આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 13, 2019, 15:00 IST | Sheetal Patel
 • જમ્મૂ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. ઘાટીમાં આતંકના સફાયા માટે જવાનો પૂરજોશથી કોશિશ કરી રહ્યા છે. જમ્મૂ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેડ થઈ. જેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. 

  જમ્મૂ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. ઘાટીમાં આતંકના સફાયા માટે જવાનો પૂરજોશથી કોશિશ કરી રહ્યા છે. જમ્મૂ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેડ થઈ. જેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. 

  1/10
 • ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા. અમિત શાહ પાટનગર ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે. લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ વ્યસ્ત એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને તેમનું પૂજન અને દર્શન કર્યા. આ સમયે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહ લગભગ 18 કલાકના વારાણસીના પ્રવાસે હતા. ત્યારે તેમણે સવારે સાડા દસ વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ મંદિર જઈને બાબાના દર્શન કર્યા. જે બાદ તેઓ બાબતપુર એરપોર્ટ રવાના થયા.

  ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા. અમિત શાહ પાટનગર ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે. લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ વ્યસ્ત એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને તેમનું પૂજન અને દર્શન કર્યા. આ સમયે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહ લગભગ 18 કલાકના વારાણસીના પ્રવાસે હતા. ત્યારે તેમણે સવારે સાડા દસ વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ મંદિર જઈને બાબાના દર્શન કર્યા. જે બાદ તેઓ બાબતપુર એરપોર્ટ રવાના થયા.

  2/10
 • જલિયાંવાલા બાગ નરસંહારની વરસી પર બ્રિટિશ સરકારે ફરી એક વાર માફી માંગી છે અને તેને શરમજનક ગણાવી છે. ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત ડોમિનિક એક્યૂથે કહ્યું છે કે જે થયું તે બેહદ શરમજનક હતું. બ્રિટિશ ઉચ્ચાયુક્તે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરીને શહીદોને યાદ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જલિયાંવાલા બાદ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જલિયાવાંલા બાગ નરસંહારના 100 વર્ષ પૂરા થવા પર શતાબ્દી શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

  જલિયાંવાલા બાગ નરસંહારની વરસી પર બ્રિટિશ સરકારે ફરી એક વાર માફી માંગી છે અને તેને શરમજનક ગણાવી છે. ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત ડોમિનિક એક્યૂથે કહ્યું છે કે જે થયું તે બેહદ શરમજનક હતું. બ્રિટિશ ઉચ્ચાયુક્તે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરીને શહીદોને યાદ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જલિયાંવાલા બાદ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જલિયાવાંલા બાગ નરસંહારના 100 વર્ષ પૂરા થવા પર શતાબ્દી શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

  3/10
 • ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં. ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી ગૂંજે એવી ઈચ્છા તેઓ રાખે છે. વાઘાણીએ ભાવનગરમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે કોઈ પણ મહાસત્તા સામે બે પડકારો હોય છે આતંકવાદ અને પ્રદૂષણ. વડાપ્રધાન મોદીએ આ બંનેને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે.

  ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્નની કામના કરતા એવી શુભેચ્છાઓ આપી દીધી કે તેમના ઘરમાં કિલકારી ગૂંજે. વાઘાણીએ સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસને માત્ર ભ્રષ્ટાચારમાં રૂચિ છે. વિકાસમાં નહીં. ગુજરાતમાં એક ચૂંટણી સભામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન થાય અને તેમના ઘરમાં કિલકારી ગૂંજે એવી ઈચ્છા તેઓ રાખે છે. વાઘાણીએ ભાવનગરમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે કોઈ પણ મહાસત્તા સામે બે પડકારો હોય છે આતંકવાદ અને પ્રદૂષણ. વડાપ્રધાન મોદીએ આ બંનેને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે.

  4/10
 • મોડી રાત્રે કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપ અનુભવાયો. અચાનક અડધી રાત્રે આંચકો આવતા લોકો સફાળા જાગી ગયા હતા. શુક્રવારે મોડી રાત્રે રાજ્યના બે જિલ્લામાં ધરા ધ્રુજી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મધરાતે આવેલા આંચકાથી લોકો નિંદરમાંથી જાગીને ઘરની બહાર નીકળી ગયા હતા. આ આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 16 કિમી દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

  મોડી રાત્રે કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપ અનુભવાયો. અચાનક અડધી રાત્રે આંચકો આવતા લોકો સફાળા જાગી ગયા હતા. શુક્રવારે મોડી રાત્રે રાજ્યના બે જિલ્લામાં ધરા ધ્રુજી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મધરાતે આવેલા આંચકાથી લોકો નિંદરમાંથી જાગીને ઘરની બહાર નીકળી ગયા હતા. આ આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 16 કિમી દૂર નોંધાયું હતું. અચાનક ધરતી ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

  5/10
 • રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા છે. અંગ દઝાડતી અસહ્ય ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં વધતાં લોકો અકળાઈ ઊઠયા છે. રાજ્યોના જુદાજુદા શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૪૩.૦, ડીસામાં ૪૨.૦, વડોદરામાં ૪૧.૫, રાજકોટમાં ૪૧.૫, ભાવનગરમાં ૪૦.૨, ભૂજમાં ૪૧.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૪, કંડલા પોર્ટમાં ૪૧.૪, અમરેલીમાં ૪૨.૪, ગાંધીનગરમાં ૪૧.૬, વિદ્યાનગરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે

  રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા છે. અંગ દઝાડતી અસહ્ય ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં વધતાં લોકો અકળાઈ ઊઠયા છે. રાજ્યોના જુદાજુદા શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૪૩.૦, ડીસામાં ૪૨.૦, વડોદરામાં ૪૧.૫, રાજકોટમાં ૪૧.૫, ભાવનગરમાં ૪૦.૨, ભૂજમાં ૪૧.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૪, કંડલા પોર્ટમાં ૪૧.૪, અમરેલીમાં ૪૨.૪, ગાંધીનગરમાં ૪૧.૬, વિદ્યાનગરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે

  6/10
 • દીપિકા પાદુકોણ આ દિવસે પોતાની ફિલ્મ છપાકને લઈ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ દિલ્હીમાં થઈ રહી છે જેમાં તે એસિડ સર્વાઈવર લક્ષ્મીની ભૂમિકા ભજવી રહી છે. આ બધાની વચ્ચે માતા બનવાની વાતને લઈને દીપિકાએ એક નિવેદન આપ્યું છે, જેના બાદ તે ઘણી ચર્ચામાં છે. દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રેગ્નેન્સીના પ્રેશર વિશે વાત કરી હતી. દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર ખોટા જણાવતા કહ્યું કે ક્યારેય ને ક્યારે તો માતા બનશે જ. એણે કહ્યું કે કોઈપણ મહિલા અથવા કપલ પર પેરેન્ટ બનવાનું દબાણ નાખ્યું યોગ્ય નથી. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે તે દિવસે જ્યારે મહિલાઓને માતાને માતા બનવાની પૂછપરછ કરવામાં આવશે ત્યારે તે દિવસે આપણે ખરેખર કોઈ ફેરફાર કરી શકીશું.

  દીપિકા પાદુકોણ આ દિવસે પોતાની ફિલ્મ છપાકને લઈ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ દિલ્હીમાં થઈ રહી છે જેમાં તે એસિડ સર્વાઈવર લક્ષ્મીની ભૂમિકા ભજવી રહી છે. આ બધાની વચ્ચે માતા બનવાની વાતને લઈને દીપિકાએ એક નિવેદન આપ્યું છે, જેના બાદ તે ઘણી ચર્ચામાં છે. દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રેગ્નેન્સીના પ્રેશર વિશે વાત કરી હતી. દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર ખોટા જણાવતા કહ્યું કે ક્યારેય ને ક્યારે તો માતા બનશે જ. એણે કહ્યું કે કોઈપણ મહિલા અથવા કપલ પર પેરેન્ટ બનવાનું દબાણ નાખ્યું યોગ્ય નથી. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે તે દિવસે જ્યારે મહિલાઓને માતાને માતા બનવાની પૂછપરછ કરવામાં આવશે ત્યારે તે દિવસે આપણે ખરેખર કોઈ ફેરફાર કરી શકીશું.

  7/10
 • ઍરલાઇનની ૧૦ વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા પછી ગુરુવારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. દેવાદાર ઍરલાઇન જેટ ઍરવેઝે ગઈ કાલથી ૧૫ એપ્રિલ સુધી ઇન્ટરનૅશનલ ઑપરેશન્સ બંધ રાખ્યાં હોવાનું ઍરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઍરલાઇનની ૧૦ વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા પછી ગુરુવારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. એના અનુસંધાનમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

  ઍરલાઇનની ૧૦ વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા પછી ગુરુવારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. દેવાદાર ઍરલાઇન જેટ ઍરવેઝે ગઈ કાલથી ૧૫ એપ્રિલ સુધી ઇન્ટરનૅશનલ ઑપરેશન્સ બંધ રાખ્યાં હોવાનું ઍરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઍરલાઇનની ૧૦ વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા પછી ગુરુવારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. એના અનુસંધાનમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

  8/10
 • આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ સાંજે 4 કલાકે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મેચ રમાશે. તો બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. પહેલી મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં છેલ્લી મેચમાં પંજાબને 3 વિકેટે હાર આપી હતી. તો રાજસ્થાનને પોતાનાં જ હોમગ્રાઉન્ડમાં ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાયી છે જેમાંથી 11 મેચ મુંબઈએ જીતી હતી. રાજસ્થાને 9 મેચ જીતી છે અને એક મેચનું પરિણામ પેન્ડિંગ રહ્યું હતું.

  આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ સાંજે 4 કલાકે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મેચ રમાશે. તો બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. પહેલી મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના હોમ ગ્રાઉન્ડમાં છેલ્લી મેચમાં પંજાબને 3 વિકેટે હાર આપી હતી. તો રાજસ્થાનને પોતાનાં જ હોમગ્રાઉન્ડમાં ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાયી છે જેમાંથી 11 મેચ મુંબઈએ જીતી હતી. રાજસ્થાને 9 મેચ જીતી છે અને એક મેચનું પરિણામ પેન્ડિંગ રહ્યું હતું.

  9/10
 • આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની પેહલી મેચ બાદ બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. બીજી મેચની વાત કરીએ તો પંજાબે અત્યાર સુધી 7 મેચમાંથી 4 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તો કોહલીની બેંગ્લોરની ટીમ હાલ આઇપીએલની કારકિર્દીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ 6 મેચ હાર્યું છે અને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જો બેંગ્લોરને ટુર્નામેન્ટમાં બની રહેવું હોય તો તેને હવે બાકીની તમામ મેચમાં જીત મેળવવી જરૂરી છે અને સારા રન રેટથી જીતવુ પડશે.

  આઇપીએલ 2019 માં આજે 2 મેચ રમાશે. મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની પેહલી મેચ બાદ બીજી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે મોહાલીના મેદાન પર રાત્રે 8 કલાકે રમાશે. બીજી મેચની વાત કરીએ તો પંજાબે અત્યાર સુધી 7 મેચમાંથી 4 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તો કોહલીની બેંગ્લોરની ટીમ હાલ આઇપીએલની કારકિર્દીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ 6 મેચ હાર્યું છે અને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જો બેંગ્લોરને ટુર્નામેન્ટમાં બની રહેવું હોય તો તેને હવે બાકીની તમામ મેચમાં જીત મેળવવી જરૂરી છે અને સારા રન રેટથી જીતવુ પડશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK