Racalling Lockdown: ખાલી ખાલી તંબુ હૈ, ખાલી ખાલી ઘેરા હૈ, બિના ચિડીયા કા બસેરા હૈ

Updated: 25th December, 2020 17:28 IST | Chirantana Bhatt
 • મુંબઇ છત્રપતી શિવાજી રેલવે સ્ટેશન પર ભીડ ન હોય તેવું દ્રશ્ય દુર્લભ છે. અહીંથી રોજે રોજ હજારો લોકો પોતાના કામનાં સ્થળે પહોંચે છે. પહેલીવાર અહીંથી લોકલ ટ્રેઇન સર્વિસ થંભી ગઇ છે.

  મુંબઇ છત્રપતી શિવાજી રેલવે સ્ટેશન પર ભીડ ન હોય તેવું દ્રશ્ય દુર્લભ છે. અહીંથી રોજે રોજ હજારો લોકો પોતાના કામનાં સ્થળે પહોંચે છે. પહેલીવાર અહીંથી લોકલ ટ્રેઇન સર્વિસ થંભી ગઇ છે.

  1/15
 • ગિરગાંમ ચોપાટી તો સહેલાણીઓ સતત ફર્યા કરે છે પણ લૉકડાઉનને પગલે નથી આસપાસની કૉલેજ  અને ઑફિસીઝનાં લોકો પણ આવતા હોય છે પણ દરિયા કાંઠે અત્યારે બીજો કોઇ અવાજ નથી.

  ગિરગાંમ ચોપાટી તો સહેલાણીઓ સતત ફર્યા કરે છે પણ લૉકડાઉનને પગલે નથી આસપાસની કૉલેજ  અને ઑફિસીઝનાં લોકો પણ આવતા હોય છે પણ દરિયા કાંઠે અત્યારે બીજો કોઇ અવાજ નથી.

  2/15
 • BMC હેડક્વાટર્સ અત્યારે કદાચ સૌથી વધુ મહેનત કરનારા વહીવટી તંત્રમાંથી એક હશે પણ CSMTથી લઇને BMC સુધીની ઇમારત ગોથિક શૈલીનું સ્થાપત્ય છે. અત્યારે આ હેરિટેજ બિલ્ડીંગ મુંબઇ ટુરિસ્ટનાં સેલ્ફી પોઇન્ટ હોવા છતાં પણ સુમસામ છે.

  BMC હેડક્વાટર્સ અત્યારે કદાચ સૌથી વધુ મહેનત કરનારા વહીવટી તંત્રમાંથી એક હશે પણ CSMTથી લઇને BMC સુધીની ઇમારત ગોથિક શૈલીનું સ્થાપત્ય છે. અત્યારે આ હેરિટેજ બિલ્ડીંગ મુંબઇ ટુરિસ્ટનાં સેલ્ફી પોઇન્ટ હોવા છતાં પણ સુમસામ છે.

  3/15
 • ગેટ વે ઑફ ઇન્ડિયા તો આઇકોનિક ઇમારત છે, તે શહેરની ઓળખ છે અને શહેરનું સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ છે. માણસો વગરનાં ખાલીપામાં પણ આ ગેઇટનો વૈભવ અડીખમ છે.

  ગેટ વે ઑફ ઇન્ડિયા તો આઇકોનિક ઇમારત છે, તે શહેરની ઓળખ છે અને શહેરનું સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ છે. માણસો વગરનાં ખાલીપામાં પણ આ ગેઇટનો વૈભવ અડીખમ છે.

  4/15
 • મરીન ડ્રાઇવ પર દોડનારા, પ્રેમીઓ, શ્વાનને ચલાવનારાઓથી માંડીને મિત્રોનાં ટોળા ક્વિન્સ નેકલેસને નિહાળવા ભેગાં થતા હોય છે. આજકાલ આ ટેટ્રાપોડ્ઝ પર માણસોનો કોલાહલ નહીં માત્ર દરિયાનાં મોજાં પછડાવાનો જ અવાજ આવે છે.

  મરીન ડ્રાઇવ પર દોડનારા, પ્રેમીઓ, શ્વાનને ચલાવનારાઓથી માંડીને મિત્રોનાં ટોળા ક્વિન્સ નેકલેસને નિહાળવા ભેગાં થતા હોય છે. આજકાલ આ ટેટ્રાપોડ્ઝ પર માણસોનો કોલાહલ નહીં માત્ર દરિયાનાં મોજાં પછડાવાનો જ અવાજ આવે છે.

  5/15
 • જુહુ બીચ તો દરેક મુંબઇકરનાં નાનપણની યાદ હોય છે પણ અત્યારે અહીં કોઇ યાદો નથી રચાઇ રહી. દરિયાનાં ભરતી અને ઓટ અહીંની રેતી પર પોતાની છાપ છોડી રહ્યાં છે પણ માણસો તો લૉકડાઉનમાં બેસીને આ દ્રશ્યો માત્ર વાગોળી રહ્યા છે.

  જુહુ બીચ તો દરેક મુંબઇકરનાં નાનપણની યાદ હોય છે પણ અત્યારે અહીં કોઇ યાદો નથી રચાઇ રહી. દરિયાનાં ભરતી અને ઓટ અહીંની રેતી પર પોતાની છાપ છોડી રહ્યાં છે પણ માણસો તો લૉકડાઉનમાં બેસીને આ દ્રશ્યો માત્ર વાગોળી રહ્યા છે.

  6/15
 • સંજય ગાંધી નેશનલ પાર્ક કુદરતનો ખોળો ખુંદનારા માટે સ્વર્ગ સમાન છે પણ અત્યારે અહીં કુદરત માણસના સંગાથ વગર વસંતમાંથી પાનખરમાં પલટાઇ ગઇ છે.

  સંજય ગાંધી નેશનલ પાર્ક કુદરતનો ખોળો ખુંદનારા માટે સ્વર્ગ સમાન છે પણ અત્યારે અહીં કુદરત માણસના સંગાથ વગર વસંતમાંથી પાનખરમાં પલટાઇ ગઇ છે.

  7/15
 • છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આમ તો વિશ્વનું સૌથી વધુ બિઝી એરપોર્ટ છે પમ હમણાં બધા વિમાનો થંભી ગયેલા છે, નથી અહીં કન્વેયર બેલ્ટ પર બેગ્ઝ ફરી રહી કે ન મુસાફરો એરપોર્ટ લુકમાં દેખાઇ રહ્યા છે. માત્ર કાર્ગો ફ્લાઇટ્સની આવનજાવન છે.

  છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આમ તો વિશ્વનું સૌથી વધુ બિઝી એરપોર્ટ છે પમ હમણાં બધા વિમાનો થંભી ગયેલા છે, નથી અહીં કન્વેયર બેલ્ટ પર બેગ્ઝ ફરી રહી કે ન મુસાફરો એરપોર્ટ લુકમાં દેખાઇ રહ્યા છે. માત્ર કાર્ગો ફ્લાઇટ્સની આવનજાવન છે.

  8/15
 • દાદરનાં ફુલ બજારમાં સીધી લીટીમાં ચાલી શકાય એવી શક્યતાઓ પણ નથી હોતી પણ અત્યારે અહીં રડ્યા ખડ્યા માણસ સિવાય કંઇ નજરે નથી ચઢતું.

  દાદરનાં ફુલ બજારમાં સીધી લીટીમાં ચાલી શકાય એવી શક્યતાઓ પણ નથી હોતી પણ અત્યારે અહીં રડ્યા ખડ્યા માણસ સિવાય કંઇ નજરે નથી ચઢતું.

  9/15
 • બાણગંગાની આ વિશાળ ટેંક અહીં ૧૨મી સદીમાં બંધાઇ હતી અને એક કલ્ચરલ હબની માફક વિકસી છે. લૉકડાઉનમાં અહીં પણ કોઇ માણસ નજરે નથી ચઢતું.

  બાણગંગાની આ વિશાળ ટેંક અહીં ૧૨મી સદીમાં બંધાઇ હતી અને એક કલ્ચરલ હબની માફક વિકસી છે. લૉકડાઉનમાં અહીં પણ કોઇ માણસ નજરે નથી ચઢતું.

  10/15
 • ક્રોફર્ડ માર્કેટ તો ખરીદી કરનારાઓનું સ્વર્ગ છે. પણ અહીં આજ કાલ ન તો ભાવ તાલ થાય છે ન મોટા જથ્થામાં ખરીદી. અહીં પણ બધી ગતિવિધીઓ પર પુર્ણવિરામ લાગી ગયું છે.

  ક્રોફર્ડ માર્કેટ તો ખરીદી કરનારાઓનું સ્વર્ગ છે. પણ અહીં આજ કાલ ન તો ભાવ તાલ થાય છે ન મોટા જથ્થામાં ખરીદી. અહીં પણ બધી ગતિવિધીઓ પર પુર્ણવિરામ લાગી ગયું છે.

  11/15
 • બાંદ્ર વર્લી સી લિંક પર સડસડાટ દોડી જતી ગાડીઓમાં ઝડપથી પોતાની મંઝિલે પહોંચવા માગતા લોકો ઉપરાંત ઉત્સુક પ્રવાસીઓ પણ હોય છે. પાંચ જ મીનિટમાં મુંબઇનાં એક છેડેથી બીજે છેડે પહોંચવાની લાગણી આ રસ્તેથી બહેતર તો કશે જ નથી થઇ શક્તિ આ સતત દોડતા શહેરમાં.

  બાંદ્ર વર્લી સી લિંક પર સડસડાટ દોડી જતી ગાડીઓમાં ઝડપથી પોતાની મંઝિલે પહોંચવા માગતા લોકો ઉપરાંત ઉત્સુક પ્રવાસીઓ પણ હોય છે. પાંચ જ મીનિટમાં મુંબઇનાં એક છેડેથી બીજે છેડે પહોંચવાની લાગણી આ રસ્તેથી બહેતર તો કશે જ નથી થઇ શક્તિ આ સતત દોડતા શહેરમાં.

  12/15
 • બાન્દ્રા વેસ્ટ સ્ટેશનની બહાર તમે ક્યારેકને ક્યારેક તો રિક્ષાની લાઇનમાં ઉભા જ રહ્યા હશો. પણ લૉકડાઉને રિક્ષાની લાઇનો સિવાયની આ સ્ટેશનની ઓળખ છતી કરી દીધી છે.

  બાન્દ્રા વેસ્ટ સ્ટેશનની બહાર તમે ક્યારેકને ક્યારેક તો રિક્ષાની લાઇનમાં ઉભા જ રહ્યા હશો. પણ લૉકડાઉને રિક્ષાની લાઇનો સિવાયની આ સ્ટેશનની ઓળખ છતી કરી દીધી છે.

  13/15
 • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ વે પર પીક અવર્સમાં દોઢ બે કલાક તો સહેજે ય નિકળી જાય પણ અત્યારે આ આસ્ફાલ્ટનો રોડ તડકામાં તપી રહ્યો છે અને કોઇ લાંબી લાઇન્સ કે હોર્નનાં અવાજો નથી.

  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ વે પર પીક અવર્સમાં દોઢ બે કલાક તો સહેજે ય નિકળી જાય પણ અત્યારે આ આસ્ફાલ્ટનો રોડ તડકામાં તપી રહ્યો છે અને કોઇ લાંબી લાઇન્સ કે હોર્નનાં અવાજો નથી.

  14/15
 • બાંન્દ્રા બેન્ડસ્ટેન્ડ પાસે શાહરૂખ ખાન અને સલમાન ખાનનાં ઘરો જોવા માટે ટોળે વળનારાં, દરિયા સામે જોઇને કવિતાઓ ઘડનારા અને ગુફ્તગુ કરનારા પ્રેમીઓ આજકાલ નથી દેખાતા.

  બાંન્દ્રા બેન્ડસ્ટેન્ડ પાસે શાહરૂખ ખાન અને સલમાન ખાનનાં ઘરો જોવા માટે ટોળે વળનારાં, દરિયા સામે જોઇને કવિતાઓ ઘડનારા અને ગુફ્તગુ કરનારા પ્રેમીઓ આજકાલ નથી દેખાતા.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આપણા દેશમાં સખત લૉકડાઉનનો માહોલ બદલાઇ ગયો છે. એક સમયે વાઇરસને કારણે મુંબઇ જેવું સતત દોડતું શહેર પણ થંભી ગયું હતું. કેવો હતો એ નજારો જ્યારે મુંબઇની ભીડથી ખદબદતી જગ્યાઓ પર કાળું ચકલું ય નહોતું ફરકતું. જોઇએ આ તસવીરોમાં, યાદ કરીએ એ દિવસો... તસવીરોઃ અતુલ કાંબલે, શાબાદ ખાન, સતેજ શિંદે, પ્રદીપ ધીવર, બિપીન કોકાટે, આશિષ રાણે, નિમેષ દવે, પીટીઆઇ

First Published: 25th December, 2020 17:35 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK