Mumbai Rains: વાવાઝોડું આવ્યું અને ગયું, રહ્યું ગોરંભાયેલું આકાશ,ભીંજાયેલું શહેર

Updated: Jun 05, 2020, 13:52 IST | Chirantana Bhatt
  • ગુરૂવારે મુંબઇગરાંઓની સવાર ઘનઘોર વાદળોથી ઘેરાયલી હતી અને પછી વરસાદનો માહોલ આખો દિવસ રહ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાદળોએ આમ જમાવટ કરી હતી.

    ગુરૂવારે મુંબઇગરાંઓની સવાર ઘનઘોર વાદળોથી ઘેરાયલી હતી અને પછી વરસાદનો માહોલ આખો દિવસ રહ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાદળોએ આમ જમાવટ કરી હતી.

    1/20
  • કિંગ સર્કલ, માહિમ કૉઝવે, માટુંગા, ઘાટકોપર અને ખાર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

    કિંગ સર્કલ, માહિમ કૉઝવે, માટુંગા, ઘાટકોપર અને ખાર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

    2/20
  • કોલાબા વેધર સ્ટેશન અનુસાર 50mm વરસાદ પડ્યો હતોઅને સાંતાક્રુઝના IMD સ્ટેશન અનુસાર 47 mmવરસાદ પડ્યો હતો.

    કોલાબા વેધર સ્ટેશન અનુસાર 50mm વરસાદ પડ્યો હતોઅને સાંતાક્રુઝના IMD સ્ટેશન અનુસાર 47 mmવરસાદ પડ્યો હતો.

    3/20
  • બુધવારે IMDએ હલકાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

    બુધવારે IMDએ હલકાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

    4/20
  • આ કિંગ સર્કલ, ગાંધી માર્કેટનું દ્રશ્ય છે. ગુરૂવારે આખો દિવસ પવન પણ ફુંકાયો હતો અને મુંબઇમાં હવાની ગુણવત્તા બહેતર થઇ હતી.

    આ કિંગ સર્કલ, ગાંધી માર્કેટનું દ્રશ્ય છે. ગુરૂવારે આખો દિવસ પવન પણ ફુંકાયો હતો અને મુંબઇમાં હવાની ગુણવત્તા બહેતર થઇ હતી.

    5/20
  • નિસર્ગનું જોર અંતે ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને તે મધ્યપ્રદેશ તરફ સાંજ સુધીમાં પહોંચ્યું હતું.

    નિસર્ગનું જોર અંતે ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને તે મધ્યપ્રદેશ તરફ સાંજ સુધીમાં પહોંચ્યું હતું.

    6/20
  • IMD અનુસાર નિસર્ગનું જોર ઓછા દબાણ વાળા વિસ્તારોમાં ઘટતું જવાનું હતું.

    IMD અનુસાર નિસર્ગનું જોર ઓછા દબાણ વાળા વિસ્તારોમાં ઘટતું જવાનું હતું.

    7/20
  • વાવાઝોડું રાયગઢ વગેરે વિસ્તારોમાં 100-110 kmphની ઝડપે ફુંકાયું હતું અને 120kmphની ગતિ પર પહોંચ્યું હતું.

    વાવાઝોડું રાયગઢ વગેરે વિસ્તારોમાં 100-110 kmphની ઝડપે ફુંકાયું હતું અને 120kmphની ગતિ પર પહોંચ્યું હતું.

    8/20
  • રાયગઢ, રત્નાગીરી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાકને અને વૃક્ષો વગેરેને નુકસાન થયું હતું.

    રાયગઢ, રત્નાગીરી જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાકને અને વૃક્ષો વગેરેને નુકસાન થયું હતું.

    9/20
  •  મહારાષ્ટ્ર સરકારનાં સ્ટેટેમેન્ટ અનુસાર વાવાઝોડાને પગલે છ જણાંએ જીવ ગુમાવ્યો હતો અને છ ઢોર પણ મૃત્યુ પામ્યા હતા.

     મહારાષ્ટ્ર સરકારનાં સ્ટેટેમેન્ટ અનુસાર વાવાઝોડાને પગલે છ જણાંએ જીવ ગુમાવ્યો હતો અને છ ઢોર પણ મૃત્યુ પામ્યા હતા.

    10/20
  •  ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા હતા. આ ઘાટકોપર રમાબાઇ નગરની તસવીર છે.

     ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા હતા. આ ઘાટકોપર રમાબાઇ નગરની તસવીર છે.

    11/20
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વાવાઝોડામાં થયેલા નુકસાનનું વિગતવાર પંચનામું કરવા કહ્યું હતું.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વાવાઝોડામાં થયેલા નુકસાનનું વિગતવાર પંચનામું કરવા કહ્યું હતું.

    12/20
  •  જેમના વાવાઝોડામાં જીવ ગયા છે તેમના પરિવારોને મહારાષ્ટ્ર સરકારે 4 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે.

     જેમના વાવાઝોડામાં જીવ ગયા છે તેમના પરિવારોને મહારાષ્ટ્ર સરકારે 4 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે.

    13/20
  • વાવાઝોડાએ રાયગઢમાં એક લાખ વૃક્ષો પર અસર કરી છે.

    વાવાઝોડાએ રાયગઢમાં એક લાખ વૃક્ષો પર અસર કરી છે.

    14/20
  •  શ્રિવર્ધન અને મુરુદ તહેસીલમાં પણ વાવાઝોડાની માઠી અસરો જોવા મળી હતી. આ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની તસવીર છે.

     શ્રિવર્ધન અને મુરુદ તહેસીલમાં પણ વાવાઝોડાની માઠી અસરો જોવા મળી હતી. આ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની તસવીર છે.

    15/20
  • વરસાદ અને વાવાઝોડાને પગલે 78,191 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

    વરસાદ અને વાવાઝોડાને પગલે 78,191 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

    16/20
  •  ફુંકાતા પવને આવી હાલત પણ કરી હતી.

     ફુંકાતા પવને આવી હાલત પણ કરી હતી.

    17/20
  • મુંબઇનું આઇકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનસ.

    મુંબઇનું આઇકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનસ.

    18/20
  •  ધોધમાર વરસાદમાં લોકોએ પોતાની જરૂર કામગીરી ચાલુ રાખી હતી.

     ધોધમાર વરસાદમાં લોકોએ પોતાની જરૂર કામગીરી ચાલુ રાખી હતી.

    19/20
  •  લૉકડાઉનનો પ્રભાવ હોવા છતાં પણ વરસાદમાં મુંબઇનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ તો થયો જ હતો.

     લૉકડાઉનનો પ્રભાવ હોવા છતાં પણ વરસાદમાં મુંબઇનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ તો થયો જ હતો.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રની નજીક તાંડવ કર્યું અને પછી આખા રાજ્યને ભીંજાયેલું છોડ્યું. વળી અલીગઢ અને રાયગઢ જિલ્લાઓમાં તો ખાસું નુકસાન પણ થયું અને મુંબઇગરાંઓ માટે દિવસ વરસાદી રહ્યો. વરસાદમાં મુંબઇનો મિજાજ નહીં જુઓ તો પછી વરસાદ જોયો એમ તો ન જ કહેવાયને વળી. તસવીરો- નિમેશ દવે, સતેજ શિંદે, બિપીન કોકાટે, સુરેશ કેકે, અતુલ કાંબલે, શાદાબ ખાન

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK