આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ

Published: May 31, 2019, 14:58 IST | Bhavin
 • મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી થઈ ચૂકી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પુરુષોત્તમ રૂપાલાને રાજ્ય કક્ષાના કૃષિ પ્રધાન અને મનસુખ માંડવિયાને ફિશરીઝની જવાબદારી સોંપવામાં આવી છે.

  મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી થઈ ચૂકી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પુરુષોત્તમ રૂપાલાને રાજ્ય કક્ષાના કૃષિ પ્રધાન અને મનસુખ માંડવિયાને ફિશરીઝની જવાબદારી સોંપવામાં આવી છે.

  1/10
 • રાજનાથસિંહને સંરક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્મલા સીતારમનને નાણા મંત્રાલય, સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી મળી છે. તો રેલવે પ્રધાન તરીકે પિયુષ ગોયલ યથાવત્ છે. નીતિન ગડકરીને પણ પહેલી વખતનું રોડ ટ્રાન્સપોર્ટ અને વાહન વ્યહાર ખાતું જાળવી રખાયું છે.

  રાજનાથસિંહને સંરક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્મલા સીતારમનને નાણા મંત્રાલય, સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી મળી છે. તો રેલવે પ્રધાન તરીકે પિયુષ ગોયલ યથાવત્ છે. નીતિન ગડકરીને પણ પહેલી વખતનું રોડ ટ્રાન્સપોર્ટ અને વાહન વ્યહાર ખાતું જાળવી રખાયું છે.

  2/10
 • નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લઈ ચૂક્યા છે. ત્યારે યુએઈએ નરેન્દ્ર મોદી અને ભારતને ખાસ સન્માન આપ્યું છે. UAE સરકારે અબુ ધાબીની આઈકોનિક એડનોક બિલ્ડિંગ પર લાઈટિંગ કરીને મોદી અને તિરંગાને સ્ક્રીન પર બતાવ્યા હતા. UEAએ ભારત સાથે તેમની દોસ્તી બતાવવા માટે આ કર્યુ છે.

  નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લઈ ચૂક્યા છે. ત્યારે યુએઈએ નરેન્દ્ર મોદી અને ભારતને ખાસ સન્માન આપ્યું છે. UAE સરકારે અબુ ધાબીની આઈકોનિક એડનોક બિલ્ડિંગ પર લાઈટિંગ કરીને મોદી અને તિરંગાને સ્ક્રીન પર બતાવ્યા હતા. UEAએ ભારત સાથે તેમની દોસ્તી બતાવવા માટે આ કર્યુ છે.

  3/10
 • રાજકોટમાંથી ઝડપાયેલા ISISના બે આતંકીઓની NIA પૂછપરછ કરશે. NIAના અધિકારીઓ રાજકોટ આવીને આ બંને આતંકીભાઈઓની પૂછપરછ કરશે. ત્રણથી સાત જૂન સુધી NIA રાજકોટની જેલમાં બંને આતંકીઓની પૂછપરછ કરશે.

  રાજકોટમાંથી ઝડપાયેલા ISISના બે આતંકીઓની NIA પૂછપરછ કરશે. NIAના અધિકારીઓ રાજકોટ આવીને આ બંને આતંકીભાઈઓની પૂછપરછ કરશે. ત્રણથી સાત જૂન સુધી NIA રાજકોટની જેલમાં બંને આતંકીઓની પૂછપરછ કરશે.

  4/10
 • બનાસકાંઠાના દાંતીવાડમા લક્ઝરી બસને અકસ્માત નડતા 35 મુસાફરોને ઈજા પહોંચી છે. આ બસ ઝાલોરથી વડોદરા તરફ જતી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

  બનાસકાંઠાના દાંતીવાડમા લક્ઝરી બસને અકસ્માત નડતા 35 મુસાફરોને ઈજા પહોંચી છે. આ બસ ઝાલોરથી વડોદરા તરફ જતી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

  5/10
 • શુક્રવારે મુખ્ય સચિવ જે. એન. સિંહનો કાર્યકાળ પુરો થઈ રહ્યો હતો. જેને હવે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપવાનું નક્કી કર્યું છે. જો એક્સટેન્શન ન આપવામાં આવ્યું હોત તો તેઓ આજે નિવૃત થવાના હતા. જે. એન. સિંહ વયના કારણે નિવૃત થવાના હતા. જેમને એક્સટેન્શન મળતા રાજ્યના 4 IAS અધિકારીઓનું પ્રમોશન અટકી ગયું છે.

  શુક્રવારે મુખ્ય સચિવ જે. એન. સિંહનો કાર્યકાળ પુરો થઈ રહ્યો હતો. જેને હવે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તેમને એક્સટેન્શન આપવાનું નક્કી કર્યું છે. જો એક્સટેન્શન ન આપવામાં આવ્યું હોત તો તેઓ આજે નિવૃત થવાના હતા. જે. એન. સિંહ વયના કારણે નિવૃત થવાના હતા. જેમને એક્સટેન્શન મળતા રાજ્યના 4 IAS અધિકારીઓનું પ્રમોશન અટકી ગયું છે.

  6/10
 • અંબાજીના જંગલમાં આગ લાગી હતી. લોકો ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા. વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરાઈ હતી. જ્યારે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પ્રયાસ કર્યા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી

  અંબાજીના જંગલમાં આગ લાગી હતી. લોકો ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા હતા. વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરાઈ હતી. જ્યારે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પ્રયાસ કર્યા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી

  7/10
 • મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂને ચોમાસાનું આગમન થઈ જાય છે. પરંતુ વખતે એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા છે. આજના દિવસમાં તાપમાન 28 થી 34 ડીગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે આકાશમાં થોડા ઘણા વાદળા જોવા મળી શકે છે. સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ પડે છે અને મે મહિનાના અંતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જાય છે. જો કે સ્કાયમેટ એજન્સીના અનુસાર કેરાલામાં ચોમાસું મોડું છે જેના કારણે મુંબઈમાં પણ ચોમાસું મોડું બેસશે.

  મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂને ચોમાસાનું આગમન થઈ જાય છે. પરંતુ વખતે એક અઠવાડિયું મોડું બેસવાની શક્યતા છે. આજના દિવસમાં તાપમાન 28 થી 34 ડીગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે આકાશમાં થોડા ઘણા વાદળા જોવા મળી શકે છે. સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ પડે છે અને મે મહિનાના અંતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જાય છે. જો કે સ્કાયમેટ એજન્સીના અનુસાર કેરાલામાં ચોમાસું મોડું છે જેના કારણે મુંબઈમાં પણ ચોમાસું મોડું બેસશે.

  8/10
 • આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત અસફળ રહ્યા બાદ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને પોતાના 5 ઓફિસરોને મોતની સજા આપવામાં આવશે. સાઉથ કોરિયાના એક અખબાર ચોસન ઇલ્બોએ હાલમાં જ આ અંગે ખુલાસો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, જે ઓફિસરોને ફાયરિંગ સ્ક્વોડની સામે ગોળી મારવાની સજા આપી હતી, જેમાં નોર્થ કોરિયાના અમેરિકા સ્થિત વિશેષ પ્રતિનિધિઓ પણ સામેલ હતા. 

  આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત અસફળ રહ્યા બાદ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને પોતાના 5 ઓફિસરોને મોતની સજા આપવામાં આવશે. સાઉથ કોરિયાના એક અખબાર ચોસન ઇલ્બોએ હાલમાં જ આ અંગે ખુલાસો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, જે ઓફિસરોને ફાયરિંગ સ્ક્વોડની સામે ગોળી મારવાની સજા આપી હતી, જેમાં નોર્થ કોરિયાના અમેરિકા સ્થિત વિશેષ પ્રતિનિધિઓ પણ સામેલ હતા. 

  9/10
 • ભારત દ્વારા રશિયાની સૌથી લાંબા અંતરની મિસાઇલ S-400 (મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ) ખરીદવાના નિર્ણય પર હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ચેતવણી આપતા કહ્યું કે, આવું કરવાથી ડિફેન્સ સંબંધો પર ગંભીર અસર પડશે. રશિયાની S-400ને ચીને ગત વર્ષે જ રશિયા પાસેથી ખરીદી હતી. જુલાઇમાં તેની ડિલિવરી પણ કરી દીધી હતી. રશિયા અને ચીનની વચ્ચે વર્ષ 2014માં આ ડિફેન્સ સિસ્ટમ માટે 3 બિલિયન ડોલરમાં ડીલ થઇ હતી. વળી, ભારતે આ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે ઓક્ટોબર 2018માં 40 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.

  ભારત દ્વારા રશિયાની સૌથી લાંબા અંતરની મિસાઇલ S-400 (મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ) ખરીદવાના નિર્ણય પર હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ચેતવણી આપતા કહ્યું કે, આવું કરવાથી ડિફેન્સ સંબંધો પર ગંભીર અસર પડશે. રશિયાની S-400ને ચીને ગત વર્ષે જ રશિયા પાસેથી ખરીદી હતી. જુલાઇમાં તેની ડિલિવરી પણ કરી દીધી હતી. રશિયા અને ચીનની વચ્ચે વર્ષ 2014માં આ ડિફેન્સ સિસ્ટમ માટે 3 બિલિયન ડોલરમાં ડીલ થઇ હતી. વળી, ભારતે આ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે ઓક્ટોબર 2018માં 40 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK