વાંચો આજના દિવસના તમામ મહત્વના સમાચાર એક ક્લિકમાં

Published: May 02, 2019, 19:57 IST | Bhavin
 • પેપ્સિકો કંપનીએ બટાકાના બીજ મામલે બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. ઈન્ટએક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ કરાયેલા પાંચેય ખેડૂતોના કેસ પાછા ખેંચી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે પેપ્સિકો કંપનીએ બનાસકાંઠાના 4 ખેડૂતો સામે 1 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો.

  પેપ્સિકો કંપનીએ બટાકાના બીજ મામલે બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. ઈન્ટએક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ કરાયેલા પાંચેય ખેડૂતોના કેસ પાછા ખેંચી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે પેપ્સિકો કંપનીએ બનાસકાંઠાના 4 ખેડૂતો સામે 1 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો.

  1/10
 • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. અમદાવાદની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા બાદ હવે સુરતની કોર્ટે પણ કોંગ્રેસ અધ્યક્ષને સમન્સ પાઠવવા આદેશ આપ્યો છે. સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીને સમન્સ બજાવવા આદેશ આપ્યો છે.

  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. અમદાવાદની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા બાદ હવે સુરતની કોર્ટે પણ કોંગ્રેસ અધ્યક્ષને સમન્સ પાઠવવા આદેશ આપ્યો છે. સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીને સમન્સ બજાવવા આદેશ આપ્યો છે.

  2/10
 • જો તમે લૉ ગાર્ડનની ખાઉ ગલીને મિસ કરી રહ્યા હોવ તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. આ દિવાળી સુધીમાં લૉ ગાર્ડનની ખાઉ ગલી નવા અંદાજમાં તૈયાર થઈ જશે. AMC કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરીને લૉ ગાર્ડનની નવી 'સ્માર્ટ' ખાઉ ગલીનો પ્લાન શેર કર્યો છે. લૉ ગાર્ડનની આર્ટિસ્ટ ઈમ્પ્રેશન શેર કરી છે. જેમાં જોવા મળે છે કે લૉ ગાર્ડનની ખાઉ ગલી કેવી દેખાશે.

  જો તમે લૉ ગાર્ડનની ખાઉ ગલીને મિસ કરી રહ્યા હોવ તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. આ દિવાળી સુધીમાં લૉ ગાર્ડનની ખાઉ ગલી નવા અંદાજમાં તૈયાર થઈ જશે. AMC કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરીને લૉ ગાર્ડનની નવી 'સ્માર્ટ' ખાઉ ગલીનો પ્લાન શેર કર્યો છે. લૉ ગાર્ડનની આર્ટિસ્ટ ઈમ્પ્રેશન શેર કરી છે. જેમાં જોવા મળે છે કે લૉ ગાર્ડનની ખાઉ ગલી કેવી દેખાશે.

  3/10
 • ગુજરાત હાઈકોર્ટે 200 કરતા વધુ ન્યાયાધીશોની બદલી કરી છે. બુધવારો 3 અલગ-અલગ પરિપત્ર જાહેર કર્યા, જેમાં બદલીને લઈને નિર્દેશો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે તમામ કેડરના જજની બદલી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, સીનિયર સિવિલ જજ અને એવા સિવિલ જજ કે જેઓ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા, તેમની પણ બદલી કરવામાં આવી છે.

  ગુજરાત હાઈકોર્ટે 200 કરતા વધુ ન્યાયાધીશોની બદલી કરી છે. બુધવારો 3 અલગ-અલગ પરિપત્ર જાહેર કર્યા, જેમાં બદલીને લઈને નિર્દેશો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે તમામ કેડરના જજની બદલી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, સીનિયર સિવિલ જજ અને એવા સિવિલ જજ કે જેઓ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા, તેમની પણ બદલી કરવામાં આવી છે.

  4/10
 • કોંગ્રેસે પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ નિવેદન આપ્યું છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

  કોંગ્રેસે પોતાની સરકારના કાર્યકાળ દરમિયાન 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ નિવેદન આપ્યું છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

  5/10
 • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

  ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે થયેલી અરજીમાં આજે CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને CBI કોર્ટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા બંનેને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

  6/10
 • ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો કે શરૂઆથી જ આ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં હવે અદાણીનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે પણ સ્થાનિકોએ આ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ કોલસાની ખાણથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધશે અને ગ્રેટ બેરિયર રીફને નુક્સાન પહોંચશે. અદાણીના કોલ પ્રોજેક્ટના વિરોધમાં હવે 7 અપક્ષ ઉમેદવારો પણ જોડાયા છે.

  ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો કે શરૂઆથી જ આ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં હવે અદાણીનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે પણ સ્થાનિકોએ આ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ કોલસાની ખાણથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધશે અને ગ્રેટ બેરિયર રીફને નુક્સાન પહોંચશે. અદાણીના કોલ પ્રોજેક્ટના વિરોધમાં હવે 7 અપક્ષ ઉમેદવારો પણ જોડાયા છે.

  7/10
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગાંધીનો ડેરડેવિલ અંદાજ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં સાપ લઈને બેઠેલા દેખાઈ રહ્યા છે. પ્રિંયકા ગાંધી સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી મદારી પાસે પહોંચ્યા. પ્રિયંકાની આસપાસ લોકોનું ટોળુ એક્ઠું થઈ ગયું. પ્રિયંકા ગાંધીએ મદારી સાથે થોડીવાર વાતો કરી. અને જોત જોતમાં સાપને હાથમાં પણ ઉપાડ્યા.

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા ગાંધીનો ડેરડેવિલ અંદાજ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં સાપ લઈને બેઠેલા દેખાઈ રહ્યા છે. પ્રિંયકા ગાંધી સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારનો એક વીડિયો વાઈરલ થયો છે. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી મદારી પાસે પહોંચ્યા. પ્રિયંકાની આસપાસ લોકોનું ટોળુ એક્ઠું થઈ ગયું. પ્રિયંકા ગાંધીએ મદારી સાથે થોડીવાર વાતો કરી. અને જોત જોતમાં સાપને હાથમાં પણ ઉપાડ્યા.

  8/10
 • પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્ઝ 2019 દરમિયાન લાસ વેગાસમાં એકબીજાને કિસ કરતો ફોટો વાઈરલ થયો છે. પ્રિયંકા ચોપરાએ આ કિસ કરતો ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સિ્ટર ઈન લૉ સોફી ટર્નર અને ડેનિયલ જોનાસ પણ જોનાસ બ્રધર્સના ગીત Suckerને એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. એક વીડિયોમાં જોનાસ બ્રધર્સ સ્ટેજ તરફ આગળ વધે છે, ત્યારે નિક પ્રિયંકા પાસે પહોંચે છે. તેની સામે વાંકો વળે છે અને બંને કિસ કરતા દેખાઈ રહ્યા છે.

  પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્ઝ 2019 દરમિયાન લાસ વેગાસમાં એકબીજાને કિસ કરતો ફોટો વાઈરલ થયો છે. પ્રિયંકા ચોપરાએ આ કિસ કરતો ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેની સિ્ટર ઈન લૉ સોફી ટર્નર અને ડેનિયલ જોનાસ પણ જોનાસ બ્રધર્સના ગીત Suckerને એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. એક વીડિયોમાં જોનાસ બ્રધર્સ સ્ટેજ તરફ આગળ વધે છે, ત્યારે નિક પ્રિયંકા પાસે પહોંચે છે. તેની સામે વાંકો વળે છે અને બંને કિસ કરતા દેખાઈ રહ્યા છે.

  9/10
 • IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને  સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલોછે.  જો મુંબઈ આજની મૅચ જીતશે તો એ પ્લે-ઑફમાં પહોંચી જશે અને હૈદરાબાદ જીતશે તો ત્રીજા ક્રમે પહોંચી જશે. મુંબઈ માટે આજની મૅચ ખૂબ મહત્વની છે, કારણ કે અત્યારે એ મજબૂત પૉઝિશનમાં છે અને જો મૅચ હાર્યું તો ચોથા ક્રમની રસાકસીમાં બીજી ટીમો સાથે હરીફાઈ કરવી પડશે. 

  IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને  સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલોછે.  જો મુંબઈ આજની મૅચ જીતશે તો એ પ્લે-ઑફમાં પહોંચી જશે અને હૈદરાબાદ જીતશે તો ત્રીજા ક્રમે પહોંચી જશે. મુંબઈ માટે આજની મૅચ ખૂબ મહત્વની છે, કારણ કે અત્યારે એ મજબૂત પૉઝિશનમાં છે અને જો મૅચ હાર્યું તો ચોથા ક્રમની રસાકસીમાં બીજી ટીમો સાથે હરીફાઈ કરવી પડશે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના રાજકારણની અપડેટ, શું કહે છે ચૂંટણીનો માહોલ, પ્રિયંકા ચોપરાએ શું કર્યું, બિઝનેસમાં શું છે ખાસ, વાંચો આજના દિવસની તમામ મહત્વની અપડેટ્સ એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK