હમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ

Updated: 17th January, 2021 11:29 IST | Rachana Joshi
 • તમામે વેક્સિન લગાવવી જોઇએ - મનીષકુમાર, દેશમાં સૌથી પહેલાં રસી મુકાવનાર દિલ્હી એઇમ્સના સફાઈ-કર્મચારી દિલ્હીમાં એમ્સમાં મનીષ કુમાર નામના સફાઈ કર્મચારીને કોરોનાની પહેલી રસી લગાવવામાં આવી છે. રસી લગાવ્યા બાદ અડધા કલાક સુધી તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. રસી લગાવ્યા બાદ તેણે કહ્યું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. વેક્સિન લગાવવા માટે મને કોઈ ખચકાટ નહીં થાય અને હું મારા દેશની સેવા કરતો રહીશ. લોકોને ગભરાવવાની જરૂર નથી. મારા મનમાં જે ડર હતો તે પણ નીકળી ગયો છે. તમામને વેક્સિન લગાવવી જોઈએ. લોકોએ ગભરાવાની જરૂર નથી. મારા મનમાં જે ડર હતો એ પણ નીકળી ગયો છે. તમામ લોકોએ વૅક્સિન લગાવવી જોઈએ.

  તમામે વેક્સિન લગાવવી જોઇએ - મનીષકુમાર, દેશમાં સૌથી પહેલાં રસી મુકાવનાર દિલ્હી એઇમ્સના સફાઈ-કર્મચારી

  દિલ્હીમાં એમ્સમાં મનીષ કુમાર નામના સફાઈ કર્મચારીને કોરોનાની પહેલી રસી લગાવવામાં આવી છે. રસી લગાવ્યા બાદ અડધા કલાક સુધી તેના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી. રસી લગાવ્યા બાદ તેણે કહ્યું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. વેક્સિન લગાવવા માટે મને કોઈ ખચકાટ નહીં થાય અને હું મારા દેશની સેવા કરતો રહીશ. લોકોને ગભરાવવાની જરૂર નથી. મારા મનમાં જે ડર હતો તે પણ નીકળી ગયો છે. તમામને વેક્સિન લગાવવી જોઈએ.

  લોકોએ ગભરાવાની જરૂર નથી. મારા મનમાં જે ડર હતો એ પણ નીકળી ગયો છે. તમામ લોકોએ વૅક્સિન લગાવવી જોઈએ.

  1/20
 • હું તો રાતોરાત સૅલિબ્રિટી થઈ ગઈ - ડૉ. મધુરા પાટીલ, ડાયેટિશ્યન, (બીકેસી કોવિડ સેન્ટર) ફ્રન્ટલાઇન કર્મચારી તરીકે મેં કોવિડની રસી મુકાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈ કાલે કોવિડ વૅક્સિનેશન સેન્ટરમાં પહોંચી ત્યાં સુધી મને ખબર નહોતી કે મહારાષ્ટ્રમાં રસી મુકાવાની શરૂઆત મારાથી થશે. મુખ્ય પ્રધાનની પધરામણી પહેલાં મને આ વાત જણાવાતા હું ખૂબ જ રોમાંચિત થઈ ગઈ હતી. મને રાજ્યમાં આ માન મળવાનો ગર્વ છે. રસી મૂક્યા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી. ૨૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે. મારું માનવું છે કે આ રસી ખૂબ જ ઉપયોગી છે એટલે જેમને જરૂર હોય તેમણે કોઈ પણ જાતના ડર વિના મુકાવવી જોઈએ. રસીથી હેલ્થમાં સુધારો થશે અને કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે. મને ખૂબ જ ગર્વ અનુભવ થયો હતો અને લાગ્યું કે હું રાતોરાત સૅલિબ્રિટી બની ગઈ છું. અસંખ્ય પત્રકારોએ મારા ઇન્ટરવ્યુ લીધા હતા અને જેટલા લોકો મને ઓળખે છે તેમણે મને ટીવીમાં જોઈને અભિનંદનના ફોન અને મેસેજ મોકલ્યા હતા. સદીની સૌથી મહામારીની વૅક્સિનની શરૂઆતનો ભાગ બનવાનો મોકો મને મળ્યો એ મારા માટે ખૂબ જ મોટી વાત કહેવાય.‍

  હું તો રાતોરાત સૅલિબ્રિટી થઈ ગઈ - ડૉ. મધુરા પાટીલ, ડાયેટિશ્યન, (બીકેસી કોવિડ સેન્ટર)

  ફ્રન્ટલાઇન કર્મચારી તરીકે મેં કોવિડની રસી મુકાવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈ કાલે કોવિડ વૅક્સિનેશન સેન્ટરમાં પહોંચી ત્યાં સુધી મને ખબર નહોતી કે મહારાષ્ટ્રમાં રસી મુકાવાની શરૂઆત મારાથી થશે. મુખ્ય પ્રધાનની પધરામણી પહેલાં મને આ વાત જણાવાતા હું ખૂબ જ રોમાંચિત થઈ ગઈ હતી. મને રાજ્યમાં આ માન મળવાનો ગર્વ છે. રસી મૂક્યા બાદ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી. ૨૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે. મારું માનવું છે કે આ રસી ખૂબ જ ઉપયોગી છે એટલે જેમને જરૂર હોય તેમણે કોઈ પણ જાતના ડર વિના મુકાવવી જોઈએ. રસીથી હેલ્થમાં સુધારો થશે અને કોરોના વાઇરસ સામે રક્ષણ મળશે. મને ખૂબ જ ગર્વ અનુભવ થયો હતો અને લાગ્યું કે હું રાતોરાત સૅલિબ્રિટી બની ગઈ છું. અસંખ્ય પત્રકારોએ મારા ઇન્ટરવ્યુ લીધા હતા અને જેટલા લોકો મને ઓળખે છે તેમણે મને ટીવીમાં જોઈને અભિનંદનના ફોન અને મેસેજ મોકલ્યા હતા. સદીની સૌથી મહામારીની વૅક્સિનની શરૂઆતનો ભાગ બનવાનો મોકો મને મળ્યો એ મારા માટે ખૂબ જ મોટી વાત કહેવાય.‍

  2/20
 • સામાન્ય ચેપ શુભ સંકેત છે, જે સૂચવે છે કે આપની રોગપ્રતિકારક - એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા (દિલ્હી) એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા ગઈ કાલે કોવિડ-19ની રાષ્ટ્રવ્યાપી વૅક્સિનેશન ઝુંબેશના પ્રથમ દિવસે રસી લેનારા અસંખ્ય હેલ્થ-વર્કર્સ સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે રસીકરણ પછી સામાન્ય ચેપ એ શુભ સંકેત છે, કેમ કે એનાથી સૂચિત થાય છે કે આપના શરીરની રોગપ્રતિકારક શક્તિ રસીને પ્રતિસાદ આપી રહી છે અને ઍન્ટિબૉડીઝ તૈયાર કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બન્ને વૅક્સિન કોવૅક્સિન અને કોવિશિલ્ડ સુરક્ષિત છે અને એથી રસીકરણ અંગે લોકોએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મેં પણ રસી લીધી છે અને હું આપ સૌની સમક્ષ સંપૂર્ણપણે સ્વસ્થ છું. રસી લીધા બાદની અસર અંગે ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ‘શરૂમાં એકાદ-બે દિવસ હલકો તાવ તેમ જ શરીરમાં કે સાંધાઓમાં દુખાવો રહી શકે છે, જે ધીમે-ધીમે આપોઆપ ઓછો થઈ જશે. રસી લેનારા લોકો હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.

  સામાન્ય ચેપ શુભ સંકેત છે, જે સૂચવે છે કે આપની રોગપ્રતિકારક - એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા (દિલ્હી)

  એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા ગઈ કાલે કોવિડ-19ની રાષ્ટ્રવ્યાપી વૅક્સિનેશન ઝુંબેશના પ્રથમ દિવસે રસી લેનારા અસંખ્ય હેલ્થ-વર્કર્સ સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે રસીકરણ પછી સામાન્ય ચેપ એ શુભ સંકેત છે, કેમ કે એનાથી સૂચિત થાય છે કે આપના શરીરની રોગપ્રતિકારક શક્તિ રસીને પ્રતિસાદ આપી રહી છે અને ઍન્ટિબૉડીઝ તૈયાર કરી રહી છે.

  તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બન્ને વૅક્સિન કોવૅક્સિન અને કોવિશિલ્ડ સુરક્ષિત છે અને એથી રસીકરણ અંગે લોકોએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મેં પણ રસી લીધી છે અને હું આપ સૌની સમક્ષ સંપૂર્ણપણે સ્વસ્થ છું.

  રસી લીધા બાદની અસર અંગે ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ‘શરૂમાં એકાદ-બે દિવસ હલકો તાવ તેમ જ શરીરમાં કે સાંધાઓમાં દુખાવો રહી શકે છે, જે ધીમે-ધીમે આપોઆપ ઓછો થઈ જશે. રસી લેનારા લોકો હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.

  3/20
 • હવે ફૅમિલી થયું ફફડાટ ફ્રી – ડૉ. ભરેશ દેઢિયા, હિન્દુજા હૉસ્પિટલ, ખાર (બીકેસી કોવિડ સેન્ટર) આજથી મારો પરિવાર કોરોનાના સંક્રમણથી સલામત થઈ ગયો છે. રસી નહોતી ત્યાં સુધી કાયમ ફફડાટ રહેતો હતો કે હું દરરોજ કોવિડના દરદીઓની વચ્ચે રહેતો હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાશે. વૅક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યા બાદ ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. અમે ૧૦ મહિનાથી સતત કોવિડના પેશન્ટોની વચ્ચે કામ કરી રહ્યા છીએ. અમારે લીધે અમારા પરિવારના મોટી ઉંમરનાં વડીલો કે બાળકો સંક્રમિત થવાનો સૌથી મોટો ડર હતો. કોવિડથી સંક્રમિત થઈને અનેક પરિવાર મહા મુશ્કેલીમાં મુકાયા હોવાના દરરોજ સમાચાર આવતા હોવાથી અમને પણ બહુ ચિંતા થતી હતી. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારના પીઠબળથી વૈજ્ઞાનિકોએ ટૂંક સમયમાં વૅક્સિનરૂપી સંજીવની તૈયાર કરીને લોકો સુધી પહોંચાડી છે એટલે હવે જોખમ ઘટી ગયું હોવાથી આનંદ અનુભવી રહ્યો છું. કોરોના સામેની જંગ જીતવાની ખુશી પણ છે.

  હવે ફૅમિલી થયું ફફડાટ ફ્રી – ડૉ. ભરેશ દેઢિયા, હિન્દુજા હૉસ્પિટલ, ખાર (બીકેસી કોવિડ સેન્ટર)

  આજથી મારો પરિવાર કોરોનાના સંક્રમણથી સલામત થઈ ગયો છે. રસી નહોતી ત્યાં સુધી કાયમ ફફડાટ રહેતો હતો કે હું દરરોજ કોવિડના દરદીઓની વચ્ચે રહેતો હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાશે. વૅક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યા બાદ ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. અમે ૧૦ મહિનાથી સતત કોવિડના પેશન્ટોની વચ્ચે કામ કરી રહ્યા છીએ. અમારે લીધે અમારા પરિવારના મોટી ઉંમરનાં વડીલો કે બાળકો સંક્રમિત થવાનો સૌથી મોટો ડર હતો. કોવિડથી સંક્રમિત થઈને અનેક પરિવાર મહા મુશ્કેલીમાં મુકાયા હોવાના દરરોજ સમાચાર આવતા હોવાથી અમને પણ બહુ ચિંતા થતી હતી. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારના પીઠબળથી વૈજ્ઞાનિકોએ ટૂંક સમયમાં વૅક્સિનરૂપી સંજીવની તૈયાર કરીને લોકો સુધી પહોંચાડી છે એટલે હવે જોખમ ઘટી ગયું હોવાથી આનંદ અનુભવી રહ્યો છું. કોરોના સામેની જંગ જીતવાની ખુશી પણ છે.

  4/20
 • હવે બમણાં જોરથી કામ કરીશું – ડૉ. સચીન જૈન, હિન્દુજા હૉસ્પિટલ, ખાર (બીકેસી કોવિડ સેન્ટર) ટૂંક સમયમાં કોવિડની રસી બનાવીને લોકો સુધી પહોંચાડવાનું સરકાર અને વૈજ્ઞાનિકોએ ભગીરથ કાર્ય કર્યું છે. રસી આવી જવાથી લોકોના જીવ બચી જશે. હૉસ્પિટલ સાથે સંકળાયેલા હોઈએ ત્યારે સંક્રમિત થવાનો ડર સૌથી વધુ હોય છે. હવે રસી આવી ગઈ હોવાથી અમે બમણાં જોશથી કામ કરી શકીશું. એક મિનિટમાં રસી મુકાઈ ગયા બાદ અડધો કલાક ઑબ્ઝર્વેશનમાં રખાયા બાદ અમે ઘરે આવી ગયા હતા. ઘણા લોકો વૅક્સિનના નકારાત્મક પાસાંઓની વાત કરે છે, પણ મારું માનવું છે કે વૅક્સિનની સાઇડ ઇફેક્ટથી જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે એની ટકાવારી નજીવી છે. એની સામે કોવિડનું જોખમ અનેકગણું વધારે છે. આથી રસી ન મુકાવવા કરતાં રસી મુકાવવું જ સારું હોવાથી મેં નિર્ણય લીધો હતો. પહેલો ડોઝ અપાયા બાદ ચાર અઠવાડિયે બીજો ડોઝ અપાશે.

  હવે બમણાં જોરથી કામ કરીશું – ડૉ. સચીન જૈન, હિન્દુજા હૉસ્પિટલ, ખાર (બીકેસી કોવિડ સેન્ટર)

  ટૂંક સમયમાં કોવિડની રસી બનાવીને લોકો સુધી પહોંચાડવાનું સરકાર અને વૈજ્ઞાનિકોએ ભગીરથ કાર્ય કર્યું છે. રસી આવી જવાથી લોકોના જીવ બચી જશે. હૉસ્પિટલ સાથે સંકળાયેલા હોઈએ ત્યારે સંક્રમિત થવાનો ડર સૌથી વધુ હોય છે. હવે રસી આવી ગઈ હોવાથી અમે બમણાં જોશથી કામ કરી શકીશું. એક મિનિટમાં રસી મુકાઈ ગયા બાદ અડધો કલાક ઑબ્ઝર્વેશનમાં રખાયા બાદ અમે ઘરે આવી ગયા હતા. ઘણા લોકો વૅક્સિનના નકારાત્મક પાસાંઓની વાત કરે છે, પણ મારું માનવું છે કે વૅક્સિનની સાઇડ ઇફેક્ટથી જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે એની ટકાવારી નજીવી છે. એની સામે કોવિડનું જોખમ અનેકગણું વધારે છે. આથી રસી ન મુકાવવા કરતાં રસી મુકાવવું જ સારું હોવાથી મેં નિર્ણય લીધો હતો. પહેલો ડોઝ અપાયા બાદ ચાર અઠવાડિયે બીજો ડોઝ અપાશે.

  5/20
 • વૅક્સિન લઈને ઘરનાં કામમાં લાગી - ડૉ. અનિલા સાવંત, જનરલ પ્રેક્ટિશનર (કૂપર હૉસ્પિટલ) વૅક્સિન લીધા પછી મને કોઈ પણ જાતની તકલીફ થઈ નહોતી. હું અડધો કલાક ઑબ્જર્વેશન રૂમમાં બેઠી હતી અને પછી ઘરે આવીને ઘરનાં બધાં કામમાં લાગી ગઈ હતી. મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી. બધુ નોર્મલ લાગ્યું હતું. હું લોકોને એ જ મેસેજ આપીશ કે લોકોએ જરાપણ ડરવું જોઈએ નહીં, જેવી રીતે આપણે આપણી ફરજ સમજીને મતદાન કરીએ છીએ એમ કોરોનાની વૅક્સિન લેવી એ પણ આપણી નૈતિક ફરજ છે, કેમકે જો એક પણ વ્યક્તિ બચી જશે તો ફરી કોરોનાનો ડર રહેશે એટલે દરેકે દરેક જણે વૅક્સિન વગર ડરે લેવી જ જોઈએ, જેથી સંપૂર્ણ રીતે આપણે કોરોનાને માત આપી શકીએ. આપણા માટે તો ગર્વની વાત છે કે આજે આપણે આપણા દેશ ભારતની વૅક્સિન લીધી છે.

  વૅક્સિન લઈને ઘરનાં કામમાં લાગી - ડૉ. અનિલા સાવંત, જનરલ પ્રેક્ટિશનર (કૂપર હૉસ્પિટલ)

  વૅક્સિન લીધા પછી મને કોઈ પણ જાતની તકલીફ થઈ નહોતી. હું અડધો કલાક ઑબ્જર્વેશન રૂમમાં બેઠી હતી અને પછી ઘરે આવીને ઘરનાં બધાં કામમાં લાગી ગઈ હતી. મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નહોતી. બધુ નોર્મલ લાગ્યું હતું. હું લોકોને એ જ મેસેજ આપીશ કે લોકોએ જરાપણ ડરવું જોઈએ નહીં, જેવી રીતે આપણે આપણી ફરજ સમજીને મતદાન કરીએ છીએ એમ કોરોનાની વૅક્સિન લેવી એ પણ આપણી નૈતિક ફરજ છે, કેમકે જો એક પણ વ્યક્તિ બચી જશે તો ફરી કોરોનાનો ડર રહેશે એટલે દરેકે દરેક જણે વૅક્સિન વગર ડરે લેવી જ જોઈએ, જેથી સંપૂર્ણ રીતે આપણે કોરોનાને માત આપી શકીએ. આપણા માટે તો ગર્વની વાત છે કે આજે આપણે આપણા દેશ ભારતની વૅક્સિન લીધી છે.

  6/20
 • પહેલી વૅક્સિન લઈને દાખલો બેસાડવો હતો - ડૉ. દીપક સાવંત, રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન (કૂપર હૉસ્પિટલ) વૅક્સિન લીધા પછી મને કંઈ ફર્ક લાગ્યો નહીં, એકદમ કમ્ફર્ટેબલ ફીલ થયું હતું. વૅક્સિન લીધા પછી અડધો કલાક હું ઑબ્જર્વેશન રૂમમાં બેઠો, પાણી પીધું પછી મારા ઘરે ગયો અને તે બાદ મારી ઑફિસે આવી ગયો હતો અને મારા દિવસના રૂટિન કામમાં હું પરોવાઈ ગયો હતો. વૅક્સિન લીધાના કલાકો વિત્યા પછી પણ મને તો કોઈ તકલીફ હજી થઈ નથી. આ પહેલાં સ્વાઇન ફ્લૂના સમયમાં પણ મેં એની વૅક્સિન લીધી જ હતી ત્યારે પણ મને કંઈ થયું નહોતું એટલે મને કોરોનાની વૅક્સિન લેવાની છે એ બાબતે જરાપણ ટેન્શન નહોતું, હું પહેલાંથી જ તૈયાર હતો. મને બ્લડ પ્રેશર છે, બાકી કોઈ બીમારી નથી. વૅક્સિન લેવા માટે લોકોની સામે મારે એક ઉદાહરણ આપવું હતું કે વૅક્સિન લેવાથી કંઈ થતું નથી અને એટલે જ મેં સૌથી પહેલાં વૅક્સિન લીધી હતી. સામાન્ય જનતાને હું એ જ મેસેજ આપીશ કે જ્યારે પણ કોરોનાની વૅક્સિન લેવા જાઓ ત્યારે મનમાં કોઈ શંકા રાખશો નહીં.

  પહેલી વૅક્સિન લઈને દાખલો બેસાડવો હતો - ડૉ. દીપક સાવંત, રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન (કૂપર હૉસ્પિટલ)

  વૅક્સિન લીધા પછી મને કંઈ ફર્ક લાગ્યો નહીં, એકદમ કમ્ફર્ટેબલ ફીલ થયું હતું. વૅક્સિન લીધા પછી અડધો કલાક હું ઑબ્જર્વેશન રૂમમાં બેઠો, પાણી પીધું પછી મારા ઘરે ગયો અને તે બાદ મારી ઑફિસે આવી ગયો હતો અને મારા દિવસના રૂટિન કામમાં હું પરોવાઈ ગયો હતો. વૅક્સિન લીધાના કલાકો વિત્યા પછી પણ મને તો કોઈ તકલીફ હજી થઈ નથી. આ પહેલાં સ્વાઇન ફ્લૂના સમયમાં પણ મેં એની વૅક્સિન લીધી જ હતી ત્યારે પણ મને કંઈ થયું નહોતું એટલે મને કોરોનાની વૅક્સિન લેવાની છે એ બાબતે જરાપણ ટેન્શન નહોતું, હું પહેલાંથી જ તૈયાર હતો. મને બ્લડ પ્રેશર છે, બાકી કોઈ બીમારી નથી. વૅક્સિન લેવા માટે લોકોની સામે મારે એક ઉદાહરણ આપવું હતું કે વૅક્સિન લેવાથી કંઈ થતું નથી અને એટલે જ મેં સૌથી પહેલાં વૅક્સિન લીધી હતી. સામાન્ય જનતાને હું એ જ મેસેજ આપીશ કે જ્યારે પણ કોરોનાની વૅક્સિન લેવા જાઓ ત્યારે મનમાં કોઈ શંકા રાખશો નહીં.

  7/20
 • સોશ્યલ મીડિયાના મેસે‌જની કોઈ અસર ન‍ થઈ - ડૉ. મનીષ દોશી, રેડિયોલૉજિસ્ટ (રાજાવાડી હૉસ્પિટલ) સોશ્યલ મીડિયામાં ભારતમાં રસી આવી એ પહેલાંથી જ વિદેશમાં રસીકરણથી કેટલાં લોકોનાં મૃત્યુ થયાં અને કેટલા લોકોને સાઇડ-ઇફેક્ટ થઈ એના મેસેજ વાઇરલ થવા લાગ્યા છે. મારા ઘરમાં મારી સાથે મારાં માતા-પિતા અને મારો પરિવાર છે, પણ કોઈના પર વાઇરલ મેસેજની કોઈ અસર થઈ નહોતી. અમે બધા જ વૅક્સિનની રાહ જોતા હતા. ગઈ કાલે મને અંદાજે ૧૨.૩૦ વાગ્યે વૅક્સિન આપવામાં આવી હતી. હું તરત જ વૅક્સિન લીધા પછી મારી ફરજ પર લાગી ગયો હતો. મારી નજર સામે એક પણ હેલ્થ વર્કર્સની આડઅસરની ફરિયાદ નહોતી. અમારા મેડિકલ ઑફિસરથી લઈને બધા જ વૅક્સિન લીધા પછી તેમની રૂટીન ડ્યુટી પર લાગી ગયા હતા.

  સોશ્યલ મીડિયાના મેસે‌જની કોઈ અસર ન‍ થઈ - ડૉ. મનીષ દોશી, રેડિયોલૉજિસ્ટ (રાજાવાડી હૉસ્પિટલ)

  સોશ્યલ મીડિયામાં ભારતમાં રસી આવી એ પહેલાંથી જ વિદેશમાં રસીકરણથી કેટલાં લોકોનાં મૃત્યુ થયાં અને કેટલા લોકોને સાઇડ-ઇફેક્ટ થઈ એના મેસેજ વાઇરલ થવા લાગ્યા છે. મારા ઘરમાં મારી સાથે મારાં માતા-પિતા અને મારો પરિવાર છે, પણ કોઈના પર વાઇરલ મેસેજની કોઈ અસર થઈ નહોતી. અમે બધા જ વૅક્સિનની રાહ જોતા હતા. ગઈ કાલે મને અંદાજે ૧૨.૩૦ વાગ્યે વૅક્સિન આપવામાં આવી હતી. હું તરત જ વૅક્સિન લીધા પછી મારી ફરજ પર લાગી ગયો હતો. મારી નજર સામે એક પણ હેલ્થ વર્કર્સની આડઅસરની ફરિયાદ નહોતી. અમારા મેડિકલ ઑફિસરથી લઈને બધા જ વૅક્સિન લીધા પછી તેમની રૂટીન ડ્યુટી પર લાગી ગયા હતા.

  8/20
 • વૅક્સિન ચોક્કસ કામ કરશે - ડૉ. ગણેશ અવટી-ઇએસઆઇએસ હોસ્પિટલ, કાંદિવલી (શતાબ્દી હોસ્પિટલ) ચોક્કસ આ વૅક્સિન કામ કરશે. અમે હાલ અમારા કામ, દરદી છોડીને આવ્યા છીએ. વળી અબોવ ૫૫ એજના પણ છીએ. એથી રિકવેસ્ટ કરી તો અમને એ બન્ને કારણોસર તેમણે પ્રાયોરિટી આપી. આ વૅક્સિન પર પૂરો ભરોસો છે, એ અસર કરશે જ એમાં કોઈ બેમત નથી. 

  વૅક્સિન ચોક્કસ કામ કરશે - ડૉ. ગણેશ અવટી-ઇએસઆઇએસ હોસ્પિટલ, કાંદિવલી (શતાબ્દી હોસ્પિટલ)

  ચોક્કસ આ વૅક્સિન કામ કરશે. અમે હાલ અમારા કામ, દરદી છોડીને આવ્યા છીએ. વળી અબોવ ૫૫ એજના પણ છીએ. એથી રિકવેસ્ટ કરી તો અમને એ બન્ને કારણોસર તેમણે પ્રાયોરિટી આપી. આ વૅક્સિન પર પૂરો ભરોસો છે, એ અસર કરશે જ એમાં કોઈ બેમત નથી. 

  9/20
 • વડા પ્રધાને મંજૂર કરી છે તો સેફ જ હશે - ડૉ. શૈલેન્દ્રકુમાર દુબે, સંજીવની હૉસ્પિટલ મલાડ (શતાબ્દી હોસ્પિટલ) મેં એક મહિના પહેલાં જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારે ૭.૩૦ વાગ્યે જ મને રિમાઇન્ડ કૉલ આવ્યો હતો કે તમારે આજે સવારના ૧૦થી ૫ દરમ્યાન શતાબ્દી હૉસ્પિટલમાં વૅક્સિન લેવા આવવાનું છે. મને ખુશી છે કે આપણા દેશમાં વૅક્સિન આવી ગઈ છે અને લોકોને એ આપવાની શરૂઆત કરી દેવાઈ છે. વૅક્સિનનો કોઈ ડર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર ભરોસો છે. જો તેમણે મંજૂર કરી છે તો એ સેફ જ હશે.

  વડા પ્રધાને મંજૂર કરી છે તો સેફ જ હશે - ડૉ. શૈલેન્દ્રકુમાર દુબે, સંજીવની હૉસ્પિટલ મલાડ (શતાબ્દી હોસ્પિટલ)

  મેં એક મહિના પહેલાં જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારે ૭.૩૦ વાગ્યે જ મને રિમાઇન્ડ કૉલ આવ્યો હતો કે તમારે આજે સવારના ૧૦થી ૫ દરમ્યાન શતાબ્દી હૉસ્પિટલમાં વૅક્સિન લેવા આવવાનું છે. મને ખુશી છે કે આપણા દેશમાં વૅક્સિન આવી ગઈ છે અને લોકોને એ આપવાની શરૂઆત કરી દેવાઈ છે. વૅક્સિનનો કોઈ ડર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર ભરોસો છે. જો તેમણે મંજૂર કરી છે તો એ સેફ જ હશે.

  10/20
 • વૅક્સિન લીધા બાદ આઇ એમ હેપ્પી - ડૉ. રાહુલ રાઉત, પી સાઉથ વૉર્ડના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી, કાંદિવલી (શતાબ્દી હોસ્પિટલ) મને વૅક્સિન પર પૂરો ભરોસો છે કે એ સેફ છે. મેં વૅકિસન લીધી છે, પણ મનમાં કોઈ ખચકાટ નથી. વળી અહીં પણ પૂરતી તકેદારી લેવાય છે. લોકોને સમજ અપાય છે. વૅક્સિન આપતી વખતે અને એ પછી પણ શું કાળજી લેવી એ કહેવાયું છે. સારી, સુઘડ અને પ્રોમ્પ્ટ વ્યવસ્થા રખાઈ છે.  આઇ એમ હેપ્પી.

  વૅક્સિન લીધા બાદ આઇ એમ હેપ્પી - ડૉ. રાહુલ રાઉત, પી સાઉથ વૉર્ડના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી, કાંદિવલી (શતાબ્દી હોસ્પિટલ)

  મને વૅક્સિન પર પૂરો ભરોસો છે કે એ સેફ છે. મેં વૅકિસન લીધી છે, પણ મનમાં કોઈ ખચકાટ નથી. વળી અહીં પણ પૂરતી તકેદારી લેવાય છે. લોકોને સમજ અપાય છે. વૅક્સિન આપતી વખતે અને એ પછી પણ શું કાળજી લેવી એ કહેવાયું છે. સારી, સુઘડ અને પ્રોમ્પ્ટ વ્યવસ્થા રખાઈ છે.  આઇ એમ હેપ્પી.

  11/20
 • ડાઉટ ‌ક્લિયર કરવા મેં લીધી વૅક્સિન - ડૉ. વિનીત મિશ્રા, ડિરેક્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર) કોરોના-વૅક્સિન પહેલી લેવાનું કારણ એ છે કે હું આ ઇન્સ્ટિટ્યૂટનો હેડ છું એટલે સ્ટાફના બીજા બધા પણ વૅક્સિન લે અને કોઈને ડાઉટ ન રહે એટલે સૌથી પહેલાં મેં રસી લીધી છે. પછી બીજા ડૉક્ટર્સ, નર્સ તેમ જ અન્ય સ્ટાફે પણ રસી લીધી છે. જે બધા લોકો સોશ્યલ મીડિયા પર અફવા ઉડાડતા હતા કે વૅક્સિન લેવાથી મરી જવાય છે, વૅક્સિન લેવાથી આડઅસર થાય છે એવું કશું જ થતું નથી. એકમાત્ર ઇન્જેક્શન લઈએ એટલો જ આભાસ થાય છે. હું રસી લઈને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને કામ કરી રહ્યો છું અને નૉર્મલ છું. આ રસી લેવાની હતી એને લઈને મારા મનમાં ક્યાંય ડાઉટ નહોતો. આપણી ઇન્ડિયન વૅક્સિન પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ૧૨૦૦ લોકો નોંધાયા છે એટલે ૧૨ દિવસમાં બધાને રસી આપી દઈશું.

  ડાઉટ ‌ક્લિયર કરવા મેં લીધી વૅક્સિન - ડૉ. વિનીત મિશ્રા, ડિરેક્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિસીઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર)

  કોરોના-વૅક્સિન પહેલી લેવાનું કારણ એ છે કે હું આ ઇન્સ્ટિટ્યૂટનો હેડ છું એટલે સ્ટાફના બીજા બધા પણ વૅક્સિન લે અને કોઈને ડાઉટ ન રહે એટલે સૌથી પહેલાં મેં રસી લીધી છે. પછી બીજા ડૉક્ટર્સ, નર્સ તેમ જ અન્ય સ્ટાફે પણ રસી લીધી છે. જે બધા લોકો સોશ્યલ મીડિયા પર અફવા ઉડાડતા હતા કે વૅક્સિન લેવાથી મરી જવાય છે, વૅક્સિન લેવાથી આડઅસર થાય છે એવું કશું જ થતું નથી. એકમાત્ર ઇન્જેક્શન લઈએ એટલો જ આભાસ થાય છે. હું રસી લઈને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને કામ કરી રહ્યો છું અને નૉર્મલ છું. આ રસી લેવાની હતી એને લઈને મારા મનમાં ક્યાંય ડાઉટ નહોતો. આપણી ઇન્ડિયન વૅક્સિન પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં ૧૨૦૦ લોકો નોંધાયા છે એટલે ૧૨ દિવસમાં બધાને રસી આપી દઈશું.

  12/20
 • કોઈ વ્યક્તિને રીઍકશન નથી આવ્યું - ડૉ. રાકેશ જોષી, ઍડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, અમદાવાદ (સિવિલ હૉસ્પિટલ) મારા સહિત જેટલા લોકોએ રસી લીધી છે એમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની રસી લેનાર કોઈ વ્યક્તિને રીઍક્શન આવ્યું નથી. જોકે કોઈક કેસમાં માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળી શકે છે, કોઈક કેસમાં ફિવર આવી શકે, જે રૂટીન વૅક્સિનમાં પણ આવે છે .બાકી બીજી કોઈ સાઇડ-ઇફેક્ટ નથી. જે લોકો સિવિયરલી ઍલર્જિક છે જેમને ખાવાથી ગળામાં સોજો આવી જતો હોય કે ધુળ કે ધુમાડાની ઍલર્જી હોય એવા લોકોએ ઍલર્જિક ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સાથે કન્સલ્ટ કરી, સલાહ લઈને વૅક્સિન લઈ શકાય છે. સાવચેતી રાખવી જરૂરી છે. અત્યાર સુધી ઘણાએ રસી લીધી છે, પણ ક્યાંય રીઍક્શન જોવા મળ્યું નથી. એશિયાની આ સૌથી મોટી હૉસ્પિટલમાં કામ કરતા ૭૦૦૦ કર્મચારીઓ કોરોના-વૅક્સિન લેશે, એમાં દરરોજ ૧૦૦ લોકો રસી લેશે.

  કોઈ વ્યક્તિને રીઍકશન નથી આવ્યું - ડૉ. રાકેશ જોષી, ઍડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, અમદાવાદ (સિવિલ હૉસ્પિટલ)

  મારા સહિત જેટલા લોકોએ રસી લીધી છે એમાં સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની રસી લેનાર કોઈ વ્યક્તિને રીઍક્શન આવ્યું નથી. જોકે કોઈક કેસમાં માઇલ્ડ સિમ્ટમ્સ જોવા મળી શકે છે, કોઈક કેસમાં ફિવર આવી શકે, જે રૂટીન વૅક્સિનમાં પણ આવે છે .બાકી બીજી કોઈ સાઇડ-ઇફેક્ટ નથી. જે લોકો સિવિયરલી ઍલર્જિક છે જેમને ખાવાથી ગળામાં સોજો આવી જતો હોય કે ધુળ કે ધુમાડાની ઍલર્જી હોય એવા લોકોએ ઍલર્જિક ડૉક્ટરનો સંપર્ક કરી તેમની સાથે કન્સલ્ટ કરી, સલાહ લઈને વૅક્સિન લઈ શકાય છે. સાવચેતી રાખવી જરૂરી છે. અત્યાર સુધી ઘણાએ રસી લીધી છે, પણ ક્યાંય રીઍક્શન જોવા મળ્યું નથી. એશિયાની આ સૌથી મોટી હૉસ્પિટલમાં કામ કરતા ૭૦૦૦ કર્મચારીઓ કોરોના-વૅક્સિન લેશે, એમાં દરરોજ ૧૦૦ લોકો રસી લેશે.

  13/20
 • લોકોએ ડર વગર રસી લેવી જોઈએ - ડૉ. મોહન પટેલ, જનરલ પ્રૅ‌ક્ટિશનર, સુરત (મોહિની સેન્ટર) એક મહિના પહેલાં જ મારા ક્લિનિક પર આવીને તેઓ મારું નામ નોંધી ગયા હતા. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસથી સતત ફોન પર મારો સંપર્ક કરીને અહીં આવવાનું જણાવતા હતા. આ રોગનાં લક્ષણો ટીબી અને ન્યુમોનિયા જેવાં જ છે, પરંતુ એ ઘણો જ ઘાતક છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ જે રસી બનાવી છે એના પર આપણે ભરોસો રાખવો જોઈએ. એક ડૉક્ટર તરીકે મારા મતે તમામ લોકોએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ રસી લેવી જરૂરી છે. રસી આપ્યા બાદ મને કોઈ આડઅસર જણાઈ નહોતી.

  લોકોએ ડર વગર રસી લેવી જોઈએ - ડૉ. મોહન પટેલ, જનરલ પ્રૅ‌ક્ટિશનર, સુરત (મોહિની સેન્ટર)

  એક મહિના પહેલાં જ મારા ક્લિનિક પર આવીને તેઓ મારું નામ નોંધી ગયા હતા. એટલું જ નહીં, છેલ્લા ત્રણ દિવસથી સતત ફોન પર મારો સંપર્ક કરીને અહીં આવવાનું જણાવતા હતા. આ રોગનાં લક્ષણો ટીબી અને ન્યુમોનિયા જેવાં જ છે, પરંતુ એ ઘણો જ ઘાતક છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ જે રસી બનાવી છે એના પર આપણે ભરોસો રાખવો જોઈએ. એક ડૉક્ટર તરીકે મારા મતે તમામ લોકોએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ રસી લેવી જરૂરી છે. રસી આપ્યા બાદ મને કોઈ આડઅસર જણાઈ નહોતી.

  14/20
 • ૧૦ મહિના બાદ હવે હું હૉસ્પિટલ જઈશ - ડૉ. બકુલ પારેખ, સિનિયર પીડિયાટ્રિશ્યન અને ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિશ્યનના રાષ્ટ્રીય અધ્યક્ષ (કેઈએમ હૉસ્પિટલ) હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને વૅક્સિન આપવાની શરૂઆતના પહેલાં જ દિવસે વૅક્સિન આપવામાં આવી. હું ૪૦ વર્ષથી પ્રૅક્ટિસ કરું છું, પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી હું મારી હૉસ્પિટલ કે ક્લિનિક પર ગયો નથી. મેં નિર્ણય કર્યો હતો કે વૅક્સિન શોધાશે અને હું વૅક્સિન લઈશ પછી જ મારી ડ્યુટી પર કાર્યરત થઈશ. મને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લેવાનો પ્રથમ જ દિવસે પરેલની કેઈએમ હૉસ્પિટલમાં મોકો મળ્યો હતો. રસીકરણ કર્યા પછી મને અડધો કલાક સુધી એક બાજુ બેસવાનું કહેવામાં આવ્યું હતું. એ સમયે ડૉક્ટરોની ટીમ અમારી આસપાસમાં હતી અને તેઓ અમારી પર ધ્યાન રાખતા હતા. છ કલાક પછી પણ મને કોઈ પીડા કે અન્ય ફરિયાદ નહોતી. મને વૅક્સિન લીધા પછી ભારતીય હોવાનો ગર્વ થયો હતો. આ મારા જીવનનો એક બહુ મહત્ત્વનો અને આજીવન યાદ રહે એવો કાર્યક્રમ હતો. હું તો દેશવાસીઓને કહીશ કે ટીકા લગાના હૈ, કોરોના કો હરાના હૈ ઔર ભારત કો જીતાના હૈ. મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં આટલી બધી સુવિધાઓ અને સગવડ જોઈને જ હું અચરજ પામ્યો હતો. વૅક્સિન સેન્ટરની અરેજમેન્ટ અને ડૉક્ટરોની ટીમ જોઈને કોઈ દૃષ્ટિએ મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં વૅક્સિન લીધી એવો અહેસાસ થયો નહોતો. ઇટ ઇઝ સો ફેન્ટાસ્ટિક અને માર્વલસ.

  ૧૦ મહિના બાદ હવે હું હૉસ્પિટલ જઈશ - ડૉ. બકુલ પારેખ, સિનિયર પીડિયાટ્રિશ્યન અને ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિશ્યનના રાષ્ટ્રીય અધ્યક્ષ (કેઈએમ હૉસ્પિટલ)

  હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને વૅક્સિન આપવાની શરૂઆતના પહેલાં જ દિવસે વૅક્સિન આપવામાં આવી. હું ૪૦ વર્ષથી પ્રૅક્ટિસ કરું છું, પરંતુ છેલ્લા ૧૦ મહિનાથી હું મારી હૉસ્પિટલ કે ક્લિનિક પર ગયો નથી. મેં નિર્ણય કર્યો હતો કે વૅક્સિન શોધાશે અને હું વૅક્સિન લઈશ પછી જ મારી ડ્યુટી પર કાર્યરત થઈશ. મને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લેવાનો પ્રથમ જ દિવસે પરેલની કેઈએમ હૉસ્પિટલમાં મોકો મળ્યો હતો. રસીકરણ કર્યા પછી મને અડધો કલાક સુધી એક બાજુ બેસવાનું કહેવામાં આવ્યું હતું. એ સમયે ડૉક્ટરોની ટીમ અમારી આસપાસમાં હતી અને તેઓ અમારી પર ધ્યાન રાખતા હતા. છ કલાક પછી પણ મને કોઈ પીડા કે અન્ય ફરિયાદ નહોતી. મને વૅક્સિન લીધા પછી ભારતીય હોવાનો ગર્વ થયો હતો. આ મારા જીવનનો એક બહુ મહત્ત્વનો અને આજીવન યાદ રહે એવો કાર્યક્રમ હતો. હું તો દેશવાસીઓને કહીશ કે ટીકા લગાના હૈ, કોરોના કો હરાના હૈ ઔર ભારત કો જીતાના હૈ. મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં આટલી બધી સુવિધાઓ અને સગવડ જોઈને જ હું અચરજ પામ્યો હતો. વૅક્સિન સેન્ટરની અરેજમેન્ટ અને ડૉક્ટરોની ટીમ જોઈને કોઈ દૃષ્ટિએ મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં વૅક્સિન લીધી એવો અહેસાસ થયો નહોતો. ઇટ ઇઝ સો ફેન્ટાસ્ટિક અને માર્વલસ.

  15/20
 • જાગૃતિ જેવી બેસ્ટ વૅક્સિન કોઈ નહીં - ડૉ. હિરેન કોઠારી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય હૉસ્પિટલ, રાજકોટ (વૉકહાર્ડ હૉસ્પિટલ) જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ વૅક્સિન આવી ગઈ અને એને કારણે લોકોમાં પણ કૉન્ફિડન્સ આવી ગયો છે. ૨૦૨૦ વાઇરસનું વર્ષ હતું તો હવે ૨૦૨૧ વૅક્સિનનું વર્ષ છે. મને ખાતરી છે કે આપણી વૅક્સિન કારગત નીવડશે અને એનું રિઝલ્ટ એવું હશે કે કોવિડની કોઈને બીક નહીં રહે. મેં ગઈ કાલે રાજકોટમાં વૅક્સિન લીધી, પણ મારી જેમ દેશભરમાં જ્યાં પણ જેણે વૅક્સિન લીધી છે એ બધાને હું કહીશ કે વૅક્સિન લેવાની સાથોસાથ આપણે લોકોમાં પણ એને માટેની જાગૃતિ લાવીએ અને વૅક્સિન માટે કોઈ ખોટો પ્રચાર ન કરે એનું પણ ધ્યાન રાખે. અત્યારના સમયમાં જાગૃતિ જેવી બેસ્ટ વૅક્સિન બીજી કોઈ નથી. વૅક્સિન પછી પણ આપણે આપણા બેઝિક નિયમો તો પાળવાના છે અને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન પણ કરતા રહેવાનું છે.

  જાગૃતિ જેવી બેસ્ટ વૅક્સિન કોઈ નહીં - ડૉ. હિરેન કોઠારી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય હૉસ્પિટલ, રાજકોટ (વૉકહાર્ડ હૉસ્પિટલ)

  જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ વૅક્સિન આવી ગઈ અને એને કારણે લોકોમાં પણ કૉન્ફિડન્સ આવી ગયો છે. ૨૦૨૦ વાઇરસનું વર્ષ હતું તો હવે ૨૦૨૧ વૅક્સિનનું વર્ષ છે. મને ખાતરી છે કે આપણી વૅક્સિન કારગત નીવડશે અને એનું રિઝલ્ટ એવું હશે કે કોવિડની કોઈને બીક નહીં રહે. મેં ગઈ કાલે રાજકોટમાં વૅક્સિન લીધી, પણ મારી જેમ દેશભરમાં જ્યાં પણ જેણે વૅક્સિન લીધી છે એ બધાને હું કહીશ કે વૅક્સિન લેવાની સાથોસાથ આપણે લોકોમાં પણ એને માટેની જાગૃતિ લાવીએ અને વૅક્સિન માટે કોઈ ખોટો પ્રચાર ન કરે એનું પણ ધ્યાન રાખે. અત્યારના સમયમાં જાગૃતિ જેવી બેસ્ટ વૅક્સિન બીજી કોઈ નથી. વૅક્સિન પછી પણ આપણે આપણા બેઝિક નિયમો તો પાળવાના છે અને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન પણ કરતા રહેવાનું છે.

  16/20
 • વૅક્સિન એ એક નવા યુગની શરૂઆત - જયશ્રીબહેન પટેલ, સ્વીપર સ્ટાફ, સિવિલ હૉસ્પિટલ, રાજકોટ (સિવિલ હૉસ્પિટલ) વૅક્સિનની રાહ જોવાતી હતી અને ફાઇનલી એ આવી ગઈ. મને આપણી વૅક્સિન પર ભરોસો છે. આ વૅક્સિન કારગત નીવડશે અને આપણે દુનિયાની સામે એક નવો ઇતિહાસ રચીશું એવી મને શ્રદ્ધા છે. ૧૦ મહિનાથી હૉસ્પિટલમાં ડ્યુટી નિભાવી ત્યારે મનમાં કોવિડની બીક નહોતી, પણ આછોસરખો ભય હતો કે ક્યાંક અમારે લીધે અમારા ફૅમિલી-મેમ્બરને કોવિડ ન થાય. શરૂઆતના સમયમાં તો ૧૫-૧૫, ૨૦-૨૦ દિવસ અમે ઘરે પણ નથી ગયા. કોવિડને કારણે લોકોના મનમાં જે ભય આવ્યો એ ભય આજે પણ અકબંધ છે, પણ હવે મજબૂરીને કારણે બધાએ બહાર નીકળવું પડ્યું છે. અમેરિકા-યુરોપ કરતાં આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છીએ એની પાછળનું મુખ્ય કારણ એ જ કે આપણે સમયસર જાગૃતિ દાખવીને લૉકડાઉન પર આવી ગયા. મારે મન આ વૅક્સિન એક નવા યુગની શરૂઆત છે.

  વૅક્સિન એ એક નવા યુગની શરૂઆત - જયશ્રીબહેન પટેલ, સ્વીપર સ્ટાફ, સિવિલ હૉસ્પિટલ, રાજકોટ (સિવિલ હૉસ્પિટલ)

  વૅક્સિનની રાહ જોવાતી હતી અને ફાઇનલી એ આવી ગઈ. મને આપણી વૅક્સિન પર ભરોસો છે. આ વૅક્સિન કારગત નીવડશે અને આપણે દુનિયાની સામે એક નવો ઇતિહાસ રચીશું એવી મને શ્રદ્ધા છે. ૧૦ મહિનાથી હૉસ્પિટલમાં ડ્યુટી નિભાવી ત્યારે મનમાં કોવિડની બીક નહોતી, પણ આછોસરખો ભય હતો કે ક્યાંક અમારે લીધે અમારા ફૅમિલી-મેમ્બરને કોવિડ ન થાય. શરૂઆતના સમયમાં તો ૧૫-૧૫, ૨૦-૨૦ દિવસ અમે ઘરે પણ નથી ગયા. કોવિડને કારણે લોકોના મનમાં જે ભય આવ્યો એ ભય આજે પણ અકબંધ છે, પણ હવે મજબૂરીને કારણે બધાએ બહાર નીકળવું પડ્યું છે. અમેરિકા-યુરોપ કરતાં આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છીએ એની પાછળનું મુખ્ય કારણ એ જ કે આપણે સમયસર જાગૃતિ દાખવીને લૉકડાઉન પર આવી ગયા. મારે મન આ વૅક્સિન એક નવા યુગની શરૂઆત છે.

  17/20
 • ખરાબ સમયના અંત સુધી પહોંચી ગયા - કાજલ જોષી, નર્સિંગ સ્ટાફ, સિવિલ હૉસ્પિટલ, રાજકોટ (સિવિલ હૉસ્પિટલ) મેં ગઈ કાલે વૅક્સિન લીધી, પણ હું તો અગાઉ પણ એની ટ્રાયલ સમયે તૈયાર હતી. કોઈ જાતના ડર વિના આપણે એક જ વાત મનમાં રાખવાની છે કે કોરોના જલદીથી જલદી જાય. કોરોનાને લીધે અડધી દુનિયા અત્યારે હેરાન થઈ રહી છે. આપણા દેશની વસ્તીને જોતાં વૅક્સિનનું કાર્ય લાંબું ચાલશે, પણ એ લાંબા કાર્યમાં સાથ આપવાની સાથોસાથ આપણે આપણા લોકો, આપણી કંપની અને આપણા દેશની સરકાર પર ભરોસો રાખીને આગળ વધવાનું છે. એક ખરાબ સમય હતો, જેના અંત સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે તો વૅક્સિન થકી નવા સારા સમયની આશા પણ આંખ સામે આવી ગઈ છે.

  ખરાબ સમયના અંત સુધી પહોંચી ગયા - કાજલ જોષી, નર્સિંગ સ્ટાફ, સિવિલ હૉસ્પિટલ, રાજકોટ (સિવિલ હૉસ્પિટલ)

  મેં ગઈ કાલે વૅક્સિન લીધી, પણ હું તો અગાઉ પણ એની ટ્રાયલ સમયે તૈયાર હતી. કોઈ જાતના ડર વિના આપણે એક જ વાત મનમાં રાખવાની છે કે કોરોના જલદીથી જલદી જાય. કોરોનાને લીધે અડધી દુનિયા અત્યારે હેરાન થઈ રહી છે. આપણા દેશની વસ્તીને જોતાં વૅક્સિનનું કાર્ય લાંબું ચાલશે, પણ એ લાંબા કાર્યમાં સાથ આપવાની સાથોસાથ આપણે આપણા લોકો, આપણી કંપની અને આપણા દેશની સરકાર પર ભરોસો રાખીને આગળ વધવાનું છે. એક ખરાબ સમય હતો, જેના અંત સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે તો વૅક્સિન થકી નવા સારા સમયની આશા પણ આંખ સામે આવી ગઈ છે.

  18/20
 • બીજેપી નેતા મહેશ શર્મા કોરોના વેક્સિન લેનાર પ્રથમ સાંસદ બન્યા રસીકરણ અભિયાનની શરૂઆત થઈ તેમાં પ્રથમ તબક્કામાં માત્ર ફ્રન્ટ લાઈન કોરોના વર્કર્સને જ રસી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને કોઈપણ ધારાસભ્ય, સાંસદ કે નેતાને પ્રથમ તબક્કામાં રસી આપવામાં નહીં આવે. જોકે ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કોરોના રસી લીધી છે. જોકે તેમને નેતા તરીકે નહીં પણ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે રસી આપવામાં આવી છે.

  બીજેપી નેતા મહેશ શર્મા કોરોના વેક્સિન લેનાર પ્રથમ સાંસદ બન્યા

  રસીકરણ અભિયાનની શરૂઆત થઈ તેમાં પ્રથમ તબક્કામાં માત્ર ફ્રન્ટ લાઈન કોરોના વર્કર્સને જ રસી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને કોઈપણ ધારાસભ્ય, સાંસદ કે નેતાને પ્રથમ તબક્કામાં રસી આપવામાં નહીં આવે.

  જોકે ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કોરોના રસી લીધી છે. જોકે તેમને નેતા તરીકે નહીં પણ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે રસી આપવામાં આવી છે.

  19/20
 • આઈટીબીપીના ૨૦ જવાનોને અપાઇ વેક્સિન કોવિડ-19 સામેની લડતમાં દેશના જવાનો પણ પાછળ નથી રહ્યાં. દેશમાં સૌ પ્રથમ કોવિડ વેક્સિન મેળવનારા ત્રણ લાખ લોકોમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના 20 જવાનોએ પણ પોતાનું નામ નોંધાવ્યું છે. 3488 કિલોમીટર લાંબી ભારત-ચીનની સરહદનું રક્ષણ કરતાં લશ્કરના ત્રણ ડૉક્ટરો (જેમાં બે મહિલા ડૉક્ટરો પણ સામેલ છે) અને પેરામેડિકલ સ્ટાફના ૧૭ લોકો સહિત કુલ ૨૦ જણાએ લેહમાં કોવિડની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આઈટીબીપીના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર કાત્યાયની શર્મા રસી મેળવનારા 20 લોકોમાં સામેલ છે. રસી મેળવનારા આઈટીબીપીના તમામ જવાનોનું પોસ્ટિંગ લેહમાં છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનારા સાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)કે અર્ધલશ્કરી શાખામાંથી એક આઈટીબીપી પણ છે.

  આઈટીબીપીના ૨૦ જવાનોને અપાઇ વેક્સિન

  કોવિડ-19 સામેની લડતમાં દેશના જવાનો પણ પાછળ નથી રહ્યાં. દેશમાં સૌ પ્રથમ કોવિડ વેક્સિન મેળવનારા ત્રણ લાખ લોકોમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના 20 જવાનોએ પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

  3488 કિલોમીટર લાંબી ભારત-ચીનની સરહદનું રક્ષણ કરતાં લશ્કરના ત્રણ ડૉક્ટરો (જેમાં બે મહિલા ડૉક્ટરો પણ સામેલ છે) અને પેરામેડિકલ સ્ટાફના ૧૭ લોકો સહિત કુલ ૨૦ જણાએ લેહમાં કોવિડની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

  આઈટીબીપીના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર કાત્યાયની શર્મા રસી મેળવનારા 20 લોકોમાં સામેલ છે. રસી મેળવનારા આઈટીબીપીના તમામ જવાનોનું પોસ્ટિંગ લેહમાં છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનારા સાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)કે અર્ધલશ્કરી શાખામાંથી એક આઈટીબીપી પણ છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉન પછીનો કૉમન સવાલ, વૅક્સિન ક્યારે? બસ, તો આનો જવાબ મળી ગયો ગઈ કાલે. ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કોરોનાને ખલાસ કરવાની શરૂઆત જ્યારથી થઈ એ દિવસ તરીકે લખાશે અને રાઇટલી સો. કોવિડ-19ને કારણે ૧૦ મહિનાનાં જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થચિહ્‍ન અંધકાર સામે ૧૬ જાન્યુઆરી એટલે નવા સૂર્યોદયનો દિવસ. જાણીએ દેશ અને રાજ્યમાં પહેલાં રસી મૂકનાર તેમ જ દેશમાં કોરોના સામેની લડાઈના મુખ્ય સ્ટ્ર‍ૅટેજિસ્ટ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વૅક્સિનનો ગઈ કાલે ડોઝ મુકાવ્યા પછી શું કહ્યું?

(અહેવાલ: રોહિત પરીખ, પ્રકાશ બાંભરોલિયા, ઉર્વી શાહ, બકુલેશ ત્રિવેદી, રશ્મિન શાહ, શૈલેષ નાયક, ઉમેશ દેશપાંડે)

First Published: 17th January, 2021 10:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK