વાંચો આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ

Updated: Jun 08, 2019, 15:04 IST | Sheetal Patel
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ત્રિસૂર પહોચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજા માટે વડાપ્રધાન વિશેષ પરિધાનમાં પહોચ્યા હતા. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલા વિદેશ પ્રવાસના ભાગરુપે મ્યાનમાર જવાના છે. મ્યાનમારના પ્રવાસ પહેલા વડાપ્રધાન કેરળ પહોંચ્યા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ત્રિસૂર પહોચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજા માટે વડાપ્રધાન વિશેષ પરિધાનમાં પહોચ્યા હતા. બીજીવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલા વિદેશ પ્રવાસના ભાગરુપે મ્યાનમાર જવાના છે. મ્યાનમારના પ્રવાસ પહેલા વડાપ્રધાન કેરળ પહોંચ્યા છે.

  1/10
 • કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસીય વાયનાડ પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે વાયનાડના સાંસદ સુવિધા કેન્દ્રમાં પ્રતિનિધિમંડળો સાથે બેઠક કર્યા બાદ કૉંગ્રેસ અધ્યક્ષે કાલપેટ્ટામાં રોડ શૉ કર્યો હતો. પોતાના રોડ શૉ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડના દરેક નાગરિક માટે કૉંગ્રેસના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. 

  કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસીય વાયનાડ પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે વાયનાડના સાંસદ સુવિધા કેન્દ્રમાં પ્રતિનિધિમંડળો સાથે બેઠક કર્યા બાદ કૉંગ્રેસ અધ્યક્ષે કાલપેટ્ટામાં રોડ શૉ કર્યો હતો. પોતાના રોડ શૉ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડના દરેક નાગરિક માટે કૉંગ્રેસના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. 

  2/10
 • આખરે વરસાદે કેરળમાં એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે વરસાદ કેરળમાં જૂનના પહેલા અઠવાડિયામાં પહોચી જાય છે. વરસાદ કેરળમાં 8 દિવસ મોડુ પહોચ્યું છે. મૌસમ વિભાગના અધિકારીઓ અનુસાર કેરળના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત થઈ છે અને ખેડૂતોને રાહત મળી છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગરમીના કારણે જળાશયોના સ્તર  નિમ્ન સ્તરે પહોચ્યા હતા. કેરળમાં વરસાદના આગમન સાથે લોકોને રાહત થશે.

  આખરે વરસાદે કેરળમાં એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે વરસાદ કેરળમાં જૂનના પહેલા અઠવાડિયામાં પહોચી જાય છે. વરસાદ કેરળમાં 8 દિવસ મોડુ પહોચ્યું છે. મૌસમ વિભાગના અધિકારીઓ અનુસાર કેરળના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત થઈ છે અને ખેડૂતોને રાહત મળી છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગરમીના કારણે જળાશયોના સ્તર  નિમ્ન સ્તરે પહોચ્યા હતા. કેરળમાં વરસાદના આગમન સાથે લોકોને રાહત થશે.

  3/10
 • અમેરિકા સ્પેશ સ્ટેશન એજન્સી નાસાએ કહ્યું હતું કે, 2020થી પર્યટકો ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન જઈ શકશે. નાસા અનુસાર 2020 સુધીમાં પર્યટકો માટે સ્પેશ સ્ટેશનના દરવાજા ખોલી દેવામાં આવશે. મળી રહેલ માહિતી અનુસાર સ્પેશ સ્ટેશન પર એક રાત રોકાવાનું ભાડુ 35 હજાર ડોલર એટલે કે 25 લાખ રુપિયા ચૂકવવાનું રહેશે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન અલગથી રહેશે.

  અમેરિકા સ્પેશ સ્ટેશન એજન્સી નાસાએ કહ્યું હતું કે, 2020થી પર્યટકો ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન જઈ શકશે. નાસા અનુસાર 2020 સુધીમાં પર્યટકો માટે સ્પેશ સ્ટેશનના દરવાજા ખોલી દેવામાં આવશે. મળી રહેલ માહિતી અનુસાર સ્પેશ સ્ટેશન પર એક રાત રોકાવાનું ભાડુ 35 હજાર ડોલર એટલે કે 25 લાખ રુપિયા ચૂકવવાનું રહેશે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન અલગથી રહેશે.

  4/10
 • રેલવે સ્ટેશન પર હવે એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. જો તમારી પાસે ટિકિટ નહીં હોય તો તમને એન્ટ્રી નહીં મળે. ભારતીય રેલવે સિસ્ટમમાં મહત્વના ફેરફાર કરવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભીડ ઘટાડવા માટે અને તેમને નિયંત્રણમાં લાવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે

  રેલવે સ્ટેશન પર હવે એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. જો તમારી પાસે ટિકિટ નહીં હોય તો તમને એન્ટ્રી નહીં મળે. ભારતીય રેલવે સિસ્ટમમાં મહત્વના ફેરફાર કરવા જઈ રહ્યું છે. રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભીડ ઘટાડવા માટે અને તેમને નિયંત્રણમાં લાવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે

  5/10
 • અલ્પેશ ઠાકોર હાલમાં જ કૉન્ગ્રેસમાંથી છૂટા થયા હતા ત્યારબાદ ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. ભાજપમાં સામેલ કરવાનો ખેલ ભાજપને જ ભારે પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે ભાજપની અંદર ધીમો વિરોધ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ આપવા સામે ભાજપના સિનિયર નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

  અલ્પેશ ઠાકોર હાલમાં જ કૉન્ગ્રેસમાંથી છૂટા થયા હતા ત્યારબાદ ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે. ભાજપમાં સામેલ કરવાનો ખેલ ભાજપને જ ભારે પડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રધાનપદ આપવા સામે ભાજપની અંદર ધીમો વિરોધ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ આપવા સામે ભાજપના સિનિયર નેતાઓ એકબીજા સાથે મુલાકાત કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

  6/10
 • ગુજરાત સ્ટેટ પાઠ્યપુસ્તક મંડળની છઠ્ઠી કક્ષાના પુસ્તકમાં રાષ્ટ્રગાનના લેખકના નામને લઈને સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતે પણ ઘેરાઈ ગયા છે.પુસ્તકના પાછળના કવર પર રાષ્ટ્રગાન (જન ગણ મન)નું શીર્ષક રાષ્ટ્રીય ગીત અને લેખક રબીન્દ્રનાથ ઠાકુર છપાયેલું છે. 

  ગુજરાત સ્ટેટ પાઠ્યપુસ્તક મંડળની છઠ્ઠી કક્ષાના પુસ્તકમાં રાષ્ટ્રગાનના લેખકના નામને લઈને સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતે પણ ઘેરાઈ ગયા છે.પુસ્તકના પાછળના કવર પર રાષ્ટ્રગાન (જન ગણ મન)નું શીર્ષક રાષ્ટ્રીય ગીત અને લેખક રબીન્દ્રનાથ ઠાકુર છપાયેલું છે. 

  7/10
 • સલમાન ખાન અને કેટરિના કેફ સ્ટારર ફિલ્મ ભારતને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યું છે. ઇદ 2019ના ખાસ અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ભારતને પહેલા દિવસે જ બંપર કમાણી કરી છે. બીજા દિવસના કલેક્શને ફિલ્મને 70 કરોડની પાર પહોંચાડી છે. હવે જો ત્રીજા દિવસની વાત કરીએ તો ફિલ્મ કમાણીમાં ઘટાડો થયો છે. જો કે હાલ આ ફિલ્મ 100 કરોડની ખૂબ જ નજીક છે.

  સલમાન ખાન અને કેટરિના કેફ સ્ટારર ફિલ્મ ભારતને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યું છે. ઇદ 2019ના ખાસ અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ભારતને પહેલા દિવસે જ બંપર કમાણી કરી છે. બીજા દિવસના કલેક્શને ફિલ્મને 70 કરોડની પાર પહોંચાડી છે. હવે જો ત્રીજા દિવસની વાત કરીએ તો ફિલ્મ કમાણીમાં ઘટાડો થયો છે. જો કે હાલ આ ફિલ્મ 100 કરોડની ખૂબ જ નજીક છે.

  8/10
 • સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ થયેલી બન્ને ટીમો ઇંગ્લૅન્ડ અને બંગલા દેશ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં આમને-સામને ટકરાશે, જેમાં બંગલા દેશનો આત્મવિશ્વાસ મજબૂત હશે, કારણ કે તેમણે પોતાની પાછલી મૅચમાં સાઉથ આફ્રિકાને ૨૧ રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપ ટાઇટલ જીતવા ફેવરિટ ઓઇન મૉર્ગનની ઇંગ્લૅન્ડની ટીમનો પાછલી મૅચમાં પાકિસ્તાન સામે ૧૪ રનથી પરાજય થયો હતો એથી મશરફે ર્મોતઝાની ટીમ પાસે જીત મેળવવાનો સુવર્ણ મોકો છે.

  સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ થયેલી બન્ને ટીમો ઇંગ્લૅન્ડ અને બંગલા દેશ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં આમને-સામને ટકરાશે, જેમાં બંગલા દેશનો આત્મવિશ્વાસ મજબૂત હશે, કારણ કે તેમણે પોતાની પાછલી મૅચમાં સાઉથ આફ્રિકાને ૨૧ રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપ ટાઇટલ જીતવા ફેવરિટ ઓઇન મૉર્ગનની ઇંગ્લૅન્ડની ટીમનો પાછલી મૅચમાં પાકિસ્તાન સામે ૧૪ રનથી પરાજય થયો હતો એથી મશરફે ર્મોતઝાની ટીમ પાસે જીત મેળવવાનો સુવર્ણ મોકો છે.

  9/10
 • ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપનો માહોલ ગરમ થઈ રહ્યો છે અને જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય ત્યારે આ માહોલ વધારે ગરમાય છે. વર્લ્ડ કપ હોય કે કોઈ સામાન્ય સિરીઝ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હમેશા ખાસ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં 16 જૂને મેચ રમાવાની છે. 16 જૂને થનારી મેચ પહેલા પાકિસ્તાનના પ્લેયર્સે તેમના બોર્ડ પાસેથી અજીબ માગણી કરી હતી. પાકિસ્તાની પ્લેયર્સ ભારત સામે મેચ જીત્યા પછી કઈક અલગ રીતે સેલિબ્રેશન કરવાના મૂડમાં હતા જો કે PCB (Pakistan cricket board) દ્વારા આ માગને નકારવામાં આવી છે.

  ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપનો માહોલ ગરમ થઈ રહ્યો છે અને જ્યારે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય ત્યારે આ માહોલ વધારે ગરમાય છે. વર્લ્ડ કપ હોય કે કોઈ સામાન્ય સિરીઝ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હમેશા ખાસ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં 16 જૂને મેચ રમાવાની છે. 16 જૂને થનારી મેચ પહેલા પાકિસ્તાનના પ્લેયર્સે તેમના બોર્ડ પાસેથી અજીબ માગણી કરી હતી. પાકિસ્તાની પ્લેયર્સ ભારત સામે મેચ જીત્યા પછી કઈક અલગ રીતે સેલિબ્રેશન કરવાના મૂડમાં હતા જો કે PCB (Pakistan cricket board) દ્વારા આ માગને નકારવામાં આવી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK