આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ પર કરો અક નજર

Updated: Jun 02, 2019, 14:56 IST | Sheetal Patel
 • હાલ રાજ્યમાં જબરજસ્ત ગરમી પડી રહી છે. હજી ચોમાસાને બેસવાનો પણ વાર છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકશન લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીની સાથે સાથે અન્ય કારણો પણ આપવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરમીને કારણે પાણીની અછત અને સુરત આગની ઘટના બાદ સંખ્યાબંધ શાળામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.

  હાલ રાજ્યમાં જબરજસ્ત ગરમી પડી રહી છે. હજી ચોમાસાને બેસવાનો પણ વાર છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકશન લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીની સાથે સાથે અન્ય કારણો પણ આપવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરમીને કારણે પાણીની અછત અને સુરત આગની ઘટના બાદ સંખ્યાબંધ શાળામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.

  1/10
 • જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે. લોકો હવે ઝડપથી ચોમાસુ બેસે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્યમાં ચોમાસુ તો દૂરની વાત છે, હજી ગરમી ઘટવાનું નામ નથી લઈ રહી. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા બે દિવસથી તાપમાન વધ્યું છે. આકાશમાંથી પડતા અંગારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી સુધી પહોંચ્યો તો, સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

  જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે. લોકો હવે ઝડપથી ચોમાસુ બેસે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્યમાં ચોમાસુ તો દૂરની વાત છે, હજી ગરમી ઘટવાનું નામ નથી લઈ રહી. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા બે દિવસથી તાપમાન વધ્યું છે. આકાશમાંથી પડતા અંગારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી સુધી પહોંચ્યો તો, સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

  2/10
 • વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પર પણ શિક્ષણનો બોજ વધ્યો છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકોના ભાવમાં ધરખમ વધારો થયો છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ વધુ મોંઘું થયું છે. ધોરણ 1 થી 12ના નવા પાઠ્ય પુસ્તકોના ભાવમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12નાં પાઠ્ય પુસ્તકોના ભાવ બમણા થઈ ગયા છે.

  વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પર પણ શિક્ષણનો બોજ વધ્યો છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકોના ભાવમાં ધરખમ વધારો થયો છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ વાલીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત બોર્ડના પાઠ્ય પુસ્તકના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ વધુ મોંઘું થયું છે. ધોરણ 1 થી 12ના નવા પાઠ્ય પુસ્તકોના ભાવમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12નાં પાઠ્ય પુસ્તકોના ભાવ બમણા થઈ ગયા છે.

  3/10
 • જૂનાગઢના દલખાણીયા વિસ્તારમાં વધું સિંહના મોતના સમાચાર આવ્યા છે. પાણીયા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં 3થી 4 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. સિંહના દેહ પર કોઈ ઈજા જોવા મળી નથી. મૃત સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ એ જ રેન્જ છે જ્યા આની પહેલા 28 સિંહ મર્યા હતા.

  જૂનાગઢના દલખાણીયા વિસ્તારમાં વધું સિંહના મોતના સમાચાર આવ્યા છે. પાણીયા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં 3થી 4 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. સિંહના દેહ પર કોઈ ઈજા જોવા મળી નથી. મૃત સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ એ જ રેન્જ છે જ્યા આની પહેલા 28 સિંહ મર્યા હતા.

  4/10
 • ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્રા ધામમાં સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં મંદિરના દર્શન કરવા આવેલા યાત્રાળુઓ દરિયાની પરિસ્થિતિથી જાણીતા હોતા નથી, દરિયામાં ન્હાવા જતા લોકોના ડૂબવાના ઘણા બનાવો બનતા હોય છે. આ સમુદ્રમાં થોડા અંદર જતા મોટા વજનદાર પથ્થરો હોય છે. પથ્થરના કારણે પગ લપસી જવાથી સમુદ્રમાં ડૂબી જવાના ઘણા બનાવો બનવાને લીધે દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્રા ધામમાં સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફથી અરબી સમુદ્રમાં મંદિરના દર્શન કરવા આવેલા યાત્રાળુઓ દરિયાની પરિસ્થિતિથી જાણીતા હોતા નથી, દરિયામાં ન્હાવા જતા લોકોના ડૂબવાના ઘણા બનાવો બનતા હોય છે. આ સમુદ્રમાં થોડા અંદર જતા મોટા વજનદાર પથ્થરો હોય છે. પથ્થરના કારણે પગ લપસી જવાથી સમુદ્રમાં ડૂબી જવાના ઘણા બનાવો બનવાને લીધે દરિયામાં ન્હાવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  5/10
 • બિહારમાં સત્તાધારી પાર્ટી જનતા દળના કેટલાક વિધાયકોના સાંસદ બની જવા બાદ ખાલી થયેલા મંત્રી પદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી JDUના વિધાયકોને મંત્રી બનાવ્યા છે. ભાજપના એક પણ નેતાને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું. 

  બિહારમાં સત્તાધારી પાર્ટી જનતા દળના કેટલાક વિધાયકોના સાંસદ બની જવા બાદ ખાલી થયેલા મંત્રી પદ ભરવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે રવિવારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી JDUના વિધાયકોને મંત્રી બનાવ્યા છે. ભાજપના એક પણ નેતાને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું. 

  6/10
 • ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે શનિવારે વિદેશઓને આપવામાં આવતા મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર મેક્સિકાના ડેલ એગ્વેલા એજ્ટેકા'(ઑર્ડર ઑફ એજ્ટેક ઈગલ)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆએ પુણેના MCCIA ભવનમાં આયોજિત સમારોહમાં પાટિલને સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભા પાટિલ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિના પદ પર હતા. તેઓ ભારતમા પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.

  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે શનિવારે વિદેશઓને આપવામાં આવતા મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઑર્ડર મેક્સિકાના ડેલ એગ્વેલા એજ્ટેકા'(ઑર્ડર ઑફ એજ્ટેક ઈગલ)થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિઆએ પુણેના MCCIA ભવનમાં આયોજિત સમારોહમાં પાટિલને સન્માનિત કરવામાં આવ્યા. પ્રતિભા પાટિલ 2007 થી 2012 સુધી રાષ્ટ્રપતિના પદ પર હતા. તેઓ ભારતમા પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.

  7/10
 • રમઝાનના મહિનામાં પાકિસ્તાને એક વાર ફરી નાપાક હરકત કરી છે. ખરેખર, અહીંયા ભારતીય હાઈકમિશનની ઈફ્તાર પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓએ ગેરવર્તન કર્યું. ઈફ્તાર પાર્ટી શરૂ થવા પહેલા જ્યારે મહેમાન આવવા લાગ્યા ત્યારે એમની સાથે ખરાબ વર્તન કર્યું અને એમણે ડરાવ્યા અને ધમકાવ્યા.

  રમઝાનના મહિનામાં પાકિસ્તાને એક વાર ફરી નાપાક હરકત કરી છે. ખરેખર, અહીંયા ભારતીય હાઈકમિશનની ઈફ્તાર પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓએ ગેરવર્તન કર્યું. ઈફ્તાર પાર્ટી શરૂ થવા પહેલા જ્યારે મહેમાન આવવા લાગ્યા ત્યારે એમની સાથે ખરાબ વર્તન કર્યું અને એમણે ડરાવ્યા અને ધમકાવ્યા.

  8/10
 • ક્યારેય વર્લ્ડ કપ ન જીતેલી સાઉથ આફ્રિકાની ટીમ આજે લંડન શહેરના કેનિંગટન ઓવલ ગ્રાઉન્ડમાં મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમને હરાવીને જીતના પંથે પાછી ફરવા મુકાબલો કરશે. ઇંગ્લૅન્ડ સામે પહેલી મૅચમાં ૧૦૪ રનથી હાર્યા પછી ફૅફ ડુ પ્લેસીની ટીમ મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમ સામે જીતના પાટે પાછી ફરવા મક્કમ છે.

  ક્યારેય વર્લ્ડ કપ ન જીતેલી સાઉથ આફ્રિકાની ટીમ આજે લંડન શહેરના કેનિંગટન ઓવલ ગ્રાઉન્ડમાં મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમને હરાવીને જીતના પંથે પાછી ફરવા મુકાબલો કરશે. ઇંગ્લૅન્ડ સામે પહેલી મૅચમાં ૧૦૪ રનથી હાર્યા પછી ફૅફ ડુ પ્લેસીની ટીમ મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમ સામે જીતના પાટે પાછી ફરવા મક્કમ છે.

  9/10
 • Hrithik Roshanની ફિલ્મ Super 30 આ વર્ષે 12 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. હ્રિતિકે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. 2 જૂનના રોજ ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરીને હ્રિતિકે જણાવ્યું કે એનું ટ્રેલર 4 જૂને આવી રહ્યું છે. પણ એની સાથે એક સંદેશ પણ આપ્યો છે.

  Hrithik Roshanની ફિલ્મ Super 30 આ વર્ષે 12 જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. હ્રિતિકે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. 2 જૂનના રોજ ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરીને હ્રિતિકે જણાવ્યું કે એનું ટ્રેલર 4 જૂને આવી રહ્યું છે. પણ એની સાથે એક સંદેશ પણ આપ્યો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK