3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

May 11, 2019, 14:58 IST
 • હવામાન વિભાગ દ્વારા કરાયેલી માહિતી અનુસાર 14 થી 17મે સુધી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. એક તરફ અમદાવાદમાં આ સમય દરમિયાન ગરમીનો પારો વધવાની શક્યતા છે જ્યારે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ પલટો થવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી અનુસાર સોમવારથી રાજ્યમાં વાતાવરણ પલટો થશે જેના કારણે 14 થી 17 મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દિવસો દરમિયાન રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

  હવામાન વિભાગ દ્વારા કરાયેલી માહિતી અનુસાર 14 થી 17મે સુધી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. એક તરફ અમદાવાદમાં આ સમય દરમિયાન ગરમીનો પારો વધવાની શક્યતા છે જ્યારે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણ પલટો થવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી અનુસાર સોમવારથી રાજ્યમાં વાતાવરણ પલટો થશે જેના કારણે 14 થી 17 મે દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દિવસો દરમિયાન રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

  1/10
 • રાજસ્થાનમાં એક અકસ્માતમાં અમદાવાદના 3 લોકોના મોત નીપજ્યા છે. બારાના નેશનલ ાહઈવે પર થયેલા અકસ્માતમાં નિવૃત્ત આર્મી પરિવારના 3 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ધાયલ છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બારાનાં મામોની પાસે કારની ટક્કર આગળ ચાલતાં ટ્રક સાથે થતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આ 

  રાજસ્થાનમાં એક અકસ્માતમાં અમદાવાદના 3 લોકોના મોત નીપજ્યા છે. બારાના નેશનલ ાહઈવે પર થયેલા અકસ્માતમાં નિવૃત્ત આર્મી પરિવારના 3 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ધાયલ છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બારાનાં મામોની પાસે કારની ટક્કર આગળ ચાલતાં ટ્રક સાથે થતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આ 

  2/10
 • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આજે 69મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસે સવારે ધ્વજાપૂજા થી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે 9-46 મીનીટે મહાપૂજન કરાયું. જેમાં 11 પ્રકારના ફળ ફૂલના રસથી મહાઅભિષેક, 11 બ્રાહ્મણો દ્વારા મહાપૂજન, 11 બ્રાહ્મણો દ્વારા રૂદ્રિપાઠ , સરદાર સાહેબને સરદાર વંદના તથા પૂષ્પાંજલિ મહામૃત્યુંજય યજ્ઞ પૂર્ણાહૂતિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આજે 69મો સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસે સવારે ધ્વજાપૂજા થી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ ના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે 9-46 મીનીટે મહાપૂજન કરાયું. જેમાં 11 પ્રકારના ફળ ફૂલના રસથી મહાઅભિષેક, 11 બ્રાહ્મણો દ્વારા મહાપૂજન, 11 બ્રાહ્મણો દ્વારા રૂદ્રિપાઠ , સરદાર સાહેબને સરદાર વંદના તથા પૂષ્પાંજલિ મહામૃત્યુંજય યજ્ઞ પૂર્ણાહૂતિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

  3/10
 • શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પુષ્પાંજલિ કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીએ શાલ ઓઢાડી સ્મૃતી ભેટ આપી કર્યું હતું.

  શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિને પુષ્પાંજલિ કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રીએ શાલ ઓઢાડી સ્મૃતી ભેટ આપી કર્યું હતું.

  4/10
 • ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. વિશ્વનું સૌથી એડવાન્સ ફાઈટર હેલિકોપ્ટર અપાચે ભારતને મળી ચૂક્યુ છે. ભારત અને અમેરિકા વચ્ચે આવા 22 હેલિકોપ્ટર માટે કરાર તયા હતા. આ પહેલા ભારતીય વાયુસેનાને ચિકન હેવીલિફ્ટ હેલિકોપ્ટર મળી ચૂક્યા છે. અપાચે હેલિકોપ્ટર અમેરિકામાં બેલા છે. મનાઈ રહ્યું છે કે અપાચેને ચીન અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરાશે.

  ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. વિશ્વનું સૌથી એડવાન્સ ફાઈટર હેલિકોપ્ટર અપાચે ભારતને મળી ચૂક્યુ છે. ભારત અને અમેરિકા વચ્ચે આવા 22 હેલિકોપ્ટર માટે કરાર તયા હતા. આ પહેલા ભારતીય વાયુસેનાને ચિકન હેવીલિફ્ટ હેલિકોપ્ટર મળી ચૂક્યા છે. અપાચે હેલિકોપ્ટર અમેરિકામાં બેલા છે. મનાઈ રહ્યું છે કે અપાચેને ચીન અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરાશે.

  5/10
 • દિલ્હીમાં આપ ઉમેદવાર આતિશી વિરુદ્ધ અભદ્ર ચોપાનિયાનો મામલો ગરમાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. અનેં તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. 

  દિલ્હીમાં આપ ઉમેદવાર આતિશી વિરુદ્ધ અભદ્ર ચોપાનિયાનો મામલો ગરમાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વિવાદિત ચોપાનિયા વેચવાની બાબતે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને લીગલ નોટિસ મોકલી છે. અનેં તાત્કાલિક લેખિતમાં માફી માગીને સાચી વાતને 24 કલાકની અંદર ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવા કહ્યું છે. 

  6/10
 • સુપ્રીમ કોર્ટની માફી માગ્યા બાદ રાહુલ ગાંધીએ હવે ચૂંટણી પંચમાં પણ જવાબ દાખલ કર્યો છે. એક ચૂંટણી સભામાં આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું છે,' મારુ નિવેદન આદિવાસીઓ વિરુદ્ધ નહતું પરંતુ તેમના માટે મોદી સરકારે બનાવેલી નીતિઓ પર હતું. તેથી ભાજપની ફરિયાદ રદ કરી દેવી જોઈએ.'

  સુપ્રીમ કોર્ટની માફી માગ્યા બાદ રાહુલ ગાંધીએ હવે ચૂંટણી પંચમાં પણ જવાબ દાખલ કર્યો છે. એક ચૂંટણી સભામાં આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધીએ જવાબમાં કહ્યું છે,' મારુ નિવેદન આદિવાસીઓ વિરુદ્ધ નહતું પરંતુ તેમના માટે મોદી સરકારે બનાવેલી નીતિઓ પર હતું. તેથી ભાજપની ફરિયાદ રદ કરી દેવી જોઈએ.'

  7/10
 • પંજાબના મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. સિદ્ધુએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, મોદી તે નવપરણિત દુલ્હન જેવી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે ખખડે છે. સાથે જ સિદ્ધુએ ભાજપ નેતાઓની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમણે આપણને ગોરા અંગ્રેજથી આઝાદી અપાવી છે અને અમે ઈન્દોરના લોકોને કાળા અંગ્રેજોથી આઝાદી અપાવીશું.

  પંજાબના મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા નવજોતસિંહ સિદ્ધુએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. સિદ્ધુએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, મોદી તે નવપરણિત દુલ્હન જેવી છે જે રોટલી ઓછી વણે છે અને બંગડી વધારે ખખડે છે. સાથે જ સિદ્ધુએ ભાજપ નેતાઓની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. આ મૌલાના આઝાદ અને મહાત્મા ગાંધીની પાર્ટી છે. તેમણે આપણને ગોરા અંગ્રેજથી આઝાદી અપાવી છે અને અમે ઈન્દોરના લોકોને કાળા અંગ્રેજોથી આઝાદી અપાવીશું.

  8/10
 • શ્રીલંકાની સરકારે સિરિયલ બ્લાસ્ટ બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આખા દેશની તમામ મસ્જિદોમાં અપાતા ઉપદેશની કોપી જમા કરાવવા આદેશ આપ્ોય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકાની સરકાર બુરખા પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.   

  શ્રીલંકાની સરકારે સિરિયલ બ્લાસ્ટ બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આખા દેશની તમામ મસ્જિદોમાં અપાતા ઉપદેશની કોપી જમા કરાવવા આદેશ આપ્ોય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકાની સરકાર બુરખા પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. 

   

  9/10
 • સ્ટુડન્ટ ઓફ ધી યર 2 પહેલા દિવસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની ફિલ્મના રિવ્યુ ભલે મિક્સ આવ્યા હોય. પણ પહેલા દિવસે ફિલ્મે નોંધપાત્ર કમાણી જરૂરી કરી છે. આ ફિલ્મથી તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ડાન્સિંગ સ્કીલ્સથી બંને હિરોઈને લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. તો તારા સુતરિયા અને અનન્યાની એક્ટિંગ પણ વખણાઈ છે. ટાઈગર શ્રોફની એક્શન સિકવન્સ અને ડાન્સથી પ્રભાવિત કરી રહ્યો છે.  

  સ્ટુડન્ટ ઓફ ધી યર 2 પહેલા દિવસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની ફિલ્મના રિવ્યુ ભલે મિક્સ આવ્યા હોય. પણ પહેલા દિવસે ફિલ્મે નોંધપાત્ર કમાણી જરૂરી કરી છે. આ ફિલ્મથી તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ડાન્સિંગ સ્કીલ્સથી બંને હિરોઈને લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. તો તારા સુતરિયા અને અનન્યાની એક્ટિંગ પણ વખણાઈ છે. ટાઈગર શ્રોફની એક્શન સિકવન્સ અને ડાન્સથી પ્રભાવિત કરી રહ્યો છે.

   

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના આખા દિવસમાં શું બન્યું? કઈ ઘટનાઓ મહત્વની રહી? વાંચો આ તમામ સમાચારો એકસાથે..

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK