આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 14, 2019, 15:02 IST | Sheetal Patel
 • કઠુઆમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભાજપ ખરું ઉતર્યું છે. મને વિશ્વાસ છે કે આ વખતે તમને મને સેવા કરવાનો મોકો આપશો. ડોગરી ભાષામાં સંબોધન સાથે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. અને કહ્યું કે આજે દેશના સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતી છે. હું બાબા સાહેબને કોટી કોટી નમન કરું છું. હું ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ અનિલ પરિહાર અને અજીત પરિહારને પણ નમન કરું છું. આતંકની સામેની લડાઈમાં તમારું આ બલિદાન આખો દેશ યાદ રાખશે. વીર ચંદ્ર શર્માજીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તમારા સાહસ અને હોસલાના કારણે જ ભારતનું લોકતંત્ર અને ભારતની અખંડિતતા આટલી મજબૂત છે.

  કઠુઆમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભાજપ ખરું ઉતર્યું છે. મને વિશ્વાસ છે કે આ વખતે તમને મને સેવા કરવાનો મોકો આપશો. ડોગરી ભાષામાં સંબોધન સાથે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. અને કહ્યું કે આજે દેશના સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતી છે. હું બાબા સાહેબને કોટી કોટી નમન કરું છું. હું ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ અનિલ પરિહાર અને અજીત પરિહારને પણ નમન કરું છું. આતંકની સામેની લડાઈમાં તમારું આ બલિદાન આખો દેશ યાદ રાખશે. વીર ચંદ્ર શર્માજીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તમારા સાહસ અને હોસલાના કારણે જ ભારતનું લોકતંત્ર અને ભારતની અખંડિતતા આટલી મજબૂત છે.

  1/10
 • રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળશે. કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયેલા છે. જેથી હવે નણંદ-ભોજાઈ સામસામે છે. નયનાબા પહેલા નેશનલ વુમન્સ પાર્ટીમાં હતા. જેમાં તેમને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વેસ્ટ ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નયનાબા એ કહ્યું હતું કે અમે વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરશે. અને હવે તેમણે કોંગ્રેસનો હાથ થામ્યો છે.

  રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ જોવા મળશે. કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. જ્યારે તેમના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયેલા છે. જેથી હવે નણંદ-ભોજાઈ સામસામે છે. નયનાબા પહેલા નેશનલ વુમન્સ પાર્ટીમાં હતા. જેમાં તેમને મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વેસ્ટ ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નયનાબા એ કહ્યું હતું કે અમે વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરશે. અને હવે તેમણે કોંગ્રેસનો હાથ થામ્યો છે.

  2/10
 • રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પ હાર અર્પણ કરી અંજલિ પાઠવી. CM રૂપાણીની સાથે રાજકોટ ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બાબા સાહેબની જયંતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો. અને લખ્યું કે, 'સંવિધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર સાદર નમન. જય ભીમ!'

  રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પ હાર અર્પણ કરી અંજલિ પાઠવી. CM રૂપાણીની સાથે રાજકોટ ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બાબા સાહેબની જયંતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો. અને લખ્યું કે, 'સંવિધાનના નિર્માતા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર સાદર નમન. જય ભીમ!'

  3/10
 • અમદાવાદની પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આગામી 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આ જાહેરાત કરી છે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઈલેક્ટ્રિક બસો દોડશે. આવતા 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાની યોજના છે. જેમાંથી 50 બસો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં ડિલીવર પણ થઈ જશે. સાથે જ વધુ 300 બસ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

  અમદાવાદની પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આગામી 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આ જાહેરાત કરી છે. રાજકોટ બાદ અમદાવાદમાં પણ ઈલેક્ટ્રિક બસો દોડશે. આવતા 3 વર્ષમાં એક હજાર ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાની યોજના છે. જેમાંથી 50 બસો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં ડિલીવર પણ થઈ જશે. સાથે જ વધુ 300 બસ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

  4/10
 • ભાવનગર જિલ્લાના જાણીતા કથાકાર મોરારીબાપુના ભાઈ જાનકીદાસ બાપુ હરિયાણીનું નિધન થયું છે. 54 વર્ષની ઉમર એમનું નિધન થયું છે. આવતી કાલના રોજ સાંજના 6 કલાકે તેમની અંતિમવિધિ થશે, જેને પગલે આગમી દિવસોમાં યોજનાર અસ્મિતા પર્વ અને હનુમાન જયંતીના તમામ કાર્યકમ રદ કરવામાં આવ્યા છે.

  ભાવનગર જિલ્લાના જાણીતા કથાકાર મોરારીબાપુના ભાઈ જાનકીદાસ બાપુ હરિયાણીનું નિધન થયું છે. 54 વર્ષની ઉમર એમનું નિધન થયું છે. આવતી કાલના રોજ સાંજના 6 કલાકે તેમની અંતિમવિધિ થશે, જેને પગલે આગમી દિવસોમાં યોજનાર અસ્મિતા પર્વ અને હનુમાન જયંતીના તમામ કાર્યકમ રદ કરવામાં આવ્યા છે.

  5/10
 • પાડોશી દેશ નેપાળમાં અકસ્માત થયો છે. અહીંના લુકલા એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે એક વિમાન ટકરાઈ ગયું. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ બે લોકોનાં મોત થઈ ગયા, જ્યાંરે પાંચ લોકો ઘાટલ થયા છે. હાલ અકસ્માત સાથે જોડાયેલી અન્ય માહિતીની રાહ જોવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં હેલિકૉપ્ટર અકસ્માત થયો હતો. 

  પાડોશી દેશ નેપાળમાં અકસ્માત થયો છે. અહીંના લુકલા એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે એક વિમાન ટકરાઈ ગયું. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ બે લોકોનાં મોત થઈ ગયા, જ્યાંરે પાંચ લોકો ઘાટલ થયા છે. હાલ અકસ્માત સાથે જોડાયેલી અન્ય માહિતીની રાહ જોવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં હેલિકૉપ્ટર અકસ્માત થયો હતો. 

  6/10
 • પ્રિયંકા ચોપડા જોનસ ભારતીય લગ્નની પ્રથા પર આધારિત વેડિંગ કૉમેડી ફિલ્મ લઈને આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમેરિકન ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને કૉમેડિયન મિન્ડી કલિંગ પણ જોવા મળશે. આ ફિલ્મને ડૅન ગુર પ્રોડ્યુસ કરશે. ડૅન સાથે મળીને મિન્ડી આ ફિલ્મની સ્ટોરી લખશે. તેમ જ ફિલ્મને ડિરેક્ટ પણ મિન્ડી જ કરશે. આ ફિલ્મમાં ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર દેખાડવામાં આવશે. ડૅન ગુર અને મિન્ડી કલિંગ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘બે મહિલાઓ તેમની સારી સ્ટોરીઝને કહેવા માટે ઉત્સાહિત છે.

  પ્રિયંકા ચોપડા જોનસ ભારતીય લગ્નની પ્રથા પર આધારિત વેડિંગ કૉમેડી ફિલ્મ લઈને આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમેરિકન ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને કૉમેડિયન મિન્ડી કલિંગ પણ જોવા મળશે. આ ફિલ્મને ડૅન ગુર પ્રોડ્યુસ કરશે. ડૅન સાથે મળીને મિન્ડી આ ફિલ્મની સ્ટોરી લખશે. તેમ જ ફિલ્મને ડિરેક્ટ પણ મિન્ડી જ કરશે. આ ફિલ્મમાં ઇન્ડિયન અને અમેરિકન કલ્ચર દેખાડવામાં આવશે. ડૅન ગુર અને મિન્ડી કલિંગ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘બે મહિલાઓ તેમની સારી સ્ટોરીઝને કહેવા માટે ઉત્સાહિત છે.

  7/10
 • અંગ્રેજી મીડિયમમાં ઈરફાન સાથે હવે નાનકડી ભૂમિકામાં પંકજ ત્રિપાઠી પણ જોવા મળવાનો છે. દિનેશ વિજન આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે જેનો ડિરેક્ટર હોમી અડાજણિયા છે. આ ફિલ્મ 2017માં આવેલી હિન્દી મીડિયમની સીક્વલ છે. આ ફિલ્મનુ શૂટિંગ હાલમાં ઉદયપુરમાં ચાલી રહ્યું છે. 

  અંગ્રેજી મીડિયમમાં ઈરફાન સાથે હવે નાનકડી ભૂમિકામાં પંકજ ત્રિપાઠી પણ જોવા મળવાનો છે. દિનેશ વિજન આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે જેનો ડિરેક્ટર હોમી અડાજણિયા છે. આ ફિલ્મ 2017માં આવેલી હિન્દી મીડિયમની સીક્વલ છે. આ ફિલ્મનુ શૂટિંગ હાલમાં ઉદયપુરમાં ચાલી રહ્યું છે. 

  8/10
 • આ સીઝનમાં હાઇએસ્ટ 6 જીત સાથે ટેબલ-ટૉપર મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ આજે કલકત્તા સામે ભારતના ઐતિહાસિક અને કલકત્તાના હોમ-ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઊતરશે. રાજસ્થાન સામેની મૅચ દરમ્યાન અમ્પાયર ઉલ્હાસ ગાંધેના રિવર્સ ડિસિઝનને ચૅલેન્જ આપવા ચેન્નઈનો કૅપ્ટન ધોની ડગ-આઉટમાંથી દોડીને પિચ સુધી ગયો હતો અને તેણે અમ્પાયર સાથે ઉગ્ર દલીલો કરી હતી. એ મૅચમાં ધોની-રાયુડુએ ૯૫ રનની કીમતી પાર્ટનરશિપ કરીને ચેન્નઈને પરાજયથી બચાવ્યું હતું. કલકત્તાએ દિલ્હી સામે શુભમન ગિલના ૬૫ અને ઍન્દ્રે રસેલના ૪૫ રનની મદદથી ૧૭૮ રન બનાવ્યા હતા જે ઓછા પડ્યા હતા. ચેન્નઈને હરાવવા કલક્ત્તાએ ૨૨૦ રન બનાવવા અનિવાર્ય છે. બન્ને વચ્ચે રમાયેલી બાવીસ મૅચમાં ચેન્નઈ ૧૩-૮ લીડમાં છે.

  આ સીઝનમાં હાઇએસ્ટ 6 જીત સાથે ટેબલ-ટૉપર મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ આજે કલકત્તા સામે ભારતના ઐતિહાસિક અને કલકત્તાના હોમ-ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઊતરશે. રાજસ્થાન સામેની મૅચ દરમ્યાન અમ્પાયર ઉલ્હાસ ગાંધેના રિવર્સ ડિસિઝનને ચૅલેન્જ આપવા ચેન્નઈનો કૅપ્ટન ધોની ડગ-આઉટમાંથી દોડીને પિચ સુધી ગયો હતો અને તેણે અમ્પાયર સાથે ઉગ્ર દલીલો કરી હતી. એ મૅચમાં ધોની-રાયુડુએ ૯૫ રનની કીમતી પાર્ટનરશિપ કરીને ચેન્નઈને પરાજયથી બચાવ્યું હતું. કલકત્તાએ દિલ્હી સામે શુભમન ગિલના ૬૫ અને ઍન્દ્રે રસેલના ૪૫ રનની મદદથી ૧૭૮ રન બનાવ્યા હતા જે ઓછા પડ્યા હતા. ચેન્નઈને હરાવવા કલક્ત્તાએ ૨૨૦ રન બનાવવા અનિવાર્ય છે. બન્ને વચ્ચે રમાયેલી બાવીસ મૅચમાં ચેન્નઈ ૧૩-૮ લીડમાં છે.

  9/10
 • આવતી કાલે મુંબઈમાં વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ થવાની છે ત્યારે ભારત અને દિલ્હીનો ઓપનર શિખર ધવન આજે હૈદરાબાદ સામે રાતે ૮ વાગ્યે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વધુ એક આકર્ષક ઇનિંગ્સ રમીને પોતાનું સિલેક્શન યથાર્થ સાબિત કરવાનો પ્રયત્ન કરશે. બૅન્ગલોર અને કલકત્તાને હરાવીને શ્રેયસ ઐયરની ટીમ દિલ્હીનો આત્મવિશ્વાસ વધ્યો છે. ધવન-રિષભ પંત વચ્ચે ૧૦૫ રનની પાર્ટનરશિપ થઈ હતી જેને કારણે દિલ્હીએ ૭ બૉલ બાકી રાખીને ૭ વિકેટે જીત મેળવી હતી. હૈદરાબાદ પાસે સ્ટાર વિદેશી ખેલાડીઓની ફોજ છે. ડેવિડ વૉર્નર, જૉની બેરસ્ટો, રાશિદ ખાન, મોહમ્મદ નબી પોતાના દમ પર મૅચ પલટાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે મિડલ-ઑર્ડર છેલ્લી બે મૅચમાં મુંબઈ અને પંજાબ સામે ફ્લૉપ રહ્યો હતો.

  આવતી કાલે મુંબઈમાં વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ થવાની છે ત્યારે ભારત અને દિલ્હીનો ઓપનર શિખર ધવન આજે હૈદરાબાદ સામે રાતે ૮ વાગ્યે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વધુ એક આકર્ષક ઇનિંગ્સ રમીને પોતાનું સિલેક્શન યથાર્થ સાબિત કરવાનો પ્રયત્ન કરશે. બૅન્ગલોર અને કલકત્તાને હરાવીને શ્રેયસ ઐયરની ટીમ દિલ્હીનો આત્મવિશ્વાસ વધ્યો છે. ધવન-રિષભ પંત વચ્ચે ૧૦૫ રનની પાર્ટનરશિપ થઈ હતી જેને કારણે દિલ્હીએ ૭ બૉલ બાકી રાખીને ૭ વિકેટે જીત મેળવી હતી. હૈદરાબાદ પાસે સ્ટાર વિદેશી ખેલાડીઓની ફોજ છે. ડેવિડ વૉર્નર, જૉની બેરસ્ટો, રાશિદ ખાન, મોહમ્મદ નબી પોતાના દમ પર મૅચ પલટાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે મિડલ-ઑર્ડર છેલ્લી બે મૅચમાં મુંબઈ અને પંજાબ સામે ફ્લૉપ રહ્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK