીટ ખાલી કરવાની પેટા ચૂંટણી લડી શકે છે. 

  4/10
 • પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યભરમાં તેની સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પાટીદાર સમાજ હાર્દિકનો વિરોધ કરી રહ્યો છે. આજે અમદાવાદ, જામનગર અને સુરત શહેરમાં જુદી જુદી જગ્યાએ હાર્દિક ગદ્દાર લખેલા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. તો સુરતના વરાછામાં હાર્દિક પટેલ સમાજનો ગદ્દાર હોવાનું કહી પૂતળાનું દહન કર્યું. આ પોસ્ટરમાં હાર્દિક પટેલ ગદ્દાર કેમ છે તેના કારણો પણ લખવામાં આવ્યા છે.

  પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ રાજ્યભરમાં તેની સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પાટીદાર સમાજ હાર્દિકનો વિરોધ કરી રહ્યો છે. આજે અમદાવાદ, જામનગર અને સુરત શહેરમાં જુદી જુદી જગ્યાએ હાર્દિક ગદ્દાર લખેલા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. તો સુરતના વરાછામાં હાર્દિક પટેલ સમાજનો ગદ્દાર હોવાનું કહી પૂતળાનું દહન કર્યું. આ પોસ્ટરમાં હાર્દિક પટેલ ગદ્દાર કેમ છે તેના કારણો પણ લખવામાં આવ્યા છે.

  5/10
 • ગુજરાત કોંગ્રેસ આજે 8 ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આજે સાંજે મળનારી સેન્ટ્રલ ઈલેક્શન કમિટની બેઠક બાદ ગુજરાતની 8 લોકસબા બેઠકો માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. મળતી માહિતી મુજબ પક્ષ ઉમેદવારોના નામ નક્કી કરી ચૂક્યો છે. આજે ઔપચારિક્તા બાદ નામ જાહેર થશે. આ પહેલા કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રાજુ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરની બેઠક માટે રણજીત રાઠવાના નામે જાહેર કરી ચૂકી છે.

  ગુજરાત કોંગ્રેસ આજે 8 ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આજે સાંજે મળનારી સેન્ટ્રલ ઈલેક્શન કમિટની બેઠક બાદ ગુજરાતની 8 લોકસબા બેઠકો માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. મળતી માહિતી મુજબ પક્ષ ઉમેદવારોના નામ નક્કી કરી ચૂક્યો છે. આજે ઔપચારિક્તા બાદ નામ જાહેર થશે. આ પહેલા કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રાજુ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરની બેઠક માટે રણજીત રાઠવાના નામે જાહેર કરી ચૂકી છે.

  6/10
 • આતંકી મસૂદ અઝહર મામલે ભારતને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિ સફળ થતી દેખાઈ રહી છે. UNSCમાં ભલે ચીને મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થવાથી બચાવી લીધો હોય, પરંતુ હવે યુરોપિયન યુનિયનમાં આ પ્રસ્તાવ રજૂ થવાનો છે. જર્મની ઈયુમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા પાછળ મસૂદ અઝહરનું આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ જવાબદાર હતું. 

  આતંકી મસૂદ અઝહર મામલે ભારતને મોટી સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિ સફળ થતી દેખાઈ રહી છે. UNSCમાં ભલે ચીને મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થવાથી બચાવી લીધો હોય, પરંતુ હવે યુરોપિયન યુનિયનમાં આ પ્રસ્તાવ રજૂ થવાનો છે. જર્મની ઈયુમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા પાછળ મસૂદ અઝહરનું આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ જવાબદાર હતું. 

  7/10
 • આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને હવે સાઉથ ઇન્ડિયન ભાષામાં રીમેક કરવામાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા અને ગજરાજ રાવે કામ કર્યું હતું. આ ફિલ્મને બોની કપૂર તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રીમેક કરવામાં આવશે. આ વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘મેં મારા પ્રોડક્શન-હાઉસ હેઠળ સાઉથ ઇન્ડિયન તમામ ભાષા માટેના રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મની રીમેક હું એટલા માટે બનાવવા માગું છું, કારણ કે આ ફિલ્મ માસ અને ક્લાસ બન્નેને પસંદ આવી હતી.’

  આયુષ્માન ખુરાનાની ‘બધાઈ હો’ને હવે સાઉથ ઇન્ડિયન ભાષામાં રીમેક કરવામાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા અને ગજરાજ રાવે કામ કર્યું હતું. આ ફિલ્મને બોની કપૂર તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રીમેક કરવામાં આવશે. આ વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘મેં મારા પ્રોડક્શન-હાઉસ હેઠળ સાઉથ ઇન્ડિયન તમામ ભાષા માટેના રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મની રીમેક હું એટલા માટે બનાવવા માગું છું, કારણ કે આ ફિલ્મ માસ અને ક્લાસ બન્નેને પસંદ આવી હતી.’

  8/10
 • ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે મુંબઈમાં પોતાના પિતા રિશી કપૂરના સ્વાસ્થયને લઈને મોટી જાણકારી આપી છે. એણે મુંબઈમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે હવે પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે અને તે બહુ જ જલદી પાછા આવી શક છે. 

  ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે મુંબઈમાં પોતાના પિતા રિશી કપૂરના સ્વાસ્થયને લઈને મોટી જાણકારી આપી છે. એણે મુંબઈમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે હવે પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે અને તે બહુ જ જલદી પાછા આવી શક છે. 

  9/10
 • બિલ ગેટ્સની સંપત્તિ ફરી વધીને 100 અબજ ડૉલર થઈ ચૂકી છે. માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સની નેટવર્થ 20 વર્ષ બાદ 100 અબજ ડૉલરને પાર પહોંચી છે. છેલ્લે 1999માં બિલ ગેટ્સે આ આંકડો પાર કર્યો હતો. હાલ વિશ્વમાં માત્ર બિલ ગેટ્સ અને જેફ બજોસની જ સંપત્તિ 100 અબજ ડૉલર કરતા વધારે છે. 

  બિલ ગેટ્સની સંપત્તિ ફરી વધીને 100 અબજ ડૉલર થઈ ચૂકી છે. માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સની નેટવર્થ 20 વર્ષ બાદ 100 અબજ ડૉલરને પાર પહોંચી છે. છેલ્લે 1999માં બિલ ગેટ્સે આ આંકડો પાર કર્યો હતો. હાલ વિશ્વમાં માત્ર બિલ ગેટ્સ અને જેફ બજોસની જ સંપત્તિ 100 અબજ ડૉલર કરતા વધારે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 20th March, 2019 15:01 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK