Mumbai Local: જ્યારે મુંબઇગરાંઓએ લોકલ ટ્રેનમાં ફરી સાંભળ્યું 'પુઢીલ સ્ટેશન...'

Updated: 3rd February, 2021 08:33 IST | Chirantana Bhatt
  • મુંબઇની લોકલ ટ્રેન્સ એટલે કે જાણે શહેરનાં ધબકારા. અગલા સ્ટેશન, નેક્સ્ટ સ્ટેશન, પુઢીલ સ્ટેશન એ સાંભળી દિવસ શરૂ થાય અને એ જ સાંભળીને દિવસ પુરો થાય.

    મુંબઇની લોકલ ટ્રેન્સ એટલે કે જાણે શહેરનાં ધબકારા. અગલા સ્ટેશન, નેક્સ્ટ સ્ટેશન, પુઢીલ સ્ટેશન એ સાંભળી દિવસ શરૂ થાય અને એ જ સાંભળીને દિવસ પુરો થાય.

    1/20
  • કેટલાય મહિનાઓથી લોકોએ આ લોકલ ટ્રેનને તિલાંજલી આપી હતી, આપવી પડી હતી. વાઇરસના ભરડાએ મુંબઇની ટ્રેન સુદ્ધાં અટકાવી દીધી હતી અને પછી એસેન્શિયલ વર્કર્સ માટે ટ્રેન ફરી દોડતી થઇ પણ દર ત્રણ મિનીટે નહીં અને ફૂલ કેપેસિટીમાં પણ નહીં, પરંતુ 1લી ફેબ્રુઆરીએ આમ જનતા માટે ટ્રેનની મુસાફરી શક્ય બની.

    કેટલાય મહિનાઓથી લોકોએ આ લોકલ ટ્રેનને તિલાંજલી આપી હતી, આપવી પડી હતી. વાઇરસના ભરડાએ મુંબઇની ટ્રેન સુદ્ધાં અટકાવી દીધી હતી અને પછી એસેન્શિયલ વર્કર્સ માટે ટ્રેન ફરી દોડતી થઇ પણ દર ત્રણ મિનીટે નહીં અને ફૂલ કેપેસિટીમાં પણ નહીં, પરંતુ 1લી ફેબ્રુઆરીએ આમ જનતા માટે ટ્રેનની મુસાફરી શક્ય બની.

    2/20
  • શરતોને આધિન પરવાનગી મળી અને વ્હાલી ટ્રેનમાં સફર કરવા માટે મુંબઇગરાંઓ લાઇનબંધ હાજર હતાં. શહેરનાં અલગ અલગ સ્ટેશન્સ પરનાં આ દ્રશ્યો એ વાતની સાબિતી છે કે વૈકલ્પિક વાહન વ્યવસ્થાથી લોકો કંટાળ્યા હતાં. 

    શરતોને આધિન પરવાનગી મળી અને વ્હાલી ટ્રેનમાં સફર કરવા માટે મુંબઇગરાંઓ લાઇનબંધ હાજર હતાં. શહેરનાં અલગ અલગ સ્ટેશન્સ પરનાં આ દ્રશ્યો એ વાતની સાબિતી છે કે વૈકલ્પિક વાહન વ્યવસ્થાથી લોકો કંટાળ્યા હતાં. 

    3/20
  • ટ્રેનની મુસાફરી એટલે મુુંબઇગરાંઓ માટે જાણે રોજિંદી ઘટમાળનો એક ક્યારેય અલગ ન હોય તેવો હિસ્સો.

    ટ્રેનની મુસાફરી એટલે મુુંબઇગરાંઓ માટે જાણે રોજિંદી ઘટમાળનો એક ક્યારેય અલગ ન હોય તેવો હિસ્સો.

    4/20
  • આટલા લાંબા સમય પછી ટ્રેનની મુસાફરી કરવા મળતી હતી માટે લાંબી કતારો વિવિધ સ્ટેશન્સ પર જોવા મળી હતી. 

    આટલા લાંબા સમય પછી ટ્રેનની મુસાફરી કરવા મળતી હતી માટે લાંબી કતારો વિવિધ સ્ટેશન્સ પર જોવા મળી હતી. 

    5/20
  • જો કે અમુક સ્ટેશન પર આવો ખાલી નજારો પણ જોવા મળ્યો હતો.

    જો કે અમુક સ્ટેશન પર આવો ખાલી નજારો પણ જોવા મળ્યો હતો.

    6/20
  • ટ્રેનનાં રિધમ સાથે ડોલતાં રહેતા આ હેન્ડલ પર જાણે કેટલાય વખતે માણસના હાથનો સ્પર્શ થયો હશે?

    ટ્રેનનાં રિધમ સાથે ડોલતાં રહેતા આ હેન્ડલ પર જાણે કેટલાય વખતે માણસના હાથનો સ્પર્શ થયો હશે?

    7/20
  • આપણી લોકલના દરવાજે ઉભા રહેલા લોકોના આ દ્રશ્યો કેટલા વખતે જોવા મળ્યા. 

    આપણી લોકલના દરવાજે ઉભા રહેલા લોકોના આ દ્રશ્યો કેટલા વખતે જોવા મળ્યા. 

    8/20
  • તમને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં તફાવત કરતી આ લાઇન્સ યાદ તો છે ને?

    તમને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં તફાવત કરતી આ લાઇન્સ યાદ તો છે ને?

    9/20
  • જુઓ ટિકીટ માટે એક સમયે ટોળાં થતા પણ વાઇરસે લાઇન્સની આદત જાણે બહેતર બનાવી દીધી. 

    જુઓ ટિકીટ માટે એક સમયે ટોળાં થતા પણ વાઇરસે લાઇન્સની આદત જાણે બહેતર બનાવી દીધી. 

    10/20
  • ગજરાવાળા, માછલીનાં ટોપલા વાળા તો ક્યારેક નાસ્તા વાળા માજી દરવાજે દેખા દેતા, એવા રૂટિન દ્રશ્યો જલ્દી જ જોવા મળશે એમ લાગે છે?

    ગજરાવાળા, માછલીનાં ટોપલા વાળા તો ક્યારેક નાસ્તા વાળા માજી દરવાજે દેખા દેતા, એવા રૂટિન દ્રશ્યો જલ્દી જ જોવા મળશે એમ લાગે છે?

    11/20
  • વહેલી સવારે આટલી ખાલી ટ્રેન હવે બહુ લાંબો વખત જોવા મળશે ખરી?

    વહેલી સવારે આટલી ખાલી ટ્રેન હવે બહુ લાંબો વખત જોવા મળશે ખરી?

    12/20
  • સાત વાગવામાં પાંચ મિનીટ બાકી છે અને પછી તો અહીંથી માત્ર એસેન્શિયલ વર્કર્સ જ ટ્રેનનો ઉપયોગ કરી શકશે. આ ઘડી તસવીરમાં આબાદ ઝડપાઇ છે.

    સાત વાગવામાં પાંચ મિનીટ બાકી છે અને પછી તો અહીંથી માત્ર એસેન્શિયલ વર્કર્સ જ ટ્રેનનો ઉપયોગ કરી શકશે. આ ઘડી તસવીરમાં આબાદ ઝડપાઇ છે.

    13/20
  • લોકોને મોકો મળ્યો તો પછી તડકાની ઐસી તૈસી, જુઓ આ પુરાવો. 

    લોકોને મોકો મળ્યો તો પછી તડકાની ઐસી તૈસી, જુઓ આ પુરાવો. 

    14/20
  • સોશ્યલ ડિસ્ટન્સિંગ જેટલું પાળી શકાય એટલું તો પાળવું જ પડે, જો કે આ તસવીર જોઇને ખલીલ ધનતેજવીની શાયરીની લિટી યાદ આવે જેને જરા બદલીએ તો લખી શકાય કે આજકાલ ઇન્સાન ટિકીટ કી કતારોમેં નઝર આતા હૈ...

    સોશ્યલ ડિસ્ટન્સિંગ જેટલું પાળી શકાય એટલું તો પાળવું જ પડે, જો કે આ તસવીર જોઇને ખલીલ ધનતેજવીની શાયરીની લિટી યાદ આવે જેને જરા બદલીએ તો લખી શકાય કે આજકાલ ઇન્સાન ટિકીટ કી કતારોમેં નઝર આતા હૈ...

    15/20
  • કોઇ માનશે કે વાઇરસે હજી વિદાય નથી લીધી? જુઓ આ યુઝવલ ભીડનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

    કોઇ માનશે કે વાઇરસે હજી વિદાય નથી લીધી? જુઓ આ યુઝવલ ભીડનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

    16/20
  • વહેલી સવારનાં દ્રશ્યો કંઇક આવા હતા, એક જુદો જ અનુભવ હશે સાવ પરોઢિયે ટ્રેન લેવાનો...

    વહેલી સવારનાં દ્રશ્યો કંઇક આવા હતા, એક જુદો જ અનુભવ હશે સાવ પરોઢિયે ટ્રેન લેવાનો...

    17/20
  • અહીં ફરી લાંબી લાઇનમાં ધીરજ પૂર્વક ઉભા રહી લોકોએ પોતાની ટિકીટ તથા પાસની સગવડ કરી હતી. 

    અહીં ફરી લાંબી લાઇનમાં ધીરજ પૂર્વક ઉભા રહી લોકોએ પોતાની ટિકીટ તથા પાસની સગવડ કરી હતી. 

    18/20
  • સ્ટેશન પર આવવું પણ લોકોને માટે કદાચ એક લાંબા અંતરાલ પછીનો એક્સાઇટિંગ અનુભવ બન્યો હશે.

    સ્ટેશન પર આવવું પણ લોકોને માટે કદાચ એક લાંબા અંતરાલ પછીનો એક્સાઇટિંગ અનુભવ બન્યો હશે.

    19/20
  • આ કતારો સ્લોટ્સમાં રહેશે કે પછી વખત આવતાં જલ્દી જ બધું પહેલાંની જેમ ધમધમી ઉઠશે? શું લાગે છે? 

    આ કતારો સ્લોટ્સમાં રહેશે કે પછી વખત આવતાં જલ્દી જ બધું પહેલાંની જેમ ધમધમી ઉઠશે? શું લાગે છે? 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

મુંબઇની લોકલ ટ્રેઇન્સ શહેરની જીવાદોરી ગણાય છે. કોરોના રોગચાળાને પગલે મુંબઇની ટ્રેઇન સર્વિસ પહેલાં તો સાવ ઠપ કરી દેવાઇ અને પછી માત્ર એસેન્શિયલ સર્વિસિઝ માટે કામ કરનારાઓ માટે નિયત સ્લોટ્સમાં ટ્રેઇન શરૂ કરાઇ. 1લી ફેબ્રુઆરીથી ટ્રેન્સ શરૂ થઇ ત્યારે અલગ સ્ટેશન્સ પર કેવા દ્રશ્યો સર્જાયા તે જોઇએ આ તસવીરોમાં.

(તસવીરો - શાદાબ ખાન, સુર્યા કારકેરા, શાદાબ ખાન, આશિષ રાણે, સમીર અબેદી.)

First Published: 3rd February, 2021 08:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK