આ છે આજના દિવસની તમામ મહત્વની ઘટનાઓ, એક ક્લિક પર જાણો

Published: Jun 02, 2019, 19:57 IST | Bhavin
 • સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં આકરી ગરમી પડી રહી છે. જો કે આગામી દિવસોમાં હજીય ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોરાષ્ટ્માં આગામી 24 કલાકમાં ગરમી હજી વધી શકે છે. ખાસ કરીને અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વધતા તાપમાન તેમજ ગરમીના પગલે આરોગ્ય તંત્રએ ખાસ સૂચના આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ સિવાય બપોરે 12થી 4 દરમિયાન બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

  સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં આકરી ગરમી પડી રહી છે. જો કે આગામી દિવસોમાં હજીય ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોરાષ્ટ્માં આગામી 24 કલાકમાં ગરમી હજી વધી શકે છે. ખાસ કરીને અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વધતા તાપમાન તેમજ ગરમીના પગલે આરોગ્ય તંત્રએ ખાસ સૂચના આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ સિવાય બપોરે 12થી 4 દરમિયાન બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

  1/10
 • રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકશન લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીની સાથે સાથે અન્ય કારણો પણ આપવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરમીને કારણે પાણીની અછત અને સુરત આગની ઘટના બાદ સંખ્યાબંધ શાળામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. કેટલીક શાળામાં ગેરકાયદે બાંધકામ ધરાવતા રૂમો તોડી પડાયા છે. જેને પગલે અવ્યસ્થા સર્જાઈ શકે છે.

  રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકશન લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીની સાથે સાથે અન્ય કારણો પણ આપવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરમીને કારણે પાણીની અછત અને સુરત આગની ઘટના બાદ સંખ્યાબંધ શાળામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. કેટલીક શાળામાં ગેરકાયદે બાંધકામ ધરાવતા રૂમો તોડી પડાયા છે. જેને પગલે અવ્યસ્થા સર્જાઈ શકે છે.

  2/10
 • શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ વધુ મોંઘું થયું છે. ધોરણ 1 થી 12ના નવા પાઠ્ય પુસ્તકોના ભાવમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12નાં પાઠ્ય પુસ્તકોના ભાવ બમણા થઈ ગયા છે.

  શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ વધુ મોંઘું થયું છે. ધોરણ 1 થી 12ના નવા પાઠ્ય પુસ્તકોના ભાવમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12નાં પાઠ્ય પુસ્તકોના ભાવ બમણા થઈ ગયા છે.

  3/10
 • રાજ્યમાં મહિનાઓ બાદ ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવી છે. વધુ એક સિંહના મોતના સમાચારથી ચકચાર મચી છે. આ વખતે જૂનાગઢના દખલાણિયા રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. દખલાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડના પાણી વિસ્તારમાં સિંહનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ફોરેસ્ટ વિભાગને આ વિસ્તારમાંતી 3થી 4 વર્ષના તંદુરસ્ત સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

  રાજ્યમાં મહિનાઓ બાદ ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવી છે. વધુ એક સિંહના મોતના સમાચારથી ચકચાર મચી છે. આ વખતે જૂનાગઢના દખલાણિયા રેન્જમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. દખલાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડના પાણી વિસ્તારમાં સિંહનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ફોરેસ્ટ વિભાગને આ વિસ્તારમાંતી 3થી 4 વર્ષના તંદુરસ્ત સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

  4/10
 • ઉનાળાની ગરમી લોકોને ત્રાહિમામ્ પોકારાવી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા અપનાવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે હિલ સ્ટેશનો પર પણ જઈ રહ્યા છે. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે.

  ઉનાળાની ગરમી લોકોને ત્રાહિમામ્ પોકારાવી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા અપનાવી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે હિલ સ્ટેશનો પર પણ જઈ રહ્યા છે. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે.

  5/10
 • હવે સોમનાથના દરિયામાં કોઈ પણ ભક્તો કે પ્રવાસીઓ નહાઈ શક્શે નહીં. તાજેતરમાં જ સોમનાથના દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે હવે જો તમે પણ સોમનાથના દર્શને જતા હો, અને દરિયામાં નહાવાનું આયોજન હોય તો તમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય. કારણ કે તંત્ર દ્વારા સોમનાતના દરિયાકિનારાને નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે.

  હવે સોમનાથના દરિયામાં કોઈ પણ ભક્તો કે પ્રવાસીઓ નહાઈ શક્શે નહીં. તાજેતરમાં જ સોમનાથના દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે હવે જો તમે પણ સોમનાથના દર્શને જતા હો, અને દરિયામાં નહાવાનું આયોજન હોય તો તમારો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય. કારણ કે તંત્ર દ્વારા સોમનાતના દરિયાકિનારાને નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે.

  6/10
 • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે શનિવારે વિદેશઓને આપવામાં આવતા મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર મેક્સિકાના ડેલ એગ્વેલા એજ્ટેકા'(ઑર્ડર ઑફ એજ્ટેક ઈગલ)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆએ પુણેના MCCIA ભવનમાં આયોજિત સમારોહમાં પાટિલને સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભા પાટિલ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિના પદ પર હતા. તેઓ ભારતમા પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.

  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે શનિવારે વિદેશઓને આપવામાં આવતા મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર મેક્સિકાના ડેલ એગ્વેલા એજ્ટેકા'(ઑર્ડર ઑફ એજ્ટેક ઈગલ)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆએ પુણેના MCCIA ભવનમાં આયોજિત સમારોહમાં પાટિલને સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભા પાટિલ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિના પદ પર હતા. તેઓ ભારતમા પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.

  7/10
 • ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને અન્ય રિયાલિટી શોઝમાં ભાગ લઈ ચૂકેલા રાજસ્થાનના પ્રસિદ્ધ લોક કલાકાર ક્વીન હરીશનું અકસ્માતમાં નિધન થયું છે. તેમના ઉપરાંત વધુ 3 લોકોના પણ આ અકસ્માતમાં મોત થયા છે. જોધપુર-જયપુર માર્ગ પર બિલાડાના કાપરડા નજીક તેમની કાર અને બીજી ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો, જેમાં ક્વીન હરીશ સહિત 4 લોકોના મોત નીપજ્યા.

  ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને અન્ય રિયાલિટી શોઝમાં ભાગ લઈ ચૂકેલા રાજસ્થાનના પ્રસિદ્ધ લોક કલાકાર ક્વીન હરીશનું અકસ્માતમાં નિધન થયું છે. તેમના ઉપરાંત વધુ 3 લોકોના પણ આ અકસ્માતમાં મોત થયા છે. જોધપુર-જયપુર માર્ગ પર બિલાડાના કાપરડા નજીક તેમની કાર અને બીજી ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો, જેમાં ક્વીન હરીશ સહિત 4 લોકોના મોત નીપજ્યા.

  8/10
 • વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીના રમવા અંગે સસ્પેન્સ સર્જાયું છે. મળતી માહિતી પ્રમાણે વિરાટ કોહલી સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. વિરાટ કોહલીને અંગૂઠામાં ઈજા થઈ હતી અને ચર્ચા છે કે કદાચ વર્લ્ડ કપની પહેલી મેચમાં રમી નહીં શકે. આ સમાચારથી ક્રિકેટ ફૅન્સમાં ઉદાસી છવાઈ ગઈ હતી, પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે તેઓ પૂરી રીતે ઠીક છે.

  વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીના રમવા અંગે સસ્પેન્સ સર્જાયું છે. મળતી માહિતી પ્રમાણે વિરાટ કોહલી સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. વિરાટ કોહલીને અંગૂઠામાં ઈજા થઈ હતી અને ચર્ચા છે કે કદાચ વર્લ્ડ કપની પહેલી મેચમાં રમી નહીં શકે. આ સમાચારથી ક્રિકેટ ફૅન્સમાં ઉદાસી છવાઈ ગઈ હતી, પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે તેઓ પૂરી રીતે ઠીક છે.

  9/10
 • બજેટ ભાડા માટે જાણીતી સ્પાઈસ જેટ એરલાઈન્સે જેટ એરવેજના 2 હજાર જેટલા કર્મચારીઓને નોકરી આપવાની જાહેરાત કરી છે. હાલ જેટ એરવેઝની સેવાઓ બંધ છે, જ્યારે સ્પાઈસ જેટ પોતાનું એક્સપાન્શન કરી રહી છે. આ પહેલા જ સ્પાઈસ જેટ જેટર એરવેઝના 22 પ્લેન પણ પોતાની કંપનીમાં સામેલ કરી ચૂકી છે. 

  બજેટ ભાડા માટે જાણીતી સ્પાઈસ જેટ એરલાઈન્સે જેટ એરવેજના 2 હજાર જેટલા કર્મચારીઓને નોકરી આપવાની જાહેરાત કરી છે. હાલ જેટ એરવેઝની સેવાઓ બંધ છે, જ્યારે સ્પાઈસ જેટ પોતાનું એક્સપાન્શન કરી રહી છે. આ પહેલા જ સ્પાઈસ જેટ જેટર એરવેઝના 22 પ્લેન પણ પોતાની કંપનીમાં સામેલ કરી ચૂકી છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK