મુંબઇનો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે અને બુધવારની સવારથી ન અટકેલા વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાનાં કિસ્સા બન્યા છે, ઝાડ પડવાથી બંબા ખાનાએ દોડવું પડ્યુંની સ્થિતિ થઇ તો ક્યાંક દિવલ ધસી પડી હોવાનો બનાવ પણ બન્યો. ઇન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ મુંબઇએ ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી કરી અન બાદમાં શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પહેલાં ઑરેન્જ એલર્ટ હતું જે બાદમાં વરસાદ વધતાં બદલાયું હતું. તસવીરો શાદાબ ખાન, પ્રદીપ ધીવર, આશિષ રાજે, બિપીન કોકાટે, સતેજ શિંદે