જાણો આજના આખા દિવસની મહત્વની ઘટનાઓ, માત્ર એક જ ક્લિકમાં

Published: Jun 08, 2019, 19:48 IST | Falguni Lakhani
 • દેશના વડાપ્રધાન તરીકે બીજીવાર પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી તેમના પહેલા વિદેશ પ્રવાસ પર પહોંચ્યા છે. માલદીવ પહોંચેલા PM મોદીને ત્યાંના રાષ્ટ્રપતિએ માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન ઈજ્જુદીન આપ્યું. તસવીર સૌજન્યઃ ANI

  દેશના વડાપ્રધાન તરીકે બીજીવાર પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી તેમના પહેલા વિદેશ પ્રવાસ પર પહોંચ્યા છે. માલદીવ પહોંચેલા PM મોદીને ત્યાંના રાષ્ટ્રપતિએ માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન ઈજ્જુદીન આપ્યું.

  તસવીર સૌજન્યઃ ANI

  1/10
 • લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી જો પોતાનું રાજીનામું પાછું નહીં લે તો પક્ષ અન્ય કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે.

  લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ કરી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી જો પોતાનું રાજીનામું પાછું નહીં લે તો પક્ષ અન્ય કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકે છે.

  2/10
 • મહારાષ્ટ્રાના જલ સંસાધન મંત્રીના દાવાને સાચો માનીએ તો કોંગ્રેસ અને NCPના અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો તેમનો આ દાવો સાચો પડે તો આ વર્ષે રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિપક્ષને સંભવતઃ મોટો ઝટકો લાગી શકે છે.

  મહારાષ્ટ્રાના જલ સંસાધન મંત્રીના દાવાને સાચો માનીએ તો કોંગ્રેસ અને NCPના અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો તેમનો આ દાવો સાચો પડે તો આ વર્ષે રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિપક્ષને સંભવતઃ મોટો ઝટકો લાગી શકે છે.

  3/10
 • અમદાવાદમાં રવિવારે 45 ડિગ્રીથી વધુ ગરમી પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેના કારણે કોર્પોરેશન રેડ અલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કામ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

  અમદાવાદમાં રવિવારે 45 ડિગ્રીથી વધુ ગરમી પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેના કારણે કોર્પોરેશન રેડ અલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન કામ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

  4/10
 • ફરી એકવાર પાકિસ્તાનને અમેરિકા તરફથી કડક ચેતવણી મળી છે. પાકિસ્તાન ભલે ભારત સાથે શાંતિ વાર્તા કરવાનો દેખાવ કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાનના આ નાટકને અમેરિકા સારી રીતે સમજી ચુક્યું છે. અમેરિકાના વ્હાઈટ હાઉસે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા, પાકિસ્તાનને, ભારત પાકિસ્તાન શાંતિ વાર્તા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું છે.

  ફરી એકવાર પાકિસ્તાનને અમેરિકા તરફથી કડક ચેતવણી મળી છે. પાકિસ્તાન ભલે ભારત સાથે શાંતિ વાર્તા કરવાનો દેખાવ કરી રહ્યું હોય, પરંતુ પાકિસ્તાનના આ નાટકને અમેરિકા સારી રીતે સમજી ચુક્યું છે. અમેરિકાના વ્હાઈટ હાઉસે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા, પાકિસ્તાનને, ભારત પાકિસ્તાન શાંતિ વાર્તા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું છે.

  5/10
 • 1 જુલાઈ 2019થી હવાઈ યાત્રા કરવા માટે તમારે વધુ પૈસા ચુકવવા પડશે. એટલે કે વિમાનની મુસાફરી તમારા ખિસ્સાને મોંઘી પડશે. કારણ કે હવે દરેક ટિકિટ પર તમારે 150 રૂપિયા વધુ ચુકવવા પડશે. અને તે હશે એવિશેય સિક્યોરિટી ફી. હાલ આ ફી 130 રૂપિયા છે. એટલે કે તમારે ડોમેસ્ટિક ટ્રાવેલ માટે 20 રૂપિયા વધારે ચુકવવા પડશે.

  1 જુલાઈ 2019થી હવાઈ યાત્રા કરવા માટે તમારે વધુ પૈસા ચુકવવા પડશે. એટલે કે વિમાનની મુસાફરી તમારા ખિસ્સાને મોંઘી પડશે. કારણ કે હવે દરેક ટિકિટ પર તમારે 150 રૂપિયા વધુ ચુકવવા પડશે. અને તે હશે એવિશેય સિક્યોરિટી ફી. હાલ આ ફી 130 રૂપિયા છે. એટલે કે તમારે ડોમેસ્ટિક ટ્રાવેલ માટે 20 રૂપિયા વધારે ચુકવવા પડશે.

  6/10
 • હવે કરણ જોહર ઑડિયન્સને ડરાવવાની તૈયારી કરી રહ્યા છે. એ દિલ હૈ મુશ્કીલ અને તખ્ત બાદ હવે તેની એક પોસ્ટ સામે આવી છે. જેમાં તેણે ઈશારો કર્યો છે કે તે હૉરર ફિલ્મ બનાવી શકે છે. શુક્રવારે ફિલ્મકારે જાહેરાત કરી છે કે તેનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન એક હૉરર ફિલ્મ પર કામ કરવા જઈ રહ્યું છે. આ પોસ્ટની સાથે કરણે સોમવારે આ પ્રોજેક્ટ પર વધુ માહિતી આપશે તેમ પણ કહ્યું.

  હવે કરણ જોહર ઑડિયન્સને ડરાવવાની તૈયારી કરી રહ્યા છે. એ દિલ હૈ મુશ્કીલ અને તખ્ત બાદ હવે તેની એક પોસ્ટ સામે આવી છે. જેમાં તેણે ઈશારો કર્યો છે કે તે હૉરર ફિલ્મ બનાવી શકે છે. શુક્રવારે ફિલ્મકારે જાહેરાત કરી છે કે તેનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન એક હૉરર ફિલ્મ પર કામ કરવા જઈ રહ્યું છે. આ પોસ્ટની સાથે કરણે સોમવારે આ પ્રોજેક્ટ પર વધુ માહિતી આપશે તેમ પણ કહ્યું.

  7/10
 • છેલ્લા 8 મહિનાથી વિદેશમાં પોતાનો ઈલાજ કરાવી રહેલા ઋષિ કપૂરના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આટલા સમયથી તેમના પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે. હાલમાં જ તેમણે પોતાની એક પોસ્ટમાં એ વાતનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાના દેશ નહીં આવી શક્યા. અને હવે લાગી રહ્યું છે કે ભગવાને તેમની આ વાત સાંભળી લીધી છે. સમાચારો આવી રહ્યા છે કે જલ્દી જ ઋષિ કપૂર અને નીતૂ કપૂર દેશ પાછા આવશે.

  છેલ્લા 8 મહિનાથી વિદેશમાં પોતાનો ઈલાજ કરાવી રહેલા ઋષિ કપૂરના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આટલા સમયથી તેમના પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે. હાલમાં જ તેમણે પોતાની એક પોસ્ટમાં એ વાતનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાના દેશ નહીં આવી શક્યા. અને હવે લાગી રહ્યું છે કે ભગવાને તેમની આ વાત સાંભળી લીધી છે. સમાચારો આવી રહ્યા છે કે જલ્દી જ ઋષિ કપૂર અને નીતૂ કપૂર દેશ પાછા આવશે.

  8/10
 • PUBGના ચાહકો માટે સારા સમાચાર છે. ગેમનું લાઈટ વર્ઝન PUBG Lite જલ્દી જ ભારતમાં પણ લૉન્ચ કરવામાં આવશે. તેને તાજમહેલની તસવીર સાથે ટીઝ કરવામાં આવ્યું છે. PUBGના આધિકારીર ફેસબુક પેજ પર આ તસવીરને પોસ્ટ કરવામાં આવી છે. એની સાથે જ PUBG Lite જલ્દી જ આવી રહ્યું છે તેમ લખવામાં આવ્યું છે.

  PUBGના ચાહકો માટે સારા સમાચાર છે. ગેમનું લાઈટ વર્ઝન PUBG Lite જલ્દી જ ભારતમાં પણ લૉન્ચ કરવામાં આવશે. તેને તાજમહેલની તસવીર સાથે ટીઝ કરવામાં આવ્યું છે. PUBGના આધિકારીર ફેસબુક પેજ પર આ તસવીરને પોસ્ટ કરવામાં આવી છે. એની સાથે જ PUBG Lite જલ્દી જ આવી રહ્યું છે તેમ લખવામાં આવ્યું છે.

  9/10
 • વર્લ્ડ કપમાં 2019માં બે મેચ ચાલી રહ્યા છે જેમાં બાંગ્લાદેશ સામે ઈન્ગલેંડે જીતવા માટે 387 રનનું લક્ષ્યાંક રાખ્યું છે. જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને અફગાનિસ્તાન વચ્ચે ટાંટનમાં રમાઈ રહ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  વર્લ્ડ કપમાં 2019માં બે મેચ ચાલી રહ્યા છે જેમાં બાંગ્લાદેશ સામે ઈન્ગલેંડે જીતવા માટે 387 રનનું લક્ષ્યાંક રાખ્યું છે. જ્યારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને અફગાનિસ્તાન વચ્ચે ટાંટનમાં રમાઈ રહ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આખા દિવસમાં શું રહી મહત્વની હલચલ? PM મોદીને મળ્યું ક્યું સન્માન? કોણે પાકિસ્તાનને પરખાવ્યું રોકડું? જાણો તમામ મહત્વની ઘટનાઓ એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK