આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 12, 2019, 14:51 IST | Bhavin
 • રાજ્યમાં એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી છે. જેને કારણે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ગેરલાયક ઠરશે. 2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા મામેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. જો કે પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરિયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા કહ્યું હતું.

  રાજ્યમાં એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરી છે. જેને કારણે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ગેરલાયક ઠરશે. 2017ની વિધાનસભા ચંટણીમાં દ્વારકા બેઠક પરથી પબુભા મામેક ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. જો કે પબુભા માણેક સામે ચૂંટણી લડેલા ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને ચૂંટણી રદ કરવા માગ કરી હતી. મેરામણ ગોરિયાએ પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાનું કહીને ઉમેદવારી ફોર્મ જ રદ કરવા કહ્યું હતું.

  1/10
 • લોકસભા ચુંટણીના પહેલા તબક્કાના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. દેશમાં લોકો મોટી સંખ્યામાં જાગૃત થઇને મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતભરમાં સરકારી કર્મચારીઓ માટે કે જે લોકસભા ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે તે લોકો માટે આજે પોસ્ટલ બેલેટ વોટીંગની શરૂઆત થઇ છે.

  લોકસભા ચુંટણીના પહેલા તબક્કાના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. દેશમાં લોકો મોટી સંખ્યામાં જાગૃત થઇને મતદાન કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતભરમાં સરકારી કર્મચારીઓ માટે કે જે લોકસભા ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે તે લોકો માટે આજે પોસ્ટલ બેલેટ વોટીંગની શરૂઆત થઇ છે.

  2/10
 • અલ્પેશ ઠાકોરના રાજીનામાના 48 કલાક બાદ પ્રદેશ કોંગ્રેસ દોડતી બની છે. અલ્પેશના કોંગ્રેસ છોડવા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષના મોવડીમંડળ પાસેથી રિપોર્ટ માગ્યો છે. પક્ષના હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી આખાય વિખવાદ અંગેનો વિગતવાર અહેવાલ માગ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે પક્ષને તેમનું રાજીનામું મળ્યું જ નથી.

  અલ્પેશ ઠાકોરના રાજીનામાના 48 કલાક બાદ પ્રદેશ કોંગ્રેસ દોડતી બની છે. અલ્પેશના કોંગ્રેસ છોડવા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડે પક્ષના મોવડીમંડળ પાસેથી રિપોર્ટ માગ્યો છે. પક્ષના હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી આખાય વિખવાદ અંગેનો વિગતવાર અહેવાલ માગ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે પક્ષને તેમનું રાજીનામું મળ્યું જ નથી.

  3/10
 • સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ જોતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એક બાજુ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ, બનાસકાંઠા, સાબરકાંઠા , અમરેલી વડોદરા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.


  સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ જોતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એક બાજુ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ, બનાસકાંઠા, સાબરકાંઠા , અમરેલી વડોદરા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

  4/10
 • અમદાવાદની ગ્લોબલ સ્કૂલ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે વાલીઓને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્કૂલને વિદ્યાર્થીઓને પરત લેવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે 32 વિદ્યાર્થીઓના પ્રવેશ અટકાવી દીધા હતા, જે મામલે છેલ્લા 2 વર્ષથી વાલીઓ લડત ચલાવી રહ્યા હતા.PC : Globle School site

  અમદાવાદની ગ્લોબલ સ્કૂલ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે વાલીઓને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્કૂલને વિદ્યાર્થીઓને પરત લેવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલે 32 વિદ્યાર્થીઓના પ્રવેશ અટકાવી દીધા હતા, જે મામલે છેલ્લા 2 વર્ષથી વાલીઓ લડત ચલાવી રહ્યા હતા.PC : Globle School site

  5/10
 • ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ વિશે વચગાળાનો આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, જે પણ રાજકીય પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ કે દાન મળતું હોય તેમણે ચૂંટણી પંચને આ વિશે બંધ કવરમાં સમગ્ર માહિતી આપવી પડશે. કોર્ટે આ માટે 30 મે સુધીની સમય મર્યાદા પણ નક્કી કરી છે.

  ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ વિશે વચગાળાનો આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, જે પણ રાજકીય પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ કે દાન મળતું હોય તેમણે ચૂંટણી પંચને આ વિશે બંધ કવરમાં સમગ્ર માહિતી આપવી પડશે. કોર્ટે આ માટે 30 મે સુધીની સમય મર્યાદા પણ નક્કી કરી છે.

  6/10
 • લોકસભા ચૂંટણી 2019માં ભોપાલ લોકસભા બેઠક પરથી, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના કારણે હાઈ પ્રોફાઈલ બેઠક ગણવામાં આવી રહી છે. ભાજપને આ સુરક્ષિત બેઠક હવે દિગ્વિજયના કારણે અસુરક્ષિત લાગી રહી છે. એવામાં માલેગાંવ વિસ્ફોટ કાંડના કારણે ચર્ચામાં રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નામ ભાજપના સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. બુધવારે દિલ્હીમાં RSSની એક બેઠક થઈ હતી ત્યારબાદ પ્રજ્ઞાના નામ પર ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. આ અંગે સાધ્વીએ એક ચર્ચામાં કહ્યું હતું કે, સગંઠનનો આદેશ હશે તો ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છે.

  લોકસભા ચૂંટણી 2019માં ભોપાલ લોકસભા બેઠક પરથી, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના કારણે હાઈ પ્રોફાઈલ બેઠક ગણવામાં આવી રહી છે. ભાજપને આ સુરક્ષિત બેઠક હવે દિગ્વિજયના કારણે અસુરક્ષિત લાગી રહી છે. એવામાં માલેગાંવ વિસ્ફોટ કાંડના કારણે ચર્ચામાં રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નામ ભાજપના સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. બુધવારે દિલ્હીમાં RSSની એક બેઠક થઈ હતી ત્યારબાદ પ્રજ્ઞાના નામ પર ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે. આ અંગે સાધ્વીએ એક ચર્ચામાં કહ્યું હતું કે, સગંઠનનો આદેશ હશે તો ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છે.

  7/10
 • ચૂંટણીમાં સૈન્યના નામના ઉપયોગનો મામલો વધુ ગરમાયો છે.રાષ્ટ્રપતિ ભવનએ સૈન્ય તરફથી તેમને લખવામાં આવેલા કોઈ પણ પત્ર મળવાની વાતનું ખંડન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે આ સંપૂર્ણ વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે.  

  ચૂંટણીમાં સૈન્યના નામના ઉપયોગનો મામલો વધુ ગરમાયો છે.રાષ્ટ્રપતિ ભવનએ સૈન્ય તરફથી તેમને લખવામાં આવેલા કોઈ પણ પત્ર મળવાની વાતનું ખંડન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે આ સંપૂર્ણ વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે.

   

  8/10
 • સ્ટુડન્ટ ઓફ ધી યર ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પોતાની એક્શન અને ડાન્સ સ્કીલ્સને કારણે પ્રખ્યાત બની ચૂકેલા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ત્રણે ત્રણ સ્ટાર્સ જબરજસ્ત લૂકમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યુ છે.

  સ્ટુડન્ટ ઓફ ધી યર ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પોતાની એક્શન અને ડાન્સ સ્કીલ્સને કારણે પ્રખ્યાત બની ચૂકેલા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ત્રણે ત્રણ સ્ટાર્સ જબરજસ્ત લૂકમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યુ છે.

  9/10
 • આજે શુક્રવારે આઇપીએલ 2019માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાશે. કોલકત્તા ટીમની વાત કરીએ તો તેણે 6 મેચમાં 8 પોઇન્ટ સાથે ટેબલમાં બીજા ક્રમે છે. જો તે મેચ જીતશે તો તે 10 પોઇન્ટ થશે અને નેટ રનરેટના આધારે ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને પછાડીને પહેલાં સ્થાને પહોંચી જશે. તો દિલ્હી કેપિટલ્સ પણ 6 મેચમાં 6 પોઇન્ટની સાથે છઠ્ઠા ક્રમે છે. જો દિલ્હી ટીમ આ મેચ જીતશે તો આ ટીમ પણ ટોપ 4માં જગ્યા બનાવી લેશે. જોકે આ મેચ જીતવા માટે બંને ટીમોએ સંઘર્ષ કરવો પડી શકે છે. તો કોલકત્તા ટીમે ગત મેચમાં મજબુત ગણાતી ચેન્નઇ ટીમને ફાઇટ આપી હતી પરંતુ જીતી શક્યું ન હતું. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.

  આજે શુક્રવારે આઇપીએલ 2019માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાશે. કોલકત્તા ટીમની વાત કરીએ તો તેણે 6 મેચમાં 8 પોઇન્ટ સાથે ટેબલમાં બીજા ક્રમે છે. જો તે મેચ જીતશે તો તે 10 પોઇન્ટ થશે અને નેટ રનરેટના આધારે ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને પછાડીને પહેલાં સ્થાને પહોંચી જશે. તો દિલ્હી કેપિટલ્સ પણ 6 મેચમાં 6 પોઇન્ટની સાથે છઠ્ઠા ક્રમે છે. જો દિલ્હી ટીમ આ મેચ જીતશે તો આ ટીમ પણ ટોપ 4માં જગ્યા બનાવી લેશે. જોકે આ મેચ જીતવા માટે બંને ટીમોએ સંઘર્ષ કરવો પડી શકે છે. તો કોલકત્તા ટીમે ગત મેચમાં મજબુત ગણાતી ચેન્નઇ ટીમને ફાઇટ આપી હતી પરંતુ જીતી શક્યું ન હતું. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમે કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK