બાપ્પાનું વેલકમ કરવા મુંબઈગરાં તૈયાર, તસવીરોમાં જુઓ તેમનો ઉત્સાહ

Updated: Aug 21, 2020, 21:54 IST | Shilpa Bhanushali
 • કોરોના મહામારીને લીધે આ વર્ષે ગણેશોત્સવ દર વર્ષ જેવો નહી હોય. પરંતુ આ વાઈરસ લોકોનો ઉત્સાહ મારી શક્યો નથી. લોકો બજારોમાં મૂર્તિ, મીઠાઈ, લાઈટ્સ અને ડેકોરેશનનો સામાન ખરીદી રહ્યા છે. ફોટામાં દેખાય છે કે લાલબાગની એક ગણેશ મૂર્તિની વર્કશોપમાં પ્રવેશવા પહેલા બાળકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું છે.

  કોરોના મહામારીને લીધે આ વર્ષે ગણેશોત્સવ દર વર્ષ જેવો નહી હોય. પરંતુ આ વાઈરસ લોકોનો ઉત્સાહ મારી શક્યો નથી. લોકો બજારોમાં મૂર્તિ, મીઠાઈ, લાઈટ્સ અને ડેકોરેશનનો સામાન ખરીદી રહ્યા છે. ફોટામાં દેખાય છે કે લાલબાગની એક ગણેશ મૂર્તિની વર્કશોપમાં પ્રવેશવા પહેલા બાળકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું છે.

  1/25
 • દર વર્ષે ગણેશજીની વિશાળ મૂર્તિઓની ઠેરઠેર સ્થાપના થતી, મોટી સંખ્યામાં લોકો બાપ્પાના દર્શન કરવા માટે એકઠા થતા હતા. પરંતુ આ વર્ષે મહામારીને લીધે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. ફોટામાં એક છોકરો ગણેશજીની મૂર્તિની વર્કશોપમાં પ્રાર્થના કરી રહ્યો છે.

  દર વર્ષે ગણેશજીની વિશાળ મૂર્તિઓની ઠેરઠેર સ્થાપના થતી, મોટી સંખ્યામાં લોકો બાપ્પાના દર્શન કરવા માટે એકઠા થતા હતા. પરંતુ આ વર્ષે મહામારીને લીધે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. ફોટામાં એક છોકરો ગણેશજીની મૂર્તિની વર્કશોપમાં પ્રાર્થના કરી રહ્યો છે.

  2/25
 • ભગવાન ગણેશના જન્મદિન નિમિત્તે 10 દિવસ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ફોટામાં એક મહિલા તોરણ અને માળા ચેક કરી રહી છે.

  ભગવાન ગણેશના જન્મદિન નિમિત્તે 10 દિવસ ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ફોટામાં એક મહિલા તોરણ અને માળા ચેક કરી રહી છે.

  3/25
 • મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને ગણેશોત્સવ દરમ્યાન ભીડ ન કરવા અને મૂર્તિઓની ઊંચાઈ પરના નિયંત્રણનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. ફોટામાં એક વ્યક્તિ ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યો છે, જે પ્લાસ્ટીકથી કવર છે.

  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને ગણેશોત્સવ દરમ્યાન ભીડ ન કરવા અને મૂર્તિઓની ઊંચાઈ પરના નિયંત્રણનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. ફોટામાં એક વ્યક્તિ ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યો છે, જે પ્લાસ્ટીકથી કવર છે.

  4/25
 • ઉપરાંત મુખ્ય પ્રધાને મંડળના સંચાલકોને ઓનલાઈન દર્શન કરી આપવાની સુવિધા પણ પ્રદાન કરવાનો આદેશ આપ્યો છે. ફોટામાં એક મહિલા ગણેશજીની મૂર્તિને કારમાં મૂકી ઘરે જઈ રહી છે.

  ઉપરાંત મુખ્ય પ્રધાને મંડળના સંચાલકોને ઓનલાઈન દર્શન કરી આપવાની સુવિધા પણ પ્રદાન કરવાનો આદેશ આપ્યો છે. ફોટામાં એક મહિલા ગણેશજીની મૂર્તિને કારમાં મૂકી ઘરે જઈ રહી છે.

  5/25
 • રાજ્યના ગૃહ વિભાગની ગાઈડલાઈન્સ મુજબ, મંડળમાં મૂર્તિની ઉંચાઈ ચાર ફીટની અને ઘરની મૂર્તિની ઉંચાઈ બે ફીટથી વધુ ન હોવી જોઈએ. ફોટો લાલબાગની એક વર્કશોપનો છે, જેમાં ગૌરીની મૂર્તિઓ ડિસ્પ્લે કરવામાં આવી છે.

  રાજ્યના ગૃહ વિભાગની ગાઈડલાઈન્સ મુજબ, મંડળમાં મૂર્તિની ઉંચાઈ ચાર ફીટની અને ઘરની મૂર્તિની ઉંચાઈ બે ફીટથી વધુ ન હોવી જોઈએ. ફોટો લાલબાગની એક વર્કશોપનો છે, જેમાં ગૌરીની મૂર્તિઓ ડિસ્પ્લે કરવામાં આવી છે.

  6/25
 • ઠાકરેએ વિનંતી કરી છે કે મૂર્તિને ઘરે લઈ જતા સમયે અને વિસર્જન સમયે ભીડ ન કરવી. ફોટામાં લાલબાગની વર્કશોપમાં લોકો ગૌરી મૂર્તિ ચેક કરી રહ્યા હતા.

  ઠાકરેએ વિનંતી કરી છે કે મૂર્તિને ઘરે લઈ જતા સમયે અને વિસર્જન સમયે ભીડ ન કરવી. ફોટામાં લાલબાગની વર્કશોપમાં લોકો ગૌરી મૂર્તિ ચેક કરી રહ્યા હતા.

  7/25
 • ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પોલીસને કહ્યું છે કે, તેઓ ગણેશોત્સવ દરમિયાન સોશ્યિલ મીડિયાના વીડિયો ઉપર ખાસ ધ્યાન આપે. ફોટો બોરિવલી વેસ્ટના એસ.વી.રોડનો છે, જ્યા પૂજાની દુકાન બહાર ભીડ જોવા મળી હતી.

  ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પોલીસને કહ્યું છે કે, તેઓ ગણેશોત્સવ દરમિયાન સોશ્યિલ મીડિયાના વીડિયો ઉપર ખાસ ધ્યાન આપે. ફોટો બોરિવલી વેસ્ટના એસ.વી.રોડનો છે, જ્યા પૂજાની દુકાન બહાર ભીડ જોવા મળી હતી.

  8/25
 • દેશમુખે સ્થાનિક સત્તાઓને પણ આદેશ આપ્યો છે કે તેઓ બને તેટલા આર્ટિફિશિયલ તળાવ બનાવે જેથી ભીડ જમા ન થાય. ફોટો ભાયખલાના વીરમાતા જીજામાતા ઉદ્યાન નજીકનો છે જ્યાં પાલિકાના કર્મચારીઓએ આર્ટિફિશિયલ તળાવ બનાવ્યો હતો.

  દેશમુખે સ્થાનિક સત્તાઓને પણ આદેશ આપ્યો છે કે તેઓ બને તેટલા આર્ટિફિશિયલ તળાવ બનાવે જેથી ભીડ જમા ન થાય. ફોટો ભાયખલાના વીરમાતા જીજામાતા ઉદ્યાન નજીકનો છે જ્યાં પાલિકાના કર્મચારીઓએ આર્ટિફિશિયલ તળાવ બનાવ્યો હતો.

  9/25
 • શિવાજી પાર્કની એક મીઠાઈની દુકાનમાં મોદક ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા

  શિવાજી પાર્કની એક મીઠાઈની દુકાનમાં મોદક ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા

  10/25
 • ગૌરી મૂર્તિ માટે મહિલા જ્વેલરી ચેક કરી રહી છે.

  ગૌરી મૂર્તિ માટે મહિલા જ્વેલરી ચેક કરી રહી છે.

  11/25
 • મહામારીને લીધે મૂર્તિકારોની પરિસ્થિતિ કથળી છે. આ વર્ષે તેમને પુરતા ઑર્ડર મળ્યા નથી, તેમ જ મૂર્તિ બનાવવા માટે કાચો માલ મેળવવામાં પણ મુશ્કેલી નડી રહી છે. ફોટો વરલીનો છે જેમાં લોકો મૂર્તિને એક પંડાલમાં મૂકી રહ્યા છે.

  મહામારીને લીધે મૂર્તિકારોની પરિસ્થિતિ કથળી છે. આ વર્ષે તેમને પુરતા ઑર્ડર મળ્યા નથી, તેમ જ મૂર્તિ બનાવવા માટે કાચો માલ મેળવવામાં પણ મુશ્કેલી નડી રહી છે. ફોટો વરલીનો છે જેમાં લોકો મૂર્તિને એક પંડાલમાં મૂકી રહ્યા છે.

  12/25
 • આ વર્ષે મૂર્તિની ડિમાન્ડ ઓછી છે, પણ મૂર્તિકારોએ કોરોનાવાયરસ થીમ ઉપર મૂર્તિ બનાવી અને તેમાં ઈન-બિલ્ટ સેનીટાઈઝર્સ પણ છે. ફોટો બોરિવલીનો છે જેમાં વ્યક્તિ સિંહાસનને ફિનિશિંગ ટચ આપી રહ્યો છે.

  આ વર્ષે મૂર્તિની ડિમાન્ડ ઓછી છે, પણ મૂર્તિકારોએ કોરોનાવાયરસ થીમ ઉપર મૂર્તિ બનાવી અને તેમાં ઈન-બિલ્ટ સેનીટાઈઝર્સ પણ છે. ફોટો બોરિવલીનો છે જેમાં વ્યક્તિ સિંહાસનને ફિનિશિંગ ટચ આપી રહ્યો છે.

  13/25
 • ઘાટકોપરની એક વર્કશોપમાં ગણેશજીની એવી મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં સેન્સર મશીન ઈન્સ્ટોલ્ડ છે. લોકો સેન્સર તરફ હાથ આગળ કરે કે તેમાંથી સેનીટાઈઝર બહાર આવે છે. ફોટો લાલબાગની એક વર્કશોપનો છે, જેમાં ગૌરીની મૂર્તિઓ છે.

  ઘાટકોપરની એક વર્કશોપમાં ગણેશજીની એવી મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં સેન્સર મશીન ઈન્સ્ટોલ્ડ છે. લોકો સેન્સર તરફ હાથ આગળ કરે કે તેમાંથી સેનીટાઈઝર બહાર આવે છે. ફોટો લાલબાગની એક વર્કશોપનો છે, જેમાં ગૌરીની મૂર્તિઓ છે.

  14/25
 • ગિંરગાંવના મૂર્તિકાર જીતેકર પાસેથી એક કુટુંબે મૂર્તિ ખરીદી હતી.

  ગિંરગાંવના મૂર્તિકાર જીતેકર પાસેથી એક કુટુંબે મૂર્તિ ખરીદી હતી.

  15/25
 • ગિંરગામમાં એક માણસ ગૌરી મૂર્તિ લઈ જઈ રહ્યો છે.

  ગિંરગામમાં એક માણસ ગૌરી મૂર્તિ લઈ જઈ રહ્યો છે.

  16/25
 • લાલબાગની વર્કશોપમાં આર્ટિસ્ટ કોરોનાવાયરસની થીમવાળી મૂર્તિને ફિનિશિંગ ટચ આપી રહ્યો છે.

  લાલબાગની વર્કશોપમાં આર્ટિસ્ટ કોરોનાવાયરસની થીમવાળી મૂર્તિને ફિનિશિંગ ટચ આપી રહ્યો છે.

  17/25
 • એક માણસ ડેકોરેટિવ લેમ્પ્સ સ્ટ્રોલરથી લઈ જઈ રહ્યો હતો, જેમાં એક બાળક સ્ટ્રોલરની રાઈડની મજા માણી રહ્યો છે.

  એક માણસ ડેકોરેટિવ લેમ્પ્સ સ્ટ્રોલરથી લઈ જઈ રહ્યો હતો, જેમાં એક બાળક સ્ટ્રોલરની રાઈડની મજા માણી રહ્યો છે.

  18/25
 • શિવાજી પાર્કની વર્કશોપમાં કામ કરનારી મહિલા મૂર્તિની ડિલિવરી કરવા માટે તેને પેક કરી રહી છે.

  શિવાજી પાર્કની વર્કશોપમાં કામ કરનારી મહિલા મૂર્તિની ડિલિવરી કરવા માટે તેને પેક કરી રહી છે.

  19/25
 • આર્ટિસ્ટ શ્રુતિકા શિરકે-ગાગ અને તેની ટીમે બોરિવલીની પરિજનમ બિલ્ડિંગમાં લાદીચિત્ર બનાવ્યું હતું.

  આર્ટિસ્ટ શ્રુતિકા શિરકે-ગાગ અને તેની ટીમે બોરિવલીની પરિજનમ બિલ્ડિંગમાં લાદીચિત્ર બનાવ્યું હતું.

  20/25
 • 11 ફીટના આ લાદીચિત્ર બનાવવા માટે છ અલગ કલરના 36,000થી પણ વધુ પેપર ફ્લાવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  11 ફીટના આ લાદીચિત્ર બનાવવા માટે છ અલગ કલરના 36,000થી પણ વધુ પેપર ફ્લાવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  21/25
 • વર્કશોપમાં કલાકારો ફિનિશિંગ ટચ આપી રહ્યા છે.

  વર્કશોપમાં કલાકારો ફિનિશિંગ ટચ આપી રહ્યા છે.

  22/25
 • ચેમ્બુર ચા ચિંતામણી આ વખતે કોરોનાવાયરસ થીમના છે.

  ચેમ્બુર ચા ચિંતામણી આ વખતે કોરોનાવાયરસ થીમના છે.

  23/25
 • ગિંરગાંવની એક વર્કશોપમાં આર્ટિસ્ટ ગૌરી મૂર્તિને ફિનિશિંગ ટચ આપી રહી છે.

  ગિંરગાંવની એક વર્કશોપમાં આર્ટિસ્ટ ગૌરી મૂર્તિને ફિનિશિંગ ટચ આપી રહી છે.

  24/25
 • શિવાજી પાર્કની એક વર્કશોપમાં માણસ મૂર્તિની લંબાઈ તપાસી રહ્યો છે.

  શિવાજી પાર્કની એક વર્કશોપમાં માણસ મૂર્તિની લંબાઈ તપાસી રહ્યો છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

COVID-19 મહામારી વચ્ચે પણ મુંબઈ ગણેશોત્સવ માટે તૈયાર છે. શનિવારથી ગણેશ ચતૂર્થીની શરૂઆત થશે, તેથી લોકો બજારોમાં ખરીદી કરવા નીકળ્યા હતા. આ તહેવાર માટે મુંબઈમાં તૈયારીઓ કેવી ચાલી રહી છે તેની એક ઝલક...  જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK