સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Apr 02, 2019, 19:50 IST | Falguni Lakhani
 • કોંગ્રેસે ગુજરાતની વધુ ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ગાંડા, અમરેલીથી વર્તમાન ધારાસભ્ય પરેશ ધાનાણી જ્યારે ગાંધીનગરથી અમિત શાહની સામે ડૉક્ટર સી. જે. ચાવડાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે જામનગરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.

  કોંગ્રેસે ગુજરાતની વધુ ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ગાંડા, અમરેલીથી વર્તમાન ધારાસભ્ય પરેશ ધાનાણી જ્યારે ગાંધીનગરથી અમિત શાહની સામે ડૉક્ટર સી. જે. ચાવડાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે જામનગરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે.

  1/10
 • વડાપ્રધાન મોદીએ આજે બિહારમાં કોંગ્રેસના આડે હાથ લીધી. બિહારના જમુઈની સભામાં વિરોધીએ પર વડાપ્રધાને નિશાન સાધ્યું. PM મોદીઓ ખાસ કરીને ઓમર અબ્દુલ્લાના નિવેદન પર પ્રહારો કર્યા અને તેના બહાને રાજદ અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. વડાપ્રધાને કહ્યું કે મહામિલાવટી નેતાઓએ એ કહેવું જોઈએ કે તેમને સેનાના સપૂતો પર ભરોસો છે કે પાકિસ્તાનના કપૂતો પર.

  વડાપ્રધાન મોદીએ આજે બિહારમાં કોંગ્રેસના આડે હાથ લીધી. બિહારના જમુઈની સભામાં વિરોધીએ પર વડાપ્રધાને નિશાન સાધ્યું. PM મોદીઓ ખાસ કરીને ઓમર અબ્દુલ્લાના નિવેદન પર પ્રહારો કર્યા અને તેના બહાને રાજદ અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. વડાપ્રધાને કહ્યું કે મહામિલાવટી નેતાઓએ એ કહેવું જોઈએ કે તેમને સેનાના સપૂતો પર ભરોસો છે કે પાકિસ્તાનના કપૂતો પર.

  2/10
 • કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણા પત્ર જાહેર કર્યું છે. જેને જન આવાજ નામ આપવામાં આવ્યું છે. સાથે અમે નિભાવીશું એવી ટેગ લાઈન આપવામાં આવી છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે તમામનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વર્ષની મહેનત બાદ આ ઘોષણાપત્ર તૈયાર થયું છે. ન્યાય,રોજગારી, ખેડૂતો, ગરીબો અને સ્વાસ્થ્ય એમ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે.

  કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણા પત્ર જાહેર કર્યું છે. જેને જન આવાજ નામ આપવામાં આવ્યું છે. સાથે અમે નિભાવીશું એવી ટેગ લાઈન આપવામાં આવી છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે તમામનો આ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વર્ષની મહેનત બાદ આ ઘોષણાપત્ર તૈયાર થયું છે. ન્યાય,રોજગારી, ખેડૂતો, ગરીબો અને સ્વાસ્થ્ય એમ પાંચ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઘોષણાપત્ર બનાવવામાં આવ્યું છે.

  3/10
 • કોંગ્રેસના ઘોષણાપત્ર પર કેંદ્રીય નાણા મંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીએ મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન જેટલીએ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવા એજંડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. તેમણે આગળ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસે કહ્યું કે તેઓ જ વચન આપે છે તેને નિભાવે છે. આ ઘોષણાપત્રમાં એવી પણ વાતો છે જે દેશને તોડનારી છે જે દેશની એકતાની વિરુદ્ધમાં છે. નહેરુ-ગાંધી પરિવારની જમ્મૂ-કશ્મીરને લઈને જે ઐતિહાસિક ભૂલ હતી, તેને આ એજંડા આગળ વધારી રહ્યો છે.

  કોંગ્રેસના ઘોષણાપત્ર પર કેંદ્રીય નાણા મંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીએ મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન જેટલીએ કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવા એજંડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. તેમણે આગળ એવું પણ જણાવ્યું કે કોંગ્રેસે કહ્યું કે તેઓ જ વચન આપે છે તેને નિભાવે છે. આ ઘોષણાપત્રમાં એવી પણ વાતો છે જે દેશને તોડનારી છે જે દેશની એકતાની વિરુદ્ધમાં છે. નહેરુ-ગાંધી પરિવારની જમ્મૂ-કશ્મીરને લઈને જે ઐતિહાસિક ભૂલ હતી, તેને આ એજંડા આગળ વધારી રહ્યો છે.

  4/10
 • વડાપ્રધાન મોદીની તસવીરો મામલે ચૂંટણી પંચે રેલવે અને ઉડ્ડયન મંત્રાલયને સવાલો કર્યા છે. ચૂંટણી પંચે પુછ્યું છે કે આચાર સંહિતા  લાગૂ પાડવામાં આવ્યા બાદ પણ રેલવે ટિકિટ અને એર ઈંડિયાના બૉર્ડિંગ પાસ પરથી વડાપ્રધાન મોદીની તસવીરો કેમ નથી હટાવવામાં આવી. થોડા દિવસો પહેલા એર ઈન્ડિયાના એક મુસાફરે બોર્ડિંગ પાસ અને શતાબ્દીના એક મુસાફરે મેં ભી ચોકીદાર લખેલો ચા ના કપની તસવીર ટ્વીટ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે રેલવેને શૉ કૉઝ નોટિસ ફટકારી હતી.

  વડાપ્રધાન મોદીની તસવીરો મામલે ચૂંટણી પંચે રેલવે અને ઉડ્ડયન મંત્રાલયને સવાલો કર્યા છે. ચૂંટણી પંચે પુછ્યું છે કે આચાર સંહિતા  લાગૂ પાડવામાં આવ્યા બાદ પણ રેલવે ટિકિટ અને એર ઈંડિયાના બૉર્ડિંગ પાસ પરથી વડાપ્રધાન મોદીની તસવીરો કેમ નથી હટાવવામાં આવી. થોડા દિવસો પહેલા એર ઈન્ડિયાના એક મુસાફરે બોર્ડિંગ પાસ અને શતાબ્દીના એક મુસાફરે મેં ભી ચોકીદાર લખેલો ચા ના કપની તસવીર ટ્વીટ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે રેલવેને શૉ કૉઝ નોટિસ ફટકારી હતી.

  5/10
 • ગૂગલના સાઉથ ઈસ્ટ એશિયા અને ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રાજન આનંદને રાજીનામું આપી દીધું છે. તે આ મહિનાના અંત સુધીમાં કંપની છોડી દેશે. ગૂગલ એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ સ્કૉટ બેયોમૉન્ટે મંગળવારે આ માહિતી આપી.

  ગૂગલના સાઉથ ઈસ્ટ એશિયા અને ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ રાજન આનંદને રાજીનામું આપી દીધું છે. તે આ મહિનાના અંત સુધીમાં કંપની છોડી દેશે. ગૂગલ એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ સ્કૉટ બેયોમૉન્ટે મંગળવારે આ માહિતી આપી.

  6/10
 • આજે 2 એપ્રિલ મંગળવારે ગૂગલની બે સર્વિસ બંધ થઈ રહી છે. ગૂગલ પ્લસ અને ગૂગલ બાય ઇનબોક્સ. એટલું જ નહીં કંપનીએ પોતાના પ્રૉડક્ટ્સ ગૂગલ પિક્સલ 2, પિક્સલ 2 એક્સએલ પણ બંધ કરી દીધા છે.એક સમયે ગૂગલે Google Plus ફેસબુકના ટક્કરમાં લોન્ચ કર્યું હતું, પણ એવું કાંઈ થયું નહીં. Google by Inboxની સ્ટોરી થોડી જુદી છે કારણકે આને કંપનીએ એડવાન્સ ફિચર્સ માટે લોન્ચ કર્યું હતું, અને ક્યાંક ને ક્યાંક આ પ્રયોગ સફળ રહ્યો.

  આજે 2 એપ્રિલ મંગળવારે ગૂગલની બે સર્વિસ બંધ થઈ રહી છે. ગૂગલ પ્લસ અને ગૂગલ બાય ઇનબોક્સ. એટલું જ નહીં કંપનીએ પોતાના પ્રૉડક્ટ્સ ગૂગલ પિક્સલ 2, પિક્સલ 2 એક્સએલ પણ બંધ કરી દીધા છે.એક સમયે ગૂગલે Google Plus ફેસબુકના ટક્કરમાં લોન્ચ કર્યું હતું, પણ એવું કાંઈ થયું નહીં. Google by Inboxની સ્ટોરી થોડી જુદી છે કારણકે આને કંપનીએ એડવાન્સ ફિચર્સ માટે લોન્ચ કર્યું હતું, અને ક્યાંક ને ક્યાંક આ પ્રયોગ સફળ રહ્યો.

  7/10
 • ફાઈનલી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની રોમ-કોમ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અજય દેવગણના બર્થ ડેના દિવસે જ આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જુહુના એક મલ્ટીપ્લેક્સમાં આ ટ્રેલર લૉન્ચ કરાયું.ટ્રેલરમાં અજય દેવગણ આશિષ નામના 50 વર્ષના બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે. જેને 26 વર્ષની આયશા એટલે કે રકુલ પ્રીત સિંહ સાથે પ્રેમ થઈ જાય છે. તબુ અજયની એક્સ વાઈફના કિરદારમાં છે. આશિષને બે સંતાનો છે જે આયશાની ઉંમરની નજીકના છે. આ ફિલ્મમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

  ફાઈનલી અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની રોમ-કોમ દે દે પ્યાર દેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અજય દેવગણના બર્થ ડેના દિવસે જ આ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. જુહુના એક મલ્ટીપ્લેક્સમાં આ ટ્રેલર લૉન્ચ કરાયું.ટ્રેલરમાં અજય દેવગણ આશિષ નામના 50 વર્ષના બિઝનેસમેનનું પાત્ર ભજવી રહ્યો છે. જેને 26 વર્ષની આયશા એટલે કે રકુલ પ્રીત સિંહ સાથે પ્રેમ થઈ જાય છે. તબુ અજયની એક્સ વાઈફના કિરદારમાં છે. આશિષને બે સંતાનો છે જે આયશાની ઉંમરની નજીકના છે. આ ફિલ્મમાં આલોક નાથ, જાવેદ જાફરી અને જીમી શેરગિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

  8/10
 • આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે કલંકનું ટ્રેલર જેને લઈને ચાહકો ખૂબ જ આતુર છે. આ ફિલ્મમાં તમામ મોટા કલાકારો છે અને સંજય દત્ત અને માધુરી દીક્ષિત તો લગભગ 20 વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. કરણ જોહરે પોતાના ટ્વિટર હેંડલ પરથી એક પ્રોમો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે જલ્દી જ આવી રહ્યું છે.

  આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે કલંકનું ટ્રેલર જેને લઈને ચાહકો ખૂબ જ આતુર છે. આ ફિલ્મમાં તમામ મોટા કલાકારો છે અને સંજય દત્ત અને માધુરી દીક્ષિત તો લગભગ 20 વર્ષ બાદ મોટા પડદા પર જોવા મળી રહ્યા છે. કરણ જોહરે પોતાના ટ્વિટર હેંડલ પરથી એક પ્રોમો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે જલ્દી જ આવી રહ્યું છે.

  9/10
 • IPLમાં હાલ રાજસ્થાન રૉયલ્સ અને બેંગ્લોરની ટક્કર ચાલી રહી છે. રાજસ્થાને ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  IPLમાં હાલ રાજસ્થાન રૉયલ્સ અને બેંગ્લોરની ટક્કર ચાલી રહી છે. રાજસ્થાને ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. બેંગ્લોરની ટીમે પોતાની તમામ ત્રણેય મેચમાં હારમો સામનો કર્યો છે. તો બીજી તરફ રાજસ્થાન ટીમે પણ પોતાની તમામ ત્રણેય મેચમાં હારનો સામનો કર્યો છે. આમ આજે બંને ટીમો પોતાની પહેલી જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસના મહત્વના સમાચાર. જે તમારા માટે જાણવા જરૂરી છે. દિવસભરના મહત્વના બનાવો માત્ર એક જ ક્લિકમાં વાંચો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK