મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ગુરુવારનું આકાશ ગોરંભાયેલું જ રહ્યું છે અને સુરજની ઝલક સુદ્ધાં લોકોને જોવા નથી મળી. શહેરમાં ટ્રાફિક જામ અને પાણી ભરાવાનાં દ્રશ્યો જાણે સામાન્ય બની ગયા. ક્યાંક દિવાલ ધસી પડી તો ક્યાંક લોકો આવા તોફાની વરસાદમાં દરિયે મહાલવા પણ નિકળ્યા. જુઓ શહેરનો માહોલ કેવો રહ્યો. તસવીરો – બિપીન કોકાટે, આશિષ રાજે, પ્રદિપ ધીવર, સતેજ શિંદે, શાદાબ ખાન