વાંચો આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ

Updated: Jun 03, 2019, 14:55 IST | Sheetal Patel
 • જાહેરમાં મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી છે. મહિલાની માફી માગવાનો ઈનકાર કરી ચૂકેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ યુ ટર્ન લઈને માફી માગી લીધી છે. ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,'મારાથી જોશમાં ભૂલ થઇ ગઇ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે'

  જાહેરમાં મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી છે. મહિલાની માફી માગવાનો ઈનકાર કરી ચૂકેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ યુ ટર્ન લઈને માફી માગી લીધી છે. ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,'મારાથી જોશમાં ભૂલ થઇ ગઇ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે'

  1/10
 • ધારાસભ્ય બલરામ થાવાણીનો એક મહિલાને જાહેર રોડ પર માર મારતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો. મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી હતી પણ હાલમાં એમની સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં માર મારવા બદલ ગુનો નોંધાયો છે. 

  ધારાસભ્ય બલરામ થાવાણીનો એક મહિલાને જાહેર રોડ પર માર મારતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો. મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી હતી પણ હાલમાં એમની સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં માર મારવા બદલ ગુનો નોંધાયો છે. 

  2/10
 • દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી દીધી. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને DTC બસમાં ફ્રી મુસાફરી કરવાની ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશેની જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કરી છે.

  દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી દીધી. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને DTC બસમાં ફ્રી મુસાફરી કરવાની ભેટ આપી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશેની જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં 64 લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કરી છે.

  3/10
 • મમતા બૅનરજી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં સામે આવ્યો છે. અહીંયા મમતા બૅનરજીએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં ભાજપના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવી દીધું છે. ત્યારે બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. 

  મમતા બૅનરજી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં સામે આવ્યો છે. અહીંયા મમતા બૅનરજીએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં ભાજપના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવી દીધું છે. ત્યારે બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. 

  4/10
 • કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આ મામલાની સુનાવણી કરતા તેમને વિદેશ જવા પર પ્રતિબંધ હટાવી દીધો છે. સાથે જ કોર્ટના આદેશ મુજબ રૉબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી પરંતુ એમને અમેરિકા અને હોલેન્ડ જવાની પરવાનગી આપવામાં આવી છે.

  કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આ મામલાની સુનાવણી કરતા તેમને વિદેશ જવા પર પ્રતિબંધ હટાવી દીધો છે. સાથે જ કોર્ટના આદેશ મુજબ રૉબર્ટ વાડ્રાને લંડન જવાની મંજૂરી નથી પરંતુ એમને અમેરિકા અને હોલેન્ડ જવાની પરવાનગી આપવામાં આવી છે.

  5/10
 • તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપની વચ્ચે ચાલી રહેલી રાજકીય જંગ, લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સામે આવ્યા બાદ પણ થોભવાનું નામ નથ લઈ રહી. કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે આસનલોથી બીજેપીના કાર્યકર્તા પશ્ચિમ બંગાળની મુંખ્યમંત્રી મમતા બૅનરજીએ Get Well Soonનું કાર્ડ મોકલશે. સુપ્રિયોએ આ ટિપ્પટી જય શ્રી રામના નારા પર મમતાની પ્રતિક્રિયાથી જોડાયેલા સવાલ પર કરી છે.

  તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપની વચ્ચે ચાલી રહેલી રાજકીય જંગ, લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સામે આવ્યા બાદ પણ થોભવાનું નામ નથ લઈ રહી. કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે આસનલોથી બીજેપીના કાર્યકર્તા પશ્ચિમ બંગાળની મુંખ્યમંત્રી મમતા બૅનરજીએ Get Well Soonનું કાર્ડ મોકલશે. સુપ્રિયોએ આ ટિપ્પટી જય શ્રી રામના નારા પર મમતાની પ્રતિક્રિયાથી જોડાયેલા સવાલ પર કરી છે.

  6/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાપહેલા કાર્યકાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા અજીત દોભાલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અજીત દોભાલ મોદી સરકારના બીજા કાર્યકાલમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં સલાહકાર બનેલા રહેશે. એની સાથે જ એમણે મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળ્યો છે. અજીત દોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં એમના સારા કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીની ગુણવત્તા મળી છે. એમની નિયુક્તિ પાંચ વર્ષ માટે થઈ છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાપહેલા કાર્યકાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા અજીત દોભાલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અજીત દોભાલ મોદી સરકારના બીજા કાર્યકાલમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં સલાહકાર બનેલા રહેશે. એની સાથે જ એમણે મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળ્યો છે. અજીત દોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં એમના સારા કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીની ગુણવત્તા મળી છે. એમની નિયુક્તિ પાંચ વર્ષ માટે થઈ છે.

  7/10
 • વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં સાઉથ આફ્રિકાને ૧૦૪ રને હરાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ આજે ઐતિહાસિક ઓવલ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે આસાન જીતની આશા સાથે મેદાનમાં ઊતરશે. આફ્રિકા સામે જેસન રૉય, જો રૂટ, ઓઇન મૉર્ગન ફિફ્ટી મારવામાં તો સફળ રહ્યા હતા, પણ ૬૦ને ક્રૉસ કરી શક્યા નહોતા. ફક્ત પ્લેયર ઑફ ધ મૅચ બેન સ્ટોક્સે ૭૯ બૉલમાં ૯ ફોરની મદદથી ૮૯ રન બનાવ્યા હતા, જે ડેથ ઓવરમાં નિર્ણાયક પુરવાર થયા હતા.

  વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં સાઉથ આફ્રિકાને ૧૦૪ રને હરાવ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ આજે ઐતિહાસિક ઓવલ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે આસાન જીતની આશા સાથે મેદાનમાં ઊતરશે. આફ્રિકા સામે જેસન રૉય, જો રૂટ, ઓઇન મૉર્ગન ફિફ્ટી મારવામાં તો સફળ રહ્યા હતા, પણ ૬૦ને ક્રૉસ કરી શક્યા નહોતા. ફક્ત પ્લેયર ઑફ ધ મૅચ બેન સ્ટોક્સે ૭૯ બૉલમાં ૯ ફોરની મદદથી ૮૯ રન બનાવ્યા હતા, જે ડેથ ઓવરમાં નિર્ણાયક પુરવાર થયા હતા.

  8/10
 • જેમાં નાના વેપારીઓને દર મહિને પેન્શન આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે મોદી સરકારે વધુ એક નિર્ણય લીધો છે, જે પેન્શન ધારકોને મોટો ફાયદો કરાવશે. મોદી સરકારની બીજી ઈનિંગ શરૂ થઈ ચૂકી છે. અને બીજી ઈનિંગની શરૂઆતમાં જ મોદી સરકાર મોટા મોટા નિર્ણયો લઈ ચૂકી છે. ગત સપ્તાહે યોજાયેલી બીજી ટર્મની પહેલી કેબિનેટ બેઠકમાં જ મોદી સરકારની કેબિનેટ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં નાના વેપારીઓને દર મહિને પેન્શન આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે મોદી સરકારે વધુ એક નિર્ણય લીધો છે, જે પેન્શન ધારકોને મોટો ફાયદો કરાવશે.

  જેમાં નાના વેપારીઓને દર મહિને પેન્શન આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે મોદી સરકારે વધુ એક નિર્ણય લીધો છે, જે પેન્શન ધારકોને મોટો ફાયદો કરાવશે. મોદી સરકારની બીજી ઈનિંગ શરૂ થઈ ચૂકી છે. અને બીજી ઈનિંગની શરૂઆતમાં જ મોદી સરકાર મોટા મોટા નિર્ણયો લઈ ચૂકી છે. ગત સપ્તાહે યોજાયેલી બીજી ટર્મની પહેલી કેબિનેટ બેઠકમાં જ મોદી સરકારની કેબિનેટ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં નાના વેપારીઓને દર મહિને પેન્શન આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે મોદી સરકારે વધુ એક નિર્ણય લીધો છે, જે પેન્શન ધારકોને મોટો ફાયદો કરાવશે.

  9/10
 • દિગ્ગજ ગાયક કિશોર કુમારની પહેલી પત્ની અને જાણીતી બંગાળી અભિનેત્રી રૂમા ગુહા ઠાકુરતાનું અવસાન થઈ ગયું છે. 84 વર્ષની રૂમાનું નિધન સોમવાર સવારે કોલકાત્તાના બાલીગંજ સ્થિત એમના નિવાસસ્થાને થયું છે. રૂમા થોડા સમય પહેલા જ કોલકાત્તા પાછી ફરી હતી. તેઓ છેલ્લા ત્રણા મહિનાથી પોતાના દિકરી અમિત કુમાર પાસે હતી. રિપોર્ટ્સ મુજબ રૂમા ગુહા ઠાકુરતા ઘણા સમયથી કેટલીક બીમારીઓથી ઝઝૂમી રહી હતી. 

  દિગ્ગજ ગાયક કિશોર કુમારની પહેલી પત્ની અને જાણીતી બંગાળી અભિનેત્રી રૂમા ગુહા ઠાકુરતાનું અવસાન થઈ ગયું છે. 84 વર્ષની રૂમાનું નિધન સોમવાર સવારે કોલકાત્તાના બાલીગંજ સ્થિત એમના નિવાસસ્થાને થયું છે. રૂમા થોડા સમય પહેલા જ કોલકાત્તા પાછી ફરી હતી. તેઓ છેલ્લા ત્રણા મહિનાથી પોતાના દિકરી અમિત કુમાર પાસે હતી. રિપોર્ટ્સ મુજબ રૂમા ગુહા ઠાકુરતા ઘણા સમયથી કેટલીક બીમારીઓથી ઝઝૂમી રહી હતી. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK