ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભમાં જનતાએ કહ્યું કે એક વાર ફરીથી મોદી સરકાર છે. ઝારખંડના લોહરદગામાં બુધવારે એક મહત્વપૂર્ણ ચૂંટણી રેલીને સંબોધતા કરતા વડાપ્રધાન મોદીએ ઝુંબેશનું આયોજન કર્યું હતું. એમણે પોતાના સંબોધનના આરંભમાં કહ્યું કે વિશાળ સંખ્યામાં બહેન બહેનો માટે જોહર. પીએમ મોદીએ કહ્યું કે વિરોધી માની ગયા છે કે એક વાર ફરીથી મોદી સરકાર આવી રહી છે. મોદીને છોડીને હવે તેઓ ઈવીએમને ગાળો આપવા લાગ્યા છે. વિપક્ષ હારથી પહેલા ઈવીએમ પર અસ્પષ્ટ વાતાવરણ બનાવી રહ્યા છે. એમણે કહ્યું કે દેશની જનતા ચોકીદાર પર પ્રેમ વરસાવી રહી છે અને ગાળો ઈવીએમ ખાઈ રહી છે.
માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોટી રાહત મળી છે. મુંબઈની એનઆઈએ કોર્ટે ચૂંટણી લડવાથી રોકવાની અરજીને રદ કરવામાં આવી છે. મુંબઈની NIA કોર્ટમાં સુનવણી દરમિયાન જજે કહ્યં કે પિટીશન અરજીમાં ફરિયાદીએ પોતાના હસ્તાક્ષર જ કર્યા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષયકુમાર સાથેના ઈન્ટરવ્યુમાં કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. પીએમ મોદીએ પોતાની બાળપણથી આદતોથી લઈને સ્કૂલની યાદો તાજા કરી. અક્ષયકુમારના સવાલોના જવાબમાં પીએમ મોદીએ પોતાનું બાળપણ યાદ કર્યું. કેરી ખાવ છો કે નહીં તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે હવે મારે કંટ્રોલ કરવો પડે છે. પીએમ મોદીએ કહ્યું, 'હા હું ખાવ છું, કેરી પણ ખાવ છું અને રસ પણ પીવું છું મને ઝાડ પર પાકેલી કેરી ખાવાનો શોખ હતો, એ સમયે હાઇજીનની સમજ પણ નહોતી એટલે કેરી સીધી તોડી અને ખાઈ લેતો હતી. હવે મારે કંટ્રોલ કરવો પડે છે.'
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી-ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો કેસ પોલીસે સોલ્વ કરી દીધો છે. આ હત્યાકાંડમાં અંતે ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે. પૂછતાછ દરમિયાન પત્ની અપૂર્વાએ સ્વીકારી લીધું કે સોમવારે રાતે 11 વાગ્યે રોહિતથી ઝઘડો થયો હતો. બન્નેએ એકબીજાનનું ગળું દબાવ્યુ હતુ. ક્રાઈમ બ્રાન્ચ અત્યાર સુધી આ વાતનો ખુલાસો કરી શકી નથી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચે સુનાવણી કરી હતી. જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આરોપ લગાવનારી મહિલાને નોટિસ જાહેર કરી 26 એપ્રિલે હાજર થવાના આદેશ આપ્યાં. સીજીઆઈ વિરૂદ્ધ ષડયંત્રનો દાવો કરનાર વકીલ ઉત્સવ બેંસે સીલબંધ કરવમાં પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા. જેમાં કેટલાંક સીસીટીવી ફુટેજ સામેલ છે.
BAPSના વડા મહંતસ્વામી હાલ યુએઈની મુલાકાતે છે. યુએઈના પ્રવાસ દરમિયાન મહંત સ્વામીએ મસ્જિદની મુલાકાત લીધી હતી. યુએઈના કેબિનેટ પ્રધાન શેખ નાહ્યાન બિન મુાબરક અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું.
મંગળવારે મતદાનના ગરમાવાની વચ્ચે પણ તાપમાનનો પારો ઉંચકાયો હતો અને હવે આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો થશે. મંગળવારે અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને હજુ પણ આ પારો ઉંચો જઈ શકે છે. ડિસા, વડોદરા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું.
રૂસો બર્ધર્સની માર્વલ કૉમિક્સના કલાકારોને લઈને બનાવવામાં આવી એવેન્જર્સ સીરીઝની છેલ્લી કડી એટલેકે એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં રિલીઝના પહેલા ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મને જોવા માટે વધી રહી ઉત્સુક્તાને જોઈને દેશભરમાં 24 કલાક મલ્ટીપ્લેક્સ ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી છે. રાત્રે દોઢ વાગ્યે અને સવારે ત્રણ વાગ્યાના શૉની એડવાન્સ બુકિંગ પણ ચાલી રહી છે.
ક્રિકેટના ભગવાનનો દરજ્જો જેને મળ્યો છે, તેવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા ક્રિકેટરાના આજે પણ લાખોની સંખ્યામાં ફેન્સ છે. તેન્ડુલકર 1994માં અર્જુન એવોર્ડ, 1997માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવી ચૂક્યા છે. તો 1999 અને 2008માં તેમને અનુક્રમે પદ્મશ્રી અને પદ્મ વિભુષણનું સન્માન અપાયું હતું. 2011નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો પણ સચિન તેન્ડુલકર પાર્ટ હતા. 2011નો વર્લ્ડ કપ સચિનના કરિયરનો છઠ્ઠો વર્લ્ડ કપ હતો.
પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચવા માટે પાંચમા ક્રમે રહેલી પંજાબે મોડેથી જીતવાનું શરૂ કરનાર બૅન્ગલોરની ટીમને હરાવવી પડશે. કોહલીની ટીમે પાછલી મૅચમાં ચેન્નઈને એક રનથી પરાજય ચખાડીને રોમાંચક જીત મેળવી હતી. છેલ્લા બૉલમાં પાર્થિવ પટેલે એક રન ન થવા દઈને મહેન્દ્ર સિંહ ધોનીને ચકમો આપવામાં સફળતા મેળવી હતી. બૅન્ગલોરની નબળી બોલિંગ સામે પંજાબના બૅટ્સમેનો ક્રિસ ગેઇલ, લોકેશ રાહુલ અને ડેવિડ મિલર મોટો સ્કોર બનાવવાની કોશિશ કરશે. અશ્વિનની ટીમનો પાછલી મૅચમાં દિલ્હી સામે બે રને પરાજય થયો હતો.
વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં