આ છે આજના 3 વાગ્યા સુધીના સમાચાર

Published: Apr 11, 2019, 14:58 IST | Bhavin
 • સુરતના વરાછામાં સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના વરાછાના ઈશ્વરનગરની છે. જ્યાં મોટા ભાઈે નાના ભાઈ પર ચપ્પુથી હુમલો કર્યો. અને નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

  સુરતના વરાછામાં સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટના વરાછાના ઈશ્વરનગરની છે. જ્યાં મોટા ભાઈે નાના ભાઈ પર ચપ્પુથી હુમલો કર્યો. અને નાના ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

  1/10
 • ગુજરાત ભાજપે કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ પીએમ મોદી માટે અશોભનીય અને બિનસંસદીય ભાષા વાપરવા બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ અર્જુન મોઢવાડિયા તરફથી પણ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી છે.અર્જુન મોઢવાડિયાની ફરિયાદ પ્રમાણે પીએમ મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં સેનાના જવાનો, પુલવામાં ઘટના અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાઓને તેમના નામ પર મતદાન કરવાની અપીલ કરી હતી.

  ગુજરાત ભાજપે કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ પીએમ મોદી માટે અશોભનીય અને બિનસંસદીય ભાષા વાપરવા બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ અર્જુન મોઢવાડિયા તરફથી પણ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી છે.અર્જુન મોઢવાડિયાની ફરિયાદ પ્રમાણે પીએમ મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં સેનાના જવાનો, પુલવામાં ઘટના અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાઓને તેમના નામ પર મતદાન કરવાની અપીલ કરી હતી.

  2/10
 • સુરત મહાનગર પાલીકા આજે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે આ વખતે કોર્પોરેશનના સારા કામને લઇને તેના વખાણ થઇ રહ્યા છે. મહાનગર પાલીકાએ હુડકોના માધ્યમથી રીન્યુએબલ એનર્જીથી ઊર્જા કાર્યક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 32.4 મેગાવોટની વિન્ડપાવર અને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના 34 ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે. આ કામગીરીને પગલે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે.

  સુરત મહાનગર પાલીકા આજે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે આ વખતે કોર્પોરેશનના સારા કામને લઇને તેના વખાણ થઇ રહ્યા છે. મહાનગર પાલીકાએ હુડકોના માધ્યમથી રીન્યુએબલ એનર્જીથી ઊર્જા કાર્યક્ષમતાના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 32.4 મેગાવોટની વિન્ડપાવર અને 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા બચતના ભાગરૂપે કન્વેશનલ સ્ટ્રીટ લાઇટ ફિટીંગને એલઇડીમાં બદલવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના તમામ પ્રયાસના કારણે પાલિકા કુલ વીજ વપરાશના 34 ટકા જેટલો હિસ્સો રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહી છે. આ કામગીરીને પગલે આગામી 25મી એપ્રિલના રોજ એવોર્ડ આપવામાં આવશે.

  3/10
 • સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં તાલુકાઓને પાક વીમો મળ્યો જે મામલે કિસાન સંઘે રેસી યોજીને રોષ વ્યક્ત કર્યો છે. જો કે મંજૂરી વગર રેલી યોજતા પોલીસે 25થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે. તો 36 જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

  સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં તાલુકાઓને પાક વીમો મળ્યો જે મામલે કિસાન સંઘે રેસી યોજીને રોષ વ્યક્ત કર્યો છે. જો કે મંજૂરી વગર રેલી યોજતા પોલીસે 25થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે. તો 36 જેટલા ખેડૂતોએ રાષ્ટ્રપતિને અરજી કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

  4/10
 • લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

  લોકસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. પહેલા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 1,279 ઉમેદવારો મેદાનમાં છે. દેશના કુલ 1.70 લાખ મતદાન કેન્દ્રો પર વોટિંગ ચાલી રહ્યું છે.

  5/10
 • લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાન દરમિયાન ચોંકાવનારી ઘટના બની છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ પોલિંગ બુથમાં ઘુસીને ઈવીએમ જ તોડી નાખ્યું. મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા મધુસૂદન ગુપ્તાએ ઈવીએમને પછાડી પછાડીને તોડી નાખ્યું

  લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાન દરમિયાન ચોંકાવનારી ઘટના બની છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ પોલિંગ બુથમાં ઘુસીને ઈવીએમ જ તોડી નાખ્યું. મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા મધુસૂદન ગુપ્તાએ ઈવીએમને પછાડી પછાડીને તોડી નાખ્યું

  6/10
 • કોંગ્રેસે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના જીવને ખતરો છે. કોંગ્રેસના દાવા પ્રમાણે રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ ગૃહ પ્રધાન રાજનાથસિંહને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આવા દાવા બાદ ચૂંટણીના વાતાવરણમાં વધુ ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

  કોંગ્રેસે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના જીવને ખતરો છે. કોંગ્રેસના દાવા પ્રમાણે રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ ગૃહ પ્રધાન રાજનાથસિંહને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આવા દાવા બાદ ચૂંટણીના વાતાવરણમાં વધુ ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

  7/10
 • યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીનો રોડ શરૂ શરૂ થયો છે, તેઓ રાયબરેલીથી 5મી વખત ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલાં સોનિયાએ પૂજા અને હવન પણ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સમયે ઉપસ્થિત રહ્યાં હતા. સોનિયા આ સીટ પરથી 2004થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે તેમની ટક્કર એક સમયે કોંગ્રેસમાં રહેલા દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે. દિનેશને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આ સીટ પરથી સપા-બસપા ગઠબંધન દ્વારા કોઈ ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી.

  યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીનો રોડ શરૂ શરૂ થયો છે, તેઓ રાયબરેલીથી 5મી વખત ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલાં સોનિયાએ પૂજા અને હવન પણ કર્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ સમયે ઉપસ્થિત રહ્યાં હતા. સોનિયા આ સીટ પરથી 2004થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે તેમની ટક્કર એક સમયે કોંગ્રેસમાં રહેલા દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે. દિનેશને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આ સીટ પરથી સપા-બસપા ગઠબંધન દ્વારા કોઈ ઉમેદવાર ઉતારવામાં આવ્યા નથી.

  8/10
 • છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે મોટા પડદાના સફળ કલાકારો નાના પડદા તરફ જઇ રહ્યા છે અને ત્યા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ત્યારે આવું જ કઇક હવે બોલીવુડની બેબો એટલે કરીના કપુર કરવા જઇ રહી છે. જોકે તે નાના પડે મોડી પડી છે પરંતુ નાના પડદા પર જે હવે જલવો દેખાડવા માટે તૈયાર થઇ ગઇ છે.

  છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે મોટા પડદાના સફળ કલાકારો નાના પડદા તરફ જઇ રહ્યા છે અને ત્યા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ત્યારે આવું જ કઇક હવે બોલીવુડની બેબો એટલે કરીના કપુર કરવા જઇ રહી છે. જોકે તે નાના પડે મોડી પડી છે પરંતુ નાના પડદા પર જે હવે જલવો દેખાડવા માટે તૈયાર થઇ ગઇ છે.

  9/10
 • આઈપીએલમાં આજે રાજસ્થાન અને ચેન્નાઈ ટકરાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિગ્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ સુપરકિંગ્સ 6માથી 5 મેચ જીતીને પહેલા નંબરે છે. તો રાજસ્થાન અત્યાર સુધી એક જ મેચ જીતી શકે છે. વધુ એક હાર રાજસ્થાનની રાહ મુશ્કેલ બનાવી શકે છે. 

  આઈપીએલમાં આજે રાજસ્થાન અને ચેન્નાઈ ટકરાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિગ્સ વચ્ચે મેચ રમાશે. ચેન્નાઈ સુપરકિંગ્સ 6માથી 5 મેચ જીતીને પહેલા નંબરે છે. તો રાજસ્થાન અત્યાર સુધી એક જ મેચ જીતી શકે છે. વધુ એક હાર રાજસ્થાનની રાહ મુશ્કેલ બનાવી શકે છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર, એક સાથે એક જ ક્લિકમાં. જાણો રમતથી લઈ રાજકારણ સુધી શું બન્યું. બોલીવુડથી લઈને વોટિંગ સુધી શું થયું. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK