મૌની અમાસ: કુંભમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યું શાહી સ્નાન

Feb 04, 2019, 18:13 IST
  • ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન માટે ઉમટી પડ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં સવારે સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. આ સિવાય અખાડાઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.

    ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન માટે ઉમટી પડ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં સવારે સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. આ સિવાય અખાડાઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.

    1/8
  • ધાર્મિક પરંપરાઓ અનુસાર મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો ખાસ મહિમા છે. 

    ધાર્મિક પરંપરાઓ અનુસાર મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો ખાસ મહિમા છે. 

    2/8
  • આ દિવસે પવિત્ર સંગમ અને નદીમાં દેવતાઓ નિવાસ કરતા હોવાની પૌરાણિક માન્યતા છે, આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં સ્નાન કરવા પહોંચે છે.

    આ દિવસે પવિત્ર સંગમ અને નદીમાં દેવતાઓ નિવાસ કરતા હોવાની પૌરાણિક માન્યતા છે, આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં સ્નાન કરવા પહોંચે છે.

    3/8
  •  મૌની અમાવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. યોગી આદિત્યનાથે આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો, તેમજ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.

     મૌની અમાવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. યોગી આદિત્યનાથે આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો, તેમજ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.

    4/8
  • સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં ઠંડી અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે સરયૂ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.

    સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં ઠંડી અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે સરયૂ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.

    5/8
  • ચિત્રકૂટ ખાતે પણ મૌની અમાસના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કર્યું હતું. લોકોએ સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય શ્રદ્ધાળુઓ મંદાકિની ખાતે પણ સ્નાન કર્યું હતું.

    ચિત્રકૂટ ખાતે પણ મૌની અમાસના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કર્યું હતું. લોકોએ સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય શ્રદ્ધાળુઓ મંદાકિની ખાતે પણ સ્નાન કર્યું હતું.

    6/8
  •  મૌની અમાવસ્યાના દિવસે દાન કરવાની પ્રથા છે આ દિવસે કપડા, વસ્ત્ર, ધન, ગાય, જમીન અને સોનુ દાન કરવાનો મહાત્મ છે.

     મૌની અમાવસ્યાના દિવસે દાન કરવાની પ્રથા છે આ દિવસે કપડા, વસ્ત્ર, ધન, ગાય, જમીન અને સોનુ દાન કરવાનો મહાત્મ છે.

    7/8
  • કુંભમાં લાખો લોકોની હાજરી છતાંય સ્વચ્છતા પર ધ્યાન અપાઈ રહ્યું છે. સફાઈ કામદારો દ્વારા નદી કિનારો સતત સ્વચ્છ રખાઈ રહ્યો છે.

    કુંભમાં લાખો લોકોની હાજરી છતાંય સ્વચ્છતા પર ધ્યાન અપાઈ રહ્યું છે. સફાઈ કામદારો દ્વારા નદી કિનારો સતત સ્વચ્છ રખાઈ રહ્યો છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે મૌની અમાસના દિવસે સાધુ-સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને શાહી સ્નાન કર્યું હતું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK