3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: May 10, 2019, 14:57 IST | Bhavin
 • સરદાર ખાતર બાદ હવે ઈફ્કો ખાતર વજનમાં ઓછું આવતા ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોની ફરિયાદ છે કે સહકારી મંડળીમાંથી ખરીદવામાં આવતા ખાતરમાં છેતરપિંડી કરવામાં આવે છે. ઈફ્કોનું NPK ખાતર, જે 50.120 કિલો હોવું જોઈએ તે 49.80 કિલો આવે છે. મંડળીમાંથી ખરીદેલા ખાતરનું વજન કરવામાં આવતા આ હકીકત સામે આવી. ખાતરની થેલીમાં વજન ઓછું આવતા ખેડૂતો રોષમાં જોવા મળ્યા. ખેડૂતોએ મોટી સંખ્યામાં સહકારી મંડળીમાં ગયા અને દરોડા પાડ્યા. ખેડૂતોમાં છેતરાયાની લાગણી છે.

  સરદાર ખાતર બાદ હવે ઈફ્કો ખાતર વજનમાં ઓછું આવતા ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોની ફરિયાદ છે કે સહકારી મંડળીમાંથી ખરીદવામાં આવતા ખાતરમાં છેતરપિંડી કરવામાં આવે છે. ઈફ્કોનું NPK ખાતર, જે 50.120 કિલો હોવું જોઈએ તે 49.80 કિલો આવે છે. મંડળીમાંથી ખરીદેલા ખાતરનું વજન કરવામાં આવતા આ હકીકત સામે આવી. ખાતરની થેલીમાં વજન ઓછું આવતા ખેડૂતો રોષમાં જોવા મળ્યા. ખેડૂતોએ મોટી સંખ્યામાં સહકારી મંડળીમાં ગયા અને દરોડા પાડ્યા. ખેડૂતોમાં છેતરાયાની લાગણી છે.

  1/10
 • ગીરમાં સિંહના મોતની ઘટનાઓ બાદ હવે સિંહને લઈ સારા સમાચાર આવ્યા છે. અમરેલીમાં સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાંભા રેંજમાં એક જ સિંહણે પાંચ સિંહ બાળને જન્મ આપતા સિંહ પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સામાન્ય રીતે બે ત્રણ કે ચાર સિંહ બાળ જ એક સિંહણની કૂખે જન્મતા હોય છે પરંતુ પાંચ સિંહ બાળ જન્મતાં વન વિભાગે સ્થળ પર પહોંચીને સિંહણની દેખરેખ શરૂ કરી દીધી છે.

  ગીરમાં સિંહના મોતની ઘટનાઓ બાદ હવે સિંહને લઈ સારા સમાચાર આવ્યા છે. અમરેલીમાં સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાંભા રેંજમાં એક જ સિંહણે પાંચ સિંહ બાળને જન્મ આપતા સિંહ પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. સામાન્ય રીતે બે ત્રણ કે ચાર સિંહ બાળ જ એક સિંહણની કૂખે જન્મતા હોય છે પરંતુ પાંચ સિંહ બાળ જન્મતાં વન વિભાગે સ્થળ પર પહોંચીને સિંહણની દેખરેખ શરૂ કરી દીધી છે.

  2/10
 • અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા છે. ફતેપુરા નજીક સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી.

  અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા છે. ફતેપુરા નજીક સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી.

  3/10
 • રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. વલસાડના કેટલાક તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જો કે માવઠાને લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે કેરીના પાકને નુક્સાન થઈ શકે છે. 

  રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે. વલસાડના કેટલાક તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જો કે માવઠાને લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે કેરીના પાકને નુક્સાન થઈ શકે છે. 

  4/10
 • ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળામાં બુધવારની સાંજે બાઇક પર બેસવાની ના પાડતાં યુવકે અનુસૂચિત જાતિની યુવતીની બજારમાં ચાકૂ મારીને હત્યા કરી. યુવતીના બે અઠવાડિયા પછી લગ્ન થવાના હતા. પોલીસ અનુસાર પીડિતા, પોતાની નાની બહેન સાથે બજારમાં ગઈ હતી. દરમિયાન આરોપી કેતન વાઘેલા પોતાના બે સાથી શ્રવણ અને ધીરજ સાથે આવ્યો અને મિતલને બાઇક પર બેસવા કહ્યું. તેને ના પાડતાં તેણે મિત્તલ ચાકૂના ઘા કર્યા અને તેના સાથીઓ સાથે ફરાર થઇ ગયો.

  ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળામાં બુધવારની સાંજે બાઇક પર બેસવાની ના પાડતાં યુવકે અનુસૂચિત જાતિની યુવતીની બજારમાં ચાકૂ મારીને હત્યા કરી. યુવતીના બે અઠવાડિયા પછી લગ્ન થવાના હતા. પોલીસ અનુસાર પીડિતા, પોતાની નાની બહેન સાથે બજારમાં ગઈ હતી. દરમિયાન આરોપી કેતન વાઘેલા પોતાના બે સાથી શ્રવણ અને ધીરજ સાથે આવ્યો અને મિતલને બાઇક પર બેસવા કહ્યું. તેને ના પાડતાં તેણે મિત્તલ ચાકૂના ઘા કર્યા અને તેના સાથીઓ સાથે ફરાર થઇ ગયો.

  5/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ વખતે ફરી ેકવાર પીએમ મોદીએ કોંગ્રેસના આડેહાથ લીધી. સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો. પીએમ. મોદીએ કહ્યું હતું કે, 3 શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે. તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ વખતે ફરી ેકવાર પીએમ મોદીએ કોંગ્રેસના આડેહાથ લીધી. સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો. પીએમ. મોદીએ કહ્યું હતું કે, 3 શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે. તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી. 

  6/10
 • અક્ષયકુમાર હવે નવા વિવાદમાં સંડોવાયા છે. પહેલા મત નહીં આપવા મામલે અને કેનેડિયન નાગરિક્તા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા. હવે INS સુમિત્રા પર જવા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસની સોશિયલ મીડિયાની રણનીતિકાર દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર વળતો પ્રહાર કરીને આ આક્ષેપ કર્યા છે.

  અક્ષયકુમાર હવે નવા વિવાદમાં સંડોવાયા છે. પહેલા મત નહીં આપવા મામલે અને કેનેડિયન નાગરિક્તા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા. હવે INS સુમિત્રા પર જવા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસની સોશિયલ મીડિયાની રણનીતિકાર દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર વળતો પ્રહાર કરીને આ આક્ષેપ કર્યા છે.

  7/10
 • લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ PM મોદી ટાઈમના કવર પેજ પર આવ્યા છે. ટાઈમના લેખમાં 1984ના શીખ રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝીને પોતાની નવી આવૃતિમાં પીએમ મોદીની કવર પેજ પર જગ્યા આપી છે. જેમાં તેમને દેશના ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા છે

  લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા જ PM મોદી ટાઈમના કવર પેજ પર આવ્યા છે. ટાઈમના લેખમાં 1984ના શીખ રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ છે. ટાઈમ મેગેઝીને પોતાની નવી આવૃતિમાં પીએમ મોદીની કવર પેજ પર જગ્યા આપી છે. જેમાં તેમને દેશના ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા છે

  8/10
 • સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ માટેની ગઠીત થયેલી મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો વધુ સમય આપ્યો છે. આ પહેલાં પેનલે પોતાનો રિપોર્ટ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. સાથે જ પેનલે મામલાના સમાધાન પર વાતચીત માટે વધુ સમયની માગ કરી હતી.મધ્યસ્થતા પેનલની પાસે આ મામલો ગયા બાદ પહેલી વખત આ કેસની સુનાવણી થઈ હતી.આ દરમિયાન પેનલે કહ્યું હતું કે વાતચીત સકારાત્મક દિશામાં છે. તેઓને સમાધાનની આશા છે, એટલે થોડો વધુ સમય આપવામાં આવે.

  સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ માટેની ગઠીત થયેલી મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો વધુ સમય આપ્યો છે. આ પહેલાં પેનલે પોતાનો રિપોર્ટ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. સાથે જ પેનલે મામલાના સમાધાન પર વાતચીત માટે વધુ સમયની માગ કરી હતી.મધ્યસ્થતા પેનલની પાસે આ મામલો ગયા બાદ પહેલી વખત આ કેસની સુનાવણી થઈ હતી.આ દરમિયાન પેનલે કહ્યું હતું કે વાતચીત સકારાત્મક દિશામાં છે. તેઓને સમાધાનની આશા છે, એટલે થોડો વધુ સમય આપવામાં આવે.

  9/10
 • IPL 2019માં આજે બીજી ક્વોલિફાયર રમાશે. ફાઈનલમાં પહોંચવા માટે આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. પહેલીવાર આઈપીએલની ફાઈનલ રમવા માટે દિલ્હી કેપિટલ્સ પોતાની તમામ તાકાત લગાવી દેશે. આ સીઝનમાં ચેન્નઈએ દિલ્હીને બન્ને મૅચમાં હરાવ્યું છે એથી દિલ્હીએ ધોનીની ટીમને નમાવવા સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપવો અનિવાર્ય રહેશે.

  IPL 2019માં આજે બીજી ક્વોલિફાયર રમાશે. ફાઈનલમાં પહોંચવા માટે આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. પહેલીવાર આઈપીએલની ફાઈનલ રમવા માટે દિલ્હી કેપિટલ્સ પોતાની તમામ તાકાત લગાવી દેશે. આ સીઝનમાં ચેન્નઈએ દિલ્હીને બન્ને મૅચમાં હરાવ્યું છે એથી દિલ્હીએ ધોનીની ટીમને નમાવવા સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપવો અનિવાર્ય રહેશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ટાઈમના કવરપેજ પર મોદી, આઈપીએલમાં આજે બીજી ક્વોલિફાયર, ગુજરાતમાં વરસાદ સહિત તમામ સમાચાર વાંચો એક ક્લિક પર 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK