વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર

Published: May 08, 2019, 19:43 IST | Bhavin
 • ગુરુવારે GSEB 12th Result જાહેર થશે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSEB ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરશે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે. સવારે 8 વાગ્યાથી રિઝલ્ટ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુરુવારે GUJCETનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે. GSEB ગુરુવારે GUJCETનું પણ પરિણામ ગુરવારે જાહેર કરવાની છે.  

  ગુરુવારે GSEB 12th Result જાહેર થશે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSEB ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરશે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે. સવારે 8 વાગ્યાથી રિઝલ્ટ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુરુવારે GUJCETનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે. GSEB ગુરુવારે GUJCETનું પણ પરિણામ ગુરવારે જાહેર કરવાની છે.

   

  1/10
 • ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ફરી એક વખત આરામ મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરુ થઈ છે જેના કારણે રાજ્યમાં ગરમી ઓછી થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 10-12 મે દરમિયાન થન્ડર સ્ટોર્મ આવી શકે છે જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

  ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ફરી એક વખત આરામ મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરુ થઈ છે જેના કારણે રાજ્યમાં ગરમી ઓછી થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 10-12 મે દરમિયાન થન્ડર સ્ટોર્મ આવી શકે છે જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

  2/10
 • અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા પ્રયત્ન કરી રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી.

  અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ છોડી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા પ્રયત્ન કરી રહી છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી.

  3/10
 • અમદાવાદમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હત્યાની કબુલાત પણ કરી લીધી. મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં આરોપી પતિએ પત્નીના આડા સંબંધ હોવાના આરોપીમાં પત્નીના ગળા પર બ્લેડ ફેરવીને હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિએ પોતાના કપડા ધોયા અને પછી પોતાના પુત્રને લઈ માતા-પિતાના ઘરે પહોંચ્યો. માતાપિતાના ઘરે દીકરાને મુકી આરોપી પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો.

  અમદાવાદમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હત્યાની કબુલાત પણ કરી લીધી. મળતી માહિતી મુજબ ગોમતીપુરમાં આરોપી પતિએ પત્નીના આડા સંબંધ હોવાના આરોપીમાં પત્નીના ગળા પર બ્લેડ ફેરવીને હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી પતિએ પોતાના કપડા ધોયા અને પછી પોતાના પુત્રને લઈ માતા-પિતાના ઘરે પહોંચ્યો. માતાપિતાના ઘરે દીકરાને મુકી આરોપી પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો.

  4/10
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. દિલ્હી કોંગ્રેસના ઉમેદવાર શીલા દિક્ષીતનો પ્રચાર કરવા દરમિયાન સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું તાકાત હોય તો પીએમ મોદી છેલ્લા બે તબક્કામાં નોટબંધી અને GST પર ચૂંટણી લડીને બતાવે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમારામાં દમ હોય તો નોટબંધી, જીએસટી, મહિલાઓના સુરક્ષા પર ચૂંટણી લડીને બતાવો.

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. દિલ્હી કોંગ્રેસના ઉમેદવાર શીલા દિક્ષીતનો પ્રચાર કરવા દરમિયાન સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું તાકાત હોય તો પીએમ મોદી છેલ્લા બે તબક્કામાં નોટબંધી અને GST પર ચૂંટણી લડીને બતાવે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમારામાં દમ હોય તો નોટબંધી, જીએસટી, મહિલાઓના સુરક્ષા પર ચૂંટણી લડીને બતાવો.

  5/10
 • બોલીવુડ એક્ટર અનુપમ ખેર હાલ પત્ની કિરણ ખેર માટે ચંદીગઢમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. જો કે આ પ્રચાર દરમિયાન કંઈક એવુ બન્યું કે અનુપમ ખેર જેવા આવ્યા એવા જ તેમણે પારોઠના પગલાં ભરવા પડ્યા. પત્ની કિરણ ખેરના પ્રચાર દરમિયાન અનુપમ ખેરને એવો સવાલ પૂથાયો કે તેમણે જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલતી પકડવાનું મુનાસિબ માગ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

  બોલીવુડ એક્ટર અનુપમ ખેર હાલ પત્ની કિરણ ખેર માટે ચંદીગઢમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. જો કે આ પ્રચાર દરમિયાન કંઈક એવુ બન્યું કે અનુપમ ખેર જેવા આવ્યા એવા જ તેમણે પારોઠના પગલાં ભરવા પડ્યા. પત્ની કિરણ ખેરના પ્રચાર દરમિયાન અનુપમ ખેરને એવો સવાલ પૂથાયો કે તેમણે જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલતી પકડવાનું મુનાસિબ માગ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

  6/10
 • લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ખુલાસો કર્યો છે કે તે વડાપ્રધાન બનવા માંગતા નથી. ન્યૂઝ 18ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે નેતા દિલ્હીની પૂર્ણ રાજ્યની માંગ સ્વીકારશે, તેમનું વડાપ્રધાન તરીકે સમર્થન કરીશું. જો રાહુલ ગાંધી પણ પીએમ બને તો પૂર્ણ રાજ્યની માંગ પર જ તેમને સપોર્ટ કરીશું.

  લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વાર ખુલાસો કર્યો છે કે તે વડાપ્રધાન બનવા માંગતા નથી. ન્યૂઝ 18ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે નેતા દિલ્હીની પૂર્ણ રાજ્યની માંગ સ્વીકારશે, તેમનું વડાપ્રધાન તરીકે સમર્થન કરીશું. જો રાહુલ ગાંધી પણ પીએમ બને તો પૂર્ણ રાજ્યની માંગ પર જ તેમને સપોર્ટ કરીશું.

  7/10
 • પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલાને લઇને ઇટલીના એક પત્રકારે મોટો ખુલાસો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફિદાયીન હુમલા બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ એરસ્ટ્રાઇક સામે સવાલો ઉઠાવતા રહ્યા. આ દરમિયાન ઇટલી પત્રકાર ફ્રેસેસા મેરિનોએ STRINGERASIA.ITમાં આ ઘટનાનું વિવરણ છાપીને દેશ-દુનિયાના લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેરિનોએ લખ્યું કે, ભારતીય વાયુસેનાએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે હુમલો કર્યો. મારી જાણકારી અનુસાર, શિંકયારી આર્મી કેમ્પથી સેનાની એક ટૂકડી ઘટનાસ્થળે પહોંચી.

  પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલાને લઇને ઇટલીના એક પત્રકારે મોટો ખુલાસો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફિદાયીન હુમલા બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ એરસ્ટ્રાઇક સામે સવાલો ઉઠાવતા રહ્યા. આ દરમિયાન ઇટલી પત્રકાર ફ્રેસેસા મેરિનોએ STRINGERASIA.ITમાં આ ઘટનાનું વિવરણ છાપીને દેશ-દુનિયાના લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. મેરિનોએ લખ્યું કે, ભારતીય વાયુસેનાએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે હુમલો કર્યો. મારી જાણકારી અનુસાર, શિંકયારી આર્મી કેમ્પથી સેનાની એક ટૂકડી ઘટનાસ્થળે પહોંચી.

  8/10
 • અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 1985થી 1994 વચ્ચે કેસિનો અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં 1.17 અબજ ડોલર (8073 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. નુકસાનના કારણે ટ્રમ્પને આ 10 વર્ષમાં 8 વખત કોઇ ટેક્સ ભરવાની જરૂર પડી નહતી. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે ટ્રમ્પના ટેક્સ રિટર્ન્સ સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે એવો દાવો કર્યો છે. આ દસ્તાવેજ સાર્વજનિક નથી કર્યા. આ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કારણ કે, 2016માં પ્રેસિડન્ટ ઇલેક્શનના પ્રચારમાં ટ્રમ્પે પોતાને કુશળ બિઝનેસમેન અને સોદેબાજીમાં માહેર ગણાવ્યા હતા.

  અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને 1985થી 1994 વચ્ચે કેસિનો અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં 1.17 અબજ ડોલર (8073 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. નુકસાનના કારણે ટ્રમ્પને આ 10 વર્ષમાં 8 વખત કોઇ ટેક્સ ભરવાની જરૂર પડી નહતી. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે ટ્રમ્પના ટેક્સ રિટર્ન્સ સાથે જોડાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે એવો દાવો કર્યો છે. આ દસ્તાવેજ સાર્વજનિક નથી કર્યા. આ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કારણ કે, 2016માં પ્રેસિડન્ટ ઇલેક્શનના પ્રચારમાં ટ્રમ્પે પોતાને કુશળ બિઝનેસમેન અને સોદેબાજીમાં માહેર ગણાવ્યા હતા.

  9/10
 • છેલ્લી સતત ૬ સીઝનમાં નાલેશીભર્યો પર્ફોર્મન્સ કર્યા પછી નવું નામ, નવો કૅપ્ટન અને નવા સર્પોટ-સ્ટાફવાળી દિલ્હીની ટીમ આજે હૈદરાબાદના વાય. એસ. રાજશેખરરેડ્ડી ગ્રાઉન્ડમાં કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદ સામે ટકરાશે. આ સીઝનમાં દિલ્હીએ જે શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે એવું તેણે પહેલાં ક્યારેય નહોતું કર્યું. લીગ સ્ટેજમાં ૯ જીતની મદદથી ૧૮ પૉઇન્ટ હોવા છતાં તેમની આજની મૅચ કરો યા મરો જેવી રહેશે, કારણ કે આજે જે હારશે એ પ્લે-ઑફ રાઉન્ડમાંથી આઉટ થઈ જશે અને જીતશે એ પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ (મુંબઈ અથવા ચેન્નઈ) સામે શુક્રવારે ટકરાશે.

  છેલ્લી સતત ૬ સીઝનમાં નાલેશીભર્યો પર્ફોર્મન્સ કર્યા પછી નવું નામ, નવો કૅપ્ટન અને નવા સર્પોટ-સ્ટાફવાળી દિલ્હીની ટીમ આજે હૈદરાબાદના વાય. એસ. રાજશેખરરેડ્ડી ગ્રાઉન્ડમાં કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદ સામે ટકરાશે. આ સીઝનમાં દિલ્હીએ જે શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે એવું તેણે પહેલાં ક્યારેય નહોતું કર્યું. લીગ સ્ટેજમાં ૯ જીતની મદદથી ૧૮ પૉઇન્ટ હોવા છતાં તેમની આજની મૅચ કરો યા મરો જેવી રહેશે, કારણ કે આજે જે હારશે એ પ્લે-ઑફ રાઉન્ડમાંથી આઉટ થઈ જશે અને જીતશે એ પહેલી ક્વૉલિફાયરની પરાજિત ટીમ (મુંબઈ અથવા ચેન્નઈ) સામે શુક્રવારે ટકરાશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK