તારક મહેતા ફેમ મયુર વાકાણીએ બનાવેલા PM મોદીના સ્ટેચ્યૂનો યુવાનોમાં ક્રેઝ

Published: Apr 15, 2019, 15:24 IST | Falguni Lakhani
 • લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેને લઈને ઉત્કંઠા પણ વધતી જાય છે. ચોરે ને ચૌટે રાજકારણની જ ચર્ચા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે અને તે યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે.

  લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેને લઈને ઉત્કંઠા પણ વધતી જાય છે. ચોરે ને ચૌટે રાજકારણની જ ચર્ચા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે અને તે યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે.

  1/10
 • રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM રૂપાણીએ પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓને સંબોધન કર્યું. આ સંમેલનમાં મંદિરના દરવાજા પાસે રાખવામાં આવેલા PM મોદીના પૂતળાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

  રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CM રૂપાણીએ પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા મતદાતાઓને સંબોધન કર્યું. આ સંમેલનમાં મંદિરના દરવાજા પાસે રાખવામાં આવેલા PM મોદીના પૂતળાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

  2/10
 • PM મોદીના સ્ટેચ્યૂએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. ખાસ કરીને યુવાનો આ સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

  PM મોદીના સ્ટેચ્યૂએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. ખાસ કરીને યુવાનો આ સ્ટેચ્યૂ સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

  3/10
 • આ સ્ટેચ્યૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર મયુર વાકાણી અને તેની ટીમે મળીને બનાવ્યું છે.

  આ સ્ટેચ્યૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર મયુર વાકાણી અને તેની ટીમે મળીને બનાવ્યું છે.

  4/10
 • અમદાવાદના શિલ્પકાર આનંદ ટીકે, મયુર વાકાણી, જીજ્ઞેશ વાજા, કિરણ દુલમ, અવિનાશ, સોનુ, અમિત ટીકે, સંદિપ, આ તમામ લોકોએ સાથે મળીને ફાઈબર ગ્લાસમાં વડાપ્રધાન મોદીનું આ સ્ટેચ્યૂ તૈયાર કર્યું છે.

  અમદાવાદના શિલ્પકાર આનંદ ટીકે, મયુર વાકાણી, જીજ્ઞેશ વાજા, કિરણ દુલમ, અવિનાશ, સોનુ, અમિત ટીકે, સંદિપ, આ તમામ લોકોએ સાથે મળીને ફાઈબર ગ્લાસમાં વડાપ્રધાન મોદીનું આ સ્ટેચ્યૂ તૈયાર કર્યું છે.

  5/10
 • આ સ્ટેચ્યૂની ખૂબી એ છે કે તે બિલકુલ મેઈન્ટનન્સ ફ્રી મટિરીયલમાંથી બનાવવામાં આવ્યું છે. ઈ સ્ટેચ્યૂ વેધર પ્રુફ છે. એટલે કે તેના પર હાલની કાળઝાળ ગરમીની કોઈ અસર નહીં થાય.

  આ સ્ટેચ્યૂની ખૂબી એ છે કે તે બિલકુલ મેઈન્ટનન્સ ફ્રી મટિરીયલમાંથી બનાવવામાં આવ્યું છે. ઈ સ્ટેચ્યૂ વેધર પ્રુફ છે. એટલે કે તેના પર હાલની કાળઝાળ ગરમીની કોઈ અસર નહીં થાય.

  6/10
 • સ્ટેચ્યૂ એટલું આબેહૂબ હતું કે 2, 000થી વધુ યુવાનોએ તેની સાથે સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

  સ્ટેચ્યૂ એટલું આબેહૂબ હતું કે 2, 000થી વધુ યુવાનોએ તેની સાથે સેલ્ફી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

  7/10
 • સ્ટેચ્યૂમાં વડાપ્રધાન મોદી પોતાના સિગ્નેચર લૂક એટલે કે કૂર્તા, પાયજામા અને જેકેટમાં હાસ્ય રેલાવતી મુદ્રામાં જોવા મળી રહ્યા છે.

  સ્ટેચ્યૂમાં વડાપ્રધાન મોદી પોતાના સિગ્નેચર લૂક એટલે કે કૂર્તા, પાયજામા અને જેકેટમાં હાસ્ય રેલાવતી મુદ્રામાં જોવા મળી રહ્યા છે.

  8/10
 • મયુર વાકાણી અને તેની ટીમ આવા અનેક સ્ટેચ્યૂ તૈયાર કરી ચુકી છે. આવું જ એક સ્ટેચ્યૂ બનાવતા સમયે લાક્ષણિક મુદ્રામાં મયુર વાકાણી.

  મયુર વાકાણી અને તેની ટીમ આવા અનેક સ્ટેચ્યૂ તૈયાર કરી ચુકી છે. આવું જ એક સ્ટેચ્યૂ બનાવતા સમયે લાક્ષણિક મુદ્રામાં મયુર વાકાણી.

  9/10
 • આ પહેલા મયુર અને તેની ટીમે સિંહ સાથે વડાપ્રધાન મોદીની પ્રતિમા તૈયાર કરી હતી. જેમાં તેઓ હાથમાં કમળ સાથે જોવા મળી રહ્યા છે.

  આ પહેલા મયુર અને તેની ટીમે સિંહ સાથે વડાપ્રધાન મોદીની પ્રતિમા તૈયાર કરી હતી. જેમાં તેઓ હાથમાં કમળ સાથે જોવા મળી રહ્યા છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી જાણીતા થયેલા કલાકાર મયુર વાકાણીએ તેના સાથીઓ સાથે મળીને વડાપ્રધાન મોદીનું સ્ટેચ્યૂ બનાવ્યું છે. જે યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે. જુઓ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK