મહારાષ્ટ્ર (Maharashtra)ની વિપક્ષ પાર્ટી સહિત પ્રવાસી સંગઠન દ્વારા વારંવાર ચેતવણી આપ્યા છતાં, મુંબઇની લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેન (Mumbai Local Train)માં હજી પણ સામાન્ય લોકોને પ્રવાસની પરવાનગી આપવામાં આવી નથી. જો કે, લોકલ સેવા ડિસેમ્બર મધ્ય સુધી બધા માટે શરૂ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. જ્યારે બીએમસીના કમિશનર પ્રમાણે, નવા વર્ષમાં બધા માટે લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે.