વડોદરા અને મુંબઇની નવરાત્રીની ઝલક જોઇશું આ તસવીરોમાં.
વડોદરાના યુનાઇટેડ વેનાં ગરબા કોને નથી ખબર? જેને નામે રેકોર્ડ્ઝ પણ નોંધાયા છે, અનામિકા શાહે શૅર કરી હતી વડોદરાના ગરબાની ક્ષણો મિત્રો સાથે..
અનામિકા શાહે 2019ની નવરાત્રીના આ મોજીલા ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.
સરખી સાહેલીઓ સાથે ગરબે ઘુમવું એક નવરાત્રીનું સૌથી મોટું એક્સાઇટમેન્ટ હોય છે.
સેલ્ફીઝ તો નવરાત્રીનો ક્યારેય આઉટડેટેન નહીં થાય એવો ટ્રેન્ડ છે.
અનામિકાએ ફ્રેન્ડ્ઝ સાથે શૅર કરેલી આ તસવીરમાં ચહેરા પરનો ગ્લો ઉત્સવની વ્યાખ્યા બને છે.
કાંદિવલી વેસ્ટના મહાવીર નગરમાં આવેલા પંચશીલ ગાર્ડન ફ્લેટ્સની તસવીરો શેર કરી હતી અનુપમ શર્માએ.
હંમેશા અહીંની નવરાત્રી આ વિસ્તારની યુએસપી રહે છે.
આ વર્ષે આવી સેલ્ફીઝ પાડવાનું બધા મિસ કરશે એ ચોક્કસ.
ધમાલ મસ્તી અને ખડખડાટ હાસ્ય એટલે કે નવરાત્રી.
આ તસવીરમાં પંચશીલ ગાર્ડન ફ્લેટ્સના સખી મંડળની સ્ટ્રેન્થ જોવા મળે છે.
મોટેરાં સાથે નાનેરાંઓનો પણ મેળાવડો.
પંચશીલ ગાર્ડનનાં રહેવાસીઓ માટે નવરાત્રી એક એવો તહેવાર બની રહે છે જ્યારે બધા સભ્યો એક આખા પરિવારની ઉર્જા અનુભવે છે. ચેતના શાહે આ તસવીર શૅર કરી હતી.
નવરાત્રીનાં દિવસનાં અલગ અલગ રંગો હોય છે અને જુઓ આ છે વ્હાઇટ ડેની થ્રો બૅક તસવીર. હેમાક્ષી શાહે પંચશીલ ગાર્ડનનાં ગરબાની આ તસવીર શૅર કરી હતી.
નવરાત્રીની રાત હોય પણ તોય બધું હોય એકદમ બ્રાઇટ.
રંગ અને ઉલ્લાસની રમઝટ એટલે જ તો છે નવરાત્રી.
તૃપ્તી શાહે પણ પોતાના મિત્રો સાથેની આ તસવીર શૅર કરી હતી.
આ છે નવરાત્રીના વ્હાઇટ ડે લૂકની તસવીર, પંચશીલ ગાર્ડન ફ્લેટ્સની નવરાત્રી.
આ છે રેડ ડેનો દોસ્તોનો લૂક.
નવરાત્રીનો આ તહેવાર ફરી આવી રીતે ઉજવી શકાય તેની જ સૌની પ્રતીક્ષા છે.
ઘેરદાર ઘાઘરાનો ઠસ્સો જ અલગ હોય છે. ક્રિના શાહે પણ નવરાત્રીની આ થ્રો બૅક તસવીરો શૅર કરી હતી.
પંચશીલ ગાર્ડનના ક્લબ હાઉસમાં આ રીતે માતાજીની સ્થાપના થતી હોય છે.
નવલા નોરતામાં સોળ શણગાર સજવાં એ જ તો સૌથી મોટી યુએસપી હોય છે આ તહેવારની.
આ છે યલો ડેની તસવીર.
રેડ ડેની તસવીરમાં પણ જામી રહ્યા છે મિત્રો.
ગરબાં ગવાય અને પછી બેઠાં બેઠાં ગપ્પાં મરાય, અને ત્યારે જ જામે માહોલ.
નવરાત્રીમી આ ક્ષણો જ તો હોય છે ખાસ.
આ તસવીર છે કોરા કેન્દ્રમાં ગરબે ઘુમવા પહોંચેલી રિદ્ધી વોરાની.
રિદ્ધીએ પોતાની આ થ્રો બૅક તસવીરો શૅર કરી હતી.
અહીં રિદ્ધી તેની સખીઓ સાથે બ્લેક ડેના અટાયરમાં છે.
ચેતના ગડા, કલ્પના ગડા અને જ્યોતી ગાલા જામે છે આ ઠસ્સાદાર લૂક્સમાં
ડાબી બાજુથી તસવીરમાં ભાવના, હેતલ દેઢિયા, હીના ગોર, કલ્પના ગાલા, ઝલક ગાલા, લીના ગાલા, કાજલ વોરા અને સાથે નાનકડી સુંદર બાળકીઓ છે ઇશાન્વી ગોર અને ક્રિશા ગોર.
પલ્લવી ગાલા સાથે માનસી મહેતા ગડા.
રિયા પટવાની આ મસ્તાની અદા ગરબાની યાદ વધુ ઘેરી કરી દે એવી છે.
કૌશલ દેઢિયા માણી રહ્યા છે ગરબાની મોજ.
માનસી મહેતા ગડાનો ઘેરદાર ઘાઘરો નવરાત્રીની આંખે ઉડીને વળગે તેવી વાત છે ખરુંને...
આ વર્ષે આપણે ગરબા ગ્રાઉન્ડમાં નથી જઇ શકતા પણ ગરબાનો મિજાજ તો જીવી જ શકીએ છીએ અને માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ વાચકોને કહ્યું 2019ની નવરાત્રીની થ્રો બૅક તસવીરો શૅર કરવા. આ તસવીરો જોઇને તમે પણ થનગની ઉઠશો એ ચોક્કસ છે.