મોદી લહેરમાં તણાઈ ગયા કોંગ્રેસના આ 9 પૂર્વ મુખ્યમંત્રી, જુઓ તસવીરો

Published: May 24, 2019, 14:30 IST | Falguni Lakhani
 • મોદી લહેર નહીં મોદીનો સુનામી આવ્યો અને કોંગ્રેસ તેમાં તણાઈ ગયું. કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ સુનામી સામે ઝીંક ન ઝીલી શક્યા. જેમાં શીલા દીક્ષિત, ભુપેન્દ્ર હુડ્ડા, અશોક ચૌહાણ, હરીશ રાવતનો સમાવેશ થાય છે.

  મોદી લહેર નહીં મોદીનો સુનામી આવ્યો અને કોંગ્રેસ તેમાં તણાઈ ગયું. કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ સુનામી સામે ઝીંક ન ઝીલી શક્યા. જેમાં શીલા દીક્ષિત, ભુપેન્દ્ર હુડ્ડા, અશોક ચૌહાણ, હરીશ રાવતનો સમાવેશ થાય છે.

  1/10
 • ભુપેન્દ્ર હુડ્ડાઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વાર સાંસદ રહી ચુકેલા હુડ્ડા હરિયાણાના સોનીપતથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર રમેશ કૌશિકની સામે પોતાની સીટ ન બચાવી શક્યા.

  ભુપેન્દ્ર હુડ્ડાઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વાર સાંસદ રહી ચુકેલા હુડ્ડા હરિયાણાના સોનીપતથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર રમેશ કૌશિકની સામે પોતાની સીટ ન બચાવી શક્યા.

  2/10
 • હરીશ રાવતઃ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવત પર પોતાની બેઠક ન બચાવી શક્યા. હરીશ રાવત વિધાનસભા ચૂંટણીમાં પણ બે બેઠકો પરથી લડ્યા હતા અને બંને બેઠકોથી હારી ગયા. આ વખતે તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે હારનો સામનો કરવો પડ્યો.

  હરીશ રાવતઃ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવત પર પોતાની બેઠક ન બચાવી શક્યા. હરીશ રાવત વિધાનસભા ચૂંટણીમાં પણ બે બેઠકો પરથી લડ્યા હતા અને બંને બેઠકોથી હારી ગયા. આ વખતે તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે હારનો સામનો કરવો પડ્યો.

  3/10
 • અશોક ચૌહાણઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચૌહાણ આ વખતે પોતાની નાંદેડ બેઠક ન બચાવી શક્યા. તેઓ ભાજપના પ્રતાપરાવ પાટિલ સામે હારી ગયા.

  અશોક ચૌહાણઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચૌહાણ આ વખતે પોતાની નાંદેડ બેઠક ન બચાવી શક્યા. તેઓ ભાજપના પ્રતાપરાવ પાટિલ સામે હારી ગયા.

  4/10
 • શીલા દીક્ષિતઃ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતને પણ હારનો સામનો કરવો પડ્યો. તેમનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ હરાવ્યા.

  શીલા દીક્ષિતઃ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતને પણ હારનો સામનો કરવો પડ્યો. તેમનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ હરાવ્યા.

  5/10
 • દિગ્વિજય સિંહઃ 10 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહને આ વખતે કોંગ્રેસે ભોપાલ બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા.

  દિગ્વિજય સિંહઃ 10 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહને આ વખતે કોંગ્રેસે ભોપાલ બેઠકથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા.

  6/10
 • સુશીલ કુમાર શિંદેઃ દેશના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેએ પોતાની પરંપરાગત બેઠક સોલાપુરને ન બચાવી શક્યા.

  સુશીલ કુમાર શિંદેઃ દેશના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેએ પોતાની પરંપરાગત બેઠક સોલાપુરને ન બચાવી શક્યા.

  7/10
 • નબામ તુકીઃ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી અરૂણચાલ પશ્ચિમ બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. જેઓ કિરેન રિજિજૂ સામે હારી ગયા.

  નબામ તુકીઃ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી અરૂણચાલ પશ્ચિમ બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. જેઓ કિરેન રિજિજૂ સામે હારી ગયા.

  8/10
 • મુકુલ સંગમાઃ 8 વર્ષ સુધી મેઘાલયના મુખ્યમંત્રી રહેલા મુકુલ સંગમાને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. તેઓ અગાથા સંગમા સામે હારી ગયા.

  મુકુલ સંગમાઃ 8 વર્ષ સુધી મેઘાલયના મુખ્યમંત્રી રહેલા મુકુલ સંગમાને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. તેઓ અગાથા સંગમા સામે હારી ગયા.

  9/10
 • વીરપ્પા મોઈલીઃ યૂપીએ સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી ચુકેલા પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઈલી પણ પોતાની બેઠક ન બચાવી શક્યા. તેઓ ભાજપના બીએન બચ્ચે ગૌડા સામે હારી ગયા.

  વીરપ્પા મોઈલીઃ યૂપીએ સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી ચુકેલા પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઈલી પણ પોતાની બેઠક ન બચાવી શક્યા. તેઓ ભાજપના બીએન બચ્ચે ગૌડા સામે હારી ગયા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

2019 લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં એટલી પ્રચંડ હતી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ તેની સામે ટક્કર ન ઝીલી શક્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK