Mumbai Rains: જોરદાર ભરતી વધી, લ્યો આ શહેરમાં દુર્ઘટના ઘટી

Updated: Jul 07, 2020, 18:33 IST | Chirantana Bhatt
  • મુંબઇમાં શનિ-રવિ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને મહારાષ્ટ્રનાં અન્ય હિસ્સાઓ અને દરિયા કાંઠે પણ રવિવારે સતત ત્રીજા દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે વરસાદનું જોર ધીરે ધીરે ઓછું થઇ રહ્યું છે પણ વાદળોએ શહેરનાં આકાશમાં હજી અડીંગો તો જમાવ્યો જ છે.

    મુંબઇમાં શનિ-રવિ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને મહારાષ્ટ્રનાં અન્ય હિસ્સાઓ અને દરિયા કાંઠે પણ રવિવારે સતત ત્રીજા દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે વરસાદનું જોર ધીરે ધીરે ઓછું થઇ રહ્યું છે પણ વાદળોએ શહેરનાં આકાશમાં હજી અડીંગો તો જમાવ્યો જ છે.

    1/18
  • IMDએ શહેરમાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું અને ભરતીને લઇને પણ ચેતવણી આપી હતી. રવિવારે ગેટ-વે ઑફ ઇન્ડિયા પાસે ફરજ પરસ્ત પોલીસ કર્મચારી.

    IMDએ શહેરમાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું અને ભરતીને લઇને પણ ચેતવણી આપી હતી. રવિવારે ગેટ-વે ઑફ ઇન્ડિયા પાસે ફરજ પરસ્ત પોલીસ કર્મચારી.

    2/18
  • રવિવારે આઇએમડીએ આગાહી કરી હતી કે મુંબઇમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અને મુંબઇ એ માહોલનો અનુભવ આજે સાંજ સુધી કરી રહ્યું છે.

    રવિવારે આઇએમડીએ આગાહી કરી હતી કે મુંબઇમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અને મુંબઇ એ માહોલનો અનુભવ આજે સાંજ સુધી કરી રહ્યું છે.

    3/18
  • BMCએ ટ્વિટ કર્યું હતું કે રવિવારે 4.63 મિટરની ભરતી નોંધાઇ હતી.

    BMCએ ટ્વિટ કર્યું હતું કે રવિવારે 4.63 મિટરની ભરતી નોંધાઇ હતી.

    4/18
  • પવાઇ લેકમાં પાણી ઓવર ફ્લો થયું હતું. આ નજારો રવિવારનો છે.

    પવાઇ લેકમાં પાણી ઓવર ફ્લો થયું હતું. આ નજારો રવિવારનો છે.

    5/18
  • રવિવાર સાંજ સુધીમાં ચોવીસ કલાક દરમિયાન મુંબઇમાં 200.8 એમએમ વરસાદ પડ્યો હોવાનું કોલાબા ઓબ્ઝર્વેટરીએ નોંધ્યું હતું. આ પવઇ લેકની તસવીર છે.

    રવિવાર સાંજ સુધીમાં ચોવીસ કલાક દરમિયાન મુંબઇમાં 200.8 એમએમ વરસાદ પડ્યો હોવાનું કોલાબા ઓબ્ઝર્વેટરીએ નોંધ્યું હતું. આ પવઇ લેકની તસવીર છે.

    6/18
  • પાણી ભરાવવાની ઘટનાઓ પણ ઘણાં વિસ્તારોમાં શનિ-રવિ દરમિયાન થયા હતા, જેમ કે હિંદમાતા, દાદર ટીટી, ભાયખલ્લા, કિંગ સર્કલ વગેરે

    પાણી ભરાવવાની ઘટનાઓ પણ ઘણાં વિસ્તારોમાં શનિ-રવિ દરમિયાન થયા હતા, જેમ કે હિંદમાતા, દાદર ટીટી, ભાયખલ્લા, કિંગ સર્કલ વગેરે

    7/18
  • BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને ઝાડ પડવાની 19 ફરિયાદ રવિવારની સાંજ સુધીમાં આવી હતી. આ તસવીર નૌપાડા વિસ્તારની છે.

    BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને ઝાડ પડવાની 19 ફરિયાદ રવિવારની સાંજ સુધીમાં આવી હતી. આ તસવીર નૌપાડા વિસ્તારની છે.

    8/18
  • BMCના કર્મચારીઓએ પાણી વહી જાય તે માટે કેટલાક મુખ્ય હોલ્સ ખોલી દીધા હતા. આ મુલુંડની પાણીથી ભરેલી ગલી છે.

    BMCના કર્મચારીઓએ પાણી વહી જાય તે માટે કેટલાક મુખ્ય હોલ્સ ખોલી દીધા હતા. આ મુલુંડની પાણીથી ભરેલી ગલી છે.

    9/18
  • ખાનીગ મોસમ એજન્સી સ્કાયમેટ અનુસાર રવિવાર સાંજ બાદ વરસાદ અટકવાનો હતો અને આપણે તે અનુભવી રહ્યા છીએ.

    ખાનીગ મોસમ એજન્સી સ્કાયમેટ અનુસાર રવિવાર સાંજ બાદ વરસાદ અટકવાનો હતો અને આપણે તે અનુભવી રહ્યા છીએ.

    10/18
  • સ્કાયમેટના રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાત અને કોંકણની ઉત્તરે થયેલા સાયક્લોનિક ભ્રમણને પગલે આ ઘટાડો થયો છે. પહેલાં તે લો પ્રેશર એરિયામાં વધુ તિવ્ર બન્યું હતું અને આગળ જતા ઘટશે.  તસવીરમાં મુંબઇની વૉટર લૉગ્ડ ગલીમાં ડ્યુટી પર હાજર પોલીસ.

    સ્કાયમેટના રિપોર્ટ અનુસાર દક્ષિણ ગુજરાત અને કોંકણની ઉત્તરે થયેલા સાયક્લોનિક ભ્રમણને પગલે આ ઘટાડો થયો છે. પહેલાં તે લો પ્રેશર એરિયામાં વધુ તિવ્ર બન્યું હતું અને આગળ જતા ઘટશે.  તસવીરમાં મુંબઇની વૉટર લૉગ્ડ ગલીમાં ડ્યુટી પર હાજર પોલીસ.

    11/18
  • લૉપ્રેશર એરિયા આગળ જતા સૌરાષ્ટ્ર અને કચ્છ જશે ત્યારે શહેરમાંથી વરસાદ ઓછો થશે તેવું સ્કાયમેટના રિપોર્ટમાં હતું.

    લૉપ્રેશર એરિયા આગળ જતા સૌરાષ્ટ્ર અને કચ્છ જશે ત્યારે શહેરમાંથી વરસાદ ઓછો થશે તેવું સ્કાયમેટના રિપોર્ટમાં હતું.

    12/18
  • રવિવાર સાંજ સુધીમાં આમ તો વરસાદ જરા ઘટ્યો હતોપણ હજી એક-બે દિવસ સુધી વાતાવરણ આવું ગોરંભાયેલું જ રહેશે.

    રવિવાર સાંજ સુધીમાં આમ તો વરસાદ જરા ઘટ્યો હતોપણ હજી એક-બે દિવસ સુધી વાતાવરણ આવું ગોરંભાયેલું જ રહેશે.

    13/18
  • શનિ-રવિમાં થાણે જિલ્લામાં તથા અન્ય કોંકણ વિસ્તારમાં અને સિંધુદુર્ગમાં ભારે વરસાદ પડ્યો હતો. પાણીથી છલોછલ શેરીમાં સંતુલન જાળવીને આ સાઇકલ સવાર એક હાથે છત્રી પકડીને આગળ વધી રહ્યો છે.

    શનિ-રવિમાં થાણે જિલ્લામાં તથા અન્ય કોંકણ વિસ્તારમાં અને સિંધુદુર્ગમાં ભારે વરસાદ પડ્યો હતો. પાણીથી છલોછલ શેરીમાં સંતુલન જાળવીને આ સાઇકલ સવાર એક હાથે છત્રી પકડીને આગળ વધી રહ્યો છે.

    14/18
  • રવિવારે વિદર્ભના અમુક હિસ્સાઓમાં પણ બહુ વરસાદ પડ્યો હતો અને IMDએ કહ્યું હતું કે ગાજવીજ વીજળી સાથે અમુક સ્થળે વરસાદની શક્યતાઓ છે.

    રવિવારે વિદર્ભના અમુક હિસ્સાઓમાં પણ બહુ વરસાદ પડ્યો હતો અને IMDએ કહ્યું હતું કે ગાજવીજ વીજળી સાથે અમુક સ્થળે વરસાદની શક્યતાઓ છે.

    15/18
  • રવિવારે મુલુંડમાં એકથી વધુ વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો થયા હતા જો કે નુકસાની થઇ હોવા છતાં કોઇ જાનહાનિ નહોતી થઇ.

    રવિવારે મુલુંડમાં એકથી વધુ વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો થયા હતા જો કે નુકસાની થઇ હોવા છતાં કોઇ જાનહાનિ નહોતી થઇ.

    16/18
  • રવિવારે મુલુંડ વિસ્તારમાં એક ઝાડ તુટ્યું હતું અને કારને નુકસાન થયું હતું.

    રવિવારે મુલુંડ વિસ્તારમાં એક ઝાડ તુટ્યું હતું અને કારને નુકસાન થયું હતું.

    17/18
  • અહીં એક માણસ પોલીસ કર્મચારીને બાંન્દ્રાની જળબંબાકાર થયેલી ગલીમાં લાંબો દંડો મુકવામાં મદદ કરી રહ્યો છે જેથી વાહનચાલકોને ખબર પડે કે અહીં રસ્તા પર ખુબ વૉટર લૉગીંગ થયું છે.

    અહીં એક માણસ પોલીસ કર્મચારીને બાંન્દ્રાની જળબંબાકાર થયેલી ગલીમાં લાંબો દંડો મુકવામાં મદદ કરી રહ્યો છે જેથી વાહનચાલકોને ખબર પડે કે અહીં રસ્તા પર ખુબ વૉટર લૉગીંગ થયું છે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

મુંબઇમાં શનિ-રવિ-સોમ દરમિયાન સતત વરસાદ પડ્યો છે અને સાથે થાણે અને મહારાષ્ટ્રનાં ઘણા હિસ્સાઓ વરસાદમાં તરબોળ થઇ ગયા હતા. વૉટર લૉગિંગના પણ ઘણા બનાવો બન્યા હતા અને ઝાડ પડવાના બનાવો પણ નોંધાયા હતા. શહેરના દરિયામાં ભરતી આવી ત્યારે મોજાંએ માઝા મુકી હતી. તસવીરો – બિપીન કોકાટે, આશિષ રાજે, સમીર માર્કંડે – મિડ-ડે ફોટોગ્રાફર્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK