સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: 3rd April, 2019 20:25 IST | Falguni Lakhani
 • મુંબઈ ઈશાન એટલે કે નોર્થ-ઈસ્ટ બેઠકથી આખરે ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ મનોજ કોટકને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 2014માં આ બેઠક પરથી કિરીટ સોમૈયા ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ શિવસેનાના વિરોધના કારણે આ વખતે તેમને ટિકિટ નથી આપવામાં આવી. તેમના સ્થાને જાણીતા ગુજરાતી મનોજ કોટકને પસંદ કરવામાં આવી છે.

  મુંબઈ ઈશાન એટલે કે નોર્થ-ઈસ્ટ બેઠકથી આખરે ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ મનોજ કોટકને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 2014માં આ બેઠક પરથી કિરીટ સોમૈયા ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ શિવસેનાના વિરોધના કારણે આ વખતે તેમને ટિકિટ નથી આપવામાં આવી. તેમના સ્થાને જાણીતા ગુજરાતી મનોજ કોટકને પસંદ કરવામાં આવી છે.

  1/10
 • વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં આજે સભાને સંબોધન કર્યું અને બંગાળને ગુંડારાજથી મુક્ત કરાવવાનું વચન આપ્યું. વડાપ્રધાને પોતાના ભાષણમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, રવીંદ્રનાથ ટાગોર, વિવેકાનંદ અને બંગાળના વીર ક્રાંતિકારીઓને યાદ કર્યા. તેમણે કહ્યું કે મમતા બંગાળના વિકાસમાં વિઘ્ન સમાન છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાથી રાજ્યની જનતાને દૂર રાખી. તમારા પ્રેમને વ્યાજ સહિત પાછો આપીશ.

  વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં આજે સભાને સંબોધન કર્યું અને બંગાળને ગુંડારાજથી મુક્ત કરાવવાનું વચન આપ્યું. વડાપ્રધાને પોતાના ભાષણમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, રવીંદ્રનાથ ટાગોર, વિવેકાનંદ અને બંગાળના વીર ક્રાંતિકારીઓને યાદ કર્યા. તેમણે કહ્યું કે મમતા બંગાળના વિકાસમાં વિઘ્ન સમાન છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાથી રાજ્યની જનતાને દૂર રાખી. તમારા પ્રેમને વ્યાજ સહિત પાછો આપીશ.

  2/10
 • અમદાવાદ પૂર્વની બેઠક પરથી કિન્નર ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. એક તરફ જ્યાં કોંગ્રેસે ગીતા પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને ભાજપના ઉમેદવારને લઈ હજીય ગડમથલ ચાલી રહી છે. ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે એક કિન્નર ઉમેદવારીએ ઉમેદવારી નોંધાવી છે.

  અમદાવાદ પૂર્વની બેઠક પરથી કિન્નર ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. એક તરફ જ્યાં કોંગ્રેસે ગીતા પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને ભાજપના ઉમેદવારને લઈ હજીય ગડમથલ ચાલી રહી છે. ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે એક કિન્નર ઉમેદવારીએ ઉમેદવારી નોંધાવી છે.

  3/10
 • રાજકોટ શહેરના પ્રદૂષણમાં ઘટાડો થશે. શહેરમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે હવે ઈલેક્ટ્રિક બસનો સહારો લેવાયો છે. રાજકોટવાસીઓને ટૂંક સમયમાં નવી નક્કોર લક્ઝરી બસમાં મુસાફરી કરવા મળશે. રાજકોટના પ્રશાસને BRTSના રૂટમાં આ ઈલેક્ટ્રિક બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. બસ આજે રાજકોટ પહોંચી ચૂકી છે. જેને ટૂંક સયમમાં જ રોડ પર દોડતી કરવામાં આવશે.

  રાજકોટ શહેરના પ્રદૂષણમાં ઘટાડો થશે. શહેરમાં વધતા જતા પ્રદૂષણને નાથવા માટે હવે ઈલેક્ટ્રિક બસનો સહારો લેવાયો છે. રાજકોટવાસીઓને ટૂંક સમયમાં નવી નક્કોર લક્ઝરી બસમાં મુસાફરી કરવા મળશે. રાજકોટના પ્રશાસને BRTSના રૂટમાં આ ઈલેક્ટ્રિક બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. બસ આજે રાજકોટ પહોંચી ચૂકી છે. જેને ટૂંક સયમમાં જ રોડ પર દોડતી કરવામાં આવશે.

  4/10
 • મોસમનું પૂર્વાનુમાન લગાવતી એજન્સી સ્કાઈમેટે આ વખતે ચોમાસું નબળું રહેવાનું અનુમાન કર્યું છે. સ્કાઈમેટના પ્રમાણે જૂનથી સપ્ટેંબર વચ્ચે ચોમાસું સામાન્યથી નીચે રહેશે.

  મોસમનું પૂર્વાનુમાન લગાવતી એજન્સી સ્કાઈમેટે આ વખતે ચોમાસું નબળું રહેવાનું અનુમાન કર્યું છે. સ્કાઈમેટના પ્રમાણે જૂનથી સપ્ટેંબર વચ્ચે ચોમાસું સામાન્યથી નીચે રહેશે.

  5/10
 • જેટ એરવેઝે પોતાના કર્મચારીઓની માર્ચ મહિનાની સેલેરી રોકી દીધી છે. એરલાઈંસે સમાધાન યોજનાને લાગૂ કરવાની જટિલતાઓનો હવાલો આપીને કંપનીના કર્મચારીઓને વેતનને ટાળી દીધું છે. જેટ એરવેઝ ગયા ઑગસ્ટ મહિનાથી તેમના સ્ટાફની સેલેરીમાં મોડું કરી રહ્યું છે. કંપનીના પેરોલ પર 16, 000થી વધુ કર્મચારીઓ છે.

  જેટ એરવેઝે પોતાના કર્મચારીઓની માર્ચ મહિનાની સેલેરી રોકી દીધી છે. એરલાઈંસે સમાધાન યોજનાને લાગૂ કરવાની જટિલતાઓનો હવાલો આપીને કંપનીના કર્મચારીઓને વેતનને ટાળી દીધું છે. જેટ એરવેઝ ગયા ઑગસ્ટ મહિનાથી તેમના સ્ટાફની સેલેરીમાં મોડું કરી રહ્યું છે. કંપનીના પેરોલ પર 16, 000થી વધુ કર્મચારીઓ છે.

  6/10
 • ટીવીના સૌથી ચર્ચિત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચામાં છે. મહત્વનું છે કે કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો હતા કે દયાબેનનો કિરદાર નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણીને મેકર્સને શોમાં પાછા ફરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. જો કે, દિશા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવ્યા બાદ હવે મેકર્સ તેમની રાહ નથી જોવા માંગતા. મેકર્સે દિશાને રીપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે.

  ટીવીના સૌથી ચર્ચિત શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચામાં છે. મહત્વનું છે કે કેટલાક દિવસો પહેલા એવા અહેવાલો હતા કે દયાબેનનો કિરદાર નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણીને મેકર્સને શોમાં પાછા ફરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. જો કે, દિશા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવ્યા બાદ હવે મેકર્સ તેમની રાહ નથી જોવા માંગતા. મેકર્સે દિશાને રીપ્લેસ કરવાનું મન બનાવી લીધું છે.

  7/10
 • સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર સ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું. જેને કેટલાક કલાકોમાં જ કરોડો લોકોએ જોયું હતું. આજે આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં રીલિઝ કરવામાં આવ્યું જ્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી.

  સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર સ્ટારર ફિલ્મ કલંકનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું. જેને કેટલાક કલાકોમાં જ કરોડો લોકોએ જોયું હતું. આજે આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં રીલિઝ કરવામાં આવ્યું જ્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી.

  8/10
 • IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કરી છે.


  IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કરી છે.

  9/10
 • લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવા જઈ રહ્યું છે. તો ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. રાજ્યમાં મતદાનને આડે માત્ર 20 દિવસનો સમય બચ્યો છે. ત્યારે તમે તમારા મતવિસ્તાર અંગે માહિતી મેળવી લીધી હશે. પરંતુ કેટલાક મતદારો એવા પણ હશે જે પોતાના વતનથી દૂર હશે. જેમના માટે નોકરી ધંધા છોડીને મત આપવાનું કદાચ શક્ય નહીં બને.

  લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવા જઈ રહ્યું છે. તો ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. રાજ્યમાં મતદાનને આડે માત્ર 20 દિવસનો સમય બચ્યો છે. ત્યારે તમે તમારા મતવિસ્તાર અંગે માહિતી મેળવી લીધી હશે. પરંતુ કેટલાક મતદારો એવા પણ હશે જે પોતાના વતનથી દૂર હશે. જેમના માટે નોકરી ધંધા છોડીને મત આપવાનું કદાચ શક્ય નહીં બને.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસના મહત્વના સમાચાર. જાણો આજના દિવસમાં કઈ મહત્વની ઘટના બની એક જ ક્લિકમાં.

First Published: 3rd April, 2019 19:46 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK