રસ્તા પર બેસતા ફેરિયાઓ માસ્ક નથી પહેરતા.
સ્ટૉલસ પર ફેરિયાઓ માસ્ક ફક્ત ગળામાં લગાડીને રાખે છે.
ફેરિયાઓને જાણે કોરોનાનો ડર ન હોય તેવું લાગે છે.
બજારમાં મોટા પ્રમાણમાં ભીડ ભેગી થતી હોવાથી માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ લોકો જાણે આ વાત સમજતા ન હોય તેવું વર્તાઈ રહ્યું છે.
યુવાનો પણ ખુલ્લેઆમ માસ્ક પહેર્યા વગર ફરે છે.
બસ સ્ટોપ પર બસની રાહ જોતા પ્રવાસીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.
માસ્ક જરૂરિયાત ન જોય પરંતુ ફેશન હોય તે રીતે ગળે લટકાડીને ફરતા જુવાનિયાઓ.
ફેરીમાંથી ઉતરતા લોકોએ પણ માસ્ક નહોતું પહેર્યું.
કોરોના વાયરસના કેસ મુંબઈમાં ફરી વધી રહ્યાં છે ત્યારે મુંબઈગરાંઓ શહેરમાં માસ્ક વગર કેવી રીતે ફરી રહ્યાં છે તે જોઈએ તસવીરોમાં...
(તસવીરો: નિમેશ દવે, સતેજ શિંદે અને આશિષ ગાંધી)