જુઓ ગોંડલના આ નવલખા પેલેસની તસવીરો, 10 લાખના એન્ટિક્સની થઈ છે ચોરી

Updated: Dec 20, 2018, 16:29 IST | Dhruva Jetly
 • ગોંડલમાં આવેલો આ નવલખા પેલેસ 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ગોંડલ એ ગુજરાતના રાજકોટ શહેરથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. 

  ગોંડલમાં આવેલો આ નવલખા પેલેસ 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ગોંડલ એ ગુજરાતના રાજકોટ શહેરથી 38 કિલોમીટરના અંતરે આવેલું છે. 

  1/4
 • આ પેલેસને નવલખા પેલેસ નામ આપવામાં આવ્યું છે કારણકે તે સમયે તેના બાંધકામનો કુલ ખર્ચ નવ લાખ રૂપિયા થયો હતો. 

  આ પેલેસને નવલખા પેલેસ નામ આપવામાં આવ્યું છે કારણકે તે સમયે તેના બાંધકામનો કુલ ખર્ચ નવ લાખ રૂપિયા થયો હતો. 

  2/4
 • આ પેલેસમાં કંડારેલા પથ્થરો અને અનેક ઝરૂખાઓ જોવા મળશે. આ સાથે તેમાં વિશિષ્ટ પ્રકારની ગોળાકાર સીડીઓ પણ રહેલી છે. 

  આ પેલેસમાં કંડારેલા પથ્થરો અને અનેક ઝરૂખાઓ જોવા મળશે. આ સાથે તેમાં વિશિષ્ટ પ્રકારની ગોળાકાર સીડીઓ પણ રહેલી છે. 

  3/4
 • આ પેલેસના પ્રાઇવેટ પેલેસ મ્યુઝિયમમાં ગોંડલના રાજવી તરીકે મહારાજા ભાગવતસિંહજીને તેમની સિલ્વર જ્યુબિલી પર આપવામાં આવેલી ચાંદીની વસ્તુઓને ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. 

  આ પેલેસના પ્રાઇવેટ પેલેસ મ્યુઝિયમમાં ગોંડલના રાજવી તરીકે મહારાજા ભાગવતસિંહજીને તેમની સિલ્વર જ્યુબિલી પર આપવામાં આવેલી ચાંદીની વસ્તુઓને ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. 

  4/4
 • loading...

ફોટોઝ વિશે

ગોંડલના રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ, આ પેલેસમાં 9 ડિસેમ્બરના રોજ રાતના 3થી 4 વાગ્યા દરમિયાન ચોરોએ પ્રવેશ કરીને મહારાજા સર ભગવતસિંહજીના સ્ટેચ્યુ રૂમ અને ચાંદી રૂમના તાળાં તોડ્યાં હતાં.રાજવી પરિવારને ભેટમાં મળેલી ચાંદીની ચીજવસ્તુઓ અને પંચધાતુની વસ્તુઓ તેમજ પીળી ધાતુની વસ્તુઓ મળી કુલ વજન 29 કિલોગ્રામ થાય છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગુજરાતી મિડ-ડે તમને આ નવલખા પેલેસની તસવીરો દર્શાવી રહ્યું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK