વાંચો આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Published: Apr 05, 2019, 14:58 IST | Bhavin
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં ચૂંટણી સંભા સંબોધી હતી અને આ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દ્વીપક્ષી વલણ રાખવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મારવામાં આવે છે ત્યારે ભારતમાં અમુક લોકોને રડવું આવે છે. તે લોકો પાકિસ્તાનમાં હીરો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં ચૂંટણી સંભા સંબોધી હતી અને આ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દ્વીપક્ષી વલણ રાખવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મારવામાં આવે છે ત્યારે ભારતમાં અમુક લોકોને રડવું આવે છે. તે લોકો પાકિસ્તાનમાં હીરો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  1/10
 • ભારતીય સેના અને સુરક્ષાદળોની તાકાત વધારવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ કમર કસી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે, ભારતની સેનાની નજર રાખવાની ક્ષમતા વધારવા માટે ભારત પાંચ સૈન્ય ઉપ્રહ લોન્ચ કરશે.જેમાં ચાર રિસેટ સેટેલાઈટ અને એક એડવાન્સ કાર્ટોસેટ ૩ કારના સેટેલાઈટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ લક્ષ્યાંક નક્કી કરવામાં વાયુસેનાએ ઈસરોના ઉપ્રગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો ઉપયોગ કર્યો હતો.

  ભારતીય સેના અને સુરક્ષાદળોની તાકાત વધારવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ કમર કસી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે, ભારતની સેનાની નજર રાખવાની ક્ષમતા વધારવા માટે ભારત પાંચ સૈન્ય ઉપ્રહ લોન્ચ કરશે.જેમાં ચાર રિસેટ સેટેલાઈટ અને એક એડવાન્સ કાર્ટોસેટ ૩ કારના સેટેલાઈટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ લક્ષ્યાંક નક્કી કરવામાં વાયુસેનાએ ઈસરોના ઉપ્રગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો ઉપયોગ કર્યો હતો.

  2/10
 • લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોએ 4 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજથી એટલે કે 5 એપ્રિલથી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી દિવસ તા.૮ છે. જાહેરનામુ બહાર પડ્યા પછી પ્રથમ અઠવાડીયામાં ફોર્મ ભરવાની અને મનાવવાની પ્રક્રિયામા પૂરૂ થયા બાદ હવે ઉમેદવારો, પક્ષો અને કાર્યકરો પ્રચારને વેગ આપશે. ૨૩મીએ મતદાન છે. આવતા અઠવાડીયાથી પ્રચારની ધબધબાટી શરૂ થશે.

  લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોએ 4 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજથી એટલે કે 5 એપ્રિલથી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી દિવસ તા.૮ છે. જાહેરનામુ બહાર પડ્યા પછી પ્રથમ અઠવાડીયામાં ફોર્મ ભરવાની અને મનાવવાની પ્રક્રિયામા પૂરૂ થયા બાદ હવે ઉમેદવારો, પક્ષો અને કાર્યકરો પ્રચારને વેગ આપશે. ૨૩મીએ મતદાન છે. આવતા અઠવાડીયાથી પ્રચારની ધબધબાટી શરૂ થશે.

  3/10
 • વડોદારામાં એક વૈજ્ઞાનિકનું રહસ્યમય મોત થયાની ઘટના સામે આવી છે. શહેરની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડોક્ટર સુમંત ચૌબેનું બુધવારે મોત નીપજ્યું છે. રહસ્યમય સંજોગોમાં વૈજ્ઞાનિકનું મૃત્યુ થવાથી ચકચાર મચી છે. ગોત્રી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

  વડોદારામાં એક વૈજ્ઞાનિકનું રહસ્યમય મોત થયાની ઘટના સામે આવી છે. શહેરની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડોક્ટર સુમંત ચૌબેનું બુધવારે મોત નીપજ્યું છે. રહસ્યમય સંજોગોમાં વૈજ્ઞાનિકનું મૃત્યુ થવાથી ચકચાર મચી છે. ગોત્રી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

  4/10
 • પાકિસ્તાને 360 માછીમારોને છોડવનાનો નિર્ણય કર્યો છે. આ 360માંથી મોટાભાગના માછીમારો ગુજરાતના છે. પાકિસ્તાને ચાર તબક્કામાં માછીમારોને છોડવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 100 માછીમારો આજે વાઘા બોર્ડર પર પહોંચશે તો અન્ય 100 માછીમારો 11 એપ્રિલના રોજ પહોંચશે.

  પાકિસ્તાને 360 માછીમારોને છોડવનાનો નિર્ણય કર્યો છે. આ 360માંથી મોટાભાગના માછીમારો ગુજરાતના છે. પાકિસ્તાને ચાર તબક્કામાં માછીમારોને છોડવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 100 માછીમારો આજે વાઘા બોર્ડર પર પહોંચશે તો અન્ય 100 માછીમારો 11 એપ્રિલના રોજ પહોંચશે.

  5/10
 • રાજ્યમાં ઉનાળો સતત આકરા તેવર બતાવી રહ્યો છે. રાજ્યના 11 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરન્દ્ર નગરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેરાત કર્યું.

  રાજ્યમાં ઉનાળો સતત આકરા તેવર બતાવી રહ્યો છે. રાજ્યના 11 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરન્દ્ર નગરમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેરાત કર્યું.

  6/10
 • તૈમુર અલી ખાન જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, એ હવે સિલ્વસ સ્ક્રીન પર ધૂમ મચાવવા તૈયાર છે. ક્યારેક આઉટિંગ પર, ક્યારેક ઘોડેસવારી, ક્યારેક ફૂટબોલ, બાસ્કેટબોલ રમતા તૈમુરના ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હવે તૈમુરને તેના ફેન્સ થિયેટરમાં પણ જોઈ શક્શે. કારણ કે સોશિયલ મીડિયા સેન્સેશન ક્યુટ તૈમુર અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

  તૈમુર અલી ખાન જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, એ હવે સિલ્વસ સ્ક્રીન પર ધૂમ મચાવવા તૈયાર છે. ક્યારેક આઉટિંગ પર, ક્યારેક ઘોડેસવારી, ક્યારેક ફૂટબોલ, બાસ્કેટબોલ રમતા તૈમુરના ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હવે તૈમુરને તેના ફેન્સ થિયેટરમાં પણ જોઈ શક્શે. કારણ કે સોશિયલ મીડિયા સેન્સેશન ક્યુટ તૈમુર અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

  7/10
 • બોલીવૂડના શહેનશાહ શાહરુખ ખાન દેશ-વિદેશમાં ઘણી સંસ્થાઓ અને સરકારે તેમને સન્માનિત કર્યા છે. શાહરુખ ખાનને ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ પછી હવે યુનિવર્સિટી ઓફ લૉએ તેમના ચેરીટી કામ બદલ ડોક્ટરેટની માનદ ઉપાદીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરૂવારે 350 વિદ્યાર્થીઓને સ્નાતક સેરેમની દરમિયાન શાહરુખ ખાનને આ સન્માન આપશે.

  બોલીવૂડના શહેનશાહ શાહરુખ ખાન દેશ-વિદેશમાં ઘણી સંસ્થાઓ અને સરકારે તેમને સન્માનિત કર્યા છે. શાહરુખ ખાનને ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ પછી હવે યુનિવર્સિટી ઓફ લૉએ તેમના ચેરીટી કામ બદલ ડોક્ટરેટની માનદ ઉપાદીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુરૂવારે 350 વિદ્યાર્થીઓને સ્નાતક સેરેમની દરમિયાન શાહરુખ ખાનને આ સન્માન આપશે.

  8/10
 • આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. બૅન્ગલોરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે આજે વિરાટ ઍન્ડ કંપની હારની હારમાળાને રોકીને જીતનું ખાતું ખોલવાના દૃઢ નર્ધિાર સાથે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન અને વલ્ર્ડ નંબર વન બૅટ્સમૅન વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમે બારમી સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે અને પ્રથમ ચારેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં થોડીઘણી ફાઇટ સિવાય બાકીની ત્રણેય મૅચમાં તેઓ સાવ જ વામણા પુરવાર થયા છે.

  આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટકરાશે. બૅન્ગલોરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે આજે વિરાટ ઍન્ડ કંપની હારની હારમાળાને રોકીને જીતનું ખાતું ખોલવાના દૃઢ નર્ધિાર સાથે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન અને વલ્ર્ડ નંબર વન બૅટ્સમૅન વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમે બારમી સીઝનની ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે અને પ્રથમ ચારેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં થોડીઘણી ફાઇટ સિવાય બાકીની ત્રણેય મૅચમાં તેઓ સાવ જ વામણા પુરવાર થયા છે.

  9/10
 • દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોનના CEO જેફ બેજોસ અને તેની પત્નીના ડિવોર્સની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ ડિવોર્સ બાદ પુર્વ પત્ની મેકેન્ઝી દુનિયાની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. ડિવોર્સ બાદ તેના ભાગમાં એમેઝોનના 4 ટકા શૅર આવ્યા છે. જેની અત્યારની વેલ્યૂ 36.5 અબજ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. સંયુક્ત શેર્સમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ જેફ બેજોસ 114 અબજ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે વિશ્વના સૌથી મોટાં ધનવાર બની ગયા છે.

  દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોનના CEO જેફ બેજોસ અને તેની પત્નીના ડિવોર્સની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ ડિવોર્સ બાદ પુર્વ પત્ની મેકેન્ઝી દુનિયાની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. ડિવોર્સ બાદ તેના ભાગમાં એમેઝોનના 4 ટકા શૅર આવ્યા છે. જેની અત્યારની વેલ્યૂ 36.5 અબજ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. સંયુક્ત શેર્સમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ જેફ બેજોસ 114 અબજ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે વિશ્વના સૌથી મોટાં ધનવાર બની ગયા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK