Dharmpal Gulati: માત્ર પાંચ ધોરણ ભણ્યા હતા, ટાંગો ચલાવતા પણ કરોડોના માલિક બન્યા

Updated: 3rd December, 2020 22:22 IST | Shilpa Bhanushali
 • પાકિસ્તાનમાં 1923માં થયો ગુલાટીનો જન્મ ગુલાટીના પિતાનું નામ મહાશય ચુન્નીલાલ અને માતાનું નામ ચાનન દેવી હતું. તે પાકિસ્તાનના સિયાલકોટમાં 27 માર્ચ 1923ના રોજ જન્મ્યા. 1933માં તેમણે 5 ધોરણ બાદ ભણતર છોડી દીધું.

  પાકિસ્તાનમાં 1923માં થયો ગુલાટીનો જન્મ
  ગુલાટીના પિતાનું નામ મહાશય ચુન્નીલાલ અને માતાનું નામ ચાનન દેવી હતું. તે પાકિસ્તાનના સિયાલકોટમાં 27 માર્ચ 1923ના રોજ જન્મ્યા. 1933માં તેમણે 5 ધોરણ બાદ ભણતર છોડી દીધું.

  1/5
 • દિલ્હીમાં શરૂ કરી મસાલાની દુકાન ગુલાટીએ દિલ્હીમાં જ અજમલ ખાન રોડ, કરોલ બાગમાં એક દુકાન ખરીદી અને પોતાના પરિવારનો મસાલાનો બિઝનેસ શરૂ કર્યો અને મહાશિયલ ધિ હટ્ટી નામે મસાલાનો કારોબાર આકાશની ઉંચાઇએ પહોંચ્યો.

  દિલ્હીમાં શરૂ કરી મસાલાની દુકાન
  ગુલાટીએ દિલ્હીમાં જ અજમલ ખાન રોડ, કરોલ બાગમાં એક દુકાન ખરીદી અને પોતાના પરિવારનો મસાલાનો બિઝનેસ શરૂ કર્યો અને મહાશિયલ ધિ હટ્ટી નામે મસાલાનો કારોબાર આકાશની ઉંચાઇએ પહોંચ્યો.

  2/5
 • 98 વર્ષીય ગુલાટીની આવી હતી દિનચર્યા ગુલાટી દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને પંજાબી બીટ્સ પર ડંબલ્સથી કસરત કરતા હતા, પછી ફ્રૂટ્સ ખાતા. ત્યાર બાદ નેહરૂ પાર્કમાં જતા, દિવસ પરાઠા સાથે પસાર થતો, સાંજે ફરી બહાર પાર્કમાં જતા અને રાતે મલાઇ અને રબડીની સફર શરૂ થતી. 98 વર્ષીય મહાશય તેમ છતાં કહેતા હતા કે, "અભી તો મેં જવાન હું"

  98 વર્ષીય ગુલાટીની આવી હતી દિનચર્યા
  ગુલાટી દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને પંજાબી બીટ્સ પર ડંબલ્સથી કસરત કરતા હતા, પછી ફ્રૂટ્સ ખાતા. ત્યાર બાદ નેહરૂ પાર્કમાં જતા, દિવસ પરાઠા સાથે પસાર થતો, સાંજે ફરી બહાર પાર્કમાં જતા અને રાતે મલાઇ અને રબડીની સફર શરૂ થતી. 98 વર્ષીય મહાશય તેમ છતાં કહેતા હતા કે, "અભી તો મેં જવાન હું"

  3/5
 • 1500થી 2000 કરોડનું કારોબાર ફક્ત 1500 રૂપિયાથી શરૂ કરેલા બિઝનેસ 2000 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો. જાહેરાતમાં જોવા મળતા ધરમપાલ વિશ્વના સૌથી મોટી ઉંમરના સ્ટાર તરીકે જાણીતા હતા. અવૉર્ડ બાદ સેંકડો લોકોના પુષ્પગુચ્છ અને કૉલ્સ આવ્યા પછી તેમણે કહ્યું, "મેરી તો બલ્લે-બલ્લે હો ગઈ હૈ." ઑફિસમાં મળનારાની લાઇનો લાગી ગઈ હતી. આ જોઇને તેમણે કહ્યું હતું, "હું અન્ય કોઇ નશો નથી કરતો, મેને પ્રેમનો નશો છે." મને આ ખૂબ જ ગમે છે જ્યારે બાળકો અને યુવાનો મને મળે છે અને મારી સાથે સેલ્ફી લે છે. એવૉર્ડ વિસે વાત કરતા જણાવે છે કે આ તમારો મારી માટે પ્રેમ છે. મારું કંઇ નથી.

  1500થી 2000 કરોડનું કારોબાર
  ફક્ત 1500 રૂપિયાથી શરૂ કરેલા બિઝનેસ 2000 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો. જાહેરાતમાં જોવા મળતા ધરમપાલ વિશ્વના સૌથી મોટી ઉંમરના સ્ટાર તરીકે જાણીતા હતા. અવૉર્ડ બાદ સેંકડો લોકોના પુષ્પગુચ્છ અને કૉલ્સ આવ્યા પછી તેમણે કહ્યું, "મેરી તો બલ્લે-બલ્લે હો ગઈ હૈ." ઑફિસમાં મળનારાની લાઇનો લાગી ગઈ હતી. આ જોઇને તેમણે કહ્યું હતું, "હું અન્ય કોઇ નશો નથી કરતો, મેને પ્રેમનો નશો છે." મને આ ખૂબ જ ગમે છે જ્યારે બાળકો અને યુવાનો મને મળે છે અને મારી સાથે સેલ્ફી લે છે. એવૉર્ડ વિસે વાત કરતા જણાવે છે કે આ તમારો મારી માટે પ્રેમ છે. મારું કંઇ નથી.

  4/5
 • સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ યૂરોમૉનિટર પ્રમાણે, ધર્મપાલ ગુલાટી એફએણસીજી સેક્ટરથી સૌથી વધુ કમામી કરનારા સીઇઓ હતા. ગુલાટી પોતાની સેલરીનો લગભગ 90 ભાગ દાન કરી દેતા. તે 20 સ્કૂલ અને એક હૉસ્પિટલ પણ ચલાવતા હતા.

  સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ
  યૂરોમૉનિટર પ્રમાણે, ધર્મપાલ ગુલાટી એફએણસીજી સેક્ટરથી સૌથી વધુ કમામી કરનારા સીઇઓ હતા. ગુલાટી પોતાની સેલરીનો લગભગ 90 ભાગ દાન કરી દેતા. તે 20 સ્કૂલ અને એક હૉસ્પિટલ પણ ચલાવતા હતા.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

મહાશિયા દી હટ્ટી (MDH)મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે 97ની વયે નિધન થઈ ગયું. તાજેતરમાં તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેકને કારણે થયું. ગુલાટીનો જન્મ 27 માર્ચ, 1923ના રોજ સિયાલકોટ (પાકિસ્તાન)માં થયો. તેમણે 5 ધોરણ સુધી ભણતર પૂરું કર્યું અને વર્ષ 1933માં સ્કૂલ છોડી દીધી. 1947માં દેશ વિભાજન પછી તેઓ ભારત આવ્યા. ભારત આવતી વખતે તેમની પાસે ફક્ત 1500 રૂપિયા હતા. તેમણે પરિવારનું પેટ ભરવા ટાંગો પણ ચલાવ્યો. તેના પછી તેમણે દિલ્હીના કરોલ બાગ સ્થિત અમલ ખાં રોડ પર મસાલાની દુકાન શરૂ કરી.

First Published: 3rd December, 2020 21:19 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK